Archive for સપ્ટેમ્બર, 2010

બાળકોને પેટનો દુખાવો

સપ્ટેમ્બર 29, 2010

બાળકોને પેટનો દુખાવો (૧) નાના બાળકને પેટમાં દુખતું હોય અને પેટ ફુલી ગયું હોય તો અડધી ચમચી હીંગ બે-ત્રણ ટીપાં બ્રાન્ડી કે પાણીમાં પેસ્ટ બનાવી ડુંટીમાં લગાવવાથી પેટનો દુખાવો મટે છે. હીંગને ગરમ કરીને પણ  પેટ પર ચોપડી શકાય.

(૨)  તુલસીના પાનના રસમાં થોડી સુંઠ મેળવીને પાવાથી બાળકોને પેટની ચુંક મટે છે.

બાળકોનું એક ઔષધ

સપ્ટેમ્બર 28, 2010

બાળકોનું એક ઔષધ લીંબુનો રસ ૩ ચમચી, ચુનાનું નીતારેલું પાણી ૨ ચમચી, મધ ૧ ચમચી અને અજમાનું બારીક ચુર્ણ ૧ ચમચી મીશ્ર કરી બાટલીમાં ભરી રાખવું. નાનાં બાળકોને એમાંથી ૧૦ ટીપાં જેટલી દવા સવાર-સાંજ પાવાથી ધાવણ ન પચતું હોય તેમાં લાભ થાય છે.

એનાથી બાળકોની પેટની ચુંક, આફરો, ઉબકા, ઉલટી, ઝાડા અને વાયુના જુદા જુદા વીકારોમાં તથા સ્તનપાન કરતાં બાળકોમાં સ્તનપાન કર્યા પછી ધાવણ કાઢી નાખતાં હોય એવી બધી વીકૃતીઓમાં ઉપયોગી થાય છે. લીંબું ખાટું હોવા છતાં પીત્તશામક છે. એ વાયુનું પણ શમન કરે છે અને જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે.

બાળક પથારીમાં પેશાબ કરે

સપ્ટેમ્બર 25, 2010

બાળક પથારીમાં પેશાબ કરે (૧) કાળા તલ રાત્રે બાળકને ખવડાવવાથી પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટે છે.

(૨) આમળાં અને હળદરનું સમાન ભાગે બનાવેલા ૧-૧ ચમચી ચુર્ણનું મધ સાથે બાળકને દીવસમાં ત્રણ વાર સેવન કરાવવાથી પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટે છે.

(૩) સુકાં આમળાંનું ચુર્ણ ૧૦૦ ગ્રામ અને ૫૦૦ ગ્રામ મધનું મીશ્રણ કરી સવાર-સાંજ ૧-૧ ચમચો બાળકને આપવાથી એની પથારીમાં પેશાબ કરવાની તકલીફ મટે છે.

(૪) સાંજે પ્રવાહી બને તેટલું ઓછું આપવું અને સાંજના આહારમાં બટાટા આપવા. સાંજે બટાટા ખાવાથી રાત્રે પેશાબ કરવાની તકલીફ મટે છે.

બાળકનો તાવ

સપ્ટેમ્બર 24, 2010

બાળકનો તાવ (૧) એકાદ નાની ચમચી મરીનું ચુર્ણ ગરમ પાણીમાં સવાર-સાંજ આપવું. પ્રયોગ બાદ બાળકને એકાદ કલાક આરામ કરાવવો. બાળકનો સામાન્ય તાવ આ પ્રયોગથી ઉતરી જાય છે.

(૨) ઘરે તૈયાર કરેલું કે બજારમાં મળતું ગળોસત્ત્વ હુંફાળા પાણીમાં એક ચપટી જેટલું આપવાથી નાના બાળકનો સમાન્ય તાવ ઉતરી જાય છે.

બાળકોનો મુત્રાવરોધ

સપ્ટેમ્બર 23, 2010

બાળકોનો મુત્રાવરોધ લીંબુનાં બી અધકચરાં ખાંડી ડુંટીમાં ભરી ઉપર ઠંડા પાણીની ધાર કરવાથી બાળકોનો મુત્રાવરોધ મટે છે.

બાળકોનો દમ

સપ્ટેમ્બર 22, 2010

બાળકોનો દમ ધાણા અને સાકરને ચોખાના ઓસામણમાં પીવડાવવાથી બાળકોનો દમ મટે છે.

બાળકોનો આફરો-અપચો

સપ્ટેમ્બર 21, 2010

બાળકોનો આફરો-અપચો (૧) નાગરવેલના પાનના રસમાં મધ મેળવી ચટાડવાથી અપાન વાયુની છુટ થઈ નાનાં બાળકોનો આફરો તથા અપચો મટે છે.

(૨) કારેલીના પાનના રસમાં થોડી હળદર નાખી નાના બાળકને પાવાથી બાળકનું પેટ ચઢ્યું હોય તો મટી જાય છે.

બાળકોની શરદી

સપ્ટેમ્બર 19, 2010

બાળકોની શરદી (૧) હળદર અને દુધ ગરમ કરી સહેજ મીઠું અને ગોળ નાખી પીવડાવવાથી બાળકોનાં શરદી, કફ અને સસણી મટે છે.

(૨) બહુ નાનાં બાળકોને શરદીમાં મધ અને આદુનો રસ ભેગાં કરી સેવન કરાવવાથી રાહત થશે.

(૩) સ્તનપાન કરતાં નાનાં બાળકને માના ધાવણમાં સહેજ જાયફળ ઘસીને પાવાથી શરદીમાં લાભ થાય છે.

દુધની ઉલટી

સપ્ટેમ્બર 17, 2010

દુધની ઉલટી (૧) ટામેટાનો એક-બે ચમચી રસ દુધ પીવડાવતાં પહેલાં આપવાથી બાળકોને થતી દુધની ઉલટી મટે છે. (૨) લીંબુના રસમાં મધ મેળવી ચટાડવાથી બાળકોનું દુધ ઓકવું બંધ થાય છે.

બાળકોની ઉલટી અને અપચો

સપ્ટેમ્બર 16, 2010

બાળકોની ઉલટી અને અપચો જાંબુના ૫૦૦ ગ્રામ રસમાં ૧૨૫૦ ગ્રામ સાકર મેળવી ઉકાળી ચાસણી કરી શરબત બનાવવું અને કપડાથી ગાળી શીશીમાં ભરી રાખવું. ૨૦ થી ૨૫ ગ્રામ આ શરબત ચારગણા પાણીમાં મેળવી બાળકોને પાવાથી બાળકોની ઉલટી મટે છે. એનાથી બાળકોનો અપચો પણ મટે છે.