Archive for ઓગસ્ટ, 2013

અન્નકુટ

ઓગસ્ટ 25, 2013

નવેમ્બર ૧૯૯૬માં વીક્રમ સંવતના નવા વર્ષ વખતે અહીં વેલીંગ્ટનમાં અન્નકુટની ઉજવણી વખતે મને બે શબ્દો કહેવાનું જણાવવામાં આવ્યું હતું. તે સમયે મેં એ વીષય બાબત જે કહેલું તે અહીં રજુ કરું છું.

અન્નકુટ

 

ભારતીય સંસ્કૃતીમાં તહેવારો અને ઉત્સવોની ઉજવણીમાં ધર્મને લક્ષમાં રાખવામાં આવ્યો છે-વણી લેવામાં આવ્યો છે.  અહીં ધર્મનો અર્થ હીન્દુ ધર્મ નથી, કેમકે એ તો ધર્મની પ્રાપ્તીનો એક સંપ્રદાય છે, એક માર્ગ છે. ધર્મ એટલે મુળ સત્ય- धारयति ईति धर्म: – જે સહુને ધારણ કરે છે, જેનાથી આ સમગ્ર અસ્તીત્વ ટકેલું છે તે ધર્મ.

 

અન્નકુટના તહેવારની પાછળ પણ ધર્મની બહુ ઉંડી સુઝ છે.

ભારતમાં નવા વર્ષના દીવસે આ ઉત્સવ ઉજવાય છે. એ સમયે નવો પાક, નવું અનાજ તૈયાર થઈ ગયું હોય છે. એ સમયનો આનંદ જેઓ દેશમાં મોટાં થયાં હશે અને જેમણે ખેતીમાં કામ કર્યું હશે, જેમણે અનાજ પકવવાની મહેનત કરી હશે, તેમણે જરૂર માણ્યો હશે. મને એનું બરાબર સ્મરણ છે. કેમ કે અનાજ પકવવાની સમગ્ર પ્રક્રીયામાં હું જોતરાયો હતો. હું જ્યારે યુનીવર્સીટીમાં ભણતો હતો ત્યારે એક વાર ચર્ચાસભા ગોઠવેલી. વીષય હતો આદર્શ જીવનનું મારું સ્વપ્ન. તે સમયે મેં એક ખેડૂતના જીવનને મારો આદર્શ ગણેલો. અનાજના ઉત્પાદનથી મને જે આનંદની પ્રાપ્તી થતી તેનો ખરેખર અહીં પ્રતીઘોષ છે. આ આનંદ સહુ ભેગાં મળીને માણે એ માટે અન્નકુટની ઉજવણી કરવામાં આવે છે.

 

આ આનંદ શો છે? એ છે સર્જનનો આનંદ. વળી જે અનાજ પાક્યું એમાં ભગવાનની અસીમ કૃપા છે. હા, આપણે મહેનત કરીએ છીએ, ખેડ, ખાતર, પુરાં પાડીએ છીએ, પરંતુ એ ઉપરાંત ઘણા બધા સંજોગો એવા છે જે કુદરત કે ભગવાન જે કહેવું હોય તેના પર જ આધાર રાખે છે. આથી તૈયાર થયેલા અનાજમાંથી દરેક જણ થોડું થોડું લાવે છે અને તેનો ઢગલો કરવામાં આવે છે-અન્નકુટ. અન્ન એટલે અનાજ અને કુટ એટલે ઢગલો. જે અનાજ મારા ઘરમાં આવ્યું છે તે ખરેખર મારું નથી, ભગવાનનું જ છે. એનું સ્મરણ રહે એ માટે પ્રતીક તરીકે પાકેલા દરેક અનાજમાંથી થોડું થોડું લઈ  ભગવાનને અર્પણ કરવામાં આવે છે.

 

तेन त्यक्तेन भुंजीथाः || ત્યાગીને ભોગવી જાણો. અને सह नौ भुनक्तु || અમે બંને સાથે ભોગવીએ. બંને કોણ? ભગવાન અને ભક્ત. એનાથી આસક્તી-મારાપણાનો ભાવ વીદાય લેશે. અને મારાપણાનો ભાવ અહંકારનું મુળ છે. આથી અહંકાર વીદાય થતાં આનંદની પ્રાપ્તી થાય છે.

 

આપણી બધી જ ધાર્મીક વીધી અને ઉત્સવોનું આયોજન આ અહંકારના વીસર્જન માટે કરવામાં આવ્યું છે. જ્યારે આપણને આપણી જાતનું, દેહનું, મારાપણાનું વીસ્મરણ થાય છે, ત્યારે અહંકાર વીસર્જીત થાય છે અને અહંકાર વીસર્જીત થતાં જ આનંદની પ્રાપ્તી થાય છે. કારણ કે અહંકાર જ દુઃખનું મુળ છે. આ વીસ્મરણ માટે જ લોકો કેફી પદાર્થો (intoxication) પાછળ પાગલ હોય છે. અને ધર્મ એનો વીરોધ એટલા માટે કરે છે કે કેફી પદાર્થોના સેવનથી થતું અહંકારનું વીસ્મરણ માત્ર ક્ષણીક છે, શાશ્વત નથી. એની પાછળ પડેલા મનુષ્ય માટે શાશ્વત આનંદનો માર્ગ બંધ થઈ જાય છે. શાશ્વત આનંદનો માર્ગ તો આત્માનુભવનો છે, આત્મ સાક્ષાત્કારનો છે. કેમ કે ત્યાર બાદ અહંકાર હંમેશ માટે વીસર્જીત થઈ જાય છે.

