Archive for જૂન, 2019

આરોગ્ય ટુચકા 326. સુવાદાણા

જૂન 30, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
આરોગ્ય ટુચકા 326. સુવાદાણા: જઠરાગ્ની પ્રબળ કરવા ઈચ્છનારે ઘી સાથે, રુપની ઈચ્છા રાખનારે મધ સાથે, બળ પ્રાપ્તીની કામનાવાળાએ સાકર અને ઘી અથવા તો તલના તેલ સાથે અને જેમની બરોળ વધી ગઈ હોય તેઓ સરસીયા તેલ સાથે સુવાદાણાનો ઉપયોગ કરે તો તેમને ફાયદો થઈ શકે.

આરોગ્ય ટુચકા 325. કફનો એક ઉપાય

જૂન 20, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 325. કફનો એક ઉપાય: ઉધરસ અને કફ દુર કરવાનો એક સરળ ઈલાજ ભાઈ શ્રી પીયુષભાઈના એક અંગ્રેજી વીડીઓ પરથી મળ્યો છે. ડુંગળીની બને તેટલી પાતળી સ્લાઈસ કરીને અનુકુળ ઢાંકળ સહીતની બોટલ કે ડબ્બામાં પાતળો થર કરો. એના પર ખાંડનો થર કરો. આ રીતે થર પર થર કરીને ઢાંકી દો અને રાતભર રહેવા દો. સવારે એ ખાંડ ડુંગળીના રસને ખેંચીને એમાં ઓગળી જઈ મધ જેવું અને મધ જેવા રંગનું સીરપ બની જશે. નાની ચમચી સીરપ દર ત્રણ કલાકે લેવાથી કફ દુર થશે અને ઉધરસ મટી જશે. જો કે ખાંડ અને/અથવા ડુંગળી જેને અનુકુળ હોય તે જ આ પ્રયોગ કરી શકે. મેં આજે એ કરી જોયો અને માત્ર એક જ દીવસમાં પણ ઘણું સારું અનુકુળ પરીણામ મેં અનુભવ્યું છે.

આરોગ્ય ટુચકા 324. કાળાં મરી

જૂન 18, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 324. કાળાં મરી: કાળાં મરીમાં એન્ટીઑક્સીડન્ટ, સોજા અને ચેપવીરોધી ગુણો તો છે જ, પણ એ ઉપરાંત એ આપણી રોગપ્રતીકારક શક્તીમાં પણ વધારો કરે છે. સુંઠ કે આદુ સાથે મરી લેવાથી એના પોષકગુણોમાં વૃદ્ધી થાય છે. અને પાચનશક્તીમાં વધારો થાય છે, ઉપરાંત શરીરમાંથી નકામા હાનીકારક કચરાનો નીકાલ થાય છે. મરી ગરમ હોવાથી પીત્ત પ્રકૃતી હોય તો એનું પ્રમાણ પોતાની અનુકુળતા મુજબ ઓછું રાખવું.

આરોગ્ય ટુચકા 323. હળદર

જૂન 10, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 323.  હળદર: હળદરમાં સ્વાસ્થ્યને લાભકારી ઘણાં તત્ત્વો રહેલાં છે. એમાં રહેલું કર્ક્યુમીન નામનું રસાયણ એન્ટીઑક્સીડન્ટ તથા સોજા અને ચેપવીરોધી ગુણ ધરાવે છે. એનાથી આપણી રોગપ્રતીકારક શક્તીમાં ઘણો સારો વધારો થાય છે. એનો વધુ લાભ મેળવવા માટે હળદરવાળું દુધ પીવું જોઈએ. જો દુધ અનુકુળ ન હોય તો પાણી સાથે પણ લઈ શકાય. પાણીમાં પોતાને અનુકુળ પ્રમાણમાં હળદર અને સહેજ મરીનું ચુર્ણ નાખી ઉકાળીને ડંઠું કરી પીવાથી હળદરના ગુણોનો વધુ લાભ મળે છે.

આરોગ્ય ટુચકા 322.  પેટની ચુક, શુળ અને આફરો

જૂન 3, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 322.  પેટની ચુક, શુળ અને આફરો: હીંગ, પીપર, અજમો, બોડી અજમો, સંચળ, સુંઠ અને મરી આ દરેક ઔષધ દસ દસ ગ્રામ લેવાં, અને શાહજીરુ ૧૫ ગ્રામ લઈ તેનું ચુર્ણ બનાવવું. પાણી સાથે આ ચુર્ણ લેવાથી પેટમાં ચુંક આવતી હોય તે મટે છે. ઉપરાંત પેટનો આફરો પણ એનાથી મટે છે. આ ચુર્ણ અજીર્ણ અને ઉલટીમાં તથા પેટના શુળમાં ઘણો સારો ફાયદો કરે છે. આ બધાં ઔષધો ગરમ છે, આથી પીત્ત પ્રકૃતીમાં પોતાને અનુકુળ છે કે નહીં તેની ખાતરી કરી લેવી. અનુકુળતા મુજબ ઔષધોનું પ્રમાણ બદલી શકાય.