Archive for જૂન, 2015

યોગાસન – પુસ્તકાકારે

જૂન 30, 2015

યોગાસન – પુસ્તકાકારે

કેટલાંક યોગાસનો જે મેં અત્યાર સુધી વર્ણવ્યાં છે તેને પુસ્તક રુપે જોવા માટે ક્લીક કરો: Yogasan

મકરાસન

જૂન 27, 2015

મકરાસન

મયુરાસન પછી આરામ કરવા માટેનું આ આસન છે. જેમ મગર નદી કે તળાવના કીનારે આરામથી પડી રહે છે, તેમ મગરની જેમ ઉંધા પડી રહેવું તે મકરાસન. કોઈ પણ સમયે આરામ કરવા માટે આ આસન કરી શકાય. મયુરાસન પછી તો આ આસન ખાસ કરવું જ જોઈએ. એનાથી શરીરનો થાક ઉતરી જાય છે.

જમીન પર પગ લાંબા કરીને ઉંધા સુઈ જાઓ. હાથ લાંબા કરીને પંજાનાં આંગળાં એકબીજાંને અડેલાં રાખો. હથેળી જમીનને ચોંટાડેલી રાખવી. શ્વાસોચ્છ્વાસ બને તેટલો ધીમો રાખો, એની મેળે થવા દો. એના માત્ર સાક્ષી બની રહો. સઘન રીતે શ્વાસ લેવાનો કે બહાર કાઢવાનો પ્રયાસ ન કરવો.

વધુ આરામ કરવો હોય તો આ પછી પહેલાં બતાવ્યું છે તેમ શવાસન પણ કરી શકાય. હું મકરાસન પછી શવાસન પણ કરું છું.

મયુરાસન

જૂન 22, 2015

મયુરાસન

36.Mayurasan

?????????????

આ આસન પુરેપુરું સીદ્ધ થતાં શરીરનો દેખાવ મોર (મયુર) જેવો થાય છે. આ આસન સાધવું થોડું મુશ્કેલ છે. જે લોકો શરુઆત કરતા હોય તેઓ મયુરાસન પહેલાં હંસાસન કરે જે થોડું સરળ છે. કેમકે હંસાસનમાં પગની આંગળીઓ જમીનને અડકાવેલી જ રાખવાની હોય છે, આથી એમાં ગબડી પડવાનો ડર થોડો ઓછો છે.

પાથરણા પર બંને પગ ઢીંચણમાંથી વાળી એડી પર ઉભડક બેસો. બંને હાથના પંજા આંગળાં પગની દીશામાં રાખી જમીન પર ગોઠવો. ધીમે ધીમે બંને પગ પાછળ લંબાવો. બંને કોણી દુંટીની બંને બાજુએ ગોઠવો. હવે કોણી ઉપર તોળાઈ રહે એ રીતે હાથના જોર પર બંને પગ અડેલા રાખી આખા શરીરને ઉંચકો. આ વખતે બેલેન્સ જાળવવાની કાળજી રાખવી. પહેલાં ઉપર કહ્યું તેમ પગનાં આંગળાં જમીનને અડકાવેલાં રાખવાં તેમજ જરુર લાગે તો માથાને પણ જમીનને અડેલું રાખી શકાય અને બેલેન્સ કઈ રીતે જળવાય છે તેનો અણસાર લેતાં લેતાં શરીરને અધ્ધર કરવાનો પ્રયત્ન કરવો. આખું શરીર જમીનને સમાંતર થાય એટલે આસન સીદ્ધ થયું ગણાય. શરુઆતમાં આ આસન બહુ ટુંકા સમય સુધી રાખી શકાશે. મહાવરો વધતાં સમય લંબાવી શકાય. હું માત્ર અડધી મીનીટ સુધી જ આ આસન કરું છું.

મયુરાસનથી પેટની અંદરના અવયવોને કસરત મળે છે અને તેનું સ્વાસ્થ્ય સુધરે છે. જેમ કે બરોળ, યકૃત, સ્વાદુપીંડ, આંતરડાં વગેરે. આથી પાચનક્રીયા સુધરે છે. ડાયાબીટીસમાં લાભ થાય છે. ગોળો મટે છે. એક માન્યતા પ્રમાણે ગમે તેવો ભારે ખોરાક ખાધો હોય તે પણ મયુરાસન કરવાથી પચી જાય છે, પણ એનો અર્થ એવો નથી કે ખુબ ભારે ખોરાક ખાઈને મયુરાસન વડે પચાવવાનો પ્રયત્ન કરવો. એમ કરવાથી લાભને બદલે નુકસાન થવાની શક્યતા છે.

