Archive for મે, 2009

પપનસ

મે 29, 2009

પપનસ એને ચકોતરું પણ કહે છે. એનાં ફુલ મોટાં, ગોળ અને પાકે ત્યારે પીળાં પડી જાય છે. પપનસ સાધારણ ખટમધુરાં હોય છે. તેનાં ફળ બારે માસ થાય છે, ફળ ઉપરની છાલ હથેળી જેટલી જાડી હોય છે. પપનસને છોલી તેના ચીરા કરી તેની ઉપર થોડું સીંધવ કે ખાંડ ભભરાવી ચુસવાથી અરુચી દુર થાય છે અને ભુખ લાગે છે.

અંતીમ ક્રીયાવીધી-પુસ્તકાકારે

મે 29, 2009

અંતીમ ક્રીયાવીધી-Funeral service- પુસ્તકાકારે ડાઉનોડ કરવા માટે નીચે લીન્ક આપવામાં આવી છે. 

 

Funeral- Antimkriya

નીરો

મે 28, 2009

નીરો તાજો નીરો ઠંડો, પેશાબ સાફ લાવનાર, રક્તશુદ્ધીકર તથા પૌષ્ટીક છે. એમાંથી બનતી તાડી ભુખ લગાડનાર, પાચન સુધારનાર, ઉત્તેજક અને પૌષ્ટીક છે. ખુબ નીરો પીવાથી પરમીયો મટે છે.

નીરંજન ફળ

મે 27, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

નીરંજન ફળ આ ઔષધ આપણું ન હોવા છતાં આપણે અપનાવી લીધું છે. તેને ‘સીંગાપુરી બોર’પણ કહે છે. જે સીંગાપુર આસપાસ થાય છે અને આપણે ત્યાં આવે છે. મોટા ખારેકી બોરના ઠળીયા જેવડું કથ્થઈ તથા આછા પીળા રંગનું આ ઔષધ છે. હરસ-પાઈલ્સમાંથી રક્તસ્રાવ થતો હોય, કબજીયાત રહેતી હોય અને એને જ લીધે મળ સુકાયેલો અને કઠણ ઉતરતો હોય તેમને નીરંજન ફળ આશીર્વાદ સમાન છે. એ માટે ઉકાળીને ઠંડા કરેલા એક કપ પાણીમાં એક નીરંજન ફળ  રાત્રે પલાળી રાખો. સવારે તેને સાકરના ભુકા સાથે મસળીને પી જવાથી ઉત્તમ પરીણામ મળે છે. એક-બે દીવસમાં સારું પરીણામ આપનાર આ ઔષધ ફળ સસ્તું પણ છે, સુલભ પણ છે, ફળદાયી પણ છે.

નાળીયેરનું પાણી

મે 25, 2009

નાળીયેરનું પાણી  

तस्यांभ शीतलं हृद्यं दीपनं शुक्रलं लघु |

पिपासापित्तजित्स्वादु बस्तिशुद्धिकर परम् ||

નાળીયેરનું પાણી સ્વાદીષ્ટ, શીતળ, હૃદ્ય એટલે કે હૃદયને માટે હીતકર, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, શુક્રજનક, પચવામાં હળવું, મુત્રાશયની શુદ્ધી કરનાર તથા તરસ અને પીત્તને શાંત કરનાર છે.

અસ્થી વીસર્જન

મે 25, 2009

અસ્થી વીસર્જન
સામગ્રી-કંકુ, ચોખા, જવ, ફુલ, બે સોપારી.
ॐ आ त्वा मनसाऽनार्तेन वाचा ब्रह्मणा त्रय्या विद्यया,
पृथिव्या मक्षिकायामया गं रसेन निवपाम्यसौ.

આ અસ્થીઓને કળશમાં અથવા પીળા વસ્ત્રમાં નીચે દર્ભ મુકીને રાખવાં.

-કંકુનો ચાંલ્લો કરી એક સોપારી સામે મુકવી.
– જવ, ચોખા, ફુલ હાથમાં લેવાં.
યમનું આહ્વાન…
ॐ यमग्ने कव्यवाहन त्वं चिन्मन्यसे रयिम्,
तन्नो गीर्भिः श्रवाय्यं देवत्रा पनया युजम्.
ॐ यमाय नमः यममाह्वायामि स्थापयामि ध्यायामि.
—જવ, ચોખા, ફુલ ચડાવી દેવાં. બીજી સોપારી લઈ ચાંલ્લો કરી સામે મુકવી.

