Archive for નવેમ્બર, 2015

પીયુષભાઈનો P

નવેમ્બર 29, 2015

પીયુષભાઈનો P

(બ્લોગ પર તા. 29-11-2015)

પીયુષભાઈની એક સુંદર ઈમેલ એમના જ શબ્દોમાં પણ ગુજરાતીમાં. જોડણી મેં હંમેશ મુજબ એક જ ઈઉમાં કરી છે.

Piyushbhai Parikh

P or PP for Piyush Parikh

Message from PP

‘P’ શબ્દ ઘણો જ પ્યારો છે :-

આપણે જીવનભર Pની પાછળ દોડતા રહીએ છીએ. જે મળે છે તે પણ P અને જે નથી મળતું તે પણ P.

P = પતી
P
= પત્ની
P
= પુત્ર
P
= પુત્રી
P
= પરીવાર
P
= પૈસા
P
= પદ
P
= પ્રતીષ્ઠા
P
 = પ્રશંસા
P
= પ્રેમ

આ બધાંની પાછળ પડતાં આપણે પાપ કરીએ છીએ તે પણ P છે. પછી આપણું Pને કારણે પતન થાય છે, અને અંતે બચે છે માત્ર P એટલે પસ્તાવો. પાપના P પાછળ પડવા કરતાં તો પરમાત્માના P પાછળ પડીએ.

।। हरि ॐ।।

મદદ

નવેમ્બર 26, 2015

મદદ

પીયુષભાઈ તરફથી મળેલ ઈમેલ (બ્લોગ પર તા. ૨૬૧૧૨૦૧૫)

એકભાઇ સાંજે કામ પરથી ઘરે આવ્યા. ઘરનો દરવાજો ખોલતાંની સાથે જ બૈરીએ વીલાયેલા મોઢે કહ્યુ, ” ગોમડેથી તમારા બાપુજી આયાં છે. એના ચહેરા પરથી એ કંઇક તકલીફમાં હોય એમ લાગે છે

સાંભળતાંની સાથે જ પતીના હોશકોશ ઉડી ગયા. મંદીને કારણે નાનો ધંધો બંધ કરીને નોકરી ચાલુ કરી દેવી પડી હતી. અને મોંડ મોંડ ઘરનું ગુજરાન ચાલતુંતુ. એવામાં ગોમડેથી બાપુજી આયા છે, તો ચોક્કસ કોઇક મદદ માંગવા માટે જ આયા હશે, આ વીચાર માત્રથી એ ભાઇ ધ્રુજી ગયા. ઘરમાં પ્રવેશીને મુરઝાયેલા ચહેરે પીતાને પ્રણામ કર્યા. સાંજનું ભોજન પતાવીને, પીતાએ પુત્રને કહ્યુ, “બેટા, તારી સાથે થોડી વાતો કરવી છે.”

પીતાની વાત સંભળતાં જ દીકરાના હૈયામાં ફાળ પડી, નક્કી હવે બાપુજી પૈસાની માગણી મુકશે. મારી કેવી સ્થીતી છે એનો બાપુજીને જરા પણ વીચાર નહીં આવતો હોય? મને ફોન કર્યા વગર સીધા જ, અહીંયા પહોંચી ગયા. આવતાં પહેલાં ફોન કર્યો હોત, તો હું ફોન પર પણ તેમને મારી મુશ્કેલી જણાવી શકત“.

