Archive for જૂન 2nd, 2009

પરવળ

જૂન 2, 2009

પરવળ પરવળ સુપાચ્ય અને નીરોગી શાક છે. એ હૃદય માટે ખુબ સારાં છે. ધાતુપુષ્ટીકર છે. પચવામાં હલકાં હોવા છતાં જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર છે. ખાંસી, ખાંસી સાથેનો તાવ, પીત્તજ્વર અને કડવાં નથી છતાં કૃમીમાં હીતાવહ છે. ખાંસી અર્થાત્ કફના રોગોમાં પરવળ ખુબ સારું શાક છે એટલે એનું એક નામ ‘કફહર’ ખુબ સાર્થક છે. ઘીમાં પકવેલું પરવળનું શાક મીષ્ટાન્ન અને પાકો કરતાં પણ સારું ટોનીક છે. પરવળને ત્રીદોષહર કહેવાયાં છે. અર્થાત્ વાયુ, પીત્ત અને કફ ત્રણે દોષોમાં ઉપયોગી છે. મળે ત્યાં સુધી રોજ ખાવામાં લેવાય તો સ્વાસ્થ્ય સારું રહે છે. પરવળ રક્તશુદ્ધીકર પણ છે. પરવળનાં પાન, સુંઠ અને ધાણા સરખા વજને અધકચરા ખાંડી બે ચમચી મીશ્રણ બે ગ્લાસ પાણીમાં એક કપ બાકી રહે ત્યાં સુધી ઉકાળી ગાળીને પીવાથી ખસ, ખંજવાળ, શુળ-પીડા, કફ, પીત્ત તથા અગ્નીમાંદ્ય મટે છે.

દરેક શ્રાદ્ધક્રીયા વખતે

જૂન 2, 2009

દરેક શ્રાદ્ધ ક્રીયા વખતે

દરેક શ્રાદ્ધ ક્રિયા વખતે

પૂર્વ તૈયારી

૧. ઘી, દૂધ, સાકર નાખી પાણીથી ચોખાનો લોટ પિંડ વળી શકે તેવો બાંધવો.

૨. મોટી થાળીમાં પાણી, જવ, તલ, તુલસી, ચંદન, ફૂલ

૩. યજમાનને સુતરના નવ દોરાની જનોઈ અને દર્ભની વીંટી

૪. પાટલા પર વિષ્ણુ ભગવાનનો ચટ.

તર્પણ

હરિ ૐ તત્સત્-(યજમાન પર અને આજુબાજુ દૂર્વા વડે પાણી છાંટવું.)

ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा,

यः   स्मरेत्पुंडरीकाक्षं  स  बाह्याभ्यंतर शुचिः.

યજમાને જનોઈ ડાબા ખભે (સવ્યમ્) અને હાથમાં આડી દર્ભની સળી રાખી સામાન્ય અર્ઘ્ય આપવો.

देव  देव  जगन्नाथ  शंख  चक्र गदाधर,

आज्ञा त्वं देहि मे विष्णो भव तीर्थावगाहने.

ॐ तीर्थदेवते एष ते अर्घ्यः.

उत्तिष्ठन्तु महाभूता   ये भूता भूमि पालका,

भूतानाम  विरोधेन   स्नानकर्मे  समारंभे.

ॐ तीर्थदेवते एष ते अर्घ्यः.

अतितीक्ष्ण  महाकाय  कल्पांते  दहनोपमा,

भैरवाय  नमस्तुभ्यं   अनुज्ञा  दातुमर्हसि.

ॐ भैरवदेवते एष ते अर्घ्यः.

विष्णुपादाग्र  संभूते  गंगे  त्रिपथ गामिनि,

धर्मद्रवेति  विख्याता  पापं मे हर जाह्नवि.

ॐ जाह्नवि एष ते अर्घ्यः.

जाह्नवि सर्वतः पूण्या ब्रह्महत्या विनाशिनि,

वाराणस्यां विशेषण गंगा पाप प्रणाशिनि.

ॐ गंगे एष ते अर्घ्यः.

गंगाद्वारे  कुशावर्त्त  बिल्के  नील  पर्वते,

स्नानत्वा कनखले तीर्थे पुनर्जन्म न विद्यते.

ॐ गोदावरी एष ते अर्घ्यः.

मज्जन्ति मुनयः सर्वे त्वमेकः किन्न मज्जसि,

मुक्तित्व दर्शनादूदे देवि न जाने स्नानजं फलम्.

ॐ नर्मदे एष ते अर्घ्यः.

नर्मदा सरिता श्रेष्ठा सर्व पाप प्रणाशिनि,

बाल वृद्ध कृतं पाप हरते नर्मदा जलम्.

ॐ नर्मदे एष ते अर्घ्यः.

गोमति गोमय स्नानं गोदानं गोपी चंदनम्,

दर्शनं  गोपीनाथस्य  गकारा  पंच  दुर्लभः.

ॐ गोमति एष ते अर्घ्यः.

ब्रह्मकमंडलु  संभूता  सोक्रान्ति  सम  प्रभा,

त्रैलोक्य  वंदिता देवि  पापं  हर  सरस्वति.

ॐ सरस्वति एष ते अर्घ्यः.

गुप्तेश्वरे प्रकाशाय   रामक्षेत्र  च  सुंदरि,

सर्वत्र दुर्लभा तापी त्रिषु स्थानेष्वतिसुलभा.

ॐ तापी एष ते अर्घ्यः.