Archive for એપ્રિલ, 2017

સ્મૃતીભ્રંશ (Alzheimer)

એપ્રિલ 25, 2017

સ્મૃતીભ્રંશ (Alzheimer)

પીયુષભાઈના ઈમેલમાંથી. અંગ્રેજીમાંથી ગુજરાતીમાં -ગાંડાભાઈ

બ્લોગ પર તા. 25-4-2017

ભારતમાં સ્મૃતીભ્રંશ રોગ સામેના પ્રતીકારનું રહસ્ય

સ્મૃતીભ્રંશ રોગ(Alzheimer deceases)થી ભારત કરતાં અમેરીકામાં મૃત્યુ થવાની શક્યતા લગભગ 100 ગણી વધુ હોય છે.

એનું કારણ શું હશે?

કહેવાય છે કે આખી દુનીયામાં ડૉક્ટરી સારવાર સૌથી સારામાં સારી અમેરીકામાં છે. અમેરીકામાં અતી આધુનીક પદ્ધતીએ રોગોનું નીદાન કરી શકાય છે, દવાઓ છેલ્લામાં છેલ્લી શોધ અનુસાર મળે છે, સતત થતી શોધોનો લાભ મળે છે. ભારતમાં ઘણા લોકો દારુણ ગરીબાઈમાં જીવે છે. તેઓ ડૉક્ટરને ત્યાં ભાગ્યે જ જઈ શકે છે. એમનું માનસીક સ્વાસ્થ્ય ધનવાન અમેરીકન કરતાં સારું કેવી રીતે હોય છે? સંશોધકોના એક ગૃપને લાગે છે કે એનો ઉત્તર એમની પાસે છે. એ છે સૈકાઓથી એમનો પરંપરાગત આહાર.

ભારતમાં સ્મૃતીભ્રંશનો પ્રતીકાર કરનાર એ રહસ્ય યાદશક્તીને નબળી પડતી અટકાવે છે. આ બાબતમાં આધુનીક ડૉક્ટરી દવા બનાવનારી કંપનીઓ સફળતા મેળવી શકી નથી.

એ છે એક તેજાનાની વસ્તુ, મસાલાની એક ચીજ. એ તમારા રસોડામાં જ હોય છે, પણ ઘણા લોકો (અમેરીકામાં) એનો બહુ ઉપયોગ કરતા હોતા નથી.

તાજેતરના અભ્યાસમાં માલમ પડ્યું છે કે હળદર (કે હલદી) સ્મૃતીભ્રંશ સામે એક બહુ જ શક્તીશાળી શસ્ત્ર છે. હળદર વડે રસોઈને પીળો રંગ મળે છે. હળદરમાં કર્ક્યુમીન નામે એક તત્ત્વ હોય છે. એ બહુ જ શક્તીશાળી એન્ટી ઑક્સીડન્ટ છે અને એ સોજો તેમ જ દુખાવો મટાડે છે. (મારા અનુભવમાં હળદર રુઝ લાવવામાં પણ અકસીર છે. -ગાંડાભાઈ)

એક અભ્યાસ દરમીયાન દર્દીઓને દરરોજ 764 મીલીગ્રામ હળદરનો પાવડર ટીકડીના રુપમાં 12 અઠવાડીયાં સુધી આપવામાં આવ્યો હતો. એનાથી તેમને 100 મીલીગ્રામ જેટલું કર્ક્યુમીન મળતું હતું. સંશોધકો કહે છે કે દર્દીઓને એનાથી ગણનાપાત્ર ફાયદો થયો હતો. તેમનાં લક્ષણો સુધર્યાં અને સારવાર કરનાર લોકો પરનું દબાણ હળવું થયું. વળી હળદર લાંબા સમય સુધી લાભ પહોંચાડતી રહે છે. એક વર્ષ પછી પણ દર્દીઓએ પાછી મેળવેલી યાદશક્તી અકબંધ રહે છે.