 

પરંતુ આપણે જે ધાર્મીક ઉત્સવો ઉજવીએ છીએ કે ધાર્મીક વીધી કરીએ છીએ એની પાછળનું રહસ્ય સમજવાની ચીંતા કોઈ કરતું નથી. ઉલટું જોવા તો એવું મળશે કે આવી વીધી કરનાર પોતાના અહંકારને વધુ મજબૂત બનાવશે- પોતે કેવી ધાર્મીક વ્યક્તી છે કે આવી વીધી પાછળ પોતે સૌથી વધુ ખર્ચ કરી શકે છે. “હું પુજા પ્રાર્થના કરું છું” એમાં મહત્વ “હું” ને અપાતું હોય છે, પુજા-પ્રાર્થનાને નહીં.

 

એક સાદી વાત જોઈએ. આપણે ભગવાનની પુજા કરીએ છીએ. એ પુજામાં જેમણે ખરેખર ભાગ લીધો હોય તે એમાં એવું તો ઓતપ્રોત થઈ જાય કે મુર્તીમાં ભગવાન સીવાય એને બીજું કશું ન દેખાય. મુર્તીના ભૌતીક આકારનું કશું મહત્વ નથી. તેથી જ હીન્દુ તો ગમે તે આકારના પત્થરને પણ મુર્તી તરીકે પુજે છે- પત્થર જ નહીં, આપણે વીષ્ણુ ભગાવાનનો તો દર્ભ (એક પ્રકારનું ઘાસ)નો ચટ બનાવી પુજા કરીએ છીએ. એનો અર્થ કે આકારનું કશું મહત્વ નથી. ગણેશજીની મુર્તીના અભાવે આપણે સોપારી રાખીએ છીએ. પરંતુ મોટા ભાગે શું જોવા મળે છે? જ્યાં વીશાળ, મહાકાય, આકર્ષક મુર્તી જોવા મળે તો આપણે એનાં ખુબ વખાણ કરીએ છીએ. અમારા મંદીરમાં જે મુર્તીઓ છે તેવી તમને બીજે જોવા નહીં મળે. મહત્વ મુર્તીનું? આપણને માત્ર આકાર જ દેખાય છે, ભગવાન નહીં.

 

તે જ પ્રમાણે અહીં આપણે જે “અન્નકુટ” કર્યો છે તે પણ ભગવાનનું પ્રતીક છે. “अन्नं ब्रह्मम्z” પણ કહેવાયું છે. હીંદુ ધર્મમાં ખરેખર તો એક જ ભગવાનની કલ્પના છે. દેવો અનેક છે, પણ ભગવાન માત્ર એક જ, જેનો વાસ એ સહુ દેવોમાં છે. એ માટેનો શબ્દ બ્રહ્મ છે. અને જે અન્ન બ્રહ્મ છે તેને આપણું શરીર ગ્રહણ કરે છે. આથી એનું સતત સ્મરણ રહે એ માટે આપણે અન્નકુટ ભગવાનની પુજા કરીએ છીએ.

સરકારી ખાતાં – ભારતમાં, ન્યુઝીલેન્ડમાં

ઓગસ્ટ 17, 2013

 

આ વાત ઘણાં વર્ષો પહેલાંની એટલે કે ૧૯૭૪ની છે. મારા સાળા નરસિંહભાઈ ઘણાં વર્ષોથી ન્યુઝીલેન્ડમાં હતા. એમના પીતાજી તો સૌ પ્રથમ ૧૯૧૭માં ન્યુઝીલેન્ડ ગયેલા. આમ તો એમના પીતાજી નીકળેલા ફીજી જવા માટે, પણ પછી બોટમાંથી ઑકલેન્ડ ઉતરી ગયેલા. પણ સ્થાયી થયેલા વેલીંગ્ટનમાં. ૧૯૬૬થી તેઓ નીવૃત્તી બાદ ભારતમાં જ રહ્યા હતા.

 

નરસિંહભાઈની ઈચ્છા એમનાં બહેન-બનેવી એટલે કે મારાં પત્ની અને હું ન્યુઝીલેન્ડમાં કાયમી વસવાટ માટે આવીએ એવી હતી. આથી એમણે મને એ માટેની કાર્યવાહી કરવા ૧૯૭૪માં ફોર્મ મોકલ્યાં હતાં. તે સમયે ન્યુઝીલેન્ડમાં ગણીત શીક્ષકોની તંગી રહેતી. ઈંગ્લેન્ડથી આવા શીક્ષકોની ભરતી થતી. મારી પાસે ગણીતમાં B.Sc. (1961) તથા વીજ્ઞાન-ગણીત સાથે B.Ed. (1964)ની ડીગ્રીઓ હતી. જો મારી આ ડીગ્રીઓ ન્યુઝીલેન્ડનું શીક્ષણખાતું માન્ય રાખે તો હું ન્યુઝીલેન્ડમાં કાયમી વસવાટ માટે અરજી કરી શકું. મારી આ બંને ડીગ્રી સરદાર વલ્લભભાઈ પટેલ યુનીવર્સીટીની છે. આ યુનીવર્સીટી તે સમયે અને હું ધારું છું કે આજે પણ ન્યુઝીલેન્ડના સરકારી ધારાધોરણ મુજબ એક માન્ય યુનીવર્સીટી છે.

