Posts Tagged ‘tonsils’

Tonsils

જુલાઇ 2, 2013

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

(1)    Heat up about 10 grams soil until it is red and mix it with 3 grams black pepper powder. Message a little bit of it on the tonsils to cure them.

(2)   Gargling with salty water may help in tonsils.

(3)   Gargle with 2 grams dehydrated alum in 125 mls comfortable warm water may help in tonsils.

(4)   Inhaling smoke of dry mango leaves may help in some disorders of throat.

ગળાનાં દર્દ

મે 10, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ગળાનાં દર્દ  કાકડા (૧) ચુલાની બળેલી માટી(લાલ થઈ હોય તે, હવે ચુલા નથી હોતા આથી માટીને લાલ થાય ત્યાં સુધી બાળવી) ૧૦ ગ્રામ અને ૩ ગ્રામ મરીનું ચુર્ણ સવાર સાંજ થોડું થોડું કાકડા પર દબાવીને ચોળવાથી ત્રણ દીવસમાં કાકડા મટી જાય છે.

(૨) દીવસમાં બેત્રણ વાર મીઠાના પાણીના કોગળા કરવાથી કાકડામાં લાભ થાય છે.

(૩) બે ગ્રામ ફુલાવેલી ફટકડી ૧૨૫ ગ્રામ ગરમ પાણીમાં નાખી કોગળા કરવાથી કાકડા વધ્યા હોય તેમાં લાભ થાય છે.

(૪) આંબાનાં પાન બાળી તેનો ધુમાડો લેવાથી ગળાની અંદરનાં કેટલાંક દર્દોમાં ફાયદો થાય છે.

ગળાનો દુ:ખાવો (૧) લીંબુનો રસ પીવાથી ગળાની પીડા મટે છે.

(૨) ગળામાં બળતરા કે દુખાવામાં એક ચમચો મધ, એક લીંબુનો રસ અને લાલ મરચાંનો તદ્દન થોડો પાઉડર દીવસમાં બેત્રણ વાર લેવાથી લાભ થાય છે.

(૩) કોઈ રોગ ન હોય પણ વધુ શ્રમને કારણે ગળું દુખતું હોય તો સુકા ધાણા ચાવતા રહી મોંમાં ઉત્પન્ન થતો રસ ધીમે ધીમે ગળા નીચે ઉતારતા રહેવાથી લાભ થાય છે.  ગળાનો સોજો (૧) કેળાંની છાલ ગળા ઉપર બહાર બાંધવાથી ગળાનો સોજો મટે છે.

(૨) એક અંજીર અને ૧/૪ ચમચી હળદર પાણીમાં લસોટી અડધા ગ્લાસ પાણીમાં ઉકાળો કરવો. ઉકાળો ઠંડો પડ્યે ગળામાં ધારણ કરી થોડી વાર મોંઢામાં રાખી ધીમેથી ગળી જવો. સવાર-સાંજ તાજો ઉકાળો બનાવવો. એનાથી ગળાનો સોજો, જીભનો સોજો, મોંઢાનાં ચાંદાં, અવાજ બેસી જવો વગેરે ફરીયાદો ચાર-પાંચ દીવસમાં મટે છે.

(૩) અજમાનો ઉકાળો અથવા પાણી સાથે અજમાનું અતી બારીક ચુર્ણ દીવસમાં ચારેક વખત નીયમીત પીવાથી ગળાનો સોજો મટે છે.

ગળુ સુકાવું ગોળનું પાણી બનાવી ચાર પાંચ વાર વસ્ત્રગાળ કરી પીવાથી અથવા ગરમીના દીવસો હોય તો લીમડાના પાનનો ૧૦ ગ્રામ રસ પીવાથી ગળું સુકાઈ જતું હોય તેમાં લાભ થાય છે.

ગળું બેસી જવું ગળું બેસી જાય ત્યારે આદુના નાના નાના ટુકડા કરી મોંમાં રાખી મુકી ચુસીને રસ ગળા નીચે હળવે હળવે ઉતારતા રહેવું.

ગળું સાફ રાખવા  ડુંગળીનું કચુંબર જીરુ અને સીંધવ નાખી ખાવાથી ગળું સાફ રહે છે, કફની ખરેટી બાઝતી નથી અને પેટમાંનાં ઝેરી તત્ત્વોનો નાશ થાય છે.

કાકડા

એપ્રિલ 10, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

કાકડા  (૧) કેળાંની છાલ ગળા ઉપર બહાર બાંધવાથી કાકડા ફુલ્યા હોય તો તે મટે છે.

