Archive for ઓક્ટોબર, 2010

મુઢ માર

ઓક્ટોબર 31, 2010

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) લસણ, હળદર અને ગોળને મેળવી વાગેલા મુઢ માર પર લેપ કરવાથી ફાયદો થાય છે.

(૨) મીઠું અને હળદર પાણીમાં બારીક વાટીને ચોપડવાથી વાગવા કે મચકોડાવાથી થતી પીડા મટે છે. મીઠું લસોટીને ચોપડવાથી પણ સોજો ઉતરી જાય છે.

(૩) હળદર અને કળીચુનાનો લેપ કરવાથી મુઢમારનો સોજો મટે છે.

(૪) હળદર, જુની માટી અને મીઠું એકત્ર કરી, પાણી મેળવી, અગ્ની પર મુકી, ખદખદાવી સહેવાય તેવો ગરમ ગરમ લેપ કરવાથી મુઢમારનો સોજો મટે છે અને પીડા ઓછી થાય છે.

(૫) એક કપ દુધમાં એક નાની ચમચી ફુલાવેલી ફટકડી નાખી, હલાવીને દીવસમાં ત્રણ વાર પીવાથી મુઢમારનું દર્દ મટે છે

માંકડ

ઓક્ટોબર 30, 2010

માંકડ સુકાં મરચાં બાફી એનો ઉકાળો કરવો. આ ઉકાળો માંકડ પડ્યા હોય ત્યાં રેડવો કે ચોપડવો એટલે ફરીથી ત્યાં માંકડ પડશે નહીં.

માસીક

ઓક્ટોબર 29, 2010

ઉપચારોનીષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહીતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) ૧ તોલો કાળા તલનો ૨૦ તોલા પાણીમાં ઉકાળો કરી ચોથા ભાગનું પાણી રહે ત્યારે ઉતારી ગોળ નાખી પીવાથી માસીક સાફ આવે છે.

(૨) ડુંગળીની કાતરી કાચી જ ખાવાથી માસીક સાફ આવે છે.

(૩) શીયાળામાં વેંગણનું શાક, બાજરીનો રોટલો અને ગોળનું નીયમીત સેવન કરવાથી માસીક બંધ થયું હોય, ક્ષીણ થઈ ગયું હોય કે સાફ ન આવતું હોય તો ફાયદો થાય છે. (ગરમ પ્રકૃતીવાળી સ્ત્રીઓએ આ પ્રયોગ ન કરવો)

(૪) સીતાફળીના બીના ગર્ભની દીવેટ બનાવી યોનીમાં રાખવાથી બંધ પડેલો માસીક ધર્મ ચાલુ થાય છે.

(૫) તજનું તેલ અથવા તજનો ઉકાળો લેવાથી કષ્ટાર્તવમાં ફાયદો થાય છે.

(૬) માસીક સાફ આવતું ન હોય, ઓછું આવતું હોય, દુ:ખાવા સાથે આવતું હોય કે માસીકની બીજી કોઈ પણ ફરીયાદ હોય તો કુંવારપાઠાનો તાજો ગર પાણીમાં મેળવીને લેવાથી કે બજારમાં મળતી કુંવારપાઠાની વીવીધ બનાવટોનું સેવન કરવાથી માસીકની બધી ફરીયાદો દુર થાય છે.

(૭) ગાજરનાં બી પાણીમાં વાટી પાંચ દીવસ સુધી પીવાથી સ્ત્રીઓને ઋતુપ્રાપ્તી થાય છે.

(૮) દરરોજ સવાર, બપોર, સાંજ એક એક કેળું સમારી તેના પર કપુરનો પાઉડર સહેજ સહેજ ભભરાવી સેવન કરવાથી માસીક રક્તસ્રાવ સંબંધી વીકારો મટે છે. છ-આઠ મહીના સુધી આ પ્રયોગ નીયમીત કરતા રહેવું.

(૯) માસીક આવવાના એક સપ્તાહ પહેલાં જો સ્ત્રી ચા, કોફી, કોકાકોલા, ચોકલેટ વગેરે લેવાનું બંધ કરે તો શરીરમાં ‘ક્રેમ્પ્સ’ આવશે નહીં – ગોટલા ચડશે નહીં.