 

મેં ન્યુઝીલેન્ડના શીક્ષણખાતાને મારી શૈક્ષણીક લાયકાત જણાવતી અરજી જરુરી પુરાવા સહીત મોકલી આપી. કદાચ ન્યુઝીલેન્ડના શીક્ષણખાતા તરફથી મારાં સર્ટીફીકેટોની ચકાસણી કરવામાં કે બીજા કોઈ કારણસર મને જવાબ મળવામાં વીલંબ થયો હતો. જ્યારે મને જવાબ મળ્યો ત્યારે સૌ પ્રથમ વાક્ય હતું: “શીક્ષક તરીકે વર્ગીકરણ બાબત તમારી અરજી મળ્યાની પહોંચ પાઠવવામાં વીલંબ થયો એ બદલ હું તમારી માફી ચાહું છું.”  અંગ્રેજીમાં શબ્દ વાપર્યો છે: apologise. વાક્ય છે: I apologise for the delay in acknowledging the receipt of your application for classification as a teacher.

 

આ પત્ર હજુ પણ મેં સાચવી રાખ્યો છે.

 

આ થઈ ન્યુઝીલેન્ડના સરકારી ખાતાની વાત. હવે જોઈએ ભારતના સરકારી ખાતાનો અનુભવ. કોઈને એવું સ્વપ્ન પણ આવી શકે કે ભારતના કોઈ સરકારી ખાતાને પત્ર લખ્યો હોય અને જવાબ આપવામાં વીલંબ થાય તો માફી માગે? અરે! કોઈ પણ પ્રકારનો વર્ષો સુધી પણ જવાબ ન મળે એ ભારતનાં સરકારી ખાતાંઓ બાબત બને તો તે તદ્દન સ્વાભાવીક લાગે. અને એવું બન્યું છે તેની હવે વાત કરું છું.

 

અહીં ૬૫ વર્ષની વય પછી દરેક જણને સરકાર તરફથી નીવૃત્તી વેતન મળે છે. એના નીયમો અહીં ન્યુઝીલેન્ડમાં ઘણા હળવા છે. જેમ કે:

New Zealanders are entitled to New Zealand Superannuation from age 65 if they have lived here for at least 10 years after age 20, with five of those years being after age 50.

ન્યુઝીલેન્ડનાં લોકોને ૬૫ વર્ષની વય પછી નીવૃત્તીવેતન મળે છે. એની શરત એ છે કે તેમણે ૨૦ વર્ષની વય પછી ઓછામાં ઓછાં ૧૦ વર્ષ ન્યુઝીલેન્ડમાં કાઢેલાં હોવાં જોઈએ, જેમાંનાં ૫ વર્ષ ૫૦ વર્ષની ઉંમર બાદ હોવાં જોઈએ.

આ સાથે બીજી એક બાબત પણ છે. જો કોઈ ન્યુઝીલેન્ડવાસીને અન્ય દેશમાંથી નીવૃત્તીવેતન મળતું હોય તો તેટલી રકમ અહીંના પેન્શનમાંથી બાદ કરવામાં આવે. જુઓ:

However, if they have a state pension from another country, the Ministry of Social Development will deduct that pension under section 70 of the Social Security Act, if it decides the overseas pension is similar to New Zealand Super.

એ મળે છે કે કેમ, અથવા મળવા પાત્ર છે કે કેમ તેની તપાસ અહીંની સરકાર નીવૃત્તી પામેલ વ્યક્તી પાસે કરાવડાવે છે. આવો પત્ર ન્યુઝીલેન્ડના સરકારી ખાતામાંથી મારા પર પણ મારી ૬૫ વર્ષની વયે આવ્યો હતો, કેમ કે મેં શીક્ષક તરીકે ભારતમાં થોડાં વર્ષ કામ કરેલું, જે મારી અરજી વખતે મેં જણાવ્યું હતું. આથી શીક્ષક તરીકેનું મારું યોગ્ય વર્ગીકરણ મારા શૈક્ષણીક અનુભવ અનુસાર થઈ શકે. આ બધી માહીતી અહીંના સરકારી દફતરે હોય જ. મારે પત્ર લખવાનો હતો દીલ્હી, જેનું સરનામું મને ન્યુઝીલેન્ડના સરકારી ખાતા તરફથી આપવામાં આવ્યું હતું. એ પત્રની એક નકલ અહીંના સરકારી ખાતાને પણ રવાના કરવા જણાવવામાં આવ્યું હતું.

મેં એ મુજબ દીલ્હી પત્ર લખ્યો અને અહીં ન્યુઝીલેન્ડના સરકારી ખાતાને એની નકલ રવાના કરી. દીલ્હીથી આજે દસ વર્ષ સુધીમાં મને એ પત્રની પહોંચની કે મને કોઈ પ્રકારનું પેન્શન મળી શકે કે કેમ એ અંગે કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર મળ્યો નથી. અને મને નથી લાગતું કે ન્યુઝીલેન્ડ સરકારને પણ કોઈ જવાબ મળ્યો હશે. હા, હું જાણું છું કે મને આવું કશું પેન્શન ભારત સરકાર દ્વારા મળવાની શક્યતા કદાચ નથી, પણ આપણા દેશનાં સરકારી ખાતાં અને અહીંનાં સરકારી ખાતાંઓની કાર્યપદ્ધતીમાં સૌજન્ય બાબત કેવો આસમાન-જમીનનો ફેર છે તે આના પરથી જોઈ શકાય એ આશયથી જ આ લખ્યું છે.

