Index – Health Articles

Index – Health Articles

To see all the subjects on my blog posted up to now please click the link:

આજ સુધીમાં મારા બ્લોગમાં મુકેલા આરોગ્ય વીષેના લેખ જોવા માટે આ લીન્ક પર ક્લીક કરો. આ અનુક્રમ કક્કાવારી મુજબ છે.

Gandabhaivallabh Blog Index 1

12 Responses to “Index – Health Articles”

  1. Anil Says:

    Dr dudh ane gol sathe khavanu k che ne tame kem virudh kyo cho

    Like

  2. ગાંડાભાઈ વલ્લભ Says:

    ડૉક્ટર એટલે એલોપથીના સીદ્ધાંતો અને આયુર્વેદના સીદ્ધાંતો એકસરખા નથી. અત્યારે જ મારા એક મીત્રનો ફોન હતો. એમણે આજના ‘દિવ્ય ભાસ્કર’માં આવેલ એક લેખની વાત કરી, કે મોરારજીભાઈ દેસાઈના ભાણેજને ટાઈફોઈડ થયેલો અને ડૉક્ટરે કહેલું કે એ બચી શકે તેમ નથી. મોરારજીભાઈએ તેને ઘરે લઈ જઈ ઈલાજ કર્યા, જે સફળ થયા અને ભાણેજ સ્વસ્થ થઈ ગયો.
    આયુર્વેદ અનુસાર દુધ સાથે ગોળ એટલા માટે ન લેવાય કે ગોળમાં વીટામીન તથા મીનરલ્સ હોય છે, જેની દુધ સાથે પ્રક્રીયા થવાથી દુધના પાચનમાં મુશ્કેલી પેદા થશે. એ સમજી શકાય તેમ છે કે મીનરલ્સથી દુધ ફાટી જશે, જે કદાચ અમુક સંજોગોમાં લાભકારક હોઈ શકે, પણ બીજા સંજોગોમાં નુકસાનકારક પણ બની શકે. જ્યારે ખાંડમાં શર્કરા (ગળપણ) સીવાય બીજું કશું નથી હોતું, એટલે કે કોઈ વીટામીન કે મીનરલ્સ હોતાં નથી.આથી દુધના પાચનમાં કોઈ અવરોધ પેદા થશે નહીં.

    Like

  3. mahesh Says:

    vary useful information in life

    Like

  4. ગાંડાભાઈ વલ્લભ Says:

    હાર્દીક આભાર મહેશભાઈ આપની પ્રોત્સાહક ટીપ્પણી બદલ.

    Like

  5. ILYAS A PATEL Says:

    My friend sent me pdf file of your book Aushado Ane Rogo on my mobile. I studied it. I think I need print version of this book. From where I may obtain it? What is the cost?
    Be kind to advise me.

    Like

  6. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ILYAS A PATEL,
    સોરી, મારી આ બુકની માત્ર ડીજીટલ આવૃત્તી જ છે, એને છપાવી નથી. મેં મારા પોતાના ઉપયોગ માટે એક નકલ છાપીને જાતે જ બાઈડીંગ કર્યું છે.
    મારી બુક આપને ગમી એથી આનંદ થયો. હાર્દીક આભાર.

    Like

  7. Jigs patel Says:

    Dr. Mari ummar 21 varshni se mane atyar thi j diabetic aavi gai se

    Like

  8. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે Jigs patel,
    મારા બ્લોગમાં મેં ડાયાબીટીસ વીશે નીચે જણાવેલ ત્રણ પોસ્ટમાં લખ્યું છે. એમાં તમને અનુકુળ હોય તે ઉપાય તમારા વીશ્વાસુ આરોગ્ય સલાહકારને મળીને કરી શકો.
    મારા વાંચવામાં આવ્યું છે કે ચાલવાની કે જોગીંગની કસરત ડાયાબીટીસમાં ખુબ જ અસરકારક હોય છે. વળી મેથીના થોડા દાણા રાત્રે પાણીમાં ભીંજવી સવારે નાસ્તો કર્યા વગર ચાવીને ખાઈ એમાંનું પાણી પીવાથી પણ ડાયાબીટીસ કાબુમાં રહે છે.
    321. ડાયાબીટીસ http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/06/14/
    322. ડાયાબીટીસ- વધુ વીચાર https://gandabhaivallabh.wordpress.com/2016/04/12/
    323. ડાયાબીટીસની આયુર્વેદીક દવા https://gandabhaivallabh.wordpress.com/2016/05/24/

