Archive for જુલાઇ, 2023

દીલમાં થતી બળતરા

જુલાઇ 30, 2023

સામાન્ય રીતે પેટમાં વધુ પડતી અમ્લતા – એસીડીટી હોય તો હાર્ટબર્ન થાય છે.

અન્નનળી અને જઠર જ્યાં ભેગાં મળે છે ત્યાં એક ખાસ વાલ્વ હોય છે, જે અન્નનળીને ઉઘાડ-બંધ કરે છે, જેથી જઠરમાંનો આહાર પાછો અન્નનળીમાં પ્રવેશી શકતો નથી, પણ માત્ર જઠરમાં આવી શકે છે. 

પણ આ સ્નાયુ યોગ્ય રીતે કામ ન કરે એવું કોઈ વાર બની શકે. એવા સમયે જઠરમાંનો આહાર ઉપરની તરફ અન્નનળીમાં પ્રવેશી જાય અને બળતરા પેદા થાય.

આ શી રીતે ટાળી શકાય? ખાટા પદાર્થો, દારુ, ચરબીયુક્ત આહાર, વધુ પડતો રાંધેલો આહાર, કોફી, ફળરસો, ટામેટાંવાળો આહાર અને ચોકલેટ ખાવાનું ઓછું કરવું. પણ એને સદંતર બંધ કરી દેવાની જરુર નથી. પણ કયો ખોરાક વધુ બળતરા કરે છે તે જુઓ અને જ્યાં સુધી તકલીફ દુર ન થાય ત્યાં સુધી એનો ત્યાગ કરો. વળી ખાધા પછી તરત જ સુઈ ન જવું. ખરેખર તો સાંજે મોડામાં મોડું સાત વાગ્યે જમી લેવું જોઈએ. અને હા, બીડી-સીગારેટ પીવાનું છોડી દેવું જોઈએ, ખાસ કરીને ખાધા પછી તો ધુમ્રપાન ન જ કરવું.

સદાબહાર યુવાની

જુલાઇ 25, 2023

આપણું અર્ધજાગ્રત મન કદી વૃદ્ધ થતું નથી. એ સમયાતીત, ઘડપણમુક્ત અને અનંત છે, કારણ કે એ જાગતીક મનનો જ એક અંશ છે, પણ અટુલો નથી, જાગતીક મન સાથે હંમેશાં અતુટ રીતે સંબંધીત છે. એનો કદી જન્મ થયો નથી, કે એનું કદી મૃત્યુ થશે નહીં. ધીરજ, પ્રેમ, સત્ય, માનવતા, ભલાઈ, શાંતી, સુમેળ અને ભાઈચારો આ બધા ગુણ કદી વીલાતા નથી. જો આપણે આ બધા ગુણો આપણા જીવનમાં પ્રાપ્ત કરવાનું ચાલુ રાખીએ તો આપણે જુસ્સાથી સદાબહાર યુવાન રહીશું.

શરીર ક્ષીણ થાય તેવી બીમારીઓ માત્ર વર્ષો વહી જવાને કારણે લાગુ પડતી નથી. પણ એનું કારણ સમય પસાર થતાં એનાથી આપણા મનમાં પેદા થતો ભય અકાળે વૃદ્ધત્વ નોતરે છે તે છે. જીવનનાં પાછલાં વર્ષોમાં પણ શરીર અને મનની સર્જનશક્તી અકબંધ રહી શકે છે. 

ઉંમર વધવી એ કોઈ કમનસીબ ઘટના નથી. આપણે જેને ઉંમર વધવી કહીએ છીએ એ ખરેખર તો પરીવર્તન છે. એને ઉત્સાહ અને ઉમળકાથી વધાવી લેવું જોઈએ. માનવજીવનની અવસ્થાના દરેક તબક્કે જેનો અંત નથી એવા માર્ગ પર આગળ વધવું. દેહમાં તો ફેરફાર થશે પણ સ્પીરીટમાં, જુસ્સામાં તફાવત પડવા ન દેવો. આપણી પાસે અખુટ શક્તીનો સ્રોત છે જે આપણી શારીરીક શક્તીને અતીક્રમી જાય છે. વળી આપણી પાસે અદ્ભુત આંતરીક ઈન્દ્રીયો છે જે આપણી શારીરીક પંચેન્દ્રીયોને અતીક્રમે છે.