આ લખ્યા પછી અહીં વેલીંગ્ટનમાં ભારતીય હાઈકમીશનનો એક ભાઈને થયેલો અનુભવ જાણવા મળ્યો છે, જેમાં હાઈકમીશ્નરની ઉજળી બાજુનો અનુભવ પણ છે, અને એમની ઑફીસમાં કામ કરનારની તુમાખીનો અનુભવ પણ છે. એ માટે એક અલગ પોસ્ટ બીજી જરુરી વીગતો મળશે ત્યારે લખવા વીચારું છું.

આઝાદીની લડત-દયાળભાઈ કેસરી પ્રકરણ ૨-પ્રાસ્તાવીક

ઓગસ્ટ 15, 2013

મારા ત્રણ બ્લોગોને હવે મેં એક જ બ્લોગમાં સમાવી લીધા છે. આથી હવે ‘ક્રીયાકાંડ‘ અને ‘આઝાદીની લડત’ એ બન્ને બ્લોગનો મારા મુખ્ય બ્લોગ ‘gandabhaivallabh’માં સમાવેશ કરી લીધો છે.

 આ પોસ્ટ ભુલથી પેઈજ તરીકે પ્રસીધ્ધ થઈ હતી તેને પોસ્ટમાં મુકું છું.

આ પુસ્તકનું સંપાદન સાહીત્યનો જ્ઞાનપીઠ પુરસ્કાર વીજેતા ગુજરાતીના જાણીતા સાક્ષર શ્રી. મોહનભાઈ દાંડીકરે કર્યું છે. ૨૦૦૫ સુધીમાં એમણે ૪૭ પુસ્તકો પ્રસીદ્ધ કર્યાં છે.

શ્રી દયાળભાઈ કેસરી શરુઆતમાં આ ગાથા કહેતા ગયેલા અને ભાઈશ્રી બળવંતભાઈ છીમા એને કાગળ પર ઉતારતા ગયા હતા. આ ઉપરાંત દયાળભાઈ પાસે બીજી જે કંઈ સામગ્રી (કોર્ટ કેસના જજમેન્ટની નકલ, છાપાની નકલ, જેલનાં કેટલાંક સર્ટીફીકેટ, શહીદોના ફોટા વગેરે પૈકી જરુરી) હતી તે બધું એમણે મોહનભાઈને સોંપ્યું હતું અને મોહનભાઈએ એને પુસ્તક સ્વરુપે મુક્યું. એને ફેબ્રુઆરી ૨૦૦૬માં પ્રસીદ્ધ કરવામાં આવ્યું.

દયાળભાઈનો ચાર પેઢી સુધીનો પરીવાર અહીં ન્યુઝીલેન્ડમાં છે. તેઓ ભાગ્યે જ ગુજરાતી વાંચી શકે છે. આથી એનું અંગ્રજીમાં ભાષાંતર પ્રગટ કરવાની પણ એમની ઈચ્છા છે. અંગ્રેજીમાં અનુવાદનું કામ એમણે મને સોંપ્યું ત્યારે આ પુસ્તક બધાના લાભ માટે ઈન્ટરનેટ પર મુકવાનું મેં સુચન કર્યું, જે એમણે સ્વીકાર્યું. દયાળભાઈની મંજુરીથી આ પુસ્તકને ઉંઝા જોડણીમાં મુકવાનું નક્કી કર્યું છે.

આમાંની કેટલીક વાતો મેં દયાળભાઈના સ્વમુખે સાંભળી છે. “રાજપીપળાથી નવસારી” પ્રકરણ મુળ પુસ્તકમાં નથી. આ વાત દયાળભાઈ જ્યારે અહીં વેલીંગ્ટન આવ્યા ત્યારે મેં એમની પાસે સાંભળી અને મેં એનો સમાવેશ આ ઈન્ટરનેટ આવૃત્તીમાં કર્યો છે. તે જ રીતે “જવાહરલાલ નહેરુ” પણ મુળ પુસ્તકમાં નથી, પણ આ આવૃત્તીમાં આવશે. દયાળભાઈનું કહેવું છે કે અમુક વીગતો રહી જવા પામી છે તેનો નવી આવૃત્તીમાં સમાવેશ કરવો જોઈએ.

દયાળભાઈ કહે છે, “દાંડીના ત્રણ મીત્રો શ્રી મોહનભાઈ દાંડીકર, શ્રી ધીરુભાઈ હી પટેલ અને શ્રી દયાળજી મો પટેલના સહકાર વીના આ પુસ્તકનુંપ્રકાશન કાર્ય શક્ય બન્યું ન હોત.”

મોહનભાઈ દાંડીકર કહે છે, “દયાળભાઈની વીશેષતા એ છે કે એમની પાસે અનુભવનું ભાથું છે. રજુઆતની આવડત છે. અભ્યાસ પણ છે, માત્ર લખવા ખાતર લખ્યું નથી. મનોમંથન કર્યું છે. વરસો સુધી મનમાં ઘુંટાયા કર્યું છે. પછી કલમ ઉપાડી છે. આ પુસ્તકની ખાસ વીશેષતા એ છે કે કેટલાક પ્રસંગો અહીં પહેલી વાર રજુ થયા છે. (સ્વાતંત્ર્ય લડત વીષે ઘણાં પુસ્તકો પ્રગટ થયાં છે.)…તે પ્રસંગોથી હું ઘણો જ પ્રભાવીત થયો છું.”

