Archive for ફેબ્રુવારી, 2021

આરોગ્ય ટુચકા 389. આધાશીશીના ચાર ઈલાજ

ફેબ્રુવારી 28, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 389. આધાશીશીના ચાર ઈલાજ : ( 1) તમાકુમાં પાણી મેળવી કપડાથી ગાળી તેનાં બે ટીપાં નાકમાં નાખવાથી અને તાળવા ઉપર તેનું થોડું પાણી ચોળવાથી આધાશીશી મટે છે. ( 2) દ્રાક્ષ અને ધાણા ઠંડા પાણીમાં પલાળી રાખી, મસળી, ગાળી પીવાથી આધાશીશી મટે છે. (3) વાવડીંગ અને કાળા તલનું ચુર્ણ સુંઘવાથી આધાશીશી મટે છે. (4) સવારે ગરમ જલેબી કે માલપુડા ખાવાથી આધાશીશી ચડતી નથી.

આરોગ્ય ટુચકા 388. શક્તી માટેના ત્રણ ઉપાયો

ફેબ્રુવારી 26, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 388. શક્તી માટેના ત્રણ ઉપાયો : ( 1) ચણાના લોટનો મગજ, મોહનથાળ અથવા મૈસુર બનાવી રોજ પાચનશક્તીને અનુકુળ પ્રમાણમાં ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દુર થાય છે અને શક્તી આવે છે. ( 2) ફણગાવેલા ચણા સવારે ખુબ ચાવીને પાચન શક્તી મુજબ ખાવાથી શરીર બળવાન અને પુષ્ટ બને છે. (3) ઉમરાની છાલનો ઉકાળો પીવાથી લોહીની ઓછપ અને શરીરનું દુબળાપણું મટે છે.

આરોગ્ય ટુચકા 387. અરુચી મટાડવાના સાત ઈલાજ

ફેબ્રુવારી 24, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 387. અરુચી મટાડવાના સાત ઈલાજ : ( 1) લીંબુની બે ફાડ કરી તેની ઉપર સુંઠ, કાળાં મરી અને જીરુનું ચુર્ણ તથા સીંધવ મેળવીને થોડું ગરમ કરી ચુસવાથી અરુચી મટે છે. ( 2) લીંબુનું શરબત પીવાથી અરુચી મટે છે. (3) તાજો ફુદીનો, ખારેક, મરી, સીંધવ, હીંગ, કાળી દ્રાક્ષ અને જીરુની ચટણી બનાવી તેમાં લીંબુનો રસ નીચોવી ખાવાથી મોંમાં રુચી પેદા થાય છે. (4)  10- 10 ગ્રામ આદુના અને લીંબુના રસમાં  1.5 ગ્રામ સીંધવ મેળવી સવારે પીવાથી અરુચી મટે છે. (5) દાડમનો રસ, સીંધવ અને મધ એકત્ર કરી ચાટવાથી અરુચી મટે છે. (6) ધાણા, જીરુ, મરી, ફુદીનો, સીંધવ અને દ્રાક્ષને લીંબુના રસમાં પીસી બનાવેલી ચટણી ભોજન સાથે લેવાથી અરુચી મટે છે. (7) ધાણા, એલચી અને મરીનું ચુર્ણ ઘી અને સાકર સાથે લેવાથી અરુચી મટે છે.

આરોગ્ય ટુચકા 386. ઉંઘ માટેના સાત સરળ નુસખા

ફેબ્રુવારી 23, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 386. ઉંઘ માટેના સાત સરળ નુસખા : ( 1) દહીંમાં બનાવેલું ડુંગળીનું કચુંબર રાત્રીના ભોજન સાથે ખાવાથી સારી ઉંઘ આવે છે. ( 2) ભેંસના દુધમાં અશ્વગંધાનું ચુર્ણ મેળવી પીવાથી અનીદ્રાનો રોગ મટે છે. (3) એરંડના કુમળા અંકુરને વાટી થોડું દુધ ઉમેરી કપાળે (માથા પર) અને કાન પાસે ચોપડવાથી સુખપુર્વક ઉંઘ આવે છે. (4) અશ્વગંધારીષ્ટ અને દ્રાક્ષાસવ રોજ રાત્રે ચાર-ચાર ચમચી મીશ્ર કરીને જમ્યા પછી પીવાથી સારી ઉંઘ આવે છે. (5) અળસીનું તેલ અને દીવેલ(એરંડાનું તેલ) સરખા ભાગે મીક્સ કરી કાંસાના પાત્રમાં ખલીને તેનું અંજન કરવાથી ખુબ સારી ઉંઘ આવે છે. (6) રાત્રે એક ચમચી મધ પાણી સાથે લેવાથી સારી ઉંઘ આવે છે. (7) શેરડીના રસમાં થોડું ગંઠોડાનું ચુર્ણ નાખી પીવાથી ઉંઘ આવે છે.

આરોગ્ય ટુચકા 385. મંદાગ્ની, ભુખ અને અજીર્ણના 6 ઉપાયો

ફેબ્રુવારી 22, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 385. મંદાગ્ની, ભુખ અને અજીર્ણના 6 ઉપાયો : ( 1) હરડે અને સુંઠનું ચુર્ણ સવારે ખાલી પેટે લેવાથી મંદાગ્નીમાં લાભ થાય છે. ( 2) લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરુચી અને મંદાગ્ની મટે છે. (3) લસણની ચટણી ખાવાથી ભુખ ઉઘડે છે. (4) ફુદીનો, તુલસી, મરી અને આદુનો ઉકાળો પીવાથી વાયુ દુર થઈ ભુખ લાગે છે. (5) ચીત્રક, અજમો, સીંધવ અને મરીના સમભાગે બનાવેલા ચુર્ણનું સેવન કરવાથી અજીર્ણ મટે છે. (6) વરીયાળીનો અર્ક અથવા કાચી કે શેકેલી વરીયાળી નીયમીત ખાવાથી અજીર્ણ મટે છે. 

