Archive for સપ્ટેમ્બર, 2021

સફેદ ડાઘાવાળાં કેળાં

સપ્ટેમ્બર 19, 2021

(વોટસ્એપ પરથી મળેલા એક હીન્દી વીડીઓ પરથી એમાં જણાવ્યાનુસાર સહુની જાણ માટે.)

પાકાં કેળાં પર કાળા ડાઘ કે કાળી ટીપકી પડેલી હોય તે બહુ જ સામાન્ય છે, પરંતું કોઈક વાર એના પર સફેદ ડાઘા જોવામાં આવે તો બહુ જ સચેત થઈ જવું. જો કે કેળાં પર સફેદ ડાઘ બહુ અસમાન્ય છે, જવેલ્લે જ જોવા મળે છે, પણ એનાથી બહુ ભારે નુકસાન થઈ શકે. કેળા જેવું બહુ જ પૌષ્ટીક સ્વાદીષ્ટ ફળ જો સફેદ ડાઘાવાળું હોય તો એ બહુ ભયંકર થઈ પડે છે.

આ સફેદ ડાઘ શું છે? એ સામાન્ય ફુગ ચડેલી હોય તેવો ડાઘ નથી, કે જેથી એટલો ભાગ કાઢી નાખી બાકીનું કેળું સલામત રીતે ખાઈ શકાય. એવી ભુલ કદી કરશો નહીં. સફેદ ડાઘવાળું કેળું આખું જ તદ્દન નકામું છે. એના પર સફેદ ડાઘ સાથે સાથે સરસ રીતે પાકી ગયેલ કેળાના કાળા ડાઘ ટીપકીઓ પણ હોઈ શકે, પણ સફેદ ડાઘને લીધે આખું કેળું નકામું જ નહીં ભારે નુકસાનકારક બની જાય છે. આથી એને જંતુમુક્ત કરવાની તાત્કલીક જરુર હોય છે.

આ સફેદ ડાઘ એક પ્રકારના ઝેરી કરોડીયાનાં ઈંડાંની વસાહત હોય છે. આ કરોડીયા બ્રાઝીલમાં થાય છે. ઈંડાં સેવાઈ ગયા પછી એમાંથી એ કરોડીયાનાં પુશ્કળ બચ્ચાં નીકળે છે, જે ઝેરી હોય છે. કહે છે કે એમાં નાગ સાપના જેવું જ કાતીલ ઝેર  હોય છે. આ સફેદ ડાઘમાં માત્ર એકબે જ બચ્ચાં હોય છે એમ નહીં, સેંકડોની સંખ્યામાં હોય છે.

જો બચ્ચાં તરતનાં જ પેદા થયેલાં, બહુ નાનાં હોય તો એમાં ઝેરનું પ્રમાણ ઓછું હશે, પણ એની સંખ્યા ઘણી વધુ હોય તો એ જીવનું જોખમ બની શકે.

જો કોઈ કેળા પર સફેદ ડાઘ જોવામાં આવે તો એને કદી ખરીદવું નહીં. સફેદ ડાઘવાળો ભાગ કાઢી નાખી ખાઈ શકાશે એમ માનશો નહીં. ભુલમાં ઘરે લાવ્યા હો તો એને જંતુનાશક દવા વડે સારી રીતે જંતુમુક્ત કરીને જ યોગ્ય રીતે નીકાલ કરવો, જેથી આ ઝેરી કરોડીયા નાશ પામે અને કશે ફેલાઈ ન શકે.

હરડે

સપ્ટેમ્બર 12, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

હરડે શરીરને અંદરથી સાફ કરે છે અને સપ્ત ધાતુને વધારે છે. હરડેના નીત્ય સેવનથી જુની કબજીયાત, અજીર્ણ, આફરો, શૂળ, પ્લીહા(બરોળ-spleen)વૃદ્ધી, જળોદર વગેરે મટે છે. વળી હરડે ભુખ ઉઘાડનારી છે. હરડેના સ્પર્શથી જીભ સ્વચ્છ થાય છે તેથી જ હરડે ખાધા પછી પાણી મીઠું અને સ્વાદીષ્ઠ લાગે છે.