પશ્ચીમોત્તાનાસન

જૂન 15, 2015

પશ્ચીમોત્તાનાસન

35.Pashchimottanasan

પશ્ચીમ એટલે પાછળ. આ આસનમાં પાછળના એટલે કે પીઠના સ્નાયુઓને કસરત મળે છે.

બંને પગ સાથે રાખી લાંબા કરીને કમર સીધી રાખીને પથારી પર બેસો. એડી સુધીના આખા પગ જમીનને અડેલા રહેવા જોઈએ. કમરમાંથી વાંકા વળી જમણા પગનો અંગુઠો જમણા હાથના અંગુઠા અને દર્શક આંગળી વડે અને ડાબા પગનો અંગુઠો ડાબા હાથના અંગુઠા અને દર્શક આંગળી વડે પકડવો. અંગુઠાઓને ખેંચો અને શ્વાસ છોડતાં છોડતાં વાંકા વળીને નાક-મોં બંને પગની વચ્ચે લઈ જવાનો પ્રયત્ન કરો. એ સાથે છાતી જાંઘને અડશે. બની શકે તો બંને કોણી જમીનને અડકાડી રાખવી. સાથે સાથે ગુદા અને અંડકોશને અંદર ખેંચવાં (મુલબંધ) તથા પેટને અંદરની તરફ ખેંચો (ઉડ્ડીયાન બંધ). જો પેટ મોટું હોય તો શરુઆતમાં કોણી અડકાડી રાખવામાં અને મુલબંધ અને ઉડ્ડીયાન બંધ સાધવામાં મુશ્કેલી પડી શકે. પરંતુ સતત અને નીયમીત ખંતથી પ્રયત્ન ચાલુ રાખતાં આસન સીદ્ધ થઈ શકે. જેમને મુશ્કેલી હોય તેમણે શરુઆતમાં પગની ઘુંટીને અડવું. એ પણ ન બની શકે તો ઢીંચણ અને જાંઘને અડકીને ધીમે ધીમે આગળ વધવું.

આસન બરાબર સીદ્ધ થયા પછી દસ સેકન્ડથી શરુ કરી એક મીનીટ સુધી રાખી શકાય. અથવા બાહ્ય કુંભક જ્યાં સુધી રાખી શકો ત્યાં સુધી આસન રાખી છોડી દેવું અને ફરથી સંપુર્ણ આસન કરવું. એ રીતે જેટલાં આવર્તન જરુરી લાગે તેટલાં કરવાં. એનો આધાર તમે કેટલાં આસનો કરો છો કે કેટલો સમય આસનો પાછળ આપવાની શારીરીક શક્તી, અનુકુળતા કે આસનો કર્યા પછી કેવી તાજગી તમે અનુભવી શકો એ બધાં પર રહે છે. એટલે કે તમારે તમારી જાતે એ નક્કી કરવું જોઈએ. જેમને કબજીયાત રહેતી હોય તેમણે આ આસન લાંબા સમય સુધી ન કરવું.

પશ્ચીમોત્તાનાસનના લાભો

  1. પેટ વધી ગયેલું હોય તો તે સપ્રમાણ બને છે.
  2. કમરના સ્નાયુ મજબુત થાય છે આથી કમરનો દુખાવો મટે છે તથા ચરબી ઘટે છે.
  3. યકૃતને કસરત મળવાથી પીત્તરસ પુરતા પ્રમાણમાં પેદા થાય છે, આથી પાચનક્રીયા સુધરે અને વજન વધી શકે.
  4. જ્ઞાનતંતુ અને કરોડરજ્જુને કસરત મળવાથી એ તંદુરસ્ત બને છે.
  5. વીર્યસ્તંભનમાં લાભ થાય છે.

