Archive for ઓગસ્ટ, 2021

500 આરોગ્ય ટુચકા ભાગ 2

ઓગસ્ટ 30, 2021

મારા બ્લોગ પર મેં બીજા 500 આરોગ્ય ટુચકા પુરા કર્યા છે. એને આ સાથે બુકના રુપમાં પ્રસીધ્ધ કરતાં આનંદ થાય છે. આશા છે બધા ટુચકા એક સાથે હોવાથી પસંદ કરીને જોવાનું વધુ અનુકુળ રહેશે.

અપચો અને ખાટા ઓડકાર

ઓગસ્ટ 30, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

1. જીરુના એક ચમચી પાવડર સાથે સહેજ હીંગ જરુરી પાણીમાં મીક્સ કરીને લેવાથી પેટમાં થયેલ વાયુનો ભરાવો દુર થાય છે. અને એનાથી ગભરામણ જેવું લાગતું હોય તેમાં આરામ થાય છે.

૨. મેથી અને સુવાને અલગ અલગ શેકી ચુર્ણ બનાવવું. એક ચમચી જેટલું આ ચુર્ણ પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા અને ખાટા ઓડકરમાં બહુ ફાયદો થાય છે.

૩. દરરોજ રાત્રે સુતાં પહેલાં ગળ્યા દુધમાં બે ચમચી ઈસબગુલ નાખી લવણભાસ્કરની ફાકી કરવાથી વાયુની તકલીફ દુર થાય છે. જો કે ઈસબગુલ લાંબો સમય લેવાથી સ્નાયુઓ જકડાઈ જાય છે. આથી પોતાની પ્રકૃતીને અનુકુળ હોય તે મુજબ ઉપયોગ કરવો.

૪. ૨૫ ગ્રામ મેથી અને ૨૫ ગ્રામ સુવાને અધકચરા શેકી ખાંડી દેવા. આ ચુર્ણને પછી એક એરટાઈટ ડબામાં ભરી રાખવું. દીવસમાં ત્રણ વાર ૫-૫ ગ્રામ જેટલું આ ચુર્ણ ફાકી જવાથી વાયુ, ગોળો, આફરો, ખાટા ઓડકાર, પાતળા ઝાડા વગેરે મટી જાય છે.

૫. ગોળ અને સુંઠને ભેળવી દીવસમાં ત્રણ વાર લેવાથી વાયુનો નાશ થાય છે.

૬. ખુબજ વાયુ થયો હોય તો, દીવસમાં ત્રણવાર ૫ ગ્રામ અજમો ગરમ પાણીમાં ચાવી જવો. જેના કારણે પેટના દુખાવામાં અને ડાબી બાજુના હૃદયના દુખાવામાં રાહત મળશે. અજમા સાથે થોડું સીંધવ મીઠુ અને લીંબુના રસનાં બે-ત્રણ ટીંપાં નાખવાથી એ વધુ અસરકારક થાય છે.

૭. શેકેલા કાચકા અને મરી સરખા ભાગે લઈ પાવડર બનાવી ફાકી જવાથી ગેસની તકલીફમાં ચોક્કસ રાહત મળે છે.

૮. વાયુના નીકાલ માટે સુંઠ, સંચળ અને અજમો ભેગાં કરી, સોડા બાયકાર્બન સાથે પાણીમાં ભેળવી પીવું.

૯. ગેસના દર્દીએ રોજ તુલસીના પાનના રસમાં લીંબુનો રસ ભેળવી પીવો જોઈએ.

૧૦. તુલસી મળવી મુશ્કેલ હોય તો, ગરમ પાણીમાં લીંબુનો રસ ભેળવી પી શકાય.

મોટાભાગના રોગનું મુળ ગેસ છે.

ઓગસ્ટ 21, 2021

સ્વાસ્થ્ય માટે પાંચ હસ્તમુદ્રા

ઓગસ્ટ 15, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

વોટ્સએપમાં મને ફોરવર્ડ કરેલ એક વીડીઓ મળ્યો છે, જેમાં સ્વાસ્થ્ય માટે પાંચ હસ્તમુદ્રાની માહીતી આપવામાં આવી છે. એની ટુંકી માહીતી બધાંની જાણ માટે આપું છું. સોરી, વોટ્સએપ પર ફોરવર્ડ થઈને આવેલી આ માહીતી કોના તરફથી આપવામાં આવી છે તે જણાવવામાં આવ્યું ન હતું.