તેઓ વધુમાં કહે છે, “આ પુસ્તકમાં લેખો આઝાદીની લડત અંગેના છે, એ લડતમાં જોડાયેલા આગેવાનો અંગેના છે. એ આગેવાનોનાયે આગેવાન મહાત્મા ગાંધી અંગેના છે. આશા રાખું છું, જેમણે આ લડતમાં ભાગ લીધો છે તેમને અને જેઓ આ માહોલથી સાવ અપરીચીત છે, અલીપ્ત છે, તેમને પણ ‘૪૨ના લડતના ઈતીહાસની આ વાતો ગમશે જ.”

 1. ઉત્તમ ગજ્જર Says:
  September 5, 2008 at 1:02 am | Reply   editવહાલા ભાઈ,

  બ્લોગની દુનીયા મારે માટે હજી નવી જ છે. અમારા સૌના વહાલા ટૅક્સાસ નીવાસી મીત્ર સુરેશ જાનીએ તમારી આ લીંક મોકલી અમને ખુબ જ આનંદ અને સંતોષ આપ્યો.. આભાર સુરેશભાઈ..
  પ્રાસ્તાવીકમાં તમે લખો છો કે, દયાળભાઈ કહે છે, “દાંડીના ત્રણ મીત્રો શ્રી મોહનભાઈ દાંડીકર, શ્રી ધીરુભાઈ હી પટેલ અને શ્રી દયાળજી મો. પટેલના સહકાર વીના આ પુસ્તકનું પ્રકાશન કાર્ય શક્ય બન્યું ન હોત.”
  આ વાંચ્યું ત્યારે મને બહુ ગમ્યું કારણ કે આ ત્રણે મારા વીદ્યાપીઠકાળના સહાધ્યાયી મીત્રો છે અને મને તેનું ગૌરવ છે..
  ભાઈ, તમે આ ન્યુઝીલેન્ડ બેઠે લખો છો કે ? તમને જાણીને આનંદ થશે કે અમારા એક અમદાવાદી મીત્ર અને લોકભારતીના સ્નાતક શ્રી જુગલકીશોર નવી પેઢીનેયે રસ પડે તેવી વાત લઈને હાલ તેઓ આવ્યા છે. તેમણે ‘ગાંધીદર્શન’— http://mahatmaji.wordpress..com/ નામનો બ્લોગ શરુ કર્યો છે..
  મુ. શ્રી નારાયણભાઈ દેસાઈનું પુસ્તક ‘સંત સેવતાં સુકૃત વાધે’ તેમણે હપ્તે હપ્તે ત્યાં મુકવા માંડ્યું છે. નારાયણભાઈએ જાતે તેમને આશીષ આપ્યા. મહામનાને મન કે સામાન્ય વાચકનેય જોડણી મહત્ત્વની નથી.. તમારું આ લખાણ શુદ્ધ સાર્થમાં જ છે.. માત્ર બબ્બે ‘ઈ–ઉ’ને બદલે તમે એકેક જ વાપર્યાં છે એટલું જ, જે યોગ્ય જ છે; કારણ કે તે અર્થભેદક જ રહ્યા નથી.. તેથી ક્યાં સુધી તે નીરર્થક કર્મકાંડ નીભાવવો ? માટે તે બાબતનો સંકોચ રાખશો નહીં…
  અમારી ઘણી ઘણી શુભેચ્છા સૌના આ પુરુષાર્થ બદલ..
  ભાઈ, ગાંધી નામનું માટીનું કોડીયું ગાયના શુદ્ધ ઘીથી બળે છે અને સાવ ઝીણો તોય ચોખ્ખો પ્રકાશ પાથરે છે જેની આ જગતને સદા ગરજ રહેવાની..
  અમારા મીત્ર મોહનભાઈ દાંડીકરને અભીનંદન પહોંચાડજો અને પુજ્ય દયાળજી કેસરીજીને અમારા ભાવભીના પ્રણામ પાઠવજો..
  ઈ–મેઈલ કરશો તો ગમશે..
  ..ઉત્તમ અને મધુ..સુરત.. uttamgajjar@hotmail.com

Swelling of Throat

ઓગસ્ટ 14, 2013

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Swelling of Throat

(1)    Put banana peel over the throat and secure it to help in swelling.

(2)   Mix one fig and ¼ tea spoon turmeric powder in water and boil. Let it cool down, then put a reasonable amount in the mouth and hold it in the throat for a while. Then slowly swallow it. Have it fresh every morning and evening. This may help in swelling of throat or tongue, mouth ulcer and loss of voice.

(3)   Swelling of throat may be cured within 4 or 5 days by drinking water boiled with bishop’s weed or water with very fine powder of bishop’s weed.

ગુમડાં

ઓગસ્ટ 8, 2013

ઉપચારો આપના આરોગ્ય ચીકીત્સકની સલાહ અનુસાર એમની દેખરેખ હેઠળ કરવા. આ આપવાનો હેતુ માત્ર શૈક્ષણીક છે. જાતે પોતાના ઉપચારો કરવા માટે નહીં. વધુ માટે આ જ બ્લોગ પરની પોસ્ટ ‘એક વીનંતી’ જુઓ.

