Archive for જાન્યુઆરી, 2019

આરોગ્ય ટુચકા 298. વેગન (અતી શાકાહારી) માટે આહારની ચેતવણી

જાન્યુઆરી 30, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 298. વેગન (અતી શાકાહારી) માટે આહારની ચેતવણી

કેરી ટોરન્સ, આહારશાસ્ત્રીના સૌજન્યથી (અંગ્રેજીમાંથી)

જો તમે અતી શાકાહારી (વેગન) હો તો બધાં પોષક તત્ત્વો મળી રહે એ પ્રકારનો આહાર  પસંદ કરવો જોઈએ. વેગન આહાર સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. એ આહાર હૃદયરોગ, લોહીનું ઉંચું દબાણ, કોલેસ્ટરોલ અને કદાચ કેટલાક પ્રકારના કેન્સર અને ટાઈપ ટુ ડાયાબીટીસના જોખમ સામે રક્ષણ આપતો હોવાનું માનવામાં આવે છે. પરંતુ એ પસંદ કરવામાં કાળજી રાખવી જરુરી છે.

વેગન આહારમાં કોઈ પણ પ્રકારે પ્રાણીમાંથી પ્રાપ્ત પદાર્થ લેવાના હોતા નથી. એનો અર્થ માંસ, મચ્છી, ઈંડાં, દુધ, દહીં, ઘી અને એની બનાવટોનો તો ખરો જ, એટલું જ નહીં મધનો પણ નીષેધ છે. કહેવાતા શાકાહારી આહાર જેમ કે કૃત્રીમ શાકાહારી માંસ પણ લઈ ન શકાય, કેમ કે એને રંગવામાં વપરાતા પદાર્થમાં કોચીનીલ નામનું રસાયણ વપરાય છે, જે સુકાયેલાં જીવડાંમાંથી બને છે. વળી એ માંસમાં ઈંડાં અને ડેરી પ્રોડક્ટ પણ કેટલીક વાર ઉમેરવામાં આવે છે. કેટલાક ડેઝર્ટમાં જીલેટીન હોય છે, જે પ્રાણીના હાડકામાંથી બનાવવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 297. સરગવાનાં પાન

જાન્યુઆરી 24, 2019

આરોગ્ય ટુચકા 297. સરગવાનાં પાન

(વિપીનભાઈ અને મહેન્દ્રભાઈ દ્વારા મળેલા ઈમેલમાંથી – એમની સહુને જાણ કરવાની ટીપ્પણીને અનુસરીને)

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

સરગવાનાં પાનમાં રહેલાં પોષક તત્ત્વોની સરખામણી જુઓ. આ પોષક તત્ત્વો સરગવાના પાનનાં છે, સરગવાની શીંગની વાત નથી. સરગવાની શીંગ પણ બહુ સારા પ્રમાણમાં ઉપયોગી પોષક તત્ત્વો ધરાવે છે.

સમાન વજનના ખાદ્ય પદાર્થોની તુલનામાં સરગવાના પાનમાં:

  1. દુધ કરતાં 10થી 17 ગણું કેલ્શીયમ હોય છે.
  2. કેળાં કરતાં 15 ગણું પોટેશ્યમ હોય છે.
  3. ગાજર કરતાં 10 ગણું વીટામીન ‘એ’ ધરાવે છે.
  4. દહીં કરતાં 9 ગણું પ્રોટીન હોય છે.
  5. ઘઉંના જવારા કરતાં 4 ગણું ક્લોરોફીલ હોય છે.
  6. પાલક કરતાં 25 ગણું લોહ (આયર્ન) હોય છે.
  7. ઓમેગા 3, 4 અને 9 ઉપરાંત લગભગ બધાં જ વીટામીન હોય છે.
  8. 92 પ્રકારનાં પોષક તત્ત્વો હોય છે.
  9. 46 પ્રકારના એન્ટીઓક્સીડન્ટ હોય છે.

અને સૌથી અગત્યનું કે એ બાળકોથી લઈ વૃદ્ધો પર્યંત સહુને ઉપયોગી છે.

