Archive for ઓક્ટોબર, 2019

આરોગ્ય ટુચકા 437. પેશાબના રોગમાં આમળાં

ઓક્ટોબર 31, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 437. પેશાબના રોગમાં આમળાં : આમળાનો રસ છ ચમચી અને હળદરનો રસ ત્રણ ચમચી અથવા બંનેનું સરખા ભાગે બનાવેલ એક ચમચી ચુર્ણનું સવાર-સાંજ સેવન કરવાથી દરેક પ્રકારના પેશાબના રોગો મટે છે. એનાથી રક્તશુદ્ધી, પ્રમેહ, બળતરા, કફ, પાંડુ એટલે લોહીની ઉણપ – રક્તાલ્પતા વગેરે પણ મટે છે.

આરોગ્ય ટુચકા 436. આમલી અને કબજીયાત

ઓક્ટોબર 30, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 436. આમલી અને કબજીયાત : આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક ભીંજવી રાખી, ગાળી, ઉકાળી, અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી ૨૦થી ૫૦ ગ્રામ જેટલું રાત્રે પીવાથી કબજીયાત મટે છે.
જો ખાટી આમલી અનુકુળ આવતી હોય તો ખુબ જુની ખાટી આમલીનું શરબત દીવસમાં ત્રણ વખત પીવાથી જુની કબજીયાત પણ મટે છે.

આરોગ્ય ટુચકા 435. અગ્નીતુંડી વટી

ઓક્ટોબર 29, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 435. અગ્નીતુંડી વટી : મોટા ભાગના રોગોનું મુળ કારણ અગ્નીમાંદ્ય એટલે કે નબળી પાચનશક્તી હોય છે. એનું શ્રેષ્ઠ ઔષધ અગ્નીતુંડી વટી જે બજારમાં મળે છે તે છે. સવાર-સાંજ એક એક ગોળી નવશેકા દુધ સાથે લેવી. પંદર દીવસ પછી એક અઠવાડીયું બંધ કરવી. પછી જરુર જણાય તો પાછી લઈ શકાય, પણ સતત એકધારું સેવન ન કરવું. ઉપરાંત પીત્તના રોગોમાં પણ સેવન ન કરવું. એનાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, આમનું પાચન થાય છે, સંધીવા, આમવાત, અર્દીત(અડદીયો) વા, કંપવા, પક્ષાઘાત, અરુચી, અજીર્ણ, આફરો, ગૅસ, પેટની ચુંક વગેરે મટે છે.

આરોગ્ય ટુચકા 434. બાળક માટે

ઓક્ટોબર 28, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 434. બાળક માટે : જો કોઈ બાળકને બરાબર બોલતાં ન આવડતું હોય, મોડું અને તોતડું બોલતું હોય તો વાણી સુધારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છે.

આરોગ્ય ટુચકા 433. કૉફી

ઓક્ટોબર 27, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 433. કૉફી : તા. 4-10-2019ના ‘દિવ્યભાસ્કર’માં નીચે મુજબ વાંચવા મળ્યું.
“હેલ્થ ડેસ્કઃ કોફીની એક ચુસકી શરીરને અનોખી ઊર્જા આપે છે એ વાત ખોટી નથી. કોફીનું સેવન મોટાભાગે આપણે ઊંઘ પણ ઉડાવવા કરીએ છીએ. પરંતુ તાજેતરમાં થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે કોફી પીવાથી પેટમાં પથરી થવાનું જોખમ પણ ઓછું રહે છે. એક અભ્યાસ અનુસાર, આખા દિવસમાં 6 કે તેથી વધુ વખત કોફી પીએ તો ગૉલ બ્લેડર (પિત્તાશય)માં પથરી થવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે. એક રિસર્ચમાં આ વાત બહાર આવી છે કે, વધુ કોફી પીતા લોકોના પિત્તાશયમાં પથરી થવાનું જોખમ કોફી નહીં પીનારા લોકોની તુલનામાં 23% સુધી ઓછું હોય છે.”
મેં મારા 81 વર્ષના જીવનમાં સૌ પ્રથમ કૉફી ટ્રાઈ કરી. કૉફી વીશે કશું વાંચીને નહીં, એમ જ એક મીટીંગમાં મને કોફી પીવી છે એમ પુછ્યું અને મેં અજમાવી જોવા વીચાર્યું. એના વાયુનાશક ગુણથી હું ખુબ પ્રભાવીત થયો, અને કૉફી પીવાનું ચાલુ રાખ્યું. પરંતુ એની બીજી અનીચ્છનીય અસર થવાની શરુ થતાં બંધ કરી. કોઈ પણ આહારની બધાં લોકો પર સરખી અસર થતી હોતી નથી, કેમ કે દરેક શરીર અદ્વીતીય છે. આથી માત્ર ક્યાંક વાંચીને એમાં જણાવેલ લાભ થશે એમ માની લેવું ન જોઈએ. પોતાના શરીર પર થતી અસર મુજબ ફેરફાર કરતા રહેવું. મારા ખ્યાલ મુજબ 6 કે તેથી વધુ કપ કૉફી લાભ કરતાં નુકસાન વધુ કરે છે. અહીં જણાવેલ રીસર્ચમાં પણ પીત્તાશયની પથરીનું જોખમ માત્ર 23 % ઓછું થવાની શક્યતા જણાવી છે.

