Archive for the ‘Calendar’ Category

તારીખ પરથી વાર જાણવો

મે 15, 2016

તારીખ પરથી વાર જાણવો

તમને તમારી જન્મતારીખની જાણ હશે, પણ તમારો જન્મ કયા વારે થયેલો તે કદાચ જાણતા ન હો. તો લો અહીં કોઈ પણ તારીખ ઉપરથી વાર જાણવાની રીત આપવામાં આવી છે. તમારો જન્મવાર જાણતા ન હો તો શોધી કાઢો.

જે તારીખનો વાર જાણવો હોય તે વર્ષના છેલ્લા બે આંકડાને (ધારો કે ૧૯૪૨માં જન્મ થયો હોય તો ૪૨ને) ૪ વડે ભાગો અને ભાગાકાર શોધો. (અહીં ભાગાકાર ૧૦) વદ્દી છોડી દો. ભાગાકારને એ જ છેલ્લા બે આંકડામાં ઉમેરો. (૪૨+૧૦). એમાં તારીખનો અંક ઉમેરો. (ધારો કે ઓક્ટોબરની પહેલી તારીખે જન્મ હોય તો ૧ ) પછી નીચેના કોષ્ટક મુજબ મહીનાનો અંક ઉમેરો. અહીં ઓક્ટોબર માટે ૭) જે આવે તેને ૭ વડે ભાગી વદ્દી શોધો. જો વદ્દી ૧ હોય તો રવીવાર, ૨ હોય તો સોમવાર, ૩ હોય તો મંગળવાર…… ૦ હોય તો શનીવાર.

 

જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન
જુલાઈ ઓગષ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર

ઉદાહરણ

૧-૧૦-૧૯૪૨નો વાર શોધીએ. ૪૨/૪=૧૦  ૪૨+૧૦=૫૨  ૫૨+૧=૫૩ ૫૩+૭=૬૦   ૬૦/૭ ની વદ્દી ૪ આથી બુધવાર.

ઉપરનું કોષ્ટક ૨૦મી સદી માટે છે. જેટલી સદી ઓછી હોય તેટલા ઉમેરવા અને જેટલી સદી વધુ હોય તેટલા બાદ કરવા. એટલે કે ૧૫મી સદીનો વાર જાણવા ૫ ઉમેરવા જ્યારે ૨૧મી સદીનો વાર જાણવો હોય તો ૧ બાદ કરવો. વળી કોઈ પણ સદીનું લીપ વર્ષ હોય તો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં થયેલા જન્મ માટે ૧ બાદ કરવો.

અથવા જો ૨૧મી સદી માટે કોષ્ટક બનાવવું હોય તો નીચે મુજબ બનાવી શકાય. અહીં પણ જેટલી સદી આગળ જાઓ તેટલા બાદ કરો, અને જેટલી સદી પાછળ જાઓ તેટલા ઉમેરો. એટલે કે આ કોષ્ટક વાપરી ૨૦મી સદીની તારીખનો વાર જાણવો હોય તો ૧ ઉમેરવો.

જાન્યુઆરી

ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન
જુલાઈ ઓગષ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર

દા.ત. ૧-૧-૨૦૦૪નો વાર.   ૪/૪=૧, ૪+૧=૫, ૫+૧ (તારીખ)=૬, ૬+૦ (મહીનો)=૬, ૬-૧=૫ (લીપ વર્ષ),  ૫/૭=વદ્દી ૫ આથી ગુરુવાર.

હવે જોઈએ કે ૧-૧-૧ના રોજ કયો વાર હતો? એટલે કે ઈસવીસન જે દીવસે શરૂ થઈ તે પહેલા જ દીવસે કયો વાર હતો?

૧/૪=ભાગાકાર ૦, ૧+૦=૧, ૧+૧ (તારીખ)=૨+૦ (મહીનો)=૨, ૨+૨૦=૨૨ (૧લી સદી કેમ કે ૨૦ સદી પાછળ જઈએ છીએ. ૨૧-૨૦=૧) ૨૨/૭ની વદ્દી ૧, માટે રવીવાર.

ખ્રિસ્તીઓ કહે છે કે ભગવાને ૬ દીવસ સૃષ્ટિના સર્જનનું કામ કર્યું અને સાતમા દીવસે આરામ કર્યો. આથી સાતમા દીવસે રજા. પણ રવીવારનો દીવસ તો પહેલો જ આવી ગયો. આ વીષે હું જ્યારે ફ્યુનરલ સર્વિસ કરતો ત્યારે ફ્યુનરલ ડિરેક્ટર સાથે એક વાર વાતો થયેલી. એમના કહેવા મુજબ પહેલાં તો બરાબર સાતમા દીવસે જ રવીવાર આવતો હતો, પણ પાછળથી આમાં કંઈક ગોટાળો થયેલો અને ફેરફાર થઈ ગયેલો.

જો કે આપણા ગુજરાતીમાં વર્ષો પહેલાં નીચે મુજબ મારા ભણવામાં આવ્યું હતું:

રવી પછી તો સોમ છે ત્રીજો મંગળવાર

ચોથો બુધ ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર

શનીવાર તે સાતમો છેલ્લો વાર ગણાય

એમ એક અઠવાડિયું સાત વારનું થાય.

અહીં રવીવારને પહેલો અને શનીવારને સાતમો ગણ્યો છે, જે આ કોષ્ટક સાથે બંધબેસતું છે; અને આપણું આ કાવ્ય ઈસવીસનના પહેલા દીવસ સાથે પણ બંધબેસતું છે.

આની મદદ વડે કોઈ પણ મહીનાનું કે વર્ષનું પણ કેલેન્ડર બનાવી શકાય.