(૧૦) અટકાવ-માસીકસ્રાવ સાફ લાવવા માટે હીરાબોળ ઉત્તમ ઔષધ છે. હીરાબોળ અને ગુગળની સરખા વજને ચણા જેવડી બે-બે ગોળી સવાર-સાંજ લેવાથી માસીકસ્રાવ નીયમીત અને સાફ આવે છે તથા જે સ્ત્રીઓને કમર દુખતી હોય તેમને પણ આ ઔષધ ઘણી રાહત આપે છે. આ ઉપચાર વખતે જો કુમાર્યાસવ ચારથી પાંચ ચમચી તેમાં એટલું જ પાણી ઉમેરી સવાર-સાંજ જમ્યા પછી પીવામાં આવે અને સવાર-સાંજ કન્યાલોહાદીની એક-એક ગોળી લેવામાં આવે તો માસીકધર્મની અનીયમીતતા, વધારે આવવું, ઓછું આવવું, માસીક વખતે પેડુમાં દુખાવો થવો વગેરે મટે છે અને માસીક નીયમીત રીતે યોગ્ય માત્રામાં આવવા લાગે છે.

માસીક વધુ પડતું (૧) રાઈનો બારીક પાઉડર એક મોટી ચમચી બકરીના એક કપ દુધ સાથે સવાર-સાંજ નીયમીત લેવાથી વધુ પડતું માસીક આવતું હોય તેમાં રાહત થાય છે. (૨) વધુ પડતું માસીક આવતું હોય તો સુકા ધાણાનો ઉકાળો ૧-૧ ગ્લાસ સવાર, બપોર, સાંજ પીવાથી લાભ થાય છે.

(૩) દરરોજ કોપરું અને સાકર દીવસમાં ચાર-પાંચ વખત નીયમીત ખાવાથી અત્યાર્તવ-વધુ પડતું માસીક આવવાની ફરીયાદ મટે છે. રોજનું એક વાટી કોપરું ખાવું જોઈએ.

(૪) એક ચમચો વીદારી કંદનો પાઉડર, એક ચમચો ઘી અને એક ચમચો સાકરનો પાઉડર મીશ્ર કરી સવાર-સાંજ છ-આઠ મહીના સુધી ચાટતા રહેવાથી વધુ પડતા માસીકની ફરીયાદ મટે છે.

(૫) બધા જ ગરમ-તીખા પદાર્થો બંધ કરવા, બે વખત ઓછા નમકવાળો સાદો આહાર લેવો. રોજ સવારે, સાંજે અને રાત્રે બકરીનું દુધ પીવું – બધું મળી ઓછામાં ઓછું એક લીટર. દવામાં સવાર, બપોર, સાંજ ખાલી પેટે અશોકારીષ્ટ એક મોટો ચમચો ભરીને થોડું પાણી ઉમેરી પીવી. ત્રણ મહીના પછી દવા બંધ કરવી પણ બકરીનું દુધ ચાલુ રાખવું. પરેજી ચાલુ રાખવાથી માસીક નીયમીત થાય છે.

માસીક  ઓછું આવવું (૧) બે બદામ અને બે ખજુર રાતે પાણીમાં પલાળી રાખી સવારે વાટી સહેજ માખણ અને સાકર મેળવી ખાવાથી છએક મહીનામાં અલ્પ માસીકની ફરીયાદ મટે છે.

(૨) કાચું કે પાકું પપૈયું દરરોજ ૧ કીલોગ્રામ જેટલું અનુકુળ સ્વરુપમાં સેવન કરવાથી ઓછું માસીક આવવાની ફરીયાદ મટે છે. પ્રયોગ લાંબા સમય સુધી કરવો.

(૩) માસીક ઓછું આવતું હોય તો અશોકની છાલનો ઉકાળો પીવાથી માસીક વધુ આવવા લાગે છે.

માસીક બંધ થઈ જવું રાત્રે ૨૦-૨૦ ગ્રામ ચણા અને તલ જરુરી પાણીમાં પલાળી સવારે બરાબર ઉકાળી નીતારીને એ પાણી પીવાથી માસીક બંધ પડી ગયું હોય તો તે ફરીથી ચાલુ થાય છે. સતત એક વર્ષ સુધી પ્રયોગ ચાલુ રાખવો જોઈએ.

માસીકની પીડા (૧) જીરુ અને હરડેનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ રાતે સુતી વખતે પાણી સાથે એક ચમચી જેટલું લેવાથી માસીકની પીડા મટે છે. મળશુદ્ધી બરાબર ન થતી હોય તેમાં પણ લાભ થાય છે. જીરુ વાયુનાશક છે અને હરડે ત્રણે દોષોનો નાશ કરે છે. આ પ્રયોગથી મળ, વાયુની શુદ્ધી થાય છે.