પીતૃનું આહ્વાન
ॐ ईदं पितृभ्यो नमः अस्त्वद्ययेपूर्वासोऽय उपरासऽईयु,
ये पार्थिव रजस्या निषत्ताये वा नून गं सुवृजनासु विक्षु.
ॐ पितृभ्यो नमः पितृन् आह्वायामि स्थापयामि ध्यायामि.

અંજલીમાં અસ્થી લઈ જવ, ચોખા અને ફુલ સાથે નીચેનો મંત્ર બોલી વીસર્જીત કરવાં.
ॐ अस्थि कृत्वा समिधं तदृष्टापो,
असाध्यन् शरीरं ब्रह्मप्राविशत्.
ॐ सूर्यं चक्षूर्गच्छतु वातमात्मा
द्यां च गच्छ पृथिवीं च धर्मणा
अपो वा गच्छ यदि तत्र ते
हितमोषधीषु प्रतितिष्ठा शरीरैः.

—બે હાથ જોડી પ્રાર્થના કરવી.
ॐ ये चित्पूर्व ऋतसाता ऋतजाता ऋतावृद्यः,
ऋषीन्तपस्वतो येन तपोजामपि गच्छतात्.
ॐ आयुर्विश्वायुः परिपातुत्वा पूषा त्वा पातु प्रयथे रस्तात्,
यत्रासते सुकृतो यत्र तऽईयुः तत्र त्वा देवः सविता दधातु.
ॐ शांतिः शांतिः शांतिः.

નાળીયેર

મે 24, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

નાળીયેર

नारिकेलफलं शीतं दुर्जरं बस्तिशोधनम् |

विष्टंभि बृहणं बल्यं वातपित्तास्रदाहनुत ||

નાળીયેર શીતળ, દુર્જર (પચવામાં ભારે) બસ્તીશોધક-મુત્રાશયની શુદ્ધી કરનાર, મળ રોકનાર, બૃંહણ-વજન વધારનાર, બળકારક અને વાયુ, પીત્ત અને રક્તવીકાર-લોહીબગાડ તથા દાહ-બળતરા મટાડનાર છે.  કોપરું બળ આપનાર, ઠંડું અને વજન વધારનાર છે. કોપરાના અનેકવીધ ઉપયોગો છે. તેનાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, અમ્લપીત્ત, અરુચી, રક્તપીત્ત, ક્ષય, ઉલટી વગરેમાં કોપરાપાક અપાય છે. નારીયેળનું દુધ કોલેરામાં આપવાથી ઉલટી બંધ થાય છે. નારીયેળના છોડામાંથી કાઢેલો કાથો તકીયા, ગાદલા, ખુરશી વગેરેમાં ભરવામાં ઉપયોગી છે. નારીયેળનું તેલ વાળને વધારે છે તેટલું જ નહીં, વાળને તે કાળા અને સુંવાળા પણ બનાવે છે.

લીલું કોપરું સ્વાદીષ્ટ અને ટોનીક છે. કોપરેલ બળ આપનાર, વજન વધારનાર, વાળ માટે સારું, વાયુ અને પીત્તને હરનાર, પચ્યા પછી મધુર અને સોરાયસીસમાં તથા બીજા ચામડીના રોગોમાં ખુબ સારું છે. એ ખરજવું અને બીજા ચામડીના કષ્ટસાધ્ય અને અસાધ્ય રોગોમાં ઉપયોગી છે. કોપરેલ ઠંડું હોવાથી માથામાં નાખવાથી વાળ કાળા, સુંવાળા અને લાંબા થાય છે તથા ખરતા અટકે છે.

કુમળુ નાળીયેર પીત્તજ્વર અને પીત્ત મટાડનાર છે. એ પચવામાં ભારે, મુત્રાશયને સાફ કરનાર, ઝાડાને રોકનાર, પુષ્ટી અાપનાર, બળ અાપનાર, વાયુ, પીત્ત, લોહીબગાડ કે રક્તપીત્ત અને દાહ મટાડનાર છે. નાળીયેરનું પાણી ઠંડુ, હીતકારી, અગ્નીને પ્રદીપ્ત કરનાર, વીર્ય વધારનાર, પચવામાં હલકું, તરસ મટાડનાર અને નવા કોષોની ઉત્પત્તીને વેગ આપનાર છે.

નાળીયેર હૃદય માટે હીતકારી, પચવામાં ભારે, વીર્ય તેમ જ કામશક્તી વધારનાર, તરસ તથા પીત્તને મટાડનાર અને મુત્રમાર્ગને સ્વચ્છ કરનાર છે.