  1. આખા શરીરના સ્વાસ્થ્યને જાળવવા માટે આપણા હાથમાં વીવીધ ચેનલ છે. શરીરના જુદા જુદા સાંધાઓમાં જેમ કે ઘુંટણનો દુખાવો, કમરનો દુખાવો, હાથનાં આંગળાંનો દુખાવો, જ્યાં જ્યાં શરીરમાં હાડકાના સાંધા હોય છે ત્યાં થતા દુખાવાને દુર કરવા માટે હાથનાં બે આંગળાં હથેળીમાં જ્યાંથી નીકળે છે તેમની વચ્ચે જે જગ્યા હોય છે તેમાં બંને હાથ ચીત્રમાં બતાવ્યા મુજબ પરોવો.

હવે તમારી ક્ષમતા મુજબ બળપુર્વક અંદર-બહાર કરો. થાક ન લાગે એ મુજબ 25-30 વખત આમ કરતા રહો. આથી સાંધાના દુખાવામાં લાભ થશે.

2. હવે શરીરના આંતરીક અવયવોની તંદુરસ્તી માટે ચીત્રમાં બતાવ્યા મુજબ આંગળાંની નીચે હથેળીનો સહેજ ઉપસેલો ભાગ છે તેને બંને હાથોને એકબીજા સાથે બળપુર્વક અથડાવવાના છે, પણ તાળી નથી પાડવાની. માત્ર હથેળીના ઉપસેલા ભાગને જ એકબીજા સાથે અથડાવવાના છે. જાણે હથોડા અથડાવતા હોઈએ તેમ.

3. ત્રીજી મુદ્રા પાચનક્રીયા સાથે સંબંધીત જઠર, આંતરડાં, લીવર એ બધા અવયવોના સ્વાસ્થ્ય માટે છે. એ માટે હથેળી જ્યાં લગભગ પુરી થાય છે ત્યાં જે ઉપસેલા ભાગ છે તેને અથડાવવાના છે. જુઓ ચીત્ર:

બળપુર્વક ઠોકવાથી હાથ મજબુત થશે. જેના હાથ જેટલા મજબુત હશે તેટલું જ સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

4. ચોથી વીધીમાં તાળી વગાડવાની છે. એમાં આંગળાં પહોળાં રાખી પુરેપુરી હથેળીઓ એકબીજા સાથે સહી શકાય તેટલા બળપુર્વક અથડાવવાની છે. એનાથી શરીરમાં જે અશુદ્ધીઓ હોય છે તે બધી દુર થાય છે. વળી એનાથી હાથમાં ગરમી પણ આવી જશે.

5. પાંચમી મુદ્રામાં બંને હાથની બધી આંગળીઓ અને અંગુઠાને એકબીજામાં લોક કરીને બંને તરફ હથેળીના ઉપરના ભાગોમાં અને આંગળીઓની વચ્ચેના ખાંચામાં બની શકે તેટલું દબાણ આપવાનું છે.

આ ક્રીયાથી કોઈપણ પ્રકારની બીમારી હોય, ગમે તેટલા લાંબા સમયથી તકલીફ હોય તેમાં પણ ફાયદો થાય છે.

કોરોનાનો આયુર્વેદીક ઉપાય

ઓગસ્ટ 8, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

3 ટીકડી કપુર, 1 ચમચી અજમો અને 5 નંગ લવીંગ એક સુતરાઉ કપડામાં પોટલી બનાવી ખીસામાં રાખી દેવું. આખો દીવસ એને સુંઘતાં રહેવું. આ ઔષધોની તીવ્ર સુગંધીને કારણે કોરોના વાઈરસનો ચેપ લાગી શકશે નહીં. આનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે, જેની માહીતી ડૉ. પ્રયાગ ડાભી તરફથી વૉટ્સએપ પર આપવામાં આવી છે.