આ અભ્યાસનું તારણ બતાવે છે કે હળદરથી દર્દીનું જીવન તથા રોબરોજની પ્રવૃત્તી ઘણી સુધરી જાય છે.

સંશોધકોનું કહેવું છે કે મગજના જ્ઞાનકોષોને જે એક પ્રકારનું ચીકાશવાળું પ્રોટીન નુકસાન કરે છે તે પ્રોટીનને હળદર દબાવી દે છે. આ પ્રોટીન ચીત્તભ્રંશ માટે મહદ અંશે જવાબદાર છે. હળદર સ્મૃતીભ્રંશ માટે જવાબદાર જ્ઞાનતંતુના સોજાને પણ કંઈક અંશે દુર કરે છે.

આહારમાં હળદર મળતી રહે એ માટે સારામાં સારો ઉપાય તો તમે બને તેટલો વધુ ઉપયોગ મસાલાવાળી વાનગી (curry dish)નો સ્વાદ માણતા થઈ જાઓ એ જ છે. જો કે ભારતના લોકોની જેમ તમે (અમેરીકન લોકો) કદાચ રોજે રોજ તો મસાલા વાપરવાનું પસંદ નહીં પણ કરે.

તો બીજો ઉપાય છે હળદર/કર્ક્યુમીનની ટેબ્લેટ લેવી, જેનાથી મગજને સ્વસ્થ બનાવવાનો લાભ મળી શકે. સવાર, બપોર, સાંજ દરરોજ 400-600 મીલીગ્રામ અથવા એ દવાના લેબલ પર જણાવ્યા મુજબ દવા લેવી. જે ટેબ્લેટમાં કાળાં મરી અથવા લાંબી પીપર ઉમેરેલી હોય તે લેવી, કેમ કે એ અભીશોષણમાં સારી મદદ કરે છે.

બ્રોકલીમાં પણ એક પ્રકારનું એન્ટી ઑક્સીડન્ટ શોધાયું છે જે મગજના કોષોને નુકસાન થતું રોકે છે.

Good Health,
Angela Salerno
Publisher, INH Health Watch

References Available Here.

દરેક પતીદેવે ધ્યાનપુર્વક વાંચવું

એપ્રિલ 16, 2017

દરેક પતીદેવે ધ્યાનપુર્વક વાંચવું

બી.જે. મિસ્ત્રીના ઈમેલમાંથી

બ્લોગ પર તા. 16-4-2017

એક યુવક બગીચામાં બહુ જ ગુસ્સામાં બેઠો હતો. બાજુમાં જ એક વડીલ બેઠા હતા. એમણે આ યુવકને પુછ્યું,

“શું થયું છે બેટા? કેમ આટલો બધો દુખી છે?”

યુવકે ગુસ્સામાં પોતાની પત્નીની ભુલ બતાવવાનું શરુ કર્યું.

વડીલે મલકાતાં મલકાતાં યુવકને પુછ્યું,

“બેટા, તમે મને કહેશો કે તમારો ધોબી કોણ છે?”

યુવકે આશ્ચર્ય પામી પુછ્યું, “ કાકા, તમારો મતલબ?”

વડીલે કહ્યું, “તમારાં મેલાં કપડાં કોણ ધુએ છે?”

યુવકે કહ્યું, “મારી પત્ની.”

વડીલે પુછ્યું, “તમારો રસોયો કોણ છે?”

યુવક : “મારી પત્ની.”

વડીલ: “તમારા કુટુંબ-કબીલાની અને ઘરવખરીની કાળજી કોણ લે છે?”

યુવક : “મારી પત્ની.”

વડીલ : “કોઈ મહેમાન આવે તો એની સરભરા કોણ કરે છે?”

યુવક: “મારી પત્ની.”

વડીલ : “તારા સુખદુખમાં તને કોણ સાથ આપે છે?”

યુવક : “મારી પત્ની.”

વડીલ : “પોતાનાં માબાપનું ઘર છોડીને જીદંગીભર તમારી સાથે કોણ આવ્યું છે?”

યુવક : “મારી પત્ની.”

