Archive for નવેમ્બર, 2009

સુવા

નવેમ્બર 30, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

સુવા : સુવા શરીરને પુષ્ટ કરનાર, બળપ્રદ, શરીરનો વર્ણ સુધારનાર, જઠરાગ્નીવર્ધક, માસીક લાવનાર, ગર્ભાશય, યોની અને શુક્રનું શોધન કરનાર, ગરમ, વાયુનાશક, પુત્રદા અને વીર્યપ્રદ છે. સંસ્કૃતમાં એને શતપુષ્પા કહે છે, કેમ કે એને પીળા રંગનાં સેંકડો ફુલ આવે છે.

સુવાની ભાજી ખવાય છે. સુવા કડવા, તીખા, ગરમ, ભુખ લગાડનાર, આહારનું યોગ્ય પાચન કરનાર, સ્નીગ્ધ, હૃદય માટે હીતકારી તેમ જ વાયુ અને કફનાશક છે. કહેવું જોઈએ કે સુવા પરમ વાયુ હરનાર છે, જઠરાગ્નીને પ્રદીપ્ત કરે છે, ધાવણ વધારે છે અને પચવામાં હલકા છે.

સુવા બળતરા, આંખના રોગો, તાવ, ઉલટી, ઉદરશુળ, ઝાડા, આમ અને તરસનો નાશ કરે છે.

સુવાવડ વખતે સુવાનો છુટથી ઉપયોગ કરવાથી ધાવણ સારું આવે છે, અને એ ધાવણ બાળકને પચી જાય એવું આવે છે. માતાની કમર દુખતી નથી, આહાર જલદી પચી જાય છે અને વાછુટ સારી થાય છે. સુવાદાણા ગર્ભાશયને ઉત્તેજીત કરે છે આથી પ્રસુતી પછી ગર્ભાશયમાં કોઈપણ બગાડ રહેતો નથી.

સુવાનો અર્ક એટલે યંત્રથી બનાવેલા પાણીને ‘ડીલવૉટર’ કહે છે. નાનાં બાળકોના કાચા લીલા ઝાડા, ઉલટી, પેટ ફુલવું, ચુંક-આંકડી આવવી વગેરેમાં આ પાણી આપવામાં આવે છે.

સુવા કફ અને વાયુનું ઉત્તમ ઔષધ છે.

(૧) સુવાદાણાનું અડધીથી પોણી ચમચી ચુર્ણ એક ચમચી સાકર સાથે ચાવીને ખાઈ જવાથી પેટનો ગૅસ, આફરો, ભરાવો, અપચો, અરુચી અને મંદાગ્ની મટે છે.

(૨) રેચક ઔષધ સાથે સુવા લેવાથી પેટમાં ચુંક-આંકડી આવતી નથી.

(૩) સુવા અને મેથીનું અડધી અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ દહીંના મઠામાં થોડા દીવસ લેવાથી દુર્ગંધયુક્ત પાતળા ઝાડા મટે છે. ઝાડા આમયુક્ત હોય તો પણ આ ઉપચાર હીતકારી છે.

(૪) અડધી ચમચી જેટલું સુવાદાણાનું ચુર્ણ એક એક ચમચી સાકર અને ઘી સાથે મીશ્ર કરીને ચાટી જવું. ઉપર દુધભાત અથવા સાકર નાખી બનાવેલી ખીર ખાવી. બે-ત્રણ મહીના આ ઉપચાર કરવાથી વંધ્યા અને ષંઢ બંને બાળકો ઉત્પન્ન કરી શકે એવાં પ્રબળ બની શકશે અને નપુંસકતા- સેક્સની શીથીલતા દુર થશે. વૃદ્ધ મનુષ્યમાં પણ યૌવન પ્રકટ થશે.

(૫) સુવાની ભાજી વાયુનો નાશ કરે છે. એટલે વાયુના રોગોવાળાએ સુવાની ભાજી રોજ રાત્રે થોડી ખાવી.

(૬) રોજ અડધી ચમચી સુવાનું ચુર્ણ મધ કે ઘી સાથે સવારે ચાટવાથી સ્મૃતીશક્તી વધે છે.

