Archive for મે, 2010

જળોદર

મે 31, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

જળોદર (૧) એક ગ્લાસ પાણીમાં એક મોટો ચમચો સરકો મેળવી દીવસમાં આઠ-દશ વખત પીવાથી જળોદર મટે છે.

(૨) બીલીપત્રના તાજા રસમાં એક નાની ચમચી પીપરનું ચુર્ણ નાખી દરરોજ દીવસમાં બે વખત પીવાથી જળોદર મટે છે.

(૩) ડુંગળી સમારીને સરકામાં આખો દીવસ ડુબાવી રાખી દરરોજ ચારેક જેટલી ખાવાથી જળોદર તથા એ અંગેની ઘણી તકલીફો મટે છે.

(૪) હરડેનું ચુર્ણ લેવાથી પાતળી મળપ્રવૃત્તી થઈ જલોદરમાં પેટનું પાણી ઘટે છે.

છાતીમાં શુળ

મે 30, 2010

 ૧૦-૧૦ ગ્રામ દ્રાક્ષ અને ધમાસાનો ઉકાળો પીવાથી છાતીમાં શુળ થઈ ઉધરસમાં લોહી પડતું હોય તો મટે છે.

ચેપી રોગો

મે 30, 2010

ચેપી રોગો ચેપી રોગો થવાનું મુખ્ય કારણ રોગપ્રતીકારક શક્તીની ઉણપ હોય છે. સંતરાનું પ્રચુર માત્રામાં સેવન કરવા ઉપરાંત સંતરાનાં છોડાંનો પાઉડર આખા શરીરે ઘસીને રાતે સુઈ જવાથી ચેપી રોગો સામે રક્ષણ મળે છે. દરરોજ સંતરાનો એક કપ જેટલો રસ પીવાથી કોઈ પણ પ્રકારનો ચેપ લાગતો નથી.

ચામડી પરના મસા

મે 29, 2010

ચામડી પરના મસા (૧) મોરની બીટ(અઘાર) સરકા(વીનેગર)માં ઘસીને ચામડીના જે ભાગમાં મસા થયા હોય તેના પર દીવસમાં બેચાર વાર લગાડવાથી તથા ચારેક કલાક રહેવા દેવાથી તેમ જ રાતે સુતી વખતે લગાડી આખી રાત રહેવા દેવાથી ચામડી પરના મસા મટે છે.

(૨) દરરોજ સવાર-સાંજ લીંબુની ચીરી દસેક મીનીટ સુધી ઘસવાથી ચામડી પર થયેલા મસા દુર થાય છે.

(૩) હળદર અને મીઠું પાણીમાં કાલવી લગાડી રાખવાથી મસા મટે છે. (મારો સ્વાનુભવ)

ચામડીનું સૌંદર્ય

મે 28, 2010

ચામડીનું સૌંદર્ય

(૧) તલના તેલમાં ઘઉંનો લોટ અને હળદર મેળવી લગાવવાથી ચહેરો ચમકી ઉઠે છે અને ચામડી મુલાયમ બને છે.

(૨) ચામડી તેલવાળી હોય તો સફરજનનો માવો બનાવી ચામડી પર પંદરેક મીનીટ રાખી હુંફાળા પાણીથી ધોઈ નાખવાથી વધારાનું તેલ દુર થાય છે અને ચામડી આકર્ષક લાગે છે.

(૩) ચહેરા પર ફીક્કાશ હોય તો તલના તેલમાં ચણાનો લોટ મેળવી સ્નાન કરવાથી ચહેરા પર એકદમ રોનક આવી જાય છે.

(૪) તાજા દુધમાં બદામ વાટી ચહેરા પર લગાવવાથી ચામડી સુંદર બને છે અને ચહેરા પર નીખાર આવે છે.

(૫) મધમાં લીંબુનો રસ ભેળવી ચામડી પર લગાવવાથી ચામડીનો રંગ એકદમ ખીલી ઉઠે છે.

(૬) હળદરમાં થોડું માખણ લગાડી ચામડી પર ઘસવાથી ચામડી મુલાયમ અને સુંદર બને છે.

(૭) ચણાનો લોટ, હળદરની ગાંઠ, બદામનું તેલ અને સુખડના લાકડાને ઘસીને ચહેરા પર લગાવી મોઢું ધોવાથી ચામડી સુંવાળી અને ગોરી બને છે.

(૮) ચાર ચમચી ચણાનો લોટ, મધ અને મલાઈ ભેગાં કરી ચહેરા પર માલીશ કરવાથી ચહેરા પર એક અનેરી રોનક આવે છે.

(૯) લીંબુનો રસ અને દુધ ભેગાં કરી ચામડી પર લગાવવાથી ચહેરા પર અનેરી રોનક આવે છે.

