Archive for ફેબ્રુવારી, 2019

આરોગ્ય ટુચકા 302. કમરનો દુખાવો

ફેબ્રુવારી 27, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 302. કમરનો દુખાવો: મોટી ઉમ્મરમાં અને વાયુની તકલીફમાં કમરનો દુખાવો બહુ સામાન્ય હોય છે. એલોપથીમાં પેઈન કીલર સીવાય એની કોઈ દવા નથી, પણ આયુર્વેદમાં ઘણી બધી દવા અને અન્ય ઉપાયો છે. એમાંથી બે ઉપાય:

(૧) અજમો અને ગોળ સરખા ભાગે મેળવી રોજ ખાવાથી કમરનો દુખાવો મટે છે. જો તમારી પીત્ત પ્રકૃતી હોય તો એ ગરમ પડશે માટે પ્રમાણ અનુકુળતા મુજબ લેવું.

(૨) ખજુરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં બે ચમચી મેથીનું ચુર્ણ ઉમેરી પીવાથી કમરના દુખાવામાં રાહત થાય છે.

અજમો જેમને ગરમ પડે અને ગોળ કોઈ કારણસર (જેમ કે ડાયાબીટીસને લીધે) અનુકુળ ન હોય તે લોકો ખજુર-મેથીનો ઉપાય કરી શકે. ખજુર પચવામાં ભારે છે, આથી પાચનશક્તી નબળી હોય તો એનું પ્રમાણ ઘટાડવું, અથવા કોઈ કારણસર અનુકુળ ન હોય તો માત્ર મેથીનો ઉકાળો પી શકાય. મેથી ડાયાબીટીસમાં પણ લાભકારક છે.

આરોગ્ય ટુચકા 301 પ્રેરણાદાયક

ફેબ્રુવારી 20, 2019

આરોગ્ય ટુચકા 301  પ્રેરણાદાયક: એક અંગ્રેજી ઈમેલમાંથી

  • વારંવાર હસો અને પુશ્કળ પ્રમાણમાં હસો.
  • બુદ્ધીશાળી લોકોમાં આદરપાત્ર બનો અને બાળકોના પ્રેમપાત્ર બનો.
  • પ્રામાણીક ટીકાકારોની કદરને યોગ્ય બનો.
  • બનાવટી મીત્રોની દગાખોરી સહી લો.
  • સૌંદર્યના કદરદાન બનો.
  • અન્યોના સદ્ગુણો નીહાળો.
  • દુનીયાને બહેતર છોડીને વીદાય લો – સ્વસ્થ સંતાન દ્વારા, સુંદર બગીચો બનાવીને અથવા સમાજનું ઋણ ચુકવીને.
  • અને હા, આ બાબતો તમારા આરોગ્યને પણ મદદકર્તા બની રહેશે. (ગાંડાભાઈ)

-Ralph Waldo Emerson

આરોગ્ય ટુચકા 300: આંખ વીશે જાણવા જેવું

ફેબ્રુવારી 15, 2019

આરોગ્ય ટુચકા 300: આંખ વીશે જાણવા જેવું

સામાન્ય રીતે માણસ એક મીનીટમાં 12 વખત આંખ પટપટાવે છે. એટલે કે આખા દીવસમાં આ પલકારા 10000 જેટલા થાય છે.

આંખમાં 20 લાખ કરતાં પણ વધુ કાર્યરત કોષો હોય છે.

મનુષ્ય આંખ 576 મેગા પીક્ષલ કેમેરા જેવી છે.

શરીરમાં આંખની એક માત્ર પેશીજાળ કોર્નીઆ એવી છે જેને લોહીની જરુર હોતી નથી.

આંખ 36000 બીટ્સની માહીતી એક કલાકમાં સંભાળે છે.

આપણી આંખના ડોળાનું વજન લગભગ 28 ગ્રામ જેટલું હોય છે.

આંખ ખુલ્લી રાખીને છીંક ખાવી અશક્ય છે.

આરોગ્ય ટુચકા 299  આંખ પરનાં કાળાં કુંડાળાં

ફેબ્રુવારી 6, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 299  આંખ પરનાં કાળાં કુંડાળાં: આંખ પરનાં કાળાં કુંડાળાં દુર કરવા માટે ફુદીનાનાં પાન સારી રીતે ધોઈને નાના નાના ટુકડા કરી એનો છુંદો કરો. એ છુંદાને આંખ પરનાં કાળાં કુંડાળાં પર લગાવી 20 મીનીટ સુધી રહેવા દઈ ધોઈ નાખો. આ ઉપાય સપ્તાહમાં બે વખત કરવો.