આરોગ્ય ટુચકા 296. લોહી અને શક્તી વધારવા

જાન્યુઆરી 14, 2019

આરોગ્ય ટુચકા 296. લોહી અને શક્તી વધારવા

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

જો ચામડી ફીક્કી અને ચમક વગરની હોય, થોડા શ્રમથી તરત થાક લાગતો હોય, ભુખ બરાબર ન લાગતી હોય તો વીવીધ ફળો ખાસ ખાવાં. સમયસર પોષક, તાજો ખોરાક લેવો.

જમ્યા પછી ‘અગ્નીતુંડી વટી’ની એક એક ગોળી પાણી સાથે ગળી જવી. બપોરે અને સાંજના ભોજન પછી અર્ધા કલાક પછી ‘લોહાસવ’ નામની પ્રવાહી દવા મોટી ચમચી (ટેબલસ્પુન) ભરીને થોડું પાણી ઉમેરીને પીવી.

આ ઉપચારથી ધીમે ધીમે રક્તકણો વધશે, ચામડી પર લાલાશ, ચમક આવશે. શક્તી વધશે અને થાક જશે. ધીરજ રાખી ત્રણ માસ ઉપચાર કરવો. અગ્નીતુંડીવટી જઠરાગ્નીને પ્રદીપ્ત કરે છે. તે શક્તીવર્ધક છે. લોહાસવ લોહીને વધારે છે. તે પણ અગ્નીને પ્રદીપ્ત કરે છે. જઠરાગ્ની પ્રદીપ્ત થવાથી રસ, રક્ત, માંસ વગેરે સાતે ધાતુઓનું નીર્માણ સારી રીતે થવા માંડે છે. એનીમીયા, સોજા વગેરેમાં લોહાસવ ગુણકારક છે. લોહાસવ ‘આસવ’ હોવાથી તેમાં કુદરતી રીતે વીટામીન ‘બી’ ઉત્પન્ન થાય છે. શરીરમાં કોઈ પણ ધાતુ ઉત્પન્ન થાય છે તે જઠરાગ્નીની પાચનક્રીયાને કારણે થાય છે.

લોહીના કણો અને શક્તી વધે તે માટે આ દવાઓ ગુણકારક છે. બીજા કોઈ રોગો હોય તો તેના ઉપચાર વીના માત્ર આ જ ઉપચારથી ફાયદો થશે નહીં.

ભારતમાં વીના મુલ્યે હોસ્પીટલ સારવાર

જાન્યુઆરી 3, 2019

ભારતમાં વીના મુલ્યે હોસ્પીટલ સારવાર

બહેન પ્રજ્ઞા વ્યાસ તરફથી મળેલ એક ઈમેલમાં આ સમાચાર સહુને જણાવવાનું કહેવામાં આવ્યું છે, એને અનુસરી આ માહીતી મારા બ્લોગ પર મુકું છું. આશા છે કે જરુરતમંદ લોકોને આપ આ માહીતી પહોંચાડશો.

વીના મુલ્યે હોસ્પીટલ સારવાર

આરોગ્ય ટુચકા 295. તલનું તેલ

જાન્યુઆરી 2, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 295. તલનું તેલ: તલનું તેલ કોલેસ્ટરોલ અને બ્લડપ્રેશરને અંકુશમાં રાખવામાં અકસીર છે, એમ સંશોધનો દ્વારા જાણવામાં આવ્યું છે.

જપાન અને ભારતીય સંશોધકોએ કરેલા અભ્યાસ મુજબ જેઓ ભોજન રાંધવામાં તલનું તેલ કે ડાંગરની કુશકીના તેલનો ઉપયોગ કરે છે તેમનું કોલેસ્ટરોલ સુધરે છે. અને તેમના બ્લડપ્રેશરમાં પણ ઘટાડો થાય છે. આ તેલનો રસોઈમાં ઉપયોગ કરવાથી કોલેસ્ટરોલ અને બ્લડપ્રેશર બંનેને અસરકારક રીતે અંકુશમાં રાખી શકાય છે.

એનું કારણ છે આ બંને તેલમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ ઓછું હોય છે, આથી લોહીમાં ફેટનું પ્રમાણ વધતું નથી. વળી આ તેલમાં રહેલાં સીસમોલીન તેમ જ ઓરીઝોનલ નામનાં તત્ત્વોને કારણે કોલેસ્ટરોલ સુધરે છે આથી બ્લડપ્રેશર નીયંત્રણમાં રહે છે.