(૨) ૧૦૦ ગ્રામ કઠ અને ૧૦ ગ્રામ કપુરનું મીશ્રણ કરી અડધી ચમચી ચુર્ણ એક ચમચી મધ સાથે દર ચાર-પાંચ કલાકે લેતા રહેવાથી માસીક સાફ કે ખુલાસાથી ન આવતું હોય કે દુખાવા સાથે આવતું હોય તેમાં લાભ થાય છે.

(૩) ત્રણ ચાર વખત માસીક આવે ત્યારે દરરોજ સવાર-સાંજ ચારથી છ ચમચી અશોકારીષ્ટ પીવાથી કષ્ટાર્તવની પીડા મટે છે.

(૪) માસીકધર્મ વખતે પેડુમાં દુખાવો થતો હોય તો પાથી અડધી ચમચી જેટલું કલોંજી જીરાનું ચુર્ણ સોપારી જેટલા ગોળ સાથે રોજ સવારે લેવું. કલોંજી જીરુ કષ્ટાર્તવ, અલ્પાર્તવ, નષ્ટાર્તવ તથા ગર્ભાશયના દોષોમાં હીતાવહ છે. કષ્ટાર્તવનું એક બીજું ઔષધ છે ‘કુમાર્યાસવ.’ આ દ્રવ ઔષધ મેડીકલ સ્ટોરમાં મળે છે. માસીક ઓછું, અનીયમીત, મોડું કે દુખાવા સાથે આવતું હોય તો કુમાર્યાસવનું સેવન કરવું ખુબ ફાયદાકારક છે. ચારથી પાંચ ચમચી કુમાર્યાસવ એમાં એટલું જ પાણી મેળવી બેથી ત્રણ મહીના સવાર-સાંજ પીવું.

માથામાં તેલ

ઓક્ટોબર 28, 2010

માથામાં તેલ હંમેશાં માથામાં તલનું તેલ નાખવાથી શીરઃશુળ થતું નથી, ટાલ પડતી નથી, અકાળે વાળ ખરતા નથી, કપાળમાં વીશેષ રુપે બળની વૃદ્ધી થાય છે, વાળનાં મુળ મજબુત થાય છે. તથા વાળ લાંબા અને કાળા થાય છે. જ્ઞાનેન્દ્રીયો શક્તીશાળી થાય છે, માથાની ત્વચા સુંદર અને નીર્મળ થાય છે તથા સારી રીતે ઉંઘ આવે છે.

માથાનો દુખાવો

ઓક્ટોબર 26, 2010

ઉપચારોનીષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહીતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) આમળાનું ચુર્ણ, ઘી અને સાકર સરખે ભાગે લઈ પ્રાત:કાળે ખાવાથી માથાનું શુળ મટે છે.

(૨) ગરમીને લીધે માથુ દુ:ખતું હોય તો ડુંગળી કાપીને સુંઘાડવાથી કે બારીક પીસીને પગને તળીયે ઘસવાથી શીરદર્દ મટે છે.

(૩) ગાયના દુધમાં સુંઠ ઘસી લેપ કરવાથી અને તેના પર રુ લગાડવાથી સાત-આઠ કલાકમાં માથાનો ભયંકર દુ:ખાવો મટે છે.

(૪) તજ પાણીમાં ઘસી ગરમ કરી લમણા પર લેપ કરવાથી અથવા તજનું તેલ કે તજનો અર્ક લમણા પર ચોળવાથી શરદીથી દુ:ખતું માથું મટે છે.

(૫) જાયફળ ઘસીને લેપ કરવાથી માથાનો દુ:ખાવો મટે છે.

(૬) દ્રાક્ષ, પીત્તપાપડો અને ધાણા ત્રણેને પાણીમાં ભીંજવી રાખી ગાળીને પીવાથી માથાનો દુ:ખાવો મટે છે.

(૭) લવીંગને પાણીમાં લસોટી કે વાટી જરા ગરમ કરી માથામાં અને કપાળમાં ભરવાથી માથાનો દુ:ખાવો મટે છે.

(૮) સરગવાના પાનના રસમાં મરી પીસી લેપ કરવાથી મસ્તકશુળ મટે છે.

(૯) સરગવાનો ગુંદર દુધમાં પીસી માથા પર લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે.