મોટાં લીલાં દસ નાળીયેરનું પાણી કાઢી ઉકાળવું. મધ જેવું ઘટ્ટ થાય ત્યારે ઉતારી તેમાં સુંઠ, મરી, પીપર, જાયફળ અને જાવંત્રીનું ચુર્ણ બરાબર ભેળવી બાટલીમાં ભરી લેવું.  આ ઔષધ સવાર-સાંજ અર્ધીથી એક ચમચી જેટલું લેવાથી અમ્લપીત્ત-એસીડીટી, પીત્તના રોગો ઉદરશુળ અને બરોળવૃદ્ધી મટે છે.

નાળીયેર ગુરુ, સ્નીગ્ધ, પીત્તશામક, મધુર, શીતળ, બળપ્રદ, માંસપ્રદ, પોષક, શરીરનું વજન વધારનાર, મુત્રશોધક અને હૃદય માટે પોષક છે. નાળીયેરનું પાણી શીતળ, હૃદયને પ્રીય, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, શુક્રવર્ધક, તરસ અને પીત્તને શાંત કરનાર, મધુર અને મુત્રાશયને સારી રીતે શુદ્ધ કરનાર છે. નાળીયેર માંસ અને કફની પુષ્ટી કરે છે. ટ્રીપ્ટોફેન અને લાઈસીન એ બે એમીનો એસીડ નાળીયેરમાં છે. આથી શરીરમાં નવા કોષોના નીર્માણ માટે નાળીયેર ઉપયોગી છે.

(૧) તાજા કોપરાને છીણી કપડા વડે નીચોવી જે પ્રવાહી નીકળે તે નાળીયેરનું દુધ ક્ષયહર છે. એ કોડલીવર ઑઈલ જેવું પૌષ્ટીક છે. અમેરીકા જેવો દેશ પણ ટી.બી.માં શરીરની પુષ્ટી માટે એનો ઉપયોગ કરે છે.

(૨) ક્ષયરોગમાં માથું દુખતું હોય તો નાળીયેરનું પાણી અથવા નાળીયેરનું દુધ સાકર નાખી પીવાથી લાભ થાય છે.

(૩) હાઈપર એસીડીટીમાં આ પાણી અત્યંત પથ્ય અને સુપાચ્ય છે. જ્વરની તરસમાં પણ તે હીતકર છે.

(૪) આહાર પચવાના સમયે એટલે કે જમ્યા પછી અઢી-ત્રણ કલાકે પેટમાં થતા દુખાવાને પરીણામશુળ કહે છે. પાણીવાળા નાળીયેરની આંખ ફોડી આંખેથી તેમાં ઠાંસોઠાંસ મીઠું(બને તો સીંધવ) ભરી દેવું. પછી તેને કાપડમાં વીંટાળી માટીનો લેપ કરી સુકવવું. સુકાયા પછી અડાયા છાણાની ભઠ્ઠીમાં શેકવું. શેકાયા પછી અંદરનો ભાગ કાઢી તેને બારીક લસોટી ચુર્ણ બનાવવું. આ ચુર્ણ ૧.૫ ગ્રામ અને લીંડીપીપરનું ચુર્ણ ૦.૫ ગ્રામ મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી ત્રણે દોષથી થયેલ પરીણામશુળ મટે છે.

અંત્યેષ્ટી પ્રાર્થના

મે 24, 2009

અંત્યેષ્ટી પ્રાર્થના

ॐ सूर्यं चक्षूर्गच्छतु वातमात्मा
द्यां च गच्छ पृथिवीं च धर्मणा,
अपो वा गच्छ यदि तत्र ते
हितमोषधीषु प्रतितिष्ठा शरीरैः.

હે જીવ ! તારા શરીરનાં બધાં તત્ત્વો સૃષ્ટીનાં મહા તત્ત્વોમાં વીલીન થાવ. તારી આંખો તેજ તત્ત્વ અગ્નીમાં મળી જાવ, તારો પ્રાણ વાયુ તત્ત્વમાં મળે, તારું આકાશ તત્ત્વ અંતરીક્ષમાં વ્યાપક થાવ, તારું સ્થુળ તત્ત્વ પૃથ્વીમાં એકરસ બનો, તારું રસ તત્ત્વ જળમાં એકરસ બનો અને તારું આત્મ તત્ત્વ બીજા લોકમાં પોતાને યોગ્ય શરીર પ્રાપ્ત કરો.
हे जीव! तुम्हारे शरीर के सभी तत्त्व सृष्टि के महा तत्त्वों में विलिन हो जाओ. तुम्हारी आंखें तेज तत्त्व अग्नि में मिल जाय, तुम्हारा प्राण वायु तत्त्व में मिल जाय, तुम्हारा आकाश तत्त्व अंतरीक्ष में व्यापक हो जाय, तुम्हारा स्थूल तत्त्व पृथ्वी में एकरस हो जाय, तुम्हारा रस तत्त्व जल में एकरस हो जाय, और तुम्हारा आत्म तत्त्व अन्य लोक में अपने योग्य शरीर को प्राप्त कर लें.