(૧) ગુમડા ઉપર રસવંતીનો લેપ કરી પાટો બાંધી રાખવાથી ગુમડું ફુટી જાય છે.

(૨) સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગુમડું બેસી જાય છે.

(૩) ઘઉંના લોટમા મીઠું અને હળદર નાખી પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડું પાકીને ફુટી જશે.

(૪) બાફેલા કાંદામાં મીઠું નાખી પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડું ફુટી જશે.

(૫) ધંતુરના અથવા આંકડાના પાનની પોટીસ બનાવી ગુમડા પર બાંધવાથી ગુમડું પાકી જશે.

(૬) લસણ અને મરી વાટી લેપ કરવાથી ગાંઠ, ગુમડાં પાકીને ફુટી જશે.

(૭) હળદરની રાખ અને ચુનો ભેગાં કરી બાંધવાથી ગુમડું ફુટી જશે.

(૮) બાજરી બાફી પોટીસ બનાવી બાંધવાથી ગુમડાં સારાં થઈ જાય છે.

(૯) કાંદાની કાતરી ઘી કે તેલમાં શેકી હળદર મેળવી પોટીસ કરી બાંધવાથી ગુમડું પાકી જશે. ઘા પર બાંધવાથી દર્દ મટે છે.

(૧૦) બોરડીનાં પાન વાટી ગરમ કરી પોટીસ બનાવી બાંધવાથી ગુમડું પાકીને ફુટી જશે.

(૧૧) મરીનો બારીક પાઉડર કરી પાણી નાખી ઘુંટીને મલમ જેવું બનાવવું. એને ગુમડાં- ફોલ્લા પર ચોપડી રુ મુકી પાટો બાંધી દેવો. દરરોજ દીવસમાં એક વખત આ રીતે ગાઢો લેપ કરતા રહેવું. થોડા જ દીવસોમાં ફરક પડશે.

(૧૨) સરગવાની છાલનો ક્વાથ પીવડાવવાથી અને તેની છાલની પોટીસ બાંધવાથી લોહી વીખેરાઈને ગુમડું મટી જાય છે અથવા જલદી પાકીને ફુટી જાય છે.

(૧૩) અંજીરની પોટીસ બનાવી ગુમડાં પર બાંધવી.

(૧૪) ગાજર બાફી પોટીસ બનાવી બાંધવાથી ગુમડાં સારાં થાય છે.

(૧૫) ઘીલોડીનાં પાનનો રસ અથવા પાનની પોટીસ બનાવીને બાંધવાથી ગુમડાની વેદના શાંત થાય છે અને ગુમડાં પાકીને ફુટી જાય છે.

(૧૬) જામફળીના પાનની પોટીસ બનાવી બાંધવાથી ગુમડાં મટે છે.

(૧૭) દુધીનો રસ કાઢી થોડા મધ કે સાકર સાથે ખાવાથી ગુમડાં મટે છે.

(૧૮) નારંગી ખાવાથી ગુમડાં દુર થાય છે.

(૧૯) બાફેલી ડુંગળીમાં મીઠું મેળવી, પોટીસ કરી કાચા ગુમડા પર બાંધવાથી ગુમડાને પકવે છે અને રુઝવે છે.

(૨૦) બોરડીનાં પાનને પીસી, ગરમ કરી, તેની પોટીસ બાંધવાથી અને વારંવાર તેને બદલતા રહેવાથી ગુમડાં જલદી પાકીને ફુટી જાય છે.

(૨૧) રીંગણાંની પોટીસ ગડગુમડ પર બાંધવાથી ગુમડાં જલદી પાકી જાય છે.

(૨૨) લસણ અને મરી વાટી લેપ કરવાથી ગાંઠ, ગુમડાં, બાંબલાઈ વગેરે પાકીને જલદી ફુટે છે.

(૨૩) તાંદળજાના પાનની પોટીસ બનાવી ગડગુમડ પર બાંધવાથી ગુમડું પાકીને જલદી ફુટી જાય છે.

(૨૪) સીતાફળીનાં પાનની લુગદી બનાવી ગુમડા પર બાંધવાથી લાભ થાય છે.

(૨૫) સીતાફળીનાં પાન, તમાકુ અને કોરો ચુનો મધમાં મેળવી ગુમડા પર બાંધવાથી ગુમડું પાકી અંદરનું પરું નીકળી જઈ ઘાનું શોધન થાય છે.

(૨૬) ઘઉંના લોટની પોટીસ બનાવી બાંધવાથી ગુમડું પાકે છે.

(૨૭) કુંવારપાઠાનું લાબુ બાંધવાથી કાચાં કે પાકાં ગુમડાં રુઝ આવી મટી જાય છે.

(૨૮) કબુતરની હગાર પાણીમાં કાલવી ગુમડા પર લગાવવાથી ગુમડું ફુટી જાય છે.