ડૉ. પ્રયાગ ડાભી,

સંજીવની હેલ્થ કૅયર, ગુજરાત

મોબાઈલ ફોન 9909991653

લાલ કુવારપાઠાના ફાયદા

ઓગસ્ટ 1, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

કુવારપાઠું જેને અંગ્રેજીમાં એલોવેરા કહેવાય છે તે લગભગ બધે જ જોવામાં આવે છે. એમાં એક જાત લાલ પાંદડાંવાળી હોય છે. જે મેં અહીં ન્યુઝીલેન્ડમાં પણ જોઈ છે. મને આજે મળેલ એક વોટ્સએપ મેસેજમાં લાલ કુવારપાઠાના અઢળક ગુણ જણાવવામાં આવ્યા છે. મેં આનો કદી ઉપયોગ કર્યો નથી. આથી એની સચ્ચાઈની કોઈ બાંહેધરી નથી. આ માહીતી વોટ્સએપ પર મુકનારનો આશય એનો બીઝનેસ વધારવાનો કદાચ હશે. એમાં રેડ એલોવેરાના જ્યુસની બોટલનું ચીત્ર પણ મુક્યું હતું. તથા એના બીઝનેસની વેબસાઈટ અને સરનામું પણ આપવામાં આવ્યું છે. હું તો માત્ર લોકો પોતાની રીતે પોતાના જોખમે ઉપયોગ કરવાનું વીચારે તો એ માટે આ માહીતી મારા બ્લોગ પર મુકું છું. એની ધારેલી અસર ન થાય કે વીપરીત અસર થાય તો આ લખનારને જવાબદાર ગણી શકાશે નહીં.

લાલ કુવારપાઠામાં વીટામીન A, B, B1, B2, B3, B6 B12, C, E તથા ખનીજ(મીનરલ્સ), એમીનો એસીડ, ફોલીક એસીડ, લોહ, સોડીયમ, કેલ્શીયમ, ઝીન્ક, પોટેશ્યમ, મેંગેનીઝ, મેગ્નેશ્યમ વગેરે હોય છે. સામાન્ય કુવારપાઠા કરતાં એ 22 ગણા વધુ પ્રમાણમાં પ્રભાવશાળી છે.

એનાથી શરીરમાં કમજોરી કદી આવતી નથી. રોગપ્રતીકારકતા વધે છે. ગળાની ખારાશ દુર થાય છે. જુનામાં જુની કબજીયાત દુર થાય છે. કોઈ પણ કારણે થયેલા હરસમાં લાલ કુવારપાઠું ઉપયોગી છે. મોટું પેટ, મેદવૃદ્ધી અને થાકમાં આરામ આપે છે. લીવરના પ્રોબ્લેમ, તંબાકુના કારણે લીવર અને કીડનીની નબળાઈ હોય તો તે દુર કરે છે. ગેસ, એસીડીટી, ભુખ ન લાગવી, બળતરા, ખાટા ઓડકાર વગેરેમાં આરામ થાય છે. આંતરડાનો સોજો દુર કરે છે. ચહેરાની કાળાશ, ખીલ, પડીયાં, ચહેરાની કરચલીઓ વગેરે મટે છે. કાયમનો ઘર કરી ગયેલો ઘુંટણનો દુખાવો, કમરદર્દ, હાડકાની નબળાઈ, સંધીવામાં આરામ થાય છે. કેન્સરના ઉપચારમાં પણ લાભદાયી છે. માંદગીના કારણે આવેલ નબળાઈમાં આરામ થાય છે. સોરાયસીસ, ખંજવાળ, ખુજલી-એકઝીમા, ખરબચડી ત્વચા વગેરેમાં લાભ થાય છે. વાળ ખરવા તથા વહેલા સફેદ થવામાં લાભ કરે છે. શારીરીક તથા માનસીક નબળાઈ, માનસીક ટેન્સન મટાડે છે. ડાયાબીટીસમાં લાભ કરે છે. ઉંઘ ઓછી આવવી, વૃદ્ધાવસ્થાની કમજોરીમાં ફાયદો કરે છે. બહેનોની માસીક ધર્મની અનીયમીતતા દુર કરે છે.

સામાન્ય કુવારપાઠાનો જેમ એનું લાબું ખાવામાં વાપરવામાં આવે તેમ અથવા એનો જ્યુસ લઈ શકાય.