(૧૦) લીંબુ, પાકા ટામેટાનો રસ અને ગ્લીસરીન સરખા પ્રમાણમાં ભેગાં કરી ચામડી પર માલીશ કરવાથી ચામડી કોમળ અને સુંવાળી બને છે.

(૧૧) નાહવાના પાણીમાં લીંબુ નીચોવી નાહવાથી ચામડી સ્વચ્છ બને છે.

(૧૨) થોડા દુધમાં ચારોળી પલાળી ખુબ બારીક વાટી રાતે સુતી વખતે મોં પર લગાવી સવારે સાબુથી મોં ધોઈ નાખવાથી ચામડી ખીલી ઉઠે છે.

(૧૩) રોજ નહાતાં પહેલાં જેતુનના તેલ(ઑલીવ ઑઈલ)ની માલીશ કરવાથી ચામડી શુષ્ક રહેતી નથી, હંમેશાં ચમકીલી રહે છે.

(૧૪) શીયાળામાં ચામડીની પોપડી ઉતરવા લાગે તો વીટામીન ‘એ’યુક્ત ફળો અને શાકભાજી વધુ ખાવાં.

(૧૫) ચામડી ઢીલી પડવા લાગે કે ચહેરા પરની કરચલીઓ વધવા લાગે તો ઈંડાની જરદીમાં એક ચમચી મંેદો ભેળવી ચહેરા પર લેપ કરી સુકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ નાખો. અઠવાડીયામાં આ પ્રમાણે એકાદ વાર કરવાથી ફાયદો થાય છે.

(૧૬) બે મોટા ચમચા ચણાનો લોટ અને થોડી હળદર દહીં સાથે મેળવી પેસ્ટ જેવું બનાવી ચહેરા ઉપર તથા હાથપગ પર લગાડો. થોડી વાર એના પડને સુકાવા દો. પછી ઉખેડી નાખી ઠંડા પાણીથી ધોઈ નાખો. આથી ચામડી સુંવાળી બનશે અને નીખરી ઉઠશે.

(૧૭) પાકી ગયેલા કોઈ પણ ફળને ચહેરા પર લગાવી રાખી પછીથી ચહેરો ધોઈ નાખો. એથી ચામડી નરમ અને સુંવાળી રહેશે.

(૧૮) ચણાનો લોટ, આમળાનું ચુર્ણ, કપુર કાચલીનો ભુકો, સુખડનું ચુર્ણ તથા હળદર ભેગાં કરી તેમાં દુધ નાખી સ્નાન કરતાં પહેલાં ઘસી ઘસીને શરીરે ચોળી સુકાવા દેવું. પછી ગરમ પાણીએ નાહવાથી ચામડી સુંવાળી બને છે.

(૧૯) ચંદનનું ચુર્ણ, હળદર અને જવનો લોટ સમાન ભાગે લઈ દુધમાં મેળવી આખા શરીરે પાતળો લેપ કરી સુકાઈ ગયા બાદ હુંફાળા પાણીથી ધોઈ લેવાથી અને ત્યાર બાદ કોપરેલનું માલીશ કરવાથી શરીરની ચામડી ગોરી થાય છે.

ચામડી ફાટવી દરરોજ સવારે અને રાત્રે સ્નાન કરતાં અગાઉ દશેક મીનીટ સુધી સરસવના તેલનું બરાબર માલીશ કરવાથી શીયાળામાં શરીરના વીવીધ ભાગો પર ચામડી ફાટવાની ફરીયાદ મટે છે.

ચામડી પર ડાઘ અને ચામડીની ફોડલીઓ

મે 26, 2010

ચામડી પર ડાઘ અને ચામડીની ફોડલીઓ લીંબુની છાલ લીંબુના રસમાં પીસી, પોટીસ બનાવી, ગરમ કરીને બાંધવાથી અથવા લીંબુનો રસ મસળતા રહેવાથી થોડા જ દીવસમાં પરુ, કૃમી, કીટાણું વેગેરેના સ્પર્શથી ચામડી પર પડેલા ડાઘા (જે ચારે તરફ ફેલાય છે અને ખુજલી આવે છે) મટે છે.

(૧) સવાર-સાંજ પાકાં ટામેટાંનો રસ પીવાથી અને ભોજનમાં મીઠું ઓછું કરવાથી ચામડી પર થતી  નાની નાની ફોડલીઓ મટે છે.

(૨) અળાઈ થતી હોય તો દહીં કે લીંબુનો રસ લગાડી થોડી વાર પછી ધોઈ નાખવાથી ફાયદો થાય છે.

(૩)  દુધ કે દુધમાંથી બનાવેલું ક્રીમ ચામડી પર લગાડવાથી એને પોષણ મળે છે.

(૪) તેલમાલીશ કર્યા પછી હળદર ઘસવાથી ચામડીનો રંગ ઉઘડે છે.

