Archive for સપ્ટેમ્બર, 2013

અજમાવાળું પાણી

સપ્ટેમ્બર 30, 2013

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. મારી ‘એક વીનંતી’ પોસ્ટ જોવી. એ માટે

“એક વીનંતી/ગાંડાભાઈ વલ્લભ” લખીને સર્ચ કરવી. જો તમારી પાસે ગુજરાતી લખવાનું કીબૉર્ડ ન હોય તો અવતરણમાંના શબ્દોની કોપી-પેસ્ટ કરો.

અજમાવાળું પાણી  ૧ લીટર પાણીમાં ૧ ચમચી(૮.૫ ગ્રામ) તાજો નવો અજમો નાખી અડધું બળી જાય ત્યાં સુધી ઉકાળી, ઠારી, ગાળી લો. અા પાણી વાયુ અને કફથી થતાં તમામ દર્દોમાં ખાસ લાભપ્રદ છે. એનાથી કફજન્ય હૃદયનું શુળ, પેટમાં વાયુપીડા, અાફરો, પેટનો ગોળો, હેડકી, અરુચી, મંદાગ્ની, બરલનું દર્દ, પેટનાં કરમીયાં, અજીર્ણના ઝાડા, કૉલેરા, શરદી, સળેખમ, બહુમુત્ર, ડાયાબીટીસ જેવાં અનેક દર્દોમાં ખાસ લાભપ્રદ છે. અા પાણી ગરમ ગુણો ધરાવે છે.

પગના વાઢીયા-ચીરા

સપ્ટેમ્બર 29, 2013

ઉપાય તમારા આરોગ્ય નીષ્ણાતની સલાહ લઈને કરવા. આ આપવાનો આશય માત્ર શૈક્ષણીક છે. મારી પોસ્ટ ‘એક વીનંતી’ ખાસ જોવી. સાઈડ બારમાં ‘પૃષ્ઠો’ના હેડીંગ નીચે Indexમાં જોવાથી એ સરળતાથી મળશે.

પગના વાઢીયા-ચીરા

પગમાં ચીરા પડ્યા હોય તો એના કારણ અનુસાર નીચેના ઉપાય કરવા.

(૧) પગમાં ચીરા પડ્યા હોય અને કેમેય મટતા ન હોય તો આ ચીરામાં વડનું દુધ ભરવું.

(૨) શરીરમાં વાયુ વધવાથી અને રુક્ષતાને લઈને પગમાં ચીરા પડે છે. રાળ, ગુગળ, સીંધવ, ગેરુ, ગોળ, ઘી, મીણ અને મધ દરેક ૧૦-૧૦ ગ્રામ લઈ ધીમા તાપે ઉકાળવું. ઠંડુ પડ્યે બરણીમાં ભરી લેવું. સવારે અને રાત્રે ગરમ પાણીથી પગ ધોઈ આ મલમ લગાડી પાટો બાંધી દેવો. પાણીમાં કે કીચડમાં ચાલવું નહીં. બુટ પહેરી રાખવા, વાયુની વૃદ્ધી કરનાર આહાર-વીહારનો ત્યાગ કરવો. ઉપવાસ, એકટાણા, ઉજાગરા કરવા નહીં.

(૩) દીવેલમાં કડવા લીમડાની લીંબોળી નીચોવી, ખુબ હલાવી, એકરસ કરી ચોપડવાથી પગમાં પડેલા ચીરા ઝડપથી મટે છે.

(૪) લીંબુનો રસ, ગુલાબજળ અને દીવેલની એક એક ચમચી લઇ મિકસ કરીને એડી પર રોજ રાતે માલીશ કરો.

(૫) જો એડીઓ વધારે ફાટી ગઇ હોય તો, એક ચમચી ઘી અને મીણ લો. તેને ગરમ કરો. પછી, રૂના પૂમડાં દ્વારા એક-એક ટીપું એડીઓની તિરાડોમાં ટપકાવો. શરૂઆતમાં થોડીક બળતરા થશે. પણ આ અકસીર ઉપાય છે.

(૬) હળદર, તુલસી અને એલોવેરા(કુવારપાઠા)નો લેપ બનાવી એડી પર લગાવવો, બહુ જલદી અસર જોવા મળશે.