હરડેનું ચુર્ણ લેવું જોઈએ. એનાથી દાંત, દાંતનાં પેઢાં, જીભ, તાળવું, અન્નનળી, ગળું અને સ્વરપેટી બધાં શુદ્ધ થાય છે અને બાઝેલું કફનું પડ દુર થઈ જાય છે. આથી એના સેવનથી દમ (શ્વાસ), ખાંસી, સ્વરભંગ (અવાજ બેસી જવો), કાકડાનો સોજો, સળેખમ વગેરે મટે છે. હરડે હોજરીના પાચક રસોને સક્રીય બનાવી ખોરાકને પચાવે છે. થોડીક હરડે લીવરમાં જઈ વીકૃત પીત્તને દુર કરે છે, આથી પીત્તદોષવાળા નીત્ય હરડેનું સેવન કરે તો એનો પીત્તદોષ (હાઈપરએસીડીટી) મટી જાય છે.

હરડે આંતરડાના ચીકણા પદાર્થને પચાવી નાના આંતરડાના અપક્વ તમામ કચરાને મોટા આંતરડામાં લાવી પાણીને શોષી મળદ્વાર વડે બહાર ફેંકી દે છે. હરડે અજાયબ ગુણ ધરાવે છે. વાયુને કારણે ફુલેલા આંતરડામાંથી પવનને બહાર કાઢી નાખે છે. કીડની અને પ્રોસ્ટેટ ગ્લેન્ડમાંથી કફ અને પાણી શોષી પેશાબ વાટે બહાર કાઢે છે. આથી પુરુષાતન ગ્રંથીની વૃદ્ધી (પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટ) સામે રક્ષણ મળે છે.

હરડે વાત, પીત્ત અને કફ ત્રણે દોષોને શાંત કરે છે. હરડેને વયસ્થાપન કરનાર કહે છે, એટલે કે એનાથી ઉંમર વધતી જણાતી નથી.

હરડેના નીત્ય સેવનથી મેદ ઘટે છે. સોજા દુર થાય છે અને શરીર સપ્રમાણ બને છે.

હરડેથી ઉલટી, ઓકારી, અતી તૃષા, હેડકી, હરસ, ચામડીના સોજા, કમળો, પાંડુરોગ વગેરે મટે છે. વળી એનાથી સાંધાના દુખાવા (સંધીવા), પાર્કીન્સન, હાથપગની કળતર, કમરની કળતર વગેરે મટે છે. વળી એનાથી ચકામા, ચાંઠાં, ખીલ, ગડગુમડ જેવા ચામડીના રોગો પણ મટે છે.

સાંજે એક ચમચી હરડેનું ચુર્ણ થોડા પાણીમાં પલાળી રાખી, સવારે એને કપડા વડે ગાળીને આંખમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે. હરડે ચાવીને ખાવાથી દાંતનો દુખાવો દુર થાય છે, દાંતમાંથી નીકળતું પરુ કે લોહી પણ બંધ થાય છે.

હરડે ક્યારે ન લેવાય: તૃષારોગ, હૃદય કે કંઠમાં શોષ, ગલગ્રહ (ગળું ઝલાઈ જવાનો રોગ), નવો તાવ, નીર્બળતા, ઈન્દ્રીઓની નબળાઈ, ગર્ભાવસ્થા વગેરેમાં હરડે લેવી નહીં.

હરડેનું એક ચમચી ચુર્ણ હુંફાળા પાણી સાથે રાત્રે સુતી વખતે લેવું જોઈએ. અથવા સવારે નરણા કોઠે લઈ શકાય. જો કોઈ રોગ કાયમી થઈ ગયેલો હોય તો બે સમય પણ લઈ શકાય. હરડેથી કશું નુકસાન થતું નથી કે એની કોઈ ટેવ પડતી નથી.