વડીલ : “માંદગીમાં તમારી સેવા કોણ કરે છે, તમારું ધ્યાન કોણ રાખે છે?”

યુવક : “મારી પત્ની.”

વડીલ : “બીજી એક વાત, તમારી પત્ની આટઆટલું કામ કરે છે, બધાંનું ધ્યાન રાખે છે, શું એણે કદી આ બધાં માટે તમારી પાસેથી પૈસા લીધા છે?”

યુવક : “ના,  કદી નહીં.”

છેવટે વડીલે કહ્યું, “પત્નીની એક જ ખામી તમારી નજરમાં આવી ગઈ, પરંતુ એની આટલી બધી ખુબીઓ કદી તમને દેખાઈ જ નહીં! પત્ની ઈશ્વરે આપેલી એક સ્પેશ્યલ ભેટ છે, આથી એની ઉપયોગીતાને જાણો. અને એની કાળજી લો.

 

બજારુ આહારના ઘટકો

એપ્રિલ 7, 2017

બજારુ આહારના ઘટકો

મને 15-6-2015ના રોજ મળેલી અંગ્રેજી ઈમેલમાંથી

બ્લોગ પર તા. 7-4-2017

શાકાહારી તેમજ આરોગ્યની કાળજી રાખનારા લોકો માટે અગત્યની માહીતી

કીટકેટ ચોકલેટ બનાવનાર કંપની જણાવે છે કે એમાં ગાયના માંસમાંથી બનાવેલ રસ હોય છે.

સમાચાર માધ્યમોએ તમને કદી જણાવ્યું છે કે ચેન્નાઈ હાઈકોર્ટ કેસમાં “ફેર એન્ડ લવ્લી” કંપનીએ કબુલ્યું હતું કે ક્રીમમાં ડુક્કરની ચરબી તેલના રુપમાં હોય છે.

સમાચાર માધ્યમ આપણને કદી જણાવતાં નથી કે યુરોપના કેટલા દેશોમાં વીક્સ પર પ્રતીબંધ છે. ત્યાં એને ધીમું ઝેર ગણવામાં આવે છે. પણ આપણા દેશમાં તો આખો દહાડો ટી.વી. પર એની જાહેરાત જોવામાં આવે છે!!

સમાચાર માધ્યમ આપણને કદી જણાવતાં નથી કે લાઈફબોય નહાવાનો કે હાથ ધોવાનો સાબુ પણ નથી! પરંતુ પ્રાણીઓ માટેનો કાર્બોલીક સાબુ છે. યુરોપમાં એ કુતરાં માટે વાપરવામાં આવે છે! અને આપણા દેશમાં એ લાખો લોકો નહાવાના સાબુ તરીકે વાપરે છે!!

સમાચાર માધ્યમો આપણને કદી કહેતાં નથી કે કોક, પેપ્સી ખરેખર ટોયલેટ ક્લીનર જેવાં છે! એ સીદ્ધ થયું છે કે એમાં ૨૧ પ્રકારનાં અલગ અલગ ઝેરી પદાર્થો હોય છે!! અને ભારતીય પાર્લામેન્ટની કેન્ટીનમાં એના વેચવા પર પ્રતીબંધ છે. પરંતુ આખા દેશમાં એ વેચાય છે!!!

સમાચાર માધ્યમોએ આપણને કદી કહ્યું નથી કે બુસ્ટ, કોમ્પલેન, હોરલીક્સ, મોલ્ટોવા, પ્રોટીન-એક્સ વગેરે હેલ્થ ટોનીકનું દીલ્હીની લેબોરેટરીમાં (જે ભારતમાં સૌથી મોટામાં મોટી લેબ છે) પરીક્ષણ કરવમાં આવ્યું છે. અને આ બધાં હેલ્થ ટોનીક મગફળીમાંથી તેલ કાઢી લીધા બાદ વધેલા કુચામાંથી બનાવવામાં આવે છે, જે ખરેખર પ્રાણીઓ માટેનો ખોળ છે!!

