Archive for ઓગસ્ટ, 2020

આરોગ્ય ટુચકા ૭૧૬. કફવાળી ઉધરસમાં અરડુસી

ઓગસ્ટ 31, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૭૧૬. કફવાળી ઉધરસમાં અરડુસી : અરડુસીનાં પાન વાટી બે તોલા રસ કાઢી અડધો તોલો મધ મેળવી દીવસમાં બે વાર પીવાથી કફવાળી ઉધરસ મટે છે.

આરોગ્ય ટુચકા ૭૧૫. ઉધરસમાં કોળાનો અવલેહ

ઓગસ્ટ 30, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૭૧૫. ઉધરસમાં કોળાનો અવલેહ : કોળું છોલી બી અને પોચો ભાગ કાઢી નાખી દોઢ કીલો જેટલું લઈ બે કીલો પાણીમાં પકાવવું. પાકે ત્યારે કપડામાં નાખી રસ નીચોવી લેવો. રસ જુદો રાખવો. પકાવેલ કોળાને ગાયના ૧૭૦ ગ્રામ ઘીમાં તાંબાના વાસણમાં મધ જેવો રંગ થાય ત્યાં સુધી શેકી, તેમાં કોળાનો જુદો રાખેલ રસ મેળવી તેમાં દોઢ કીલો ખાંડ નાખી અવલેહ તૈયાર કરવો. તેમાં પીપર, સુંઠ, જીરાનું ચુર્ણ દરેક ૪૦ ગ્રામ તેમ જ ધાણા, તમાલપત્ર, એલચી, મરી અને તજનું ચુર્ણ દરેક ૧૦ ગ્રામ નાખી ૧૫-૨૦ મીનીટ સુધી હલાવી એકત્ર કરવું. ઠંડું થાય ત્યારે તેમાં ૧૬૦ ગ્રામ મધ મેળવવું. આ અવલેહનું સેવન કરવાથી ઉધરસ મટે છે. એનાથી ઉલટી, શ્વાસ-દમ, હૃદયરોગ, રક્તપીત્ત, પીત્તજ્વર, તરસ, દાહ, પ્રદર, દુર્બળતા, ક્ષય અને આંત્રવૃદ્ધી વગેરે ઘણી તકલીફ પણ મટે છે.

આરોગ્ય ટુચકા ૭૧૪. આંખના તેજ માટે સુકા ધાણા અને સાકર

ઓગસ્ટ 29, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૭૧૪. આંખના તેજ માટે સુકા ધાણા અને સાકર : પોષણના અભાવે તથા મગજની નબળાઈ કે અન્ય કારણોને લીધે આંખે અંધારાં આવતાં હોય તો સુકા ધાણા અને સાકર સમભાગે ચાવી ચાવીને પોતાને જરુરી પ્રમાણમાં ખાવાથી રાહત થાય છે.

આરોગ્ય ટુચકા ૭૧૩. સ્વપ્નદોષમાં કૌંચાં

ઓગસ્ટ 28, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૭૧૩. સ્વપ્નદોષમાં કૌંચાં : કૌંચાનાં બીજના ૧૦ ગ્રામ ચુર્ણને બસો ગ્રામ દુધમાં ધીમા તાપે પાણીનો ભાગ ઉડી જાય ત્યાં સુધી ઉકાળી થોડી સાકર નાખી પીવાથી થોડા દીવસમાં કામશક્તી વધે છે. શરીર હૃષ્ટપુષ્ટ કરવા માટે આ પ્રયોગ દીવસમાં બે વખત કરવો. જેમને સ્વપ્નદોષ થતો હોય કે શીઘ્રસ્ખલન થતું હોય તેમણે આ ક્ષીરપાક સવાર-સાંજ લેવો, આહારમાં મધુર, સ્નીગ્ધ અને પૌષ્ટીક દ્રવ્યો લેવાં. ચોખા, દુધ, દહીં, ઘી, માખણ, સાકર, મધ, અડદ, કઠોળ, સલાડ અને ફળો લેવાં.

આરોગ્ય ટુચકા ૭૧૨. આંખમાંથી પડતા પાણીમાં સંતરાનો રસ

ઓગસ્ટ 27, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૭૧૨. આંખમાંથી પડતા પાણીમાં સંતરાનો રસ : કોઈ ખાસ ગંભીર નેત્ર રોગ નહીં થયો હોય અને આંખોમાંથી પાણી નીકળ્યા કરતું હોય તો દરરોજ સવાર, બપોર, સાંજ અને રાત્રે એમ દીવસમાં ચાર વખત સંતરાનો ૧-૧ ગ્લાસ તાજો રસ પીવો.

આરોગ્ય ટુચકા ૭૧૧. દુખતી આંખમાં સાકર અને ધાણા

ઓગસ્ટ 26, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૭૧૧. દુખતી આંખમાં સાકર અને ધાણા : એક ભાગ સાકર અને ત્રણ ભાગ ધાણાના બોરકુટા ચુર્ણને ઉકાળેલા પાણીમાં નાખી, એક કલાક ઢાંકી રાખી કપડાથી ગાળી ઠંડું થયા પછી શીશીમાં ભરી રાખવું. તેમાંથી બબ્બે ટીપાં સવાર-સાંજ આંખોમાં નાખવાથી દુખતી આંખો બેત્રણ દીવસમાં મટે છે.

આરોગ્ય ટુચકા ૭૧૦. આંખના રોગોમાં ત્રીફળા

ઓગસ્ટ 25, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૭૧૦. આંખના રોગોમાં ત્રીફળા : દરરોજ રાત્રે એક ચમચો ત્રીફળાનું ચુર્ણ ઠંડા પાણીમાં પલાળી સવારે નીતર્યા પાણીને ગાળી આંખમાં નાખવું. નીચે જે ચુર્ણનો રગડો વધે તે પી લેવાથી પેટ અને આંખના કોઈ જ રોગ થતા નથી. થયા હોય તો મટી જાય છે.

આરોગ્ય ટુચકા ૭૦૯. આંખોની બળતરામાં દ્રાક્ષ

ઓગસ્ટ 24, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૭૦૯. આંખોની બળતરામાં દ્રાક્ષ : ૨૦ ગ્રામ દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી, સાકર મેળવી પીવાથી આંખોની ગરમી અને બળતરા મટે છે.

આરોગ્ય ટુચકા ૭૦૮. આંખોની રતાશમાં હળદર અને તુવેર

ઓગસ્ટ 22, 2020

આરોગ્ય ટુચકા ૭૦૮. આંખોની રતાશમાં હળદર અને તુવેર : હળદરનો ગાંગડો તુવેરની દાળમાં બાફી, છાંયડે સુકવી, પાણીમાં ઘસી સુર્યાસ્ત પહેલાં બે વાર આંખમાં આંજવાથી આંખોની રતાશ મટે છે. આનાથી ધોળાં ફુલાં પણ મટે છે.

આરોગ્ય ટુચકા ૭૦૭. આંકડીમાં અરીઠાં

ઓગસ્ટ 21, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૭૦૭. આંકડીમાં અરીઠાં : પાણીમાં પલાળી રાખેલાં અરીઠાના પાણીનાં થોડાં થોડાં ટીપાં નાકમાં મુકતા રહેવાથી આંકડીગ્રસ્ત વ્યક્તી તરત જ ભાનમાં આવવા લાગે છે. આ જ પ્રયોગ કરતા રહેવાથી આંકડીનો રોગ મટી જાય છે. એની કોઈ આડઅસર નથી.