ગંગોત્રી પ્રવાસ-એક સત્ય ઘટના

ઓગસ્ટ 4, 2013

ગંગોત્રી પ્રવાસ-એક સત્ય ઘટના

અમારા હીમાલય પ્રવાસના કાર્યક્રમમાં ઉત્તરકાશીથી તારીખ ૨૧-૪-૨૦૦૬ના રોજ બસમાં ગંગોત્રી આવી અમે રાત રોકાયાં. બીજે દીવસે સવારે અમે ગંગોત્રીથી નીકળી ગૌમુખ પહોંચવા માટે નીકળ્યાં. બધું મળી પ્રવાસી તરીકે અમે સાત જણાં હતાં. વેલીંગ્ટનથી અમે પતીપત્ની, વેલીંગ્ટનના બીજા એક ભાઈ અને ઑક્લેન્ડથી બે ભાઈઓ હતા. ઈંગ્લેન્ડનું એક યુવાન દંપતી પણ ઉત્તરકાશીથી અમારી સાથે જોડાયું હતું. ઉપરાંત સામાન ઉંચકનારા ભાઈઓ તથા એક ગાઈડ યુવક પણ હતો. ચોમાસા પછી હજુ ટ્રેક બનાવવામાં આવી રહ્યો હતો, પુરેપુરો તૈયાર થયો ન હતો. અમુક અમુક સ્થળે ચાલવાનું ડુંગરની ધારે હતું. એક તરફ ઉંચો ડુંગર અને બીજી તરફ ઘણી ઉંડી ખીણ. પગદંડી બહુ જ સાંકડી. ગંગોત્રીથી ભોજવાસા લગભગ ૧૮ કીલોમીટર છે. ત્યાં રહેવા-જમવાની સગવડ છે. અમે ભોજવાસા રાત રહી બીજે દીવસે સવારે ગૌમુખ જવાનાં હતાં, જે ભોજવાસાથી લગભગ ચાર કીલોમીટર છે.

 

અમારા આ પ્રવાસની વાત આગળ વધારું તે પહેલાં અમારા યુવાન ગાઈડ વીશે બે શબ્દો. એમનું નામ હતું વીરેન્દ્ર. એમનું વતન ઋષીકેશ નજીક હતું. ગાઈડ તરીકે કામ કરતાં પહેલાં એ લોકોએ ટ્રેનીંગ લેવાની હોય છે અને પરીક્ષા પાસ કરવી પડે છે. વીરેન્દ્રભાઈ એમાં સારી રીતે પાર ઉતર્યા હતા. એમને ડુંગરા ચડ-ઉતર કરવાનો અનુભવ અને પુશ્કળ મહાવરો તો હીમાલયની ગોદમાં જ ઉછર્યા હોવાને કારણે ખુબ બહોળો હોય એ સમજી શકાય. ગૌમુખ જવા પહેલાં અમે હરકી દુનનો છ-સાત દીવસનો પગપાળો પ્રવાસ પુરો કર્યો હતો. આ હરકી દુન આગળ જ સ્વર્ગારોહીણી પર્વત છે.

 

હરકી દુનના પ્રવાસ દરમીયાન કોઈ કારણસર વીરેન્દ્રભાઈએ ફરીથી અમે જ્યાંથી આઠ કલાક ચાલીને આવ્યાં હતાં ત્યાં પાછા જવાનું હતું, કંઈક લેવા. જે ચાલતાં અમને આઠ કલાક થયેલા તેનાથી અડધા સમયમાં જ વીરેન્દ્રભાઈ જઈને આવી ગયા હતા. એમની આ ઝડપથી અમને બહુ આશ્ચર્ય થયેલું.

 

સવારે ગંગોત્રીથી નીકળ્યાં ત્યારે શરુઆતમાં થોડું સાધારણ સહેલું ચઢાણ હતું. આકાશ વાદળછાયું હતું, પણ ધીમે ધીમે એ દુર થતાં સાધારણ ગરમીની શરુઆત થઈ. જેમ જેમ દીવસ ચડતો જાય અને તાપ વધતો જાય તેમ ડુંગર પરના પથ્થરો તપવા લાગે. અમે ચાલતા હતા તે પગદંડીની એક તરફ ઉંચો ડુંગર હતો તો બીજી તરફ ખુબ ઉંડી ખીણ હતી. ત્યાં કોઈ કોઈ ઠકાણે રસ્તો ભયજનક છે એવી ચેતવણી લખેલી હોય છે, કેમ કે તપેલા પથ્થરો ગબડીને નીચે આવી જતા હોય છે. જો આપણે સાવધ ન રહીએ અને અચાનક પથ્થર આવી પડે તો બચવાની શક્યતા બહુ ઓછી. વળી પગદંડી જ્યાં બહુ  જ સાંકડી હોય ત્યાં બીનઅનુભવીઓ માટે જોખમ. આથી એવી જગ્યાએ વીરેન્દ્રભાઈ અમને હાથ પકડીને લઈ જતા.

 