 

હસ્તપાદાસન

જૂન 12, 2015

     33.Hastpadasan 1      34.Hastpadasan 2

હસ્તપાદાસન

પથારી પર બંને પગ લાંબા કરીને કમર સીધી રાખી બેસો. ડાબો પગ સીધો રાખી જમણો પગ ઘુંટણમાંથી વાળી શીવની નાડી (અંડકોશ અને ગુદાની વચ્ચેનો ભાગ જેને વીર્યનાડી પણ કહે છે) પર એની એડી રાખો. જમણા પગનું તળીયું ડાબા પગની જાંઘ પર બરાબર દબાવીને રાખવું. આથી શીવની નાડી પર રાખેલી એડી આમતેમ ખસી જશે નહીં, અને એના પર પુરેપુરું દબાણ આવી શકશે. સીધા રાખેલા ડાબા પગના અંગુઠાને બંને હાથ વડે પકડી શ્વાસ બહાર કાઢતા જઈ કેડમાંથી ધીમે ધીમે વાંકા વળો અને માથું ઢીંચણને અડાડવાનો પ્રયાસ કરો. એ વખતે શ્વાસ બને તેટલો વધારેમાં વધારે બહાર કાઢી નાખવો (બાહ્ય કુંભક કરવો). ગુદાને સંકોચી અંડકોશને પેટ તરફ ઉપર ખેંચો (મુલબંધ) અને પેટને પણ સંકોચી ઉપર તરફ ખેંચવું (ઉડ્ડીયાન બંધ). જ્યાં સુધી બાહ્ય કુંભક કરી શકો ત્યાં સુધી આ આસન રાખવું. પણ જો આસન વધુ સમય રાખવું હોય તો આ બંને બંધ છોડી દઈ ધીમે ધીમે શ્વાસ લઈ છોડી દઈને ફરીથી બાહ્ય કુંભક તેમજ બંને બંધ પણ કરવા અને આસન લંબાવી શકાય.

એ જ રીતે જમણો પગ સીધો રાખી ડાબો પગ વાળીને પણ આ આસન કરવું. લાંબો રાખેલો પગ જમીનથી અધ્ધર થવો ન જોઈએ. આ આસનનો પુરો લાભ મેળવવા માટે બંને તરફથી એ કરવું જોઈએ. લાંબો કરેલો પગ જમીનને પુરેપુરો અડેલો, ચોંટેલો રહેવો જોઈએ. જમીનથી અધ્ધર થવો ન જોઈએ.

શરુઆતમાં આ આસન કદાચ મુશ્કેલ લાગશે અને ઘુંટણને નાક અડાડવાની વાત તો દૂર રહી, પગના અંગુઠા પણ કદાચ પકડી ન શકાય એમ બની શકે, જો પેટ વધુ પડતું મોટું હોય તો. પણ મહાવરો ચાલુ રાખતાં આસન સીદ્ધ કરી શકાય.

આ આસનથી પેટની ચરબી ઘટે છે. કમરના તથા પગના દુખાવામાં ફેર પડે છે. પુરુષાતન ગ્રંથી (પ્રોસ્ટેટ)ની વૃદ્ધીમાં લાભ થાય છે. હર્નીયાની કે હરસ-મસાની શરુઆત હોય તો કદાચ ફેર પડી શકે. જો મુલબંધ અને ઉડ્ડીયાન બંધ યોગ્ય રીતે કરવામાં આવે તો આંતરડાની મજબુતાઈ વધતાં પાચનશક્તી સતેજ થાય અને ભુખ ઉઘડે છે. સ્વપ્નદોષ અને શીઘ્રપતન જેવા વીર્ય સંબંધી વીકારો પણ દુર થઈ શકે.

યોગમુદ્રાસન

જૂન 8, 2015

યોગમુદ્રાસન

32.Yog Mudrasan

પદ્માસનમાં બેસો. બંને પગની એડી નાભીની બંને બાજુ પેટને દબાવીને રાખવી. બંને હાથ પીઠ પાછળ લઈ જઈ ડાબા હાથ વડે જમણા હાથનું કાંડું પકડવું. હવે શ્વાસ બહાર કાઢતાં કાઢતાં કમરમાંથી આગળ વાંકા વળતા જવું, પણ એમ કરતાં પગ કે બઠક પરથી સહેજ પણ ઉંચા થવું નહીં. એટલે કે બેઠકથી જમીનને ચુસ્ત રીતે ચોંટેલા રહેવું. એ રીતે વાંકા વળીને લલાટ અને નાક જમીનને અડાડવાં. શરુઆતમાં ન અડે તો જેટલા વાંકા વળી શકાય તેટલા વળવું. ધીમે ધીમે મહાવરો વધતાં નાક અને કપાળ જમીનને અડકાડી શકાશે. પણ વધુ પડતું બળ કરીને પહેલા જ પ્રયત્ને અડકાડી દેવાની જીદ કરવી નહીં.