વીચારોના વાવાઝોડામાં સપડાયેલા દીકરાના ખભા પર પીતાનો હાથ મુકાયો, ત્યારે દીકરાને ખબર પડી કે, પીતાજી એમની બાજુમાં આવીને બેસી ગયા છે. પીતાએ દીકરાને કહ્યુ, ” બેટા, તું મહીને એકાદ વખત ગામડે અમને ફોન કરીને વાત કરી લેતોતો. પણ છેલ્લા 4 મહીનાથી તારો કોઇ જ ફોન નથી આવ્યો. એટલે તને કંઇક તકલીફ હશે એવું મને અને તારી મમ્મીને લાગ્યું. હું તને બીજી તો શું મદદ કરી શકું પણ મારી પાસે થોડાં ઘરેણાં પડેલાં હતાં. એ વેચીને આ 50,000 રુપીયા ભેગા થયા છે એ તારા માટે લાવ્યો છું. હું તો કાલે સવારે ગામડે ચાલ્યો જઇશ પણ બસ ફોન કરતો રહેજે !! તારી મમ્મી બહુ જ ચીંતા કરતી હોય છે. અને કંઇ મુશ્કેલી હોય તો બેધડક કહેજે. તારા માટે જમીન વેચવી પડે તો એ પણ વેચી નાંખીશું.”
આટલી વાત કરીને પીતાએ, દીકરાના હાથમાં નોટોનું બંડલ મુકી દીધુ. દીકરો કંઇજ ન બોલી શક્યો, માત્ર ભીની આંખોએ બાપના ચહેરાને જોઇ રહ્યો. જે બાપની ભીખારી તરીકે કલ્પના કરી હતી એ તો ભગવાન બનીને આવ્યા હતા.
મીત્રો, આપણી મુશ્કેલીના સમયે પોતાનુ સર્વસ્વ આપીને આપણને મદદ કરનાર પીતા કોઇ મુશ્કેલીમાં તો નથીને એ જોવાની ફરજ માત્ર ભગવાનની નહીં, આપણી જ છે.

ડીલીટ મારતાં પહેલાં, અન્ય ગ્રુપમાં ફોરવર્ડ કરવાનું ચુકશો નહીં. કોઈની આંખો ખુલી જાય તો, મોકલનારને આંગળી ચીંધવાનું પુણ્ય મળશે . ધન્યવાદ

સાચેસાચો ગુજરાતી

નવેમ્બર 23, 2015

સાચેસાચો ગુજરાતી

(બ્લોગ પર તા. ૨૩૧૧૨૦૧૫)

(સત્ય કથાપીયુષભાઈએ ફોરવર્ડ કરેલ શ્રી. ચંદુભાઈ રડિયાના ઈમેલમાંથી )

એક નાના બાળકની ઈંડાની ટોપલીની હકીકતમાં બનેલી વાત ચંદુભાઈ બધા સાથે માણવા ઈચ્છ. તો ચાલો એ જોઈએ.

મુંબઈમાં એક નાનો છોકરો એની સાઈકલ પર ઈંડાંની ટોપલી લઈને જતો હતો. વધારે પડતી ઉતાવળે સાઈકલ હાંકતાં એ એક પથ્થર સાથે અથડાયો. સાઈકલ સહીત તે ગબડી ગયો. ઈંડાંની ટોપલી ફંગોળાઈ ગઈ અને બધાં ઈંડાં ફુટી ગયાં. લોકોનું ટોળું છોકરાની આસપાસ ભેગું થઈ ગયું. હંમેશની જેમ લોકોની સલાહનો ધોધ વહેવા લાગ્યો.

ઈંડા લઈ જતી વખતે તારે કાળજી રાખવી જોઈએ ને?”

આ તે કેવું, તું ટોપલીમાં ઈંડાં લઈને સાઈકલ પર જાય ને તો પણ ધ્યાન ન રાખે?”

ભાઈ, તું સાઈકલ પર ઈંડાં લઈ જતો હોય ત્યારે તારે બહુ ફાસ્ટ તો જવું ન જોઈએ ને?”

એટલામાં એક વૃદ્ધ આવ્યો. એને જે બીના બની હતી તેનો ખ્યાલ આવી ગયો. એણે ત્યાં એકઠા થયેલા લોકોને કહ્યું, “ભાઈઓ, મને ખાતરી છે કે આ છોકરાએ ઈંડાની શોપના માલીકને જવાબ આપવો પડશે જ. મને લાગે છે કે આ છોકરાને આપણાથી થતી મદદ આપણે કરવી જોઈએ. મારાથી બનતી મદદ હું કરું છું.”

કહીને એણે છોકરાને ૨૦ રુપીયા પકડાવ્યા, અને કહ્યું, “ આ બધા પણ ઘણા ભલા લોકો છે. એ બધા લોકો કંઈ ને કંઈ ફુલ નહીં તો ફુલની પાંખડી આપીને તને મદદ કરશે.