(૭) પાકા કેળાને બરાબર મસળી વાઢિયા પડેલ ભાગમાં પંદર મિનીટ મસળવું અને પછી ધોઇ દેવા. કેળામાં રહેલ કેલ્શિયમથી વાઢિયા મટવામાં બહુ મદદ મળે છે.

(૮) દોઢ ચમચી વેસેલિનમાં એક નાની ચમચી બોરિક પાઉડર નાંખીને સારી રીતે મેળવો. અને ચીરા પડેલી પાની ઉપર સારી રીતે લગાવો. થોડા જ દિવસોમાં પાની પરના ચીરા રૂઝાઈ જશે.

(૯) પગમાં ચીરા પડતા હોય તો આઠ ચમચી થોરના દુધમાં બે ચમચી તલનું તેલ અને સહેજ સીંધવ મેળવી ગરમ કરવું. થોરનું દુધ બધું જ બળી જાય અને તેલ બાકી રહે ત્યારે તેલ ગાળીને બાટલીમાં ભરી લેવું. આ તેલ પગના ચીરામાં સવાર સાંજ લગાડતા રહેવાથી થોડા દીવસમાં જ ચીરા મટી જાય છે.

Index

સપ્ટેમ્બર 27, 2013

Index

To see subjects of posts on my blog up to now please click :

Gandabhaivallabh Blog Index 1

 

Loss of Voice and Ciear Throat

સપ્ટેમ્બર 18, 2013

We recommend consulting your health provider to treat any disorder. The purpose of this information is purely educational.

Loss of Voice

To help in loss of voice make small pieces of fresh ginger and put in your mouth. Suck its juice slowly and drink taking time, not in hurry.

Clear Throat

To keep the throat clear from cough so that your voice is as natural as possible, eat onion with cumin seed powder and rock salt. This may also help in getting rid of any harmful bacteria from your belly .

ગાંધીજીની પ્રતીમાનું અનાવરણ

સપ્ટેમ્બર 4, 2013

ગાંધીજીની પ્રતીમાનું અનાવરણ

(વેલીંગ્ટન ભારતીય મંડળના હૉલના પટાંગણમાં ગાંધીજીની પ્રતીમાના અનાવરણ પ્રસંગે)

જે કંઈ સારું વાંચવા-જાણવામાં આવે તેનો પ્રયોગ કરવામાં-જીવનમાં ઉતારવામાં ગાંધીજી બહુ શરુઆતથી જ માનતા. રસ્કીનનું “Unto This Last”  પુસ્તક એમણે વાંચ્યું – જેનો ગુજરાતીમાં ગાંધીજીએ પોતે જ “સર્વોદય” શીર્ષક આપી અનુવાદ કર્યો છે- એનો પ્રયોગ સૌ પ્રથમ દક્ષીણ આફ્રીકામાં ત્યાંની સરકાર સામે અને પછીથી આપણા દેશમાં અંગ્રેજ સરકાર વીરુદ્ધ વીશાળ પાયા પર ગાંધીજીએ કર્યો. ભારત પર જ્યારે અંગ્રેજી શાસન હતું ત્યારે કહેવાય છે કે અંગ્રેજી શાસન દુનીયાના એટલા બધા દેશો પર છવાયેલું હતું કે એના પર કદી સુર્યાસ્ત થતો નહીં. આવી બળવાન સત્તાને બળ વાપરીને પરાજીત કરી ન શકાય. પરંતુ ગાંધીજીએ તો ” દેદી હમેં આઝાદી બીના ખડગ બીના ઢાલ” દુનીયાના ઈતીહાસમાં સૌ પ્રથમ વાર યુદ્ધ વીના એક વીદેશી શાસનનો અંત આવ્યો. છતાં એમાં કોઈનો જય કે પરાજય ન હતો. ગાંધીજીની એ ખુબી હતી.

 

ગાંધીજીએ જીવનનાં લગભગ બધાં જ પાસાંને આવરી લીધાં છે. ટુંકા સમયમાં એ બધાંનો ઉલ્લેખ પણ ન થઈ  શકે, આથી અહીંના સમાજને અને આજના સમયને ધ્યાનમાં રાખી માત્ર બેત્રણ વાતોનો ઉલ્લેખ કરવા ધારું છું.

