ગળાનાં દર્દ

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ગળાનાં દર્દ  કાકડા (૧) ચુલાની બળેલી માટી(લાલ થઈ હોય તે, હવે ચુલા નથી હોતા આથી માટીને લાલ થાય ત્યાં સુધી બાળવી) ૧૦ ગ્રામ અને ૩ ગ્રામ મરીનું ચુર્ણ સવાર સાંજ થોડું થોડું કાકડા પર દબાવીને ચોળવાથી ત્રણ દીવસમાં કાકડા મટી જાય છે.

(૨) દીવસમાં બેત્રણ વાર મીઠાના પાણીના કોગળા કરવાથી કાકડામાં લાભ થાય છે.

(૩) બે ગ્રામ ફુલાવેલી ફટકડી ૧૨૫ ગ્રામ ગરમ પાણીમાં નાખી કોગળા કરવાથી કાકડા વધ્યા હોય તેમાં લાભ થાય છે.

(૪) આંબાનાં પાન બાળી તેનો ધુમાડો લેવાથી ગળાની અંદરનાં કેટલાંક દર્દોમાં ફાયદો થાય છે.

ગળાનો દુ:ખાવો (૧) લીંબુનો રસ પીવાથી ગળાની પીડા મટે છે.

(૨) ગળામાં બળતરા કે દુખાવામાં એક ચમચો મધ, એક લીંબુનો રસ અને લાલ મરચાંનો તદ્દન થોડો પાઉડર દીવસમાં બેત્રણ વાર લેવાથી લાભ થાય છે.

(૩) કોઈ રોગ ન હોય પણ વધુ શ્રમને કારણે ગળું દુખતું હોય તો સુકા ધાણા ચાવતા રહી મોંમાં ઉત્પન્ન થતો રસ ધીમે ધીમે ગળા નીચે ઉતારતા રહેવાથી લાભ થાય છે.  ગળાનો સોજો (૧) કેળાંની છાલ ગળા ઉપર બહાર બાંધવાથી ગળાનો સોજો મટે છે.

(૨) એક અંજીર અને ૧/૪ ચમચી હળદર પાણીમાં લસોટી અડધા ગ્લાસ પાણીમાં ઉકાળો કરવો. ઉકાળો ઠંડો પડ્યે ગળામાં ધારણ કરી થોડી વાર મોંઢામાં રાખી ધીમેથી ગળી જવો. સવાર-સાંજ તાજો ઉકાળો બનાવવો. એનાથી ગળાનો સોજો, જીભનો સોજો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે ફરીયાદો ચાર-પાંચ દીવસમાં મટે છે.

(૩) અજમાનો ઉકાળો અથવા પાણી સાથે અજમાનું અતી બારીક ચુર્ણ દીવસમાં ચારેક વખત નીયમીત પીવાથી ગળાનો સોજો મટે છે.

ગળુ સુકાવું ગોળનું પાણી બનાવી ચાર પાંચ વાર વસ્ત્રગાળ કરી પીવાથી અથવા ગરમીના દીવસો હોય તો લીમડાના પાનનો ૧૦ ગ્રામ રસ પીવાથી ગળું સુકાઈ જતું હોય તેમાં લાભ થાય છે.

ગળું બેસી જવું ગળું બેસી જાય ત્યારે આદુના નાના નાના ટુકડા કરી મોંમાં રાખી મુકી ચુસીને રસ ગળા નીચે હળવે હળવે ઉતારતા રહેવું.

ગળું સાફ રાખવા  ડુંગળીનું કચુંબર જીરુ અને સીંધવ નાખી ખાવાથી ગળું સાફ રહે છે, કફની ખરેટી બાઝતી નથી અને પેટમાંનાં ઝેરી તત્ત્વોનો નાશ થાય છે.

ટૅગ્સ: , , , , , , ,

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.