તરત જ બધા લોકો પોતપોતાનાં ખીસાં ફંફોસી છોકરાને પૈસા આપવા લાગ્યા. છોકરાનું રડવાનું બંધ થયું. એ બહુ ખુશ થયો અને તેઓની ઉદારતા માટે સહુનો આભાર માનવા લાગ્યો. જે પૈસા ભેગા થયા તે ફુટી ગયેલાં ઈંડાની કીમત કરતાં પણ ઘણા વધારે હતા.

એકઠા થયેલા લોકોમાંથી એક જણે છોકરાને પુછ્યું, “ભાઈ, જો પેલો વૃદ્ધ આવી ચડ્યો ન હોત તો તને કેવી મુસીબત પડત એની તો હું કલ્પના પણ કરી શકતો નથી. તારા માલીકને તું શું જવાબ આપત?”

છોકરાએ હસતાં હસતાં કહ્યું, “સાહેબ, એ વૃદ્ધ એક ચાલાક ગુજરાતી છે. જે શોપમાં હું કામ કરું છું તેનો એ જ માલીક છે. અને એ સાચેસાચ ગુજરાતી છે. ગુજરાતીઓ ડમ નથી હોતા, ખરેખરા બીઝનેસમેન હોય છે.”

ચંદુભાઈ રડિયા

સુવાક્યો

નવેમ્બર 20, 2015

સુવાક્યો

બુદ્ધવચન

(બ્લોગ પર તા. ૨૦૧૧૨૦૧૫)

બુદ્ધને કોઈકે પુછ્યું, “ધ્યાન કરવાથી તમને શું મળ્યું?”

બુદ્ધે કહ્યું, “કશું જ નહીં, પરંતુ મને કહેવા દો કે મેં ઘણું બધું ગુમાવ્યું છે. જેમ કે ક્રોધ, ચીંતા, ખીન્નતા(ડીપ્રેશન), ઉદાસીનતા, અસલામતી, તેમ જ ઘડપણ અને મૃત્યુનો ડર. આ બધું મેં ખોયું છે.

તમારા ક્રોધને સમસ્યાના ઉકેલમાં જોતરવો, વ્યક્તીઓ પ્રત્યે નહીં; તમારી શક્તીને સમસ્યાના ઉકેલમાં લગાડવી એ જ ડહાપણભરેલું ગણાય. – વિલિયમ આર્થર વૉર્ડ

તમારે સ્પષ્ટવક્તા થવું જોઈએ જેથી તમારા શબ્દો અમારા હૃદયમાં સુર્યપ્રકાશની જેમ સોંસરા ઉતરી જાય. -કોશાઈઝ

તમે શું જુઓ છો કે સાંભળો છો તે તમારા દૃષ્ટીબીંદુ પર, તમારા અભીગમ પર આધાર રાખે છે. વળી એનો આધાર તમારા વ્યક્તીત્ત્વ પર પણ છે જ. – સી. એસ. લુઈસ

આપણે આપણાં બાળકોને જ્યારે જીવન વીષે શીખવી રહ્યા હોઈએ ત્યારે એ બાળકો અપણને જીવન શું છે તે શીખવે છે. – એન્જેલા સ્વીન્ટ

જગતની સર્વોત્તમ ચીજને આપણે જોઈ કે સ્પર્શી શકીએ નહીં, એને માત્ર હૃદયંગમ જ કરવી રહે. –હેલન કેલર

આપણે વારંવાર જે કરીએ છીએ તે જ આપણે બનીએ છીએ. -શોન કવી

ગાંધીજીનો એક પ્રસંગ

નવેમ્બર 15, 2015

ગાંધીજીનો એક પ્રસંગ

(બ્લોગ પર તા. ૧૫૧૧૧૫)

ચીત્રલેખા દીપોત્સવી અંક ૨૦૧૫માંથી સાભાર

ગાંધીપ્રેમી વયોવૃદ્ધ કાર્યકર્તા ગુણવંતભાઈ પુરોહીત હાલ ૯૭ વર્ષની વયે પણ તંદુરસ્ત જીવન વ્યતીત કરે છે. તેમણે અમરેલી પાસેના બાબાપુર ગામમાં એક સરસ્વતી સર્વોદય મંદીર નામની શૈક્ષણીકસામાજીક સંસ્થાનું સંવર્ધન કર્યું છે અને હાલ નીવૃત્તી જીવન ત્યાં જ પસાર કરે છે. ગાંધીજી સાથેના એમના જીવનનો એક સુંદર પ્રસંગ ચીત્રલેખાના આ વખતના એટલે કે ૨૦૧૫ના વર્ષના દીપોત્સવી અંકમાં આપવામાં આવ્યો છે. આઝાદીની ચળવળ વીષે મેં મારા બ્લોગમાં લખ્યું છે, અને એ મારા રસનો વીષય છે.