જેમનું પેટ લચી પડ્યું હોય, પેટના સ્નાયુઓ ઢીલા પડી ગયા હોય કે પેટ ઘણું વધી ગયું હોય એમણે વધુ ફાયદો મેળવવા હાથ પાછળ લઈ જવાને બદલે પગની એડીઓ ઉપર રાખીને આગળ નમી જમીનને નાક-કપાળ અડાડવાં. આથી પેડુના ભાગ પર વધારે દબાણ આવવાને લીધે પેટના સ્નાયુઓને વધુ કસરત મળશે. આ આસનમાં એકી સાથે લાંબો સમય રહેવા કરતાં એને વધુ વખત કરવાથી વધુ લાભ થાય છે.

આ આસનમાં પેટના સ્નાયુઓને કસરત મળતી હોવાથી કબજીયાત મટે છે. જઠરાગ્ની સતેજ થાય છે, આથી પાચનક્રીયામાં લાભ થાય છે. સ્વાદુપીંડ સક્રીય થવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે. બ્રહ્મચર્યપાલનમાં પણ એ સહાય કરે છે.

યોગમુદ્રાસન

જૂન 8, 2015

આજે મારી નજર મારા બ્લોગમાં કેટલીક પોસ્ટના ડ્રાફ્ટ પ્રકાશીત કર્યા વીનાના રહી ગયેલા તેના પર પડી. આ સાથે આવા ૨૭ ડ્રાફ્ટ છે તે સમય મળ્યે પ્રકાશીત કરવાનું શરુ કરું છું.

યોગમુદ્રાસન32.Yog Mudrasan

પદ્માસનમાં બેસો. બંને પગની એડી નાભીની બંને બાજુ પેટને દબાવીને રાખવી. બંને હાથ પીઠ પાછળ લઈ જઈ ડાબા હાથ વડે જમણા હાથનું કાંડું પકડવું. હવે શ્વાસ બહાર કાઢતાં કાઢતાં કમરમાંથી આગળ વાંકા વળતા જવું, પણ એમ કરતાં પગ કે બઠક પરથી સહેજ પણ ઉંચા થવું નહીં. એટલે કે બેઠકથી જમીનને ચુસ્ત રીતે ચોંટેલા રહેવું. એ રીતે વાંકા વળીને લલાટ અને નાક જમીનને અડાડવાં. શરુઆતમાં ન અડે તો જેટલા વાંકા વળી શકાય તેટલા વળવું. ધીમે ધીમે મહાવરો વધતાં નાક અને કપાળ જમીનને અડકાડી શકાશે. પણ વધુ પડતું બળ કરીને પહેલા જ પ્રયત્ને અડકાડી દેવાની જીદ કરવી નહીં.

જેમનું પેટ લચી પડ્યું હોય, પેટના સ્નાયુઓ ઢીલા પડી ગયા હોય કે પેટ ઘણું વધી ગયું હોય એમણે વધુ ફાયદો મેળવવા હાથ પાછળ લઈ જવાને બદલે પગની એડીઓ ઉપર રાખીને આગળ નમી જમીનને નાક-કપાળ અડાડવાં. આથી પેડુના ભાગ પર વધારે દબાણ આવવાને લીધે પેટના સ્નાયુઓને વધુ કસરત મળશે. આ આસનમાં એકી સાથે લાંબો સમય રહેવા કરતાં એને વધુ વખત કરવાથી વધુ લાભ થાય છે.

આ આસનમાં પેટના સ્નાયુઓને કસરત મળતી હોવાથી કબજીયાત મટે છે. જઠરાગ્ની સતેજ થાય છે, આથી પાચનક્રીયામાં લાભ થાય છે. સ્વાદુપીંડ સક્રીય થવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે. બ્રહ્મચર્યપાલનમાં પણ એ સહાય કરે છે.