(૨) હળદરને મધમાં મેળવી લગાડવાથી ગમે તેવા વધેલા કાકડા બેસી જાય છે.

(૩) સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળી દીવસમાં બેત્રણ વાર કોગળા કરવાથી કાકડાની પીડા મટે છે.

(૪) પાણીમાં મધ નાખી કોગળા કરવાથી વધેલા કાકડા બેસી જાય છે.

(૫) એક એક ચમચી હળદર અને ખાંડ ફાકી જઈ ઉપર ગરમ દુધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે.

(૬) કાકડા-ટોન્સીલ્સમાં સોજો આવે, તાવ આવે અને ખોરાક-પાણી ગળવામાં મુશ્કેલી પડે તો જેઠી મધ, કાથો અને હળદર દરેકનું અડધી ચમચી ચુર્ણ બેથી ત્રણ ચમચી મધમાં સવાર-સાંજ ચાટવાથી રાહત થાય છે.  સાથે સાથે સશમ્નીવટીની અને સુદર્શન ઘનવટીની એક એક ગોળી સવારે, બપોરે, સાંજે લેવી. માવાની મીઠાઈ, ફ્રીજનું ઠંડુ પાણી, ઠંડાં પીણાં, આઈસક્રીમ, શરબત, ટૉફી, ચૉકલેટ, દહીં, છાસ તેમ જ લીંબુ, આમલી, ટામેટાં જેવા ખાટા પદાર્થો બંધ કરવા. ખદીરાવટીની બે-બે ગોળી ચુસવી ખુબ જ હીતકારી છે.

(૭) કાકડા થાય તો એક દીવસ ઉપવાસ કરવો. મળશુદ્ધી માટે રાતે નાની ચમચી હરડેનું ચુર્ણ લેવું. દીવસમાં ત્રણ વખત એક કપ પાણીમાં એક ચમચી હળદર અને એક ચમચી ખાંડ મેળવી ધીમે ધીમે પી જવું. સવારે ‘સુવર્ણ વસંતમાલતી’ની અર્ધી ગોળી પીસીને મધમાં ઘુંટી ચાટી જવી. ૧૧-૧૨ દીવસ આ ઉપચાર કરવાથી કાકડા મટી જાય છે.

(૮) વડ, ઉમરો, પીપળો જેવા દુધ ઝરતા ઝાડની છાલને કુટી, ઉકાળો કરીને કોગળા કરવાથી કાકડાનો સોજો મટે છે.

(૯) ટંકણખાર, ફટકડી, હળદર અને ત્રીફલાના મીશ્રણને મધમાં કાલવી કાકડા પર લગાડવાથી કાકડા મટે છે.

(૧૦) કાકડા (ટોન્સીલ્સ)માં કાકડાશીંગી હળદર સાથે આપવી. કાકડાશીંગીનો ૧ ગ્રામનો ફાંટ બનાવી દીવસમાં ત્રણ વખત પાવાથી પણ સારું પરીણામ આવે છે.

(૧૧) ઠંડા, ચીકણા અને ગળ્યા પદાર્થો બંધ કરી નાગરવેલના પાનમાં તજનો એક ટુકડો, પાંચ-સાત મરી અને તુલસીનાં સાત-આઠ પાન લઈ બીડું બનાવી સવાર-સાંજ ચાવી ચાવીને રસ ગળા નીચે ઉતારતા જવું.

(૧૨) સુકી મેથીના ઉકાળાથી કલાક-બે કલાકે કોગળા કરતા રહેવાથી ગળાના કાકડા (ટોન્સીલ) મટવાની શક્યતા છે.

(૧૩) કાકડા-ટોન્સીલ, ગળાની અંદરનો સોજો અથવા ફેરીન્જાયટીસ, સ્વરભેદ એટલે કે ગળું બેસી જવું-અવાજ બેસી જવો, મોઢાનાં અને ગળાનાં વ્રણ–ચાંદા વગેરેમાં એક કપ ઉકાળેલા પાણીમાં એક ચમચી હળદર, એક ચમચી સાકરનો ભુકો, એક ચમચી જેઠીમધનું ચુર્ણ અને પા ચમચી કાથો મીશ્ર કરી તેનો કોગળો ગળામાં ભરી રાખવો. થોડો વખત આ ઔષધને ગળામાં રાખી પી જવું. સવાર-સાંજ આ ઉપચાર કરવાથી ચાર-પાંચ દીવસમાં જ ફાયદો થઈ જશે.