(૧૦) સરગવાનાં બી અને મરીનું ચુર્ણ સુંઘવાથી છીંકો આવી શીરદર્દ મટે છે.

(૧૧) ગાયનું તાજું ઘી તથા દુધ એકત્ર કરી આંખમાં આંજવાથી માથાનો દુખાવો મટે છે તથા આંખ લાલ થતી અટકે છે.

(૧૨) જો માથાના દુખાવામાં વાયુદોષ કારણભુત હોય તો ગરમ પાણી અથવા સુંઠવાળું ગરમ પાણી પીવું.

(૧૩) એક એક ગ્લાસ તરબુચનો રસ દીવસમાં ત્રણ-ચાર વાર દર ત્રણેક કલાકના અંતરે પીવાથી માથાનો દુખાવો મટે છે. એનાથી એ જડમુળથી પણ મટી શકે છે. તરબુચના રસમાં કશું પણ મેળવવું નહીં. આ પ્રયોગમાં તરબુચ ખાવાને બદલે તરબુચનો રસ જ વધુ અસરકારક રહે છે.

(૧૪) આમલીનું શરબત કે આમલીનો ઘોળ સાકર નાખી દર ચાર કલાકે એક એક ગ્લાસ પીવાથી માથાનો દુખાવો મટે છે.

(૧૫) ગરમીથી માથું દુખતું હોય તો કપાળ પર વડનું દુધ લગાડવાથી મટે છે.

(૧૬) રાત્રે ગરમ પાણીમાં બદામ ભીંજવી રાખી, સવારે ફોતરાં કાઢી, બારીક પીસી, દુધમાં કાલવી, ઉકાળી, ખીર બનાવવી. (બદામની ખીર વધારે ઉકાળવી નહીં, નહીંતર પાચક દ્રવ્યો નાશ પામે છે.) આ ખીર ૨૦-૪૦ ગ્રામ જેટલી ખાવાથી માથાનો દુખાવો મટે છે.

(૧૭) બદામ અને કપુર દુધમાં ઘસી માથા પર લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે.

(૧૮) ૧-૧ ચમચી પીપરનો પાઉડર મધ સાથે સવાર, બપોર, સાંજ લેવાથી માથાનો દુખાવો મટે છે.

(૧૯) ૧ ચમચી નમક મોંમાં મુકી ખાઈ જવાથી અને પછી પંદર-વીસ મીનીટ બાદ એક મોટો ગ્લાસ પાણી પીવાથી માથાનો દુખાવો મટે છે. જરુર જણાય તો પાંચ છ કલાક બાદ આ પ્રયોગ ફરીથી થઈ શકે. દીવસમાં વધુમાં વધુ બે વખત કરી શકાય.

(૨૦) બોરસલ્લીનાં ફુલ મસળીને કે બોરસલ્લીનું અત્તર સુંઘવાથી સીરદર્દ મટે છે.

(૨૧) સુંઠના ચુર્ણને છીંકણીની જેમ સુંઘવાથી ઉપરાઉપરી છીંકો આવી માથું ઉતરી જાય છે.

(૨૨) સુંઠ કે લીલું જાયફળ પથ્થર પર ઘસી કપાળે લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે.

(૨૩) હરડે, બહેડાં, આમળાં, હળદર, ગળો, કરીયાતુ અને લીમડાની આંતરછાલનો ઉકાળો પીવાથી માથાનો દુખાવો કાયમ માટે મટે છે.

(૨૪) ધાણા, જીરુ અને સાકર સમભાગે પાણી સાથે ફાકવાથી ગરમીથી ચડેલું માથું ઉતરે છે.

(૨૫) ખુબ કફ અને શરદીને લીધે માથું દુખતું હોય તો અક્કલગરાના નાના નાના બેત્રણ ટુકડા મોંમાં દાંત નીચે દબાવી રાખી સોપારીની જેમ રસ-સ્વાદ લેતા રહેવાથી રાહત થાય છે.

(૨૬) નેપાળાનાં બીનાં મીંજ પાણીમાં ખુબ ઝીણાં લસોટી કપાળે લેપ કરવાથી માથાનો દુખાવો મટે છે. નેપાળો ખુબ ગરમ અને તીવ્ર વીરેચક છે.

(૨૭) બોરસલીનાં ફળોનું ચુર્ણ કરી સુંઘવાથી માથાનો દુખાવો મટે છે.