હું – છોગા વગરની માણસ

જૂન 6, 2015

‘અભીવ્યક્તી’

–મહાશ્વેતા જાની

કુટુમ્બ દ્વારા કોઈ ધર્મ કે સમ્પ્રદાય મને વીરાસતમાં મળ્યો નથી; કારણ કે મારાં મમ્મી – પપ્પાની સાથે સાથે દાદા અને નાના પણ નાસ્તીક. બાળપણથી મેં ક્યારેય મારા ઘરમાં કોઈ વીધી–વીધાનો નથી જોયાં. અને મારો ઉછેર પણ એકદમ મલ્ટી કલ્ચરલ વાતાવરણમાં થયો. પડોશમાં ખ્રીસ્તી, પારસી, બંગાળી, સીદી, મુસ્લીમ કુટુમ્બો રહેતાં. મને મારા મીત્રો સાથે ગુજરાત કૉલેજ પાસે આવેલા ચર્ચમાં જવા મળતું તો બીજી તરફ મારાં મમ્મી ઑફીસ જાય ત્યારે મારી સંભાળ રાખતાં આયશાબહેન સાથે દરગાહ ઉપર પણ જવા મળતું. વર્ષો સુધી મમ્મી–પપ્પા સાથે સીદી સૈયદની જાળીની પાળ ઉપર બેસીને તાજીયાનાં જુલુસ જોયાં છે. નવરાત્રી દરમીયાન માતાજીના ગરબા તો ગાયા જ છે; પણ સાથે–સાથે નાતાલમાં ઈસુ ખ્રીસ્તના ગરબા પણ ગાયા છે. બન્ને ગરબાઓમાં ટ્યુન તો એક જ હોય એટલે મને ક્યારેય એમાં ખાસ કંઈ ભેદ લાગતો નહીં. અમારા ઘરમાં ક્યારેય નોનવેજ બન્યું નથી; પણ મારા મીત્રોના કારણે 4–5 વર્ષની ઉંમરથી જ હું માછલી–ચીકન ખાતી થઈ ગઈ. હું જ્યારે સ્કુલમાં આના…

View original post 903 more words

અર્ધમત્સ્યેન્દ્રાસન

જૂન 2, 2015

અર્ધમત્સ્યેન્દ્રાસન

30Matsyendrasan 1 31.Matsyendrasan2

મત્સ્યેન્દ્રનાથ નામના મહાન યોગીએ આ આસન સીદ્ધ કર્યું હતું, આથી એનું નામ આ આસનને આપવામાં આવ્યું છે. જો કે પુર્ણ મત્સ્યેન્દ્રાસન સીદ્ધ કરવું ઘણું મુશ્કેલ હોઈ અર્ધ મત્સ્યેન્દ્રાસન જે કંઈક સરળ હોવાથી એની જ વાત આપણે કરીશું. આમ તો આ આસન પણ એટલું બધું સરળ તો નથી.

ગૌમુખાસનની જેમ જ આ આસનમાં પણ શરુઆતમાં પગ લાંબા કરી સીધા ટટાર બેસો. જમણો પગ પુરેપુરો વાળીને એની એડી ડાબો પગ જરા ઉંચો કરીને એને અડીને અંડકોશની નીચે જેને શીવની નાડી કે વીર્યનાડી કહે છે ત્યાં મુકો. જમણા પગનું તળીયું ડાબા પગની જાંઘને અડેલું રહેશે. ડાબા પગને હજુ વધારે વાળી જમણા સાથળને અડકાવવો. ડાબા પગના ઢીંચણ પર જમણા હાથની બગલનો ભાગ મુકી ડાબી તરફ વળી જમણા હાથથી પગ પકડો. જે દીશામાં શરીર વાળીએ તે તરફ માથું પણ વાળવું અને આળસ મરડીએ એ રીતે શરીર જેટલું વધારેમાં વધારે વાળી શકો તેટલું ધીમે ધીમે વાળવું, અને ખભાની સમરેખામાં લાવવાનો પ્રયત્ન કરવો. પણ એમ કરતી વખતે શરીરને બીલકુલ ઝટકો ન મારવો. આ આસનનો હેતુ કરોડ વાળવાનો છે. એ જ રીતે જમણી તરફ વળીને એટલે કે ડાબો પગ વાળીને એની એડી જમણા પગની જાંઘને અડકાડીને પણ આ આસન કરવું. બંને તરફ આ આસન એક એક મીનીટ રાખી શકાય.

આ આસનથી પેટની તકલીફમાં લાભ થાય છે અને આંતરડાં મજબુત બને છે. આથી જુની કબજીયાત મટે છે. કમરની લચકમાં સુધારો થાય છે. સ્વપ્નદોષ દુર કરવામાં તથા બ્રહ્મચર્યના પાલનમાં પણ આ આસન લાભકર્તા ગણાય છે.