શુષ્ક ચામડી

મે 26, 2010

શુષ્ક ચામડી (૧) લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી શરીર પર માલીશ કરવાથી ચામડીની શુષ્કતા મટે છે.

(૨) સવાર-સાંજ પાકાં ટામેટાંનો રસ પીવાથી અને ભોજનામાં મીઠું ઓછું કરવાથી ચામડી પર થતાં લાલ લાલ ચાંઠાં, ચામડીની શુષ્કતા વગેરે મટે છે.

(૩) બેસન સાથે દહીં મેળવી ચોળવાથી શુષ્ક ચામડી સુંવાળી બને છે.

(૪) એક ડોલ ગરમ કે ઠંડા પાણીમાં એક લીંબુ નીચોવી સ્નાન કરવાથી ચામડી મુલાયમ થાય છે.

ચામડીના રોગો

મે 25, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ચામડીના રોગો

(૧) વડની છાલના ઉકાળાથી સ્નાન કરવાથી ચામડીના રોગો મટે છે.

(૨) જે જગ્યાએ ચામડી વીકારગ્રસ્ત લાગતી હોય ત્યાં જરા જરા દીવેલ દરરોજ દીવસમાં ત્રણ વખત ઘસતા રહેવું. સામાન્ય ખંજવાળ, અળાઈ અને સોરાઈસીસ કે એક્ઝીમા જેવા રોગો પણ દીવેલના નીયમીત પ્રયોગથી મટે છે.

(૩) ચામડીના રોગમાં ગાજરનો રસ દુધમાં મેળવી પીવો. ગાજરના રસ અને દુધનું પ્રમાણ જરુર મુજબ રાખવું.

(૪) ખંજવાળ, દરાજ, અળાઈ, એલર્જી, સોરાયસીસ જેવા દારુણ રોગોમાં પણ કોબીજનાં પાન અસરગ્રસ્ત ચામડી પર લપેટી રાખી મુકો કે પાટો બાંધી રાખો તો એ મટી જાય છે.

(૫) કાચા પપૈયાનું દુધ ચોપડવાથી ચામડીના રોગો સારા થાય છે.

(૬) રોજ સવારે ૨૦-૨૦ ગ્રામ મધ ઠંડા પાણીમાં મેળવી ચાર-પાંચ માસ પીવાથી દાહ, ખંજવાળ અને ફોલ્લી જેવા ચામડીના રોગો મટે છે.

(૭) તાંદળજાની ભાજી ખાવાથી ચામડીના વીકારો મટે છે.

(૮) નારંગી ખાવાથી ચામડીનાં દર્દો દુર થાય છે.

(૯) કારેલીનાં પાન વાટી તેની માલીશ કરવાથી જીર્ણ ત્વચારોગમાં ફાયદો થાય છે.

(૧૦) સફેદ કોઢ, ખરજવું, દાદર, સોરાયસીસ, રક્તમંડલ, ખસ, લુખસ, ખુજલી વગેરે તમામ પ્રકારના ત્વચા રોગોમાં ગરમાળાનાં પંચાંગ અધકચરાં ખાંડી બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં એક ગ્લાસ બાકી રહે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળી, ઠંડુ પાડી ગાળીને સવાર-સાંજ પીવું. ખાટી ચીજો (લીંબુ, આમલી, ટામેટાં વગેરે) બંધ કરવી. ઉકાળો તાજેતાજો બનાવીને સવાર-સાંજ પીવો. કબજીયાત હોય તો રાત્રે સુતી વખતે એક ચમચી ગરમાળાનો ગોળ ખાવો.

(૧૧) તેલમાં લાલ આખું કે દળેલું મરચું બાળવું. એ તેલ ગાળીને શીશીમાં સંઘરી રાખવું. અસરગ્રસ્ત ચામડી પર દરરોજ ચારેક કલાકને અંતરે લગાડી સહેજ ઘસતા રહેવું. પ્રયોગ નીયમીત એકાદ મહીનો કરવો જોઈએ. એનાથી ચામડીના રોગો મટે છે. એની કશી જ આડઅસરો નથી.

(૧૨) કોલીફ્લાવરમાં ગંધકનું પ્રમાણ સારું હોવાથી કોઈ પણ પ્રકારના ત્વચારોગમાં દરરોજ એનું શાક ખાવાથી એ જલદી મટી જાય છે.

(૧૩) દરાજ, ખંજવાળ, સોરાયસીસ, અળાઈ જેવા ત્વચાના તમામ નાના-મોટા રોગોમાં તલના તેલમાં હળદર મેળવી માલીશ કરતા રહેવાથી અને થોડું ચોપડી રાખવાથી મોટી રાહત થાય છે.