(૨૮) અકારણ માથાનો દુખાવો થતો હોય, ગુસ્સો અને ચક્કર તથા અંધારાની ફરીયાદ હોય તો રોજ સવારે સુર્ય ઉગવા પહેલાં એક કપ ગરમ દુધમાં પ્રમાણસર સાકર અને એક ચમચી ઘી નાખી પીવાથી લાભ થાય છે.

(૨૯) સમાન ભાગે સુંઠ અને હળદરના ચુર્ણમાં ગરમ પાણી નાખી પેસ્ટ બનાવી લેપ કરવાથી લેપ જેમ જેમ સુકાતો જાય તેમ તેમ માથાનો દુખાવો મટવા લાગે છે.

માથાની તકલીફ

ઓક્ટોબર 25, 2010

ઉપચારોનિષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહિતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

માથા પર ફોડલી-દારુણક લીંબુનો રસ અને સરસીયું સરખે ભાગે મેળવી ચોપડવાથી અને પછી દહીં મસળીને ધોવાથી થોડા જ દીવસોમાં માથા પરનો દારુણક રોગ મટે છે. (આ રોગમાં માથા પર નાની નાની ફોડલી થાય છે, ચળ આવે છે અને ચામડી કઠણ થઈ જાય છે.)

માથાની ખુજલી ચણાનો લોટ પાણીમાં મેળવી માથું ધોવાથી ખુજલી અને ફોડલી મટે છે.

માથાની નીર્બળતા રાત્રે ગરમ પાણીમાં બદામ ભીંજવી રાખી, સવારે ફોતરાં કાઢી, બારીક પીસી, દુધમાં કાલવી, ઉકાળી, ખીર બનાવવી. (બદામની ખીર વધારે ઉકાળવી નહીં, નહીંતર પાચક દ્રવ્યો નાશ પામે છે.) આ ખીર ૨૦-૪૦ ગ્રામ જેટલી ખાવાથી માથાની નીર્બળતા મટે છે. એનાથી માથાનો દુખાવો પણ મટે છે.

માથાનો ખોડો (૧) સરગવાના પાનના રસનું માથા પર મર્દન કરવાથી માથાનો ખોડો મટે છે.

(૨) સરગવાની શીંગને પાણીમાં પલાળી, ચોળી, ગાળીને માથા પર લગાડવાથી માથાનો ખોડો મટે છે.

(૩) ચણોઠીનો ભુકો તેલમાં મીશ્ર કરી તે તેલ માથામાં નાખવાથી ખોડો મટે છે.

(૪) ખોડાને લીધે માથાના વાળ ખુબ ખરતા હોય છે. ખોડાની તકલીફ મટાડવા માટે દુધ સાથે ખસખસ ખુબ જ વાટી લસોટી પેસ્ટ જેવું બનાવવું. માથાને સારી રીતે અરીઠા કે શીકાકાઈથી ધોઈને સવારના તડકામાં બેસી વાળ કોરા કરવા. પછી આખા માથા પર આ ખસખસનો લેપ કરી તેને એક કલાક રહેવા દેવો. પછી લીમડાના સાબુથી માથું ધોઈ કોરું કરીને નાગરમોથનું તેલ, આમળાનું તેલ, બ્રાહ્મી તેલ, ધુપેલ, દુધીનું તેલ પૈકી કોઈ પણ તેલ નાખવું. આ બધાં તેલ તલના જ તેલમાં બનાવેલાં હોવાં જોઈએ. (તેલ શબ્દ તલ પરથી બન્યો છે. આથી તેલ એટલે ખરેખર તો તલનું જ તેલ.) થોડા દીવસના ઉપચારથી ખોડો મટી જાય છે.

મંદાગ્ની

ઓક્ટોબર 24, 2010

ઉપચારોનિષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહિતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) સુંઠ, તજ, ફુદીનો, તુલસીનાં પાન, એલચી વગેરેનું બોરકુટું ચુર્ણ નાખી બનાવેલો ઉકાળો પીવાથી મંદાગ્ની મટે છે.

(૨) આદુનો રસ, લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી મંદાગ્ની મટે છે.

(૩) રીંગણાં અને ટામેટાંનું સુપ બનાવી પીવાથી મંદાગ્ની મટે છે.

(૪) લસણ, ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી, બરાબર ઘુંટી, તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી મંદાગ્ની મટે છે.