    Like

  9. ધર્મેશ ચાવડા Says:

    સાહેબ, મને ખોટા બિનજરૂરી વિચારો આવતા હોય છે, તથા ુુુુુ ઉંઘ પણ બરાબર આવતી નથી. તો તે માટે ની દવા બતાવો.

    Like

  10. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ ધર્મેશ,
    ખોટા વીચારો માટે આયુર્વેદમાં કોઈ દવા હોય તેની મને માહીતી નથી. હા, એ માટે ધ્યાન-મેડીટેશન કરી શકાય. વીચારોને બળજબરીથી અટકાવી શકાતા નથી હોતા, પણ ધ્યાનની એક પદ્ધતી મુજબ જે વીચારો આવે તેનું તટસ્થ બની, સારા કે ખોટા એનો નીર્ણય કર્યા વીના માત્ર નીરીક્ષણ કરતા રહેવું.
    ઉંઘ બાબતમાં મેં મારા બ્લોગ પર લખ્યું છે. આજે એનો એક ઉપાય જે આસન હું દરરોજ કરું છું તે પણ લખ્યો છે એની લીન્ક: https://gandabhaivallabh.wordpress.com/2017/11/07/
    આ ઉપરાંત વીગતવાર માહીતી આપતો લેખ નીચેની લીન્ક પર ક્લીક કરવાથી મળશે:
    અનીદ્રા http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/01/05/
    આ પૈકી તમને અનુકુળ ઉપાય તમારા યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા.

    Like

  11. જયદેવ Says:

    ઘરે આયુર્વેદિક શેમ્પૂ કેવી રીતે બનાવી શકાય ?

    Like

  12. ગાંડાભાઈ વલ્લભ Says:

    ભાઈ શ્રી જયદેવ, મારા ખ્યાલ મુજબ વાળ ધોવા માટે સૌથી ઉત્તમ અરીઠાં છે. કોઈ શેમ્પુ બનાવવાની કડાકુટ એમાં કરવાની જરુર નથી હોતી. આમ છતાં વાળ અંગે જે સમસ્યા હોય તે મુજબ ઉપાયો તમને અનુકુળ હોય તો કરી શકાય, જે મેં મારા બ્લોગમાં નીચે મુજબ જણાવ્યા છે.
    (૧) ૧ ભાગ અડદનો લોટ, ૧/૨ ભાગ આમળાનું ચુર્ણ, ૧/૪ ભાગ શીકાકાઈનું ચુર્ણ અને ૧/૪ ભાગ મેથીનું ચુર્ણ રાતે પલાળી રાખી સવારે તેનાથી માથું સાફ કરવાથી ખરતા વાળની સમસ્યા મટે છે.
    (૨) રાત્રે માથામાં તેલ નાખી, બીજે દીવસે દહીંમાં આમળાનું ચુર્ણ ભેળવી માથામાં ભરી અડધો કલાક રાખી હુંફાળા પાણીથી વાળ ધોવાથી વાળ નરમ અને ચમકીલા બને છે. જેમને શરદી રહેતી હોય તેમણે આ પ્રયોગ કરવો નહીં.
    (૩) પાણીમાં ચણાનો લોટ નાખી પેસ્ટ બનાવી વાળમાં મસળતા રહેવાથી અને સાદા પાણીથી વાળ ધોવાથી થોડા દીવસોમાં વાળ મુલાયમ થાય છે.
    (૪) લીંબુનો રસ માથામાં નાખી, મસળી સ્નાન કરવાથી વાળનો મેલ તથા વાળની લુખાશ દુર થાય છે; વાળ મુલાયમ થાય છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.