એસ્પીરીનના કેટલાક ઉપયોગો

સપ્ટેમ્બર 5, 2021

સામાન્ય રીતે આપણે એસ્પીરીનની ટીકડી માથાના દુખાવામાં વાપરીએ છીએ. આ સીવાય પણ એસ્પીરીનના બીજા ઉપયોગો છે. એસ્પીરીનની ટીકડી સાદી અને પડ ચડાવેલી એમ બે પ્રકારની હોય છે. આ બધા ઉપયોગોમાં એસ્પીરીનની ટીકડી સાદી એટલે જેના પર કોઈ પણ જાતનું પડ ચડાવ્યું ન હોય તે  (uncoated) લેવાની છે.

મોં પરના ખીલ અને ડાઘા દુર કરવા માટે બે કે ત્રણ ટીકડી ક્રશ કરી લીંબુના રસમાં બરાબર મીક્સ કરીને પેસ્ટ બનાવો. એને મોં પર લગાવી 15 મીનીટ સુધી રાખી હુંફાળા પાણી વડે સાફ કરી દો. એનાથી ડાઘા દુર થઈ જશે. વાળની તંદુરસ્તી માટે વાળ ધોયા પછી એ આકર્ષક અને શાઈની લાગતા ન હોય તો 10 એસ્પીરીન એક કપ હુંફાળા પાણીમાં ઓગાળી સ્વચ્છ કરેલા વાળમાં આ મીશ્રણ લગાવી પંદર મીનીટ સુધી રહેવા દઈને ધોઈ નાખો. આ પછી વાળ કોરા કરશો એટલે એ જાણે નવા થઈ ગયેલા અને ચમકીલા લાગશે.

કપડાં પર પડેલા પરસેવાના ડાઘા દુર કરવા એક કપમાં હુફાળા પાણીમાં કેટલીક એસ્પીરીન ઓગાળો. એને કપડા પરના ડાઘા પર લગાવી રાતભર રહેવા દો. આ પછી કપડું ધોઈને સુકવશો તો ડાઘા દુર થઈ ગયેલા હશે.

તાજાં ફુલોને વાઝમાં મુકી ઘરની શોભામાં અભીવૃદ્ધી કરવાનું આપણને ગમે છે. પણ સામાન્ય રીતે કાપેલાં ફુલ વધુ લાંબો સમય ટકતાં નથી, એકાદ વીકમાં એ કરમાઈ જાય છે. એની આહ્લાદક સુગંધી વધુ સમય ટકાવી રાખવામાં એસ્પીરીન આપણને મદદરુપ થઈ શકે. એ માટે પાણીમાં એસ્પીરીન ઓગાળીને પછી એમાં ફુલ મુકવાં. બધા પ્રકારનાં ફુલ આ રીતે લાંબો સમય તાજાં રાખી શકાય, પણ ખાસ કરીને ગુલાબ માટે એ વધુ કારગત નીવડે છે.

બીજો એક સરસ ઉપયોગ એસ્પીરીનનો જાણવા જેવો છે. એ છે જંતુના ડંખ માટે. કેટલાંક જંતુઓના ડંખ વેદનાકારક હોય છે અને ખંજવાળ પેદા કરે છે. આમાં પણ એસ્પીરીન કામ આવી શકે છે. એકાદ ચમચી પાણીમાં એસ્પીરીનની ટીકડી ભીંજવીને જ્યાં જંતુનો ડંખ હોય ત્યાં એને ચીપકાવી દો. દસ મીનીટ સુધી ડંખ પર એ ટીકડી રહેવા દો. દરદ, ખંજવાળ, સોજો જે કંઈ હશે તે ગાયબ થઈ જશે અને આરામ થઈ જશે.