આરોગ્ય ટુચકા 384. અરડુસીના પાંચ ઉપયોગો

ફેબ્રુવારી 21, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 384. અરડુસીના પાંચ ઉપયોગો : ( 1) અરડુસીના પાંદડાંનો ફુલો સહીત રસ કાઢી મધ સાથે મીશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે લેવાથી થોડા દીવસોમાં જ દમ, ઉધરસ અને કફ દુર થાય છે. ( 2) અરડુસીના ઉકાળાને ઠંડો પાડી તેમાં મધ નાખી સવાર-સાંજ પીવામાં આવે તો થોડા દીવસમાં કફના રોગો મટી જાય છે. (3) અરડુસીના પાંદડાં અને દારુહળદરને ખુબ લસોટીને બનાવેલી પેસ્ટ સવાર-સાંજ લગાડવાથી ખસ, ખરજવું, ચામડીના જુના રોગો મટે છે. (4) ગરમ ચામાં અરડુસીનો રસ અને સહેજ સંચળ નાખી પીવાથી જાડો કફ છુટો પડી જાય છે. (5) અરડુસીનો કાઢો પીવાથી મુત્રાઘાત (પેશાબ ન થવાની સમસ્યા) મટે છે.

આરોગ્ય ટુચકા 383. અર્જુન

ફેબ્રુવારી 20, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 383. અર્જુન : ગુજરાતમાં જેને સાજડ કે સાદડ કહે છે તેને સંસ્કૃતમાં ‘અર્જુન’ કહે છે. એની બહારની છાલ એકદમ લીસી અને સફેદ હોય છે. અંદરની છાલ લાલાશ પડતી, જાડી અને નરમ હોય છે. અર્જુન શીતળ, હૃદય માટે હીતાવહ, ક્ષતક્ષય, વીષ, રક્તવીકાર, મેદ, પ્રમેહ તથા ચાંદાં મટાડનાર છે. અર્જુનની છાલનો ક્ષીરપાક હૃદયના રોગોમાં આપવાથી ઉત્તમ લાભ થાય છે. અર્જુનની છાલ રક્તવાહીનીઓનું સંકોચન કરાવતી હોવાથી રક્તભ્રમણ વધે છે તેથી હૃદયની પોષણક્રીયા સારી થાય છે. જો લોહીનું દબાણ વધારે ઉંચું રહેતું હોય તો અર્જુન-સાદડનો ઉપયોગ કરવો નહીં, કેમ કે એ લોહીનું દબાણ વધારે છે.

એની છાલમાં કેલ્શીયમનું પ્રમાણ સારું એવું છે, જેથી એ રક્તસ્રાવને જલદી બંધ કરે છે, ભાંગેલું હાડકું જલદી સંધાઈ જાય છે. રક્તસ્રાવમાં અર્જુન અને અરડુસી ખુબ ઉપયોગી છે.

આરોગ્ય ટુચકા 382. અશેળીયાના પાંચ ઉપયોગો

ફેબ્રુવારી 19, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 382. અશેળીયાના પાંચ ઉપયોગો : ( 1) અશેળીયાના બીજનો લેપ કરવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટે છે. સાંધાના સોજા પર પણ એનો લેપ કરી શકાય.  ( 2) અશેળીયાનાં બી ખાવાથી યકૃત અને બરોળના લોહીનો જમાવ દુર થાય છે. (3) સંધીવા, કટીશુળ અને ઘુંટણના દુખાવામાં અશેળીયાની રાબડી પીવાથી રાહત થાય છે. (4) સ્ત્રીઓને જલદી પ્રસુતી કરાવવામાં પણ અશેળીયાની રાબડી વપરાય છે. (5)  અશેળીયો ગરમ અને અનુલોમન ગુણવાળો હોવાથી અપચાને લીધે થતી ઉલટી અને હેડકી મટાડે છે.

આરોગ્ય ટુચકા 381. આદુનો પાક

ફેબ્રુવારી 18, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 381. આદુનો પાક : આદુના  રસમાં પાણી અને સાકર નાખી પાક કરવો. તેમાં કેસર, એલચી, જાયફળ, જાવંત્રી અને લવીંગ જરુર પુરતાં નાખી કાચની બરણીમાં ભરી રાખવો. પોતાની જરુરીયાતના પ્રમાણમાં દરરોજ આ પાક લેવાથી ઉધરસ, દમ, અગ્નીમાંદ્ય, અરુચી અને પાચનમાં ઉપયોગી થાય છે.

આરોગ્ય ટુચકા 380. દમ, ખાંસી, સસણી, ઉદરરોગોમાં આદુ અને મધ

ફેબ્રુવારી 17, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 380. દમ, ખાંસી, સસણી, ઉદરરોગોમાં આદુ અને મધ : બે ચમચી આદુનો રસ અને બે ચમચી મધ મીશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે ચાટવાથી દમ, વરાધ અને કફના રોગો મટે છે. ઉપરાંત અલ્સર-ચાંદા સીવાયના તમામ ઉદર રોગોમાં ચાર ચમચી આદુનો રસ પાણીમાં નાખી સવાર-સાંજ પીવાથી લાભ થાય છે. ચાર ચમચી આદુના રસમાં બે ચમચી મધ મેળવી સવાર-સાંજ પીવાથી વૃષણનો વાયુ, દમ, ખાંસી, અરુચી અને શરદી મટે છે.