(૫) લીંબુના રસમાં ચોથા ભાગે ખાંડ નાખી, ઉકાળી, ચાસણી કરી શરબત બનાવવું. શરબત ગરમ હોય ત્યારે જ કપડાથી ગાળી ઠંડું થાય એટલે શીશીમાં ભરી લેવું. આ શરબત ૧૫ થી ૨૫ ગ્રામ લઈ, પાણી મેળવી પીવાથી ગરમીની વ્યાકુળતા, અપચો, ઉબકા, અરુચી, ઉલટી, મંદાગ્ની અને લોહીવીકાર મટે છે.

(૬) સુંઠ, મરી, પીપર અને સીંધવ દરેક ૧૦-૧૦ ગ્રામના બારીક વસ્ત્રગાળ ચુર્ણમાં ૪૦૦ ગ્રામ બી કાઢેલી કાળી દ્રાક્ષ મેળવી ચટણી માફક પીસી બરણીમાં ભરી લેવું. એને પંચામૃત ચાટણ કહે છે. એ પાંચથી ૨૦ ગ્રામ જેટલું સવાર-સાંજ ચાટવાથી મંદાગ્ની મટે છે.

(૭) ફુદીનો, લીંબુનો રસ, તુલસી અને આદુની બનાવેલી ચટણી ખોરાક સાથે લેવાથી મંદાગ્ની મટે છે.

(૮) લીંડીપીપરના ચુર્ણને મધ સાથે ચાટવાથી મંદાગ્નીમાં લાભ થાય છે.

(૯) તુલસીનો રસ મધ સાથે લેવાથી ભુખ ઉઘડે છે.

(૧૦) થોડું સીંધવ અને આઠ દસ ટીપાં લીંબુનો રસ અડધી ચમચી અજમામાં નાખી સવાર-સાંજ ખુબ ચાવીને ખાવાથી ચારથી છ દીવસમાં ભુખ ઉઘડે છે. એનાથી કબજીયાત, ગૅસ, આફરો મટી જઈ પેટ હળવું ફુલ બને છે.

(૧૧) બેથી ત્રણ ચમચી આદુનો રસ એટલા જ લીંબુના રસ સાથે મીશ્ર કરી એમાં ચાર-પાંચ એલચીના દાણાનું ચુર્ણ અને એટલું જ ગંઠોડાનું ચુર્ણ મીશ્ર કરી પીવાથી જઠરાગ્ની બળવાન બનશે અને મંદાગ્ની મટશે.

મસા-ડાઘ

ઓક્ટોબર 23, 2010

ચહેરા પરના મસા-ડાઘ (૧) મોરની બીટ સરકામાં મેળવી ચહેરા પરના મસા પર દરરોજ દીવસમાં ત્રણ વાર લાંબા સમય સુધી લગાડતા રહેવાથી મસા દુર થાય છે.

(૨) હળદર અને મીઠું પાણીમાં મેળવી મસા પર લગાડતા રહેવાથી બે-ત્રણ અઠવાડીયામાં મસાનું પરુ બની મસા દુર થાય છે.

(૩) ભીના ચુનામાં આદુ લસોટી મસા ઉપર લગાવવાથી ધીરે ધીરે મસા નાબુદ થાય છે.

મરડો

ઓક્ટોબર 22, 2010

ઉપચારોનિષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહિતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) કાચી કે પાકી કેરીની છાલ છુંદીને-વાટીને અથવા સુકવેલી છાલનો પાઉડર મધ સાથે જરુરી પ્રમાણમાં દીવસમાં ત્રણ-ચાર વખત લેવાથી મરડો મટે છે.

(૨) ખજુરના નાના નાના ટુકડા કરી અથવા વાટીને દહીંમાં નાખી રાયતું બનાવવું. તેમાં નમક, મરચું, આદુ, મરી વગેરે પણ નાખી શકાય. આવું રાયતું દીવસમાં ચારેક વખત ૧-૧ વાડકી જેટલું ખાવાથી મરડો મટી જાય છે.

(૩) કુટજારીષ્ટ ૩-૩ ચમચી દીવસમાં ત્રણ વાર, કુટજ ઘનવટી, સંજીવનીવટી અને ચીત્રકાદીવટી દરેકની ૧-૧ ગોળી દીવસમાં ત્રણ વાર મોળી છાસ સાથે લેવી. લવણ ભાસ્કર ચુર્ણ ૧-૧ ચમચી સવાર-સાંજ લેવું અને સાદો ખોરાક લેવાથી મરડો મટે છે.