ગુણવંતભાઈને આઝાદી મેળવવાની તાલાવેલી બહુ નાનપણથી હતી. એ માટે ગાંધીજીનું માર્ગદર્શન મેળવી વધુ સજ્જ થવા એમણે એક વર્ષ વર્ધામાં ગાળ્યું હતું. ગાંધીજી એ અરસામાં સેવાગ્રામમાં રહેતા હતા. દર શનીરવી ગાંધીજી તાલીમાર્થીઓ તેમ જ ઈતર લોકોને વાતચીત માટે મળતા. આથી ગુણવંતભાઈ વર્ધાથી પાંચ માઈલ ચાલીને સેવાગ્રામ બાપુને મળવા જતા. એક વખત ગાંધીજીને એમણે પુછ્યું, “બાપુ આમ રેંટીયો કાંત્યે તે કંઈ આઝાદી મળે?”

બાપુએ શાંત રહીને જવાબ આપ્યો, “ભાઈ તમે કુસ્તી જાણતા લાગો છો. તમે તમારા હરીફને પછાડવા માટે કયો દાવ અજમાવો કહો જોઉં?

ગુણવંતભાઈએ કહ્યું, “એને જે ન આવડતો હોય તે.”

બાપુ કહે, “તો પછી બસ, આ અંગ્રેજોને બંદુક ચલાવતાં આવડે છે, રેંટીયો નથી આવડતો.”

એકવાર ગુણવંતભાઈએ પુછ્યું, “બાપુ કેમ નીરાશ દેખાઓ છો?”

અને ગાંધીજીએ કહ્યું, “ના, જરાય નહીં. હું નીરાશ નથી. હું ક્યારેક બે ડગલાં પાછળ હટું તો પણ ચાર ડગલાં આગળ વધવા માટે જ.”

રાવણે આપેલો બોધ

નવેમ્બર 3, 2015

રાવણે આપેલો બોધ

(બ્લોગ પર તા. ૩-૧૧-૨૦૧૫ )

પીયુષભાઈ પરીખના ઈમેલમાંથી મળેલું.

મરતાં પહેલાં રાવણે લક્ષ્મણને આ ત્રણ બાબતો જણાવી હતી.

જ્યારે રાવણ મરવાની ઘડી ગણી રહ્યો હતો ત્યારે ભગવાન રામે લક્ષ્મણને કહ્યું કે આ દુનીયામાં નીતી, રાજનીતી અને શક્તીનો મહાન પંડીત વીદાય લઈ રહ્યો છે. તું એની પાસે જા અને એની પાસે જીવનનું એવું શીક્ષણ લઈ આવ જે બીજું કોઈ પણ આપી શકે તેમ નથી.

શ્રી રામની વાત માનીને લક્ષ્મણ મરણાસન્ન રાવણની નજીક જઈ એના માથા નજીક ઉભો રહ્યો.

રાવણ કશું બોલ્યો નહીં.

લક્ષ્મણ પાછો રામની પાસે આવ્યો. ત્યારે ભગવાને કહ્યું કે કોઈ પાસે તમારે જ્ઞાન મેળવવું હોય તો તેના ચરણો પાસે ઉભા રહેવું જોઈએ, નહીં કે માથા પાસે.

આથી લક્ષ્મણ પાછો ગયો અને આ વખતે એ એના પગ તરફ ઉભો રહ્યો. ત્યારે મહાપંડીત રાવણે લક્ષ્મણને ત્રણ હકીકત જણાવી, જે જીવનમાં સફળ થવાની ચાવી છે.

1. Whatsapp થી દુર રહેવું.

2. Facebookનો ઉપયોગ કરવો નહીં.

3. કાર ચલાવતી વખતે છોકરીઓ તરફ જોવું નહીં.