માથાના ખોડાની સમસ્યા કેટલીક વાર શરમજનક સ્થીતીમાં આપણને મુકી શકે. એ માટેનાં મોંઘાંદાટ શેમ્પુ ખરીદવાને બદલે એસ્પીરીન વાપરી શકાય. બે એસ્પીરીન ક્રશ કરીને ઓર્ડીનરી શેમ્પુમાં મીક્સ કરી દો. એના વડે વાળ ધોવાથી એસ્પીરીન ખોડાના બેક્ટેરીયા દુર કરશે.

નાહવાના સાબુના ડાઘાના થર બાથ ટબ પર કે શાવરમાં થઈ જતા હોય છે અને એ સહેલાઈથી કાઢી શકાતા હોતા નથી. એ માટેનો સરળ ઉપાય છે સામાન્ય ક્લીનરમાં એસ્પીરીન મીક્સ કરવાનો. બાથટબને સાફ કરવા જે ક્લીનર વાપરતા હો તેમાં પહેલાં થોડી એસ્પીરીન ક્રશ કરીને ઉમેરી દો. બાથટબના ડાઘા પર એને અર્ધા કલાક સુધી રહેવા દઈ સાફ કરવાથી ડાઘા સરળતાથી દુર થઈ જશે.

કેટલીક વાર પગના તળીયામાં કપાસી થાય છે જે વેદનાકારક હોય છે. એને એસ્પીરીની મદદથી દુર કરી શકાય. સાત-આઠ એસપીરીનનો પાઉડર કરીને એમાં લીંબુનો રસ નાખો. એને જાડી પેસ્ટ બને ત્યાં સુધી બરાબર મીક્સ કરો.  એને પગના તળીયા પર લગાવી ગરમ કપડાથી કવર કરી દો. એને લગભગ દસેક મીનીટ સુધી રહેવા દો. આ પછી પગ ધોઈને એના પર નાહવાનો ખરબચડો પોચો પથ્થર ઘસો. કપાસી જતી રહેશે અને તમારા પગ સુંવાળા, નરમ બની જશે.

ચહેરાને આકર્ષક બનાવવામાં વપરાતાં લોશન વગેરેમાં જે ઘટકો હોય છે તેમાંનાં ઘણાં એસ્પીરીનમાં પણ હોય છે. એવાં મોંઘાં લોશન પાછળ પૈસા વેડફવા કરતાં પોતાનો ફેસ માસ્ક જાતે બનાવી શકાય. સાતેક એસ્પીરીન ક્રશ કરીને ત્રણ ચમચા દહીંમાં મીક્સ કરો. એમાં એક ચમચો મધ ઉમેરો. આ મીશ્રણને ચહેરા પર લગાવી 15 મીનીટ સુધી રહેવા દો. આ પછી મોં ધોવાથી ચહેરો આકર્ષક અને સુંદર સુંવાળો થઈ જશે. ચહેરા પર ડેડ સ્કીન જણાતી હોય તો એને પણ હુંફાળા પાણીમાં બેત્રણ એસ્પીરીન ઓગાળી ચહેરો ધોવાથી દુર કરી શકાય. એનાથી ચહેરા પર જણાતાં છીદ્રો પણ દુર થશે અને ચામડી થોડી તૈલી પણ થશે.

એસ્પીરીનનો એક આશ્ચર્યજનક ઉપયોગ ખાસ જાણવા જેવો છે. કારની બેટરી એકાએક ડેડ થઈ જાય અને કોઈ રીતે કાર ચાલુ કરવાની મદદ મળી શકે તેમ ન હોય ત્યારે જો એસ્પીરીન સાથે રાખતા હો તો તમે કાર ચાલુ કરી શકો. એ માટે કારની બેટરીમાં બે એસ્પીરીન નાખો. એસ્પીરીનમાં સેલીસેલીક એસીડ હોય છે તે બેટરીના સલ્ફ્યુરીક એસીડ સાથે જોડાઈને ચાર્જ માટે છેલ્લો ચાન્સ આપશે, જે નજીકના સર્વીસ સ્ટેશન સુધી તમને પહોંચાડી શકે.