(૪)  બાવળની ૧૦૦ ગ્રામ તાજી કુણી શીંગને ૨૫ ગ્રામ ફુલાવેલી ફટકડી સાથે ખરલમાં ખુબ ઘુંટી–લસોટી ચણાના મોટા દાણા જેવડી ગોળી બનાવવી. ૨-૨ ગોળી સવાર-સાંજ લેવાથી ખુબ જુનો આમયુક્ત મરડો મટે છે. (બજારમાં મળતી ફટકડી લાવી, બરાબર ધોઈ, તાવડી-કલાડીમાં ધીમા તાપે ગરમ કરવાથી ઓગળી જશે. પછી સહેજ વધારે ગરમ કરવાથી પાણીનો ભાગ ઉડી જવાથી પતાસુ બની જશે. આ થઈ ફુલાવેલી ફટકડી. ઔષધમાં ફુલાવેલી ફટકડી જ વપરાય છે.) ઉપરાંત અડધી ચમચી કડાછાલનું ચુર્ણ એક કપ તાજા મોળા દહીંમાં મેળવી સવાર-સાંજ ખાવું. તીખી, તળેલી ચીજો, અથાણાં પાપડ અને ઠંડી વાસી ચીજો બંધ કરવી.  આ ઉપચાર સળંગ આઠ દીવસથી વધારે કરવો નહીં.

(૫) ચુનો શુદ્ધ કરી ૨૪ કલાક પાણીમાં પલાળી રાખવો. પછી એ ચુનાનું નીતર્યું પાણી જુદુ પાડવું. આ પાણીમાં સહેજ ગરમ ઘી મેળવી એકાદ ગ્લાસ દીવસમાં બેત્રણ વખત પીવાથી મરડો મટી જાય છે.

(૬) એક ગ્લાસ પાણીમાં ૧ લીંબુનો રસ નીચોવી ધીમે ધીમે પી જવું. દર બે ત્રણ કલાકના અંતરે નીયમીત પીવાથી કોઈ પણ પ્રકારનો મરડો મટી જાય છે.

(૭) એક પાકા લીંબુને ગરમ કરી, રસ કાઢી તેમાં સીંધવ અને ખાંડ મેળવી પીવાથી પીત્તજન્ય મરડો મટે છે.

(૮) કેળાં લીંબુ સાથે ખાવાથી મરડો મટે છે અને ખોરાક જલદી પચે છે.

(૯) દહીંમાં કેળાં મેળવીને ખાવાથી મરડો અને ઝાડા મટે છે.

(૧૦) ગાયનું દુધ અને પાણી સરખે ભાગે લઈ માત્ર દુધ બાકી રહે ત્યાં સુધી ઉકાળી પીવાથી મરડો મટે છે.

(૧૧) જાંબુડીની છાલનો ૨૦ ગ્રામ ઉકાળો મધ મેળવી પીવાથી મરડો મટે છે.

(૧૨) જાંબુના ઠળીયા અને કેરીની ગોટલીનું સમભાગે ચુર્ણ છાસ સાથે ૧-૧ ચમચી સવાર, બપોર, સાંજ લેવાથી પેટની ચુંક તથા જુનો મરડો મટે છે.

(૧૩) તજનું ૧.૫ ગ્રામ ચુર્ણ ગરમ પાણીમાં લેવાથી મરડો મટે છે.

(૧૪) તાજી છાસમાં બીલીનો ગર્ભ મેળવી પીવાથી મરડો મટે છે.

(૧૫) ૫૦૦ મી.લી. પાણીમાં દાડમના ફળની છાલ ૫૦ ગ્રામ અને લવીંગનું અધકચરું ચુર્ણ ૭.૫ ગ્રામ નાખી ઢાંકણ ઢાંકી ૧૫ મીનીટ ઉકાળી ઠંડુ થાય ત્યારે ગાળી દીવસમાં ત્રણ વાર ૨૫-૫૦ ગ્રામ જેટલું પીવાથી નવો અતીસાર અને નવો મરડો દુર થાય છે.

(૧૬) મરીનું બારીક ચુર્ણ મધમાં ચાટી ઉપર છાસ પીવાથી કે એકલી છાસમાં મરીનું ચુર્ણ નાખી પીવાથી મરડો મટે છે.

(૧૭)  માખણ, મધ અને ખડી સાકર ખાવાથી મરડો મટે છે.

(૧૮) મીઠા લીમડાનાં પાન ચાવીને ખાવાથી મરડો મટે છે.