(૧૪) ત્વચારોગમાં ખાંડ-ગોળ, બધી જ જાતનાં ફળ, ઠંડાં પીણાં, ઠંડી વાનગી, સાબુ અને સીન્થેટીક કાપડ, તલ, શીંગદાણા, દહીં, ભીંડા, સક્કરીયાં વગેરે બંધ કરવું. મીઠું ઓછું કરી નાખવું. મેથી, પાલખ, તુવેરની દાળ, હળદર ઘણાં સારાં જે દરરોજ લઈ શકાય.

(૧૫) ઘીમાં મરી વાટી લેપ બનાવી એક ચમચી જેટલું ચાટી જવાથી અને થોડું ચામડી પર પડેલાં લાલ ચકામા પર સવાર-સાંજ નીયમીત ચોપડવાથી લાલ ચકામા મટે છે.

(૧૬) ગરમીમાં અળાઈ, ખંજવાળ કે ચામડી લાલ થઈ જવા જેવા ત્વચારોગોમાં ગોખરુનો તાજો ઉકાળો હુંફાળો કે ઠંડો ૧-૧ કપ ત્રણ-ચાર વખત પીતા રહેવાથી લાભ થાય છે.

(૧૭) તલનું તેલ બરાબર ગરમ કરી, તેમાં ૧/૬ ભાગ વજન જેટલું કપુરનું ચુર્ણ નાખી માલીશ કરવાથી ખંજવાળ તથા ચામડીના સામાન્ય રોગો મટે છે. શરીરના દુખતા ભાગ પર કે શરીર જકડાઈ જવાની ફરીયાદમાં પણ આ તેલ લાભદાયી છે.

(૧૮) ખંજવાળ, અળાઈ, ફોલ્લા-ફોલ્લી વગેરે ચામડીના નાના-મોટા રોગોમાં દરરોજ દીવસમાં ચાર-પાંચ વાર થોડું થોડું કોપરેલ ઘસતા રહેવાથી રાહત થાય છે. સોરાયસીસ જેવા ગંભીર ત્વચા રોગમાં પણ કોપરેલ અદ્ભુત અસરો બતાવે છે.

(૧૯) અરડુસીનાં તાજાં કે સુકાં પાનનો એકાદ લીટર ઉકાળો બનાવી નાહવાના પાણીમાં નાખી દરરોજ સ્નાન કરવાથી દરાજ, ખંજવાળ, અળાઈ, ફોલ્લી-ફોલ્લા વગેરે નાના મોટા ચામડીના રોગો થતા નથી અને થયા હોય તો મટી જાય છે.

(૨૦) લીમડાના પચાસેક પાનનો તાજો રસ કાઢી સવાર-સાંજ પીવાથી ચામડીના બધા જ રોગો-ગડગુમડ, ખીલ અને સફેદ કોઢ પણ જડમુળથી મટી જાય છે.

(૨૧) ખીલ, ખસ, ખરજવું, ગુમડાં વગેરે ચામડીના રોગો અને રક્તબગાડના રોગો મટાડવા અડધીથી એક ચમચી હરડે ચુર્ણ રોજ રાત્રે જમ્યા પછી સુખોષ્ણ દુધ અથવા નવશેકા પાણી સાથે લેવું અને વાયુપીત્તાદી દોષાનુસાર પરેજી પાળવી.

ચામડી

મે 25, 2010

બરછટ ચામડી (૧) ઑલીવ ઑઈલમાં મીઠું અને કોર્ન ફ્લાઅર મેળવી મલમ જેવું બનાવી હાથ પર લગાડી રાખવું. સુકાયા પછી પાણીમાં ગુલાબજળ નાખી હાથ ધોવાથી બરછટ થયેલી હાથની ચામડી મુલાયમ થઈ જાય છે.

(૨) એક ચમચી ઘઉંના લોટમાં ચપટી હળદર તથા થોડો લીંબુનો રસ ભેળવી પગના પંજા પર રગડવાથી ચામડી મુલાયમ થાય છે.

ચામડીની ફોડલીઓ

મે 23, 2010

ચામડીની ફોડલીઓ (૧) સવાર-સાંજ પાકાં ટામેટાંનો રસ પીવાથી અને ભોજનમાં મીઠું ઓછું કરવાથી ચામડી પર થતી  નાની નાની ફોડલીઓ મટે છે.

(૨) અળાઈ થતી હોય તો દહીં કે લીંબુનો રસ લગાડી થોડી વાર પછી ધોઈ નાખવાથી ફાયદો થાય છે.

(૩)  દુધ કે દુધમાંથી બનાવેલું ક્રીમ ચામડી પર લગાડવાથી એને પોષણ મળે છે.

(૪) તેલમાલીશ કર્યા પછી હળદર ઘસવાથી ચામડીનો રંગ ઉઘડે છે.