જેમ વીજળી શું છે તે આપણે કહી શકતા નથી, પણ એના વીવીધ ઉપયોગો આપણે કરીએ છીએ. કહેવાય છે કે વીજળી એ ઈલેક્ટ્રોનનો પ્રવાહ છે, પણ ઈલેક્ટ્રોન જોઈ શકાતા નથી, એની અસર જાણી શકાય છે. તેમ જીવન શું છે એ કહી શકાય નહીં, પણ એની હાજરી કે ગેરહાજરીની અસર જાણી શકાય છે.

ટેવમાંથી મુક્તી

જુલાઇ 15, 2023

આપણી ટેવો અર્ધજાગ્રત મનના કાર્યક્ષેત્રમાં આવે છે. એટલે કે ટેવ દ્વારા થતાં કાર્યો આપમેળે, જાગ્રત મનની સંડોવણી વીના થાય છે. ટેવ સારી હોય કે નુકસાનકારક, અનીચ્છનીય પણ હોય. ખરાબ ટેવને બદલી નાખી કે દુર કરી શકાય છે. એ જ રીતે સારી ટેવ પાડી શકાય છે, કેમ કે ટેવ ખરેખર આપણા વીચારોનું અને જાગ્રતપણે વારંવાર કરેલાં કાર્યોના પરીણામે અર્ધજાગ્રત મન વડે એના પર મેળવેલ કાબુ છે. અર્ધજાગ્રત મનનો કાયદો અનીવાર્ય આવેગ, ફરજીયાત કરવું જ પડે એ છે. કારણ કે અર્ધજાગ્રત મનના કાર્યક્ષેત્રમાં વીચાર નથી, માત્ર જાગ્રત મને કરેલા વીચારોને કાર્યાન્વીત કરવાનું જ હોય છે.

આથી ખરાબ ટેવમાંથી મુક્તી મેળવવા માટે આ ટેવમાંથી મુક્તી મળશે જ એવા સકારાત્મક વીચારો કરવા જોઈએ. કદાચ એ ટેવ ટાળવા વારંવાર પ્રયાસ કર્યા હોય અને નીષ્ફળતા મળી હોય, અમુક સમય સુધી સફળ થયા બાદ ફરીથી એની જ એ જ બાબતમાં લોકો પાછા ફસાતા હોય છે, કારણ કે વારંવારની નીષ્ફળતા અજાગ્રત મનને વીપરીત સુચનો પહોંચાડે છે. છતાં ગભરાવાની જરુર નથી. આ સંજોગોમાં નીચે મુજબ ઉપાય કરવા જોઈએ.

સૌ પ્રથમ તો જે ટેવ છોડવી હોય તેનાથી વીપરીત વીચારોને સતત વાગોળતા રહેવું. ઉદાહરણ તરીકે દારુની લત હોય તો કાયમ મનમાં વીચારો કે દારુ નુકસાનકારક છે, એની ટેવમાંથી હું મુક્ત થનાર છું. જ્યારે જ્યારે યાદ આવે ત્યારે હંમેશાં આ વીચારને ઘુંટતા રહો. બીજું જેમ વારંવાર ક્રીયા પુનરાવર્તીત કરવાને કારણે ખરાબ ટેવ પડી છે તો વારંવાર સારા વીચારોનું પુનરાવર્તન કરવાથી ખરાબ ટેવ દુર કરી સારી ટેવ પાડવાને પોતે શક્તીમાન છે એ વીચાર દૃઢ કરવો. જ્યારે પણ મજકુર ટેવના વીચાર પ્રવેશે કે તરત જાગ્રત થઈ એનાથી વીપરીત વીચારોમાં રમમાણ થઈ જવું.