સમાચાર માધ્યમોએ આપણને કદી નથી કહ્યું કે અમીતાભ બચ્ચનના ઓપરેશનમાં એના મોટા આંતરડાને કાપી નાખવું પડ્યું હતું, અને ડોક્ટરોએ એના કારણમાં જણાવ્યું હતું કે આ આંતરડું કોક, પેપ્સી જેવાં પીણા પીવાથી સડી ગયું હતું!! આ પછી અમીતાભ બચ્ચને કોક અને પેપ્સીની જાહેરાત કરવાનું  બંધ કરી દીધું.

જો સમાચાર માધ્યમો પ્રમાણીક હોય તો એ લોકોએ બધી સાચી બાબતોને ખુલ્લી પાડવી જોઈએ.

આજે ઘણા બધા લોકો પીત્ઝા આરોગે છે. પીત્ઝા કંપનીઓ વીશે જરા જોઈએ.

પીત્ઝા હટ, ડોમીનોઝ, કે.એફ.સી., મેક્ડોનાલ્ડ, પીત્ઝા કોર્નર, પાપા જોહ્નસ પીત્ઝા, કેલીફોર્નીઆ પીત્ઝા કીચન, સેલ્સ પીત્ઝા

આ બધી જ અમેરીકન કંપનીઓ છે.

નોંધ: પીત્ઝાને સ્વાદીષ્ટ બનાવવા માટે એમાં ઈ-631 નામનું ઉત્પ્રેરક નાખવામાં આવે છે, જેને ડુક્કરના માંસમાંથી બનાવવામાં આવે છે.

મીત્રો, જો ખાવાની વસ્તુના પેકેટ પર નીચેના કોડ લખેલ હોય તો તમે શું આરોગો છો તે જાણી લો:

E 322 – ગોમાંસ

E 422 – મદ્યાર્ક (આલ્કોહોલ)

E 442 – મદ્યાર્ક અને રસાયણો (આલ્કોહોલ અને કેમીકલ)

E 471 – ગોમાંસ અને આલ્કોહોલ

E 476 – આલ્કોહોલ

E 481 – ગોમાંસ અને ડુક્કરના માંસનું મીશ્રણ

E 627 – હાનીકારક રસાયણો

E 472 – ગાય, ડુક્કર અને ઘેટાં-બકરાંનાં માંસનું મીશ્રણ

E 631 – ડુક્કરની ચરબી તેલના રુપમાં

આ પ્રકારના કોડ તમને પરદેશની કંપનીઓની પોટેટો ચીપ્સ, બીસ્કીટ, ચુઈંગ ગમ, ટોફી, કુરકુરે અને મેગીના પેકેટ પર જોવા મળશે.

તમારાં બાળબચ્ચાંના હીત માટે આ બાબત પ્રત્યે કાળજીપુર્વક ધ્યાન આપો. જો તમને શંકા હોય તો જાતે અન્ય જગ્યાએથી માહીતી મેળવો, કંઈ નહીં તો ઈન્ટરનેટ પરથી ગુગલ સર્ચ કરીને માહીતી મળી શકશે.

મેગીના પેકેટ પર ઘટકો જુઓ. તમને ફ્લેવરનો E635 કોડ જોવા મળશે. (સામાન્ય રીતે એને માંસમાંથી બનાવવમાં આવે છે, અને અંશતઃ મચ્છીમાંથી. -ગુગલ સર્ચ, ગાંડાભાઈ)

નીચેના કોડની માહીતી પણ મેળવવા જેવી છે.

E100, E110, E120, E140, E141, E153, E210, E213, E214, E216, E234, E252, E270, E280, E325, E326, E327, E334, E335, E336, E337, E422, E430, E431, E432, E433, E434, E435, E436, E440, E470, E471, E472, E473, E474, E475, E476, E477, E478, E481, E482, E483, E491, E492, E493, E494, E495, E542, E570, E572, E631, E635, E904.

આની જાણ તમારાં સગાં-સંબંધીઓ અને મીત્રોને સાવચેત કરવા માટે કરો.