(૧૯) મેથીનો લોટ દહીંમાં કાલવીને ખાવાથી મરડો મટે છે.

(૨૦) મેથીની ભાજીના રસમાં કાળી દ્રાક્ષ મેળવીને પીવાથી મરડો મટે છે.

(૨૧) રોજ ગરમ પાણી સાથે સુંઠ ફાકવાથી કે સુંઠનો ઉકાળો બનાવી રુપીયાભાર એરંડીયું નાખી પીવાથી મરડો મટે છે.

(૨૨) જુના મરડાને સંગ્રહણી કહે છે. એનું ચમત્કારી ઔષધ તે બજારમાં મળતું લવણ ભાસ્કર ચુર્ણ, દરરોજ ૧-૧ ચમચી સવાર, બપોર, સાંજ વરીયાળીના અર્ક સાથે લેવું. ગમે તેવો જુનો અને દુસાધ્ય મરડો પણ મટી જાય છે.

(૨૩) દર ચારેક કલાકે ૧ ચમચો આખી કે ચુર્ણ રુપમાં મેથી પાણી સાથે લેવાથી મરડાની ફરીયાદ ઝડપથી કોઈ પણ જાતની દવા વીના મટી જાય છે.

(૨૪) ઈસબગુલનો પાઉડર દહીં કે છાસ સાથે દીવસમાં બે વાર લેવાથી મરડો મટે છે.

(૨૫) ખસખસ અને સાકરની ફાકી લેવાથી મરડામાં રાહત થાય છે.

(૨૬) કાચી વરીયાળી જેટલી ખાઈ શકાય તેટલી ખુબ ચાવીને દીવસમાં ચાર-પાંચ વાર ખાવાથી મરડો મટે છે.

(૨૭) કડાછાલનું ચુર્ણ દહીંમાં કાલવીને લેવાથી મરડો મટે છે.

(૨૮) ખાવામાં ભાત, દહીં અને સાકર જેટલાં લઈ શકાય તેટલાં લેવાથી અને બીજી વસ્તુઓનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવાથી થોડા દીવસોમાં મરડો મટી જાય છે.

(૨૯) બીલીના કાચા ફળનો ગર, ગોળ અને પઠાણી લોધને સરખા વજને ખાંડી મીશ્રણ કરી એક ચમચી જેટલું તલના તેલમાં સવાર-સાંજ લેવાથી મરડો મટે છે.

(૩૦) રોજ સવારે નરણે કોઠે એક ચમચી હરડે લેવાથી મરડો મટે છે.

જુનો મરડો (૧) વારંવાર મળપ્રવૃત્તીની ઈચ્છા થતી હોય, ચુંક આવીને ચીકાશયુક્ત ઝાડો થતો હોય, જેમાં આમ અને કોઈ વાર કફ અને લોહી પણ હોય તો ફુલાવેલી ફટકડી પા (૧/૪) ચમચી અડધીથી એક ચમચી કડાછાલના ચુર્ણ સાથે મીશ્ર કરી ૧૦થી ૧૫ દીવસ સવાર-સાંજ તાજી મોળી છાસ સાથે લેવાથી ફાયદો થાય છે. સાથે કુટજારીષ્ટ ત્રણથી ચાર ચમચી સવાર-સાંજ પીવો.

(૨) ઈસબગુલ એટલે કે ઓથમીજીરુ સો ગ્રામ, મુગલાઈ બેદાણા સો ગ્રામ અને ખડી સાકર બસો ગ્રામનું ખુબ બારીક ચુર્ણ બનાવી એમાંથી અડધી ચમચી સવારે અને રાત્રે પંદરેક દીવસ લેવાથી જુનો મરડો અને આમયુક્ત ચીકણા ઝાડા મટે છે. જેમને વારંવાર પરમીયો થતો હોય, અચાનક ઝાડા થઈ જતા હોય, પેટમાં ગેસ અને ગડબડ રહ્યા કરતી હોય તેઓ પણ આ ઉપચાર પ્રયોગ કરી શકે.

મનોબળ

ઓક્ટોબર 21, 2010

મનોબળ માલકાંગણીનું બબ્બે ટીપાં તેલ દુધ સાથે લેવાથી મનોબળ વધે છે અને ચીંતા-ડીપ્રેશનથી છુટકારો થાય છે; ઉત્સાહ-તરવરાટ વધે છે. માલકાંગણીનું તેલ બજારમાં બહુ મોંઘું નથી મળતું.