બીજો એક શક્તીશાળી ઉપાય તે આપણું જાગ્રત મન એક કેમેરા છે અને એના વડે લેવાયેલ ફોટો અર્ધજાગ્રત મનમાં અંકીત થઈ જાય છે એ હકીકતનો ઉપયોગ કરવો એ છે. જાગ્રત મનમાં ઉઠેલા વીચારો અર્ધ જાગ્રત મન ઝીલી લે છે અને એ વીચારો મુજબ કામ થાય છે. આથી ટેવની લત છુટી ગઈ છે અને તમે હવે મુક્ત છો, એનાથી જે આનંદ મળી રહ્યો છે તેનાં ચીત્રો ઉભાં કરો. આ માટે સમય મળે ત્યારે એકાંતમાં અથવા ક્યાંય પણ શરીર અને મનને શાંત કરીને ખરાબ ટેવમાંથી મળેલી મુક્તીનાં ચીત્રો કલ્પીને સાચેસાચ આનંદીત થતા રહો. આ ચીત્રોની બહુ ભારે અસર થશે અને જેટલી સચોટ રીતે એ ચીત્રો પેદા કરી શકશો અને ખરેખરો આનંદ માણશો તેટલી વહેલી એ ટેવ છુટી જશે. આ ચીત્રોનો અને આનંદનો આધાર ટેવ કેવા પ્રકારની છે તેના પર રહેશે. બને તેટલા વીવીધ પ્રકારના આનંદનાં ચીત્રો કલ્પવાં જોઈએ. દાખલા તરીકે દારુની લતને કારણે ઘણા પ્રકારની મુશ્કેલી વેઠી હશે તે બધી મુશ્કેલી દુર થઈ ગઈ અને એનો આનંદ માણી રહ્યા છો. એ બધા જ જુદા જુદા આનંદોની ભાતીગળ કલ્પનાનાં ચીત્રો અર્ધજાગ્રત મનમાં પહોંચાડવાં.

આ રીતે અવશ્ય ખરાબ ટેવમાંથી મુક્ત થઈ સારી ટેવ પાડી શકાય.

હાર્ટ એટેક

જુલાઇ 8, 2023

3000 વર્ષ પહેલાં મહર્ષી વાગ્ભટ્ટે એક પુસ્તક લખ્યું હતું – અષ્ટાંગ હૃદય

એમાં એમણે રોગો નીવારવાના 7000 ઉપાયો વર્ણવ્યા છે. એમાંનો એક ઉપાય હૃદયરોગ વીશે છે.

તેઓ લખે છે કે હાર્ટેટેકનું કારણ હૃદયને લોહી પહોંચાડનાર ધમનીમાં આવેલો અવરોધ હોય છે. આ અવરોધનું કારણ રક્તામ્લતા હોય છે. આપણો આહાર પચ્યા પછી બે પ્રકારના પદાર્થો પેદા કરે છે: અમ્લીય – એસીડીક અને ક્ષારીય – બેઝીક. જ્યારે ક્ષારીય કરતાં અમ્લીય પદાર્થોનું પ્રમાણ વધી જાય ત્યારે સૌ પ્રથમ જઠર અમ્લીય બને છે, જેનાથી આપણને ખાટા ઓડકાર આવે છે, પેટમાં બળતરા થાય છે અને મોંમાં લાળ પેદા થતી રહે છે. જો શરીરમાં અમ્લતા વધતી જાય તો એને હાઈપર એસીડીટી કહે છે. અમ્લતા વધતી જ જાય તો એ લોહીમાં પ્રવેશે છે, જેને રક્તામ્લતા કહે છે. રક્તામ્લતા વધી જતાં રક્તવાહીની બ્લોક થાય છે. આથી હાર્ટએટેક થાય છે.

આના ઉપાય માટે આપણા આહારમાં ક્ષારીય પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ.

આ માટે સૌથી ઉત્તમ છે દુધી. દુધીનો 200-300 મી.લી. તાજો રસ સવારે નરણા કોઠે અથવા નાસ્તો કર્યા પછી અડધા કલાક પછી પીવો જોઈએ. કાચી દુધી પણ ખાઈ શકાય. આ તાજા રસમાં 7થી 10 પાન તુલસીનાં અથવા ફુદીનાનાં નાખવાથી એ વધુ ક્ષારીય બનશે અને વધારે લાભકારક થશે. એમાં સ્વાદ વધારવા માટે સીંધવ મીઠું પણ નાખી શકાય. એનાથી ક્ષારીયતા પણ વધશે.

દુધીના રસનો નીયમીત ઉપયોગ કરવાથી બેથી ત્રણ મહીનામાં રક્તનળીઓ ખુલી જાય છે.