આવી એક જગ્યાએ વીરેન્દ્રભાઈ પહેલાં મને મુકી આવ્યા અને પછી મારાં પત્નીને લઈને આવતા હતા, ત્યારે ડુંગરપરથી એક મોટો પથ્થર ગબડતો નીચે આવતો દેખાયો. અમે બાકીનાં બધાં થોડે દુર સલામત જગ્યાએ ઉભાં રહી એ જોઈ શકતાં હતાં. પથ્થર ગબડતો ગબડતો ગમે તે જગ્યાએ આવી શકે. કેમ કે ડુંગરના ઢોળાવની સપાટી એક સરખી ન હતી, પરંતું માત્ર એક જ ખડક એવો હતો જેની આડશમાં રક્ષણની આશા રાખી શકાય. વીરેન્દ્રભાઈએ તરત જ એ ખડકની આડશમાં મારાં પત્નીને નીચે વાંકા વળી જવા કહ્યું અને એ પોતે મારા પત્નીને બચાવવા માટે આડશ બનીને નીચે નમી ગયા. જો પથ્થર એ જ જગ્યાએ આવે તો એમને વાગે અને મારાં પત્ની બચી જાય. જે રીતે પથ્થર ગબડતો આવતો હતો એના પરથી લાગતું હતું કે પથ્થર કદાચ જ્યાં તેઓ હતાં ત્યાંથી જ પસાર થશે. અને એમ જ થયું, પણ સદ્ભાગ્યે પથ્થર આડશ લીધેલ ખડક સાથે અથડાયો અને ઉછળીને ખીણમાં જઈ પડ્યો. આમ પોતાના જાનના જોખમે પણ યાત્રીઓને બચાવવાની એમની ઉમદા ભાવના અમને જોવા મળી. આ પ્રસંગ તો અમે કદી ભુલીશું નહીં.

જે દેશમાં લોકો ડગલે ને પગલે ભ્રષ્ટાચાર આચરતા હોય, સ્વાર્થમાં રચ્યાપચ્યા હોય ત્યાં પણ આ પ્રકારના ફરજપરસ્ત લોકો હોય છે. એનો પ્રત્યક્ષ અનુભવ અમને થયો.

એ જ રીતે જ્યારે બરફ પડવો શરુ થયો અને પુશ્કળ અને પોચા બરફ પર ચાલવાનું આવ્યું ત્યારે પણ પહેલાં પોતે થોડું આગળ જઈને ખાતરી કરી લે કે બરફમાં સપડાઈ જઈએ તેવું કોઈ જોખમ નથી, કોઈ જગ્યાએ ખાડો પડેલો નથી કે બરફ નીચે એવી ફાટ નથી, જેમાં આપણે ફસાઈ જઈએ. ચોમાસાનો વરસાદ થોડા સમય પહેલાં જ પુરો થયેલો હોઈ કઈ જગ્યાએ જોખમ હોય તે કહી ન શકાય. આથી સલામતીની ખાતરી કર્યા બાદ જ અમને આગળ લઈ જતા.

નસોતર

ઓગસ્ટ 2, 2013

ઉપચાર યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. આ માટે મારી પોસ્ટ ‘એક વીનંતી’ ખાસ જોવી.

નસોતર એ આયુર્વેદનું એક ઉત્તમ વીરેચક ઔષધ છે. કેમ કે એની કોઈ આડઅસર નથી. આથી કબજીયાતમાં એ નીર્ભયપણે લઈ શકાય. વળી નસોતર કફ-પીત્તના રોગો પણ મટાડે છે. તાવ, રક્તપીત્ત, હરસ, વીસર્પ – ગુમડાં, કમળો, ઉદર રોગો, ગેસ, ગોળો, કબજીયાત અને અપચામાં ઉપયોગી છે.

(૧) તાવમાં પા(૧/૪) ચમચી નસોતરનું ચુર્ણ દ્રાક્ષના રસ સાથે લેવું.

(૨) નસોતરનું પા ચમચી ચુર્ણ રક્તપીત્તમાં સાકર અને મધ  સાથે લેવું.

(૩) હરસમાં ત્રીફળાના ઉકાળા સાથે નસોતરનું પા ચમચી ચુર્ણ લેવું.

(૪) કમળામાં સાકર સાથે નસોતરનું પા ચમચી ચુર્ણ લેવું.

(૫) કબજીયાતમાં નસોતરનું પા ચમચી ચુર્ણ નવશેકા પાણી સાથે લેવું.

દીવેલ

ઓગસ્ટ 2, 2013

ઉપચાર યોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. વધુ માટે મારી પોસ્ટ ‘એક વીનંતી’ જોવી.

દીવેલ (૧) દશમુળ કે સુંઠના ઉકાળામાં દીવેલ મેળવીને પીવાથી પેટ, મુત્રાશય અને કમરની વેદના મટે છે. બે ચમચી દશમુળનો ભુકો બે ગ્લાસ પાણીમાં એક કપ જેટલું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ગાળીને એક ચમચી દીવેલ મેળવી પી જવું. દુખાવો વધારે હોય તો સવાર-સાંજ બે વખત પીવું.

(૨) દીવેલ એક તદ્દન નીર્દોષ વીરેચન દ્રવ્ય છે. એ ઘણા રોગો મટાડે છે. જુની કબજીયાત, કોઠામાં ગરમી, દુઝતા હરસ, મળમાર્ગમાં ચીરા, વારંવાર ચુંક આવી ઝાડા થવા, આંતરડામાં કે મળમાર્ગમાં બળતરા થવી વગેરેમાં દીવેલ ઉત્તમ ઔષધ છે. એક ગ્લાસ ગરમ દુધમાં બેથી ત્રણ ચમચી કે પોતાની પ્રકૃતી મુજબ દીવેલ નાખી રાત્રે સુતી વખતે પીવાથી એક-બે પાતળા ઝાડા થઈ કફ, પીત્તાદી દોષો નીકળી જાય છે અને આંતરડાની શક્તી વધે છે.

(૩) દરરોજ સવારે એક કપ સુંઠના ઉકાળામાં એકથી દોઢ ચમચી દીવેલ નાખી પીવાથી આમવાત મટે છે.