Oh mortal ! After thy death may all the components of thy body be merged into the five elements of this earth. Thine eyes be absorbed in the sun and thy breath be absorbed into the atmosphere. May the other parts be merged into appropriate elements. And in accordance with the meritorious deeds thou hast performed here, may thy spirit dwell in the appropriate body.

શાંતીમંત્ર

ॐ द्यौ शांतिः अंतरीक्षः शांतिः पृथिवी शांतिः
आपः शांतिः औषधयः शांतिः वनस्पतयः शांतिः विश्वेदेवाः शांतिः ब्रह्म शांतिः सर्व,
ॐ शांतिः शांतिः एव शांतिः सामा शांतिरेधि,
ॐ शातिः शांतिः शांतिः.

નારીકેલ લવણ

મે 22, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

નારીકેલ લવણ છોડાં કાઢી નાખેલ નાળીયેરની એક આંખમાં કાણું પાડી પાણી કાઢી નાખવું. પછી તેમાં સમાય એટલું બારીક વાટલું સીંધવ ભરવું. કાણું પાડેલી આંખ ઘઉંના લોટની પોટીસ બનાવી લીંપીને બંધ કરવી. પછી આ નાળીયેર પર માટીનો જાડો થર કરી તડકે સુકવવું. સુકાયા પછી ૧૦-૧૨ અડાયા છાણા વચ્ચે મુકી સળગાવવું. જો નાળીયેર તુટે તો તરત લઈ લેવું, અને જો ન તુટે તો આપમેળે ઠંડું થવા દેવું. પછી ઉપરની માટી વગેરે દુર કરી અંદરથી કાળા રંગનું ચુર્ણ-લવણ બહાર કાઢી, વાટી બાટલીમાં ભરી લેવું. એને નારીકેલ લવણ કહે છે. એ બજારમાં તૈયાર પણ મળે છે. એસીડીટી, પેટનો દુ:ખાવો, અરુચી, મંદાગ્ની, ગૅસ અને અપચામાં અર્ધી-અર્ધી ચમચી સવાર-સાંજ લેવું.

પંચમહાભુતને છેલ્લા નમસ્કાર

મે 22, 2009

પંચ મહાભુતને છેલ્લા નમસ્કાર
मातर्मेदिनि तात मारुत सखे तेज सुबंधो जल
भ्रातर्व्योम निबद्ध एव भवतामेष प्रणामांजलिः,
युष्मत्संगवशोप जात सुकृतोद्रेकस्फूरन्निर्मल
ज्ञानापास्तसमस्तमोह महिमा लीये परे ब्रह्मणि.

હે માતા પૃથ્વી! પીતા વાયુ! મીત્ર તેજ! સુબંધુ જલ! ભાઈ આકાશ! તમને હું આ પ્રણામાંજલી અર્પું છું. (આ શરીર તમારાથી બંધાયું હતું તેથી) તમારા સંગને લઈને ઉત્પન્ન થયેલા પુણ્યોની અધીકતાથી પ્રગટેલા નીર્મળ જ્ઞાન વડે સઘળો મોહનો મહીમા ફેંકી દઈને હું પરબ્રહ્મમાં લીન થઈ જાઉં છું.
हे माता पृथ्वी! पिता वायु! मित्र तेज! सुबंधु जल! भाई आकाश! मैं आपको यह प्रणामांजलि अर्पित कर रहा हूं. (यह शरीर आपसे बना हुआ था ईसीलीए) आपकी संगत से उत्पन्न हुए पूण्यों की अधिकता से प्रकट हुए निर्मल ज्ञान के जरिये सभी मोह की महिमा त्याग कर मैं परब्रह्म में लीन हो रहा हूं.

Oh mother Earth! father Air! friend Light! Good companion Water! brother Space! I pay tribute and salute to you all five.( As this body was composed of you) I performed meritorious deeds in your company and aquired pure knowledge with the help of which I now throw away all the glory of attachments and disolve myself into the ultimate Brahman.(બ્રહ્મ)