 

ગાંધીજીએ આધુનીક સમયમાં રાજકારણમાં ધર્મ દાખલ કર્યો- આજે એથી વીપરીત ધર્મમાં રાજકારણ જોવા મળે છે. અંગ્રજી શાસન સામે ગાંધીજીએ ઝુંબેશ ઉપાડી પણ અંગ્રેજો પ્રત્યે કોઈ દ્વેષ-દુશ્માનાવટની ભાવના ન હતી. ગાંધીજી તો ગીતામાં શ્રી કૃષ્ણે વર્ણવેલ એક નીષ્કામ કર્મયોગી હતા. નીષ્કામ સેવાનું એમણે જે ઉદાહરણ પુરું પાડ્યું તે અજોડ છે. ચીનને માઓત્સે તુંગે રાજાશાહીથી મુકત કર્યું, અને પોતે જ પ્રમુખના સિંહાસને બેસી ગયા. ચીનને ખુબ સમૃદ્ધ અને બળવાન પણ એમણે કર્યું, છતાં આજે તેઓ લગભગ ભૂલાઈ ગયા છે. પરંતુ ગાંધીજીએ ભારતને આઝાદી અપાવ્યા બાદ કદી કોઈ હોદ્દાની અપેક્ષા રાખી ન હતી. એટલું જ નહીં એમણે તો આઝાદીની ચળવળમાં સક્રીય ભાગ લેનાર કોંગ્રેસને પણ એક રાજકીય પક્ષ તરીકે ચાલુ ન રાખતાં સેવા-સંસ્થામાં પરીવર્તીત કરી દેવાનો આગ્રહ રાખ્યો હતો. જો કે સ્વાર્થી કોંગ્રેસીઓએ ગાંધીજીની એ વાત સ્વીકારી નહીં અને એનો અંજામ આજે કેવા ભ્રષ્ટાચારમાં આવ્યો છે તે સહુ જોઈ શકે છે. ગાંધીજીની નીષ્કામ સેવાને કારણે આજે પણ તેઓ લોકોની સ્મૃતીમાં જીવંત છે. પરંતુ દુઃખની વાત છે કે ગાંધીજીની આ શુદ્ધ સેવા-ભાવના આજે બહુ જ વીરલ બની ગઈ છે.

 

ગાંધીજીનું બીજું મહત્ત્વનું પ્રદાન અસ્પૃશ્યતા નીવારણ. સાબરમતી આશ્રમમાં એમણે એક હરીજન કુટુમ્બને લાવીને વસાવેલું. ગાંધીજીએ કહ્યું હતું કે અસ્પૃશ્યતા એ હીન્દુ ધર્મનું કલંક છે. છતાં આજે પણ ઉત્તર ભારતમાં હરીજનોને જીવતા સળગાવી દેવામાં આવે ત્યાં સુધીનો જુલમ થાય છે. નાત-જાતના ભેદભાવ ધર્મના નામે ચલાવવામાં આવે છે, જે ખરેખર ધર્મ નથી પણ અધર્મ છે.

 

આઝાદી મળ્યા પછી કોંગ્રેસને એક રાજકીય પક્ષ તરીકે વીસર્જીત કરી દઈ એને સમાજ-સેવાની સંસ્થામાં બદલી નાખવાનું ગાંધીજીએ કહેલું તે આ પહેલાં મેં કહ્યુ. જો આ રીતે તે સમયના  બધા જ કોંગ્રેસીઓ સત્તા પાછળ ન પડતાં સેવામાં પડ્યા હોત તો કદાચ દેશની તાસીર આજે જુદી હોત. વીનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણ જેવા બહુ જ ઓછા સેવકો ગાંધી ચીંધ્યા માર્ગે ગયા, જે સંખ્યા સાવ નજીવી હોવાથી બહુ અસરકારક ન થઈ શકી, અને તેથી જ કદાચ આજે રાજકારણ સાવ ભ્રષ્ટ થઈ ગયું છે.

 

આપણા ભારતીય મંડળના ભવનના પ્રવેશ દ્વાર આગળ ગાંધીજીની આ સુંદર પ્રતીમા આપણને બધાને એમની નીસ્વાર્થ સેવા-ભાવનાની યાદ અપાવતી રહે એવી અભ્યર્થના.