આરોગ્ય ટુચકા 432. મોતીયાના સરળ ઉપાય

ઓક્ટોબર 26, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 432. મોતીયાના સરળ ઉપાય : સંદેશ દૈનીકના તા. 20-9-2019ના અંકમાંથી એમના સૌજન્ય થકી. આનો કોઈ પ્રયોગ મેં કર્યો નથી, આથી એની અસરકારકતા વીશે હું કશું કહી ન શકું. મારી બંને આંખોમાં 15-17 વર્ષ પહેલાં ઓપરેશનથી મોતીયા દુર કરવામાં આવ્યા છે. મોતીયાનું ઓપરેશન માત્ર 15થી 17 મીનીટમાં જ પુરુ થઈ જતું હોય છે. હવે અનુકુળ પ્રકાશમાં ચશ્મા વગર પણ મારાથી વાંચી શકાય છે.
(1) વરીયાળીના લીલા છોડ લાવીને કાચના વાસણમાં રાખવા. જ્યારે તે પુરેપુરા સુકાઇ જાય ત્યારે તેનું બારીક ચુર્ણ બનાવો. તેને સુરમાની જેમ આંખોમાં લગાવવાથી મોતીયાની સમસ્યા દુર થાય છે. આ ઉપાય સતત ત્રણ મહીના સુધી કરવો.
(2) સફેદ ડુંગળીના રસમાં એટલા જ પ્રમાણમાં મધ મીક્સ કરીને આંખોમાં લગાવવાથી થોડા દીવસમાં મોતીયાની સમસ્યાથી રાહત મળે છે, અને બરાબર જોઇ શકાય છે.
(3) હીંગ, સુંઠ તથા વરીયાળી ત્રણે સમાન પ્રમાણમાં લઇને પીસી લો. એમાં મધ મીક્સ કરી રોજ 3-4 ગ્રામ ખાવાથી મોતીયો વધી શકતો નથી, અને ધીમે-ધીમે સારું થઇ જાય છે.

આરોગ્ય ટુચકા 431. આંખોની કાળાશ

ઓક્ટોબર 25, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 431. આંખોની કાળાશ : આંખોની નીચેના કાળા ભાગ પર સરસીયાના તેલનું માલીશ કરવાથી અને સુકાં આંબળાં અને સાકરના ચુર્ણનું સમાન માત્રામાં સવાર-સાંજ પાણી સાથે સેવન કરવાથી આંખો નીચેના કાળા ડાઘ દુર થાય છે.

આરોગ્ય ટુચકા 430. પપૈયાનું દુધ

ઓક્ટોબર 24, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 430. પપૈયાનું દુધ : મોટા કાચા પપૈયા પર ઉભા ચીરા કરી, તેમાંથી ટપકતું દુધ ચીનાઈ માટીની કે સ્ટેઈનલેસ સ્ટીલની રકાબી કે પ્યાલામાં ઝીલી લેવું. તેને તરત જ તડકામાં સુકવી સફેદ ચુર્ણ બનાવી સારા બુચવાળી કાચની શીશીમાં ભરી લેવું. આ ચુર્ણના સેવનથી આમવાત અને આંતરડાના રોગો મટે છે. એનાથી અપચો અને અમ્લપીત્ત પણ મટે છે.

આરોગ્ય ટુચકા 429. આદુ, ગોળ, ઘીનો અવલેહ

ઓક્ટોબર 23, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 429. આદુ, ગોળ, ઘીનો અવલેહ : ૨૦૦ ગ્રામ આદુ છોલી ચટણી બનાવી ૨૦૦ ગ્રામ ઘીમાં શેકવી. શેકાઈને લાલ થાય ત્યારે એમાં ૪૦૦ ગ્રામ ગોળ નાખી શીરા જેવો અવલેહ બનાવવો. આ અવલેહ સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ જેટલો ખાવાથી અગ્નીમાંદ્ય, ઉદરવાત, આમવૃદ્ધી, અરુચી અને કફવૃદ્ધી મટે છે. પ્રસુતાને ખવડાવવાથી તે ખોરાક સારી રીતે લઈ શકે છે.

આરોગ્ય ટુચકા 428. પંચામૃત ચાટણ

ઓક્ટોબર 22, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 428. પંચામૃત ચાટણ : સુંઠ, મરી, પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચુર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી વીસ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી અરુચી મટે છે.