લીલી ડુંગળી

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

લીલી ડુંગળી આપણા બધાંને માટે એટલે કે કોઈપણ ઉંમરના લોકો માટે ખુબ જ ફાયદાકારક છે. એનો ઉપયોગ વીવીધ રીતે કરી શકાય. શાકમાં નાખવાથી શાક સ્વાદિષ્ટ લાગે છે. તેથી તેનો ઉપયોગ શાકભાજીને ગાર્નિશ કરવા માટે પણ થાય છે. 

લીલી ડુંગળીમાં રહેલ વિટામિન સી, ફોલિક એસિડ, ફાઈબર અને અન્ય પોષક તત્વો ધમનીઓને સ્વસ્થ રાખે છે.  આથી તેનું સેવન હૃદય રોગના દર્દીઓ અને વૃદ્ધ લોકો માટે ખુબ જ ફાયદાકારક છે. આથી જ એના નિયમિત સેવનથી હૃદયની બીમારીઓનું જોખમ નોંધપાત્ર રીતે ઓછું થાય છે. લીલી ડુંગળીમાં એક પ્રકારનું એન્ટી ઓક્સીડન્ટ તત્ત્વ રહેલું છે જે ફ્રી રેડિકલ સામે હૃદયની બીમારીઓથી રક્ષણ આપે છે.  એના સેવનથી લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળે છે. લીલી ડુંગળીમાં સલ્ફરની વધુ માત્રા હોય છે જે બ્લડ પ્રેશર ઘટાડે છે. ડુંગળીમાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો છે જે શરીરમાં બળતરા ઘટાડે છે.

લીલી ડુંગળીનો સલાડ તરીકે ઉપયોગ કરી શકાય. એ માટે એને પાતળી કાપીને ટામેટાં, કાકડી અને લીંબુનો રસ ઉમેરીને વાપરી શકાય. વળી એને ઓછા તેલમાં શેકીને પણ ખાઈ શકાય છે. સેન્ડવીચમાં બ્રેડ પર લીલી ડુંગળી, ટામેટાં અને અન્ય શાકભાજી ઉમેરીને સેન્ડવીચ બનાવીને પણ વાપરી શકાય. ચટણીમાં પણ બારીક કાપીને નાખી શકાય. બીજાં શાક સાથે સુપ બનાવવામાં પણ વાપરી શકાય.

લીલી ડુંગળીનો જ્યુસ કાઢીને પીવાથી ઘણો લાભ થાય છે.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.