(૭) જઠરાગ્ની પ્રબળ કરવા ઈચ્છનારે ઘી સાથે, રુપની ઈચ્છા રાખનારે મધ સાથે, બળ પ્રાપ્તીની કામનાવાળાએ સાકર અને ઘી અથવા તો તલના તેલ સાથે અને જેમની બરોળ વધી ગઈ હોય તેમણે સરસીયા તેલ સાથે સુવાદાણાનો ઉપયોગ કરવો જોઈએ.

(૮) સુવાદાણા અડધી ચમચી અને ગોળ એક ચમચી ખુબ ચાવીને ખાવાથી ભુખ ખુબ જ લાગે છે.

(૯) સુવાના ગુણોનો લાભ લેવા નાની પાથી અડધી ચમચી સુવાદાણાનું ચુર્ણ પ્રકૃતી અનુસાર બે ચમચી મધ અથવા ઘી સાથે સવાર-સાંજ લેવું.

સુવર્ણપ્રાશન

નવેમ્બર 25, 2009

સુવર્ણપ્રાશન આયુર્વેદ મુજબ બાળકનો જન્મ થયા પછી માતાને એક-બે દીવસ ધાવણ આવતું નથી; ત્યારે નવજાત શીશુને સુવર્ણપ્રાશન કરાવવું જોઈએ. સ્વચ્છ પાત્રમાં પાંચ-સાત ટીપાં પાણીમાં શુદ્ધ સોનું પાંચ-સાત વાર ઘસવું. તેમાં મધ અને ગાયનું ઘી બે-બે ટીપાં મેળવી બેથી ત્રણવાર બાળકને ચટાડવું. આ સુવર્ણપ્રાશન મનુષ્યને માટે હીતકર, પૌષ્ટીક, બળ આપનાર, કાંતીવર્ધક, બુદ્ધીવર્ધક અને જ્ઞાનેન્દ્રીયોને સક્રીય કરનાર છે. સુવર્ણપ્રાશન સતત એક માસ સુધી કરાવવાથી બુદ્ધી અત્યંત પ્રભાવી અને જ્ઞાનેન્દ્રીયો અને કર્મેન્દ્રીયો અત્યંત પ્રબળ બને છે અને તેની રોગપ્રતીકાર શક્તી બળવાન બને છે. જો એ છ માસ સુધી આપવામાં આવે તો બાળક ઉત્તમ બુદ્ધીમાન બને છે. એટલે જ બાલ્યાવસ્થાના સંસ્કારોમાં તેને અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે.

સુરણ

નવેમ્બર 24, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

સુરણ : सर्वेषां कंदशाकानां सूरण: श्रेष्ठ उच्यते || તમામ કંદશાકોમાં સુરણનું શાક ઉત્તમ છે.એ જમવામાં રુચી ઉત્પન્ન કરે છે.

ઘીમાં તળેલું અથવા છાશમાં બાફેલું જંગલી સુરણનું શાક ખાવાથી હરસ-મસા (પાઈલ્સ) મટે છે.

જંગલી સુરણને સુકવી તેનું ચુર્ણ બનાવી બાટલી ભરી લેવી. એક ચમચી જેટલું આ ચુર્ણ દહીંમાં મેળવીને ગળી જવાથી ઉદરરોગ, અર્શ-પાઈલ્સ મટે છે.

ઔષધમાં જંગલી સુરણ અને શાકમાં મીઠું સુરણ વાપરવું.

સુરણ સહેજ તીખું, મધુર, અગ્નીદીપક, રુક્ષ અને કોઈ કોઈને એ ખંજવાળ-એલર્જી ઉત્પન્ન કરે છે.

સુરણ મળને રોકનાર, સરળતાથી પચી જનાર, ગરમ, કફ, વાયુ અને અર્શ એટલે કે મસા-પાઈલ્સને મટાડનાર, પ્લીહા અને લીવરના રોગોમાં ખુબ જ હીતાવહ છે. વળી સુરણ ગોળો, સોજા, કૃમી, આમવાત, સંધીવાત, ઉદરશુળ, ઉધરસ, શ્વાસ, મેદવૃદ્ધી વગેરેમાં હીતાવહ છે.  પરંતુ દાદર, કોઢ અને રક્તપીત્તમાં તે હીતાવહ નથી.

છાશમાં બાફેલું અથવા ઘીમાં કે તલના તેલમાં તળેલું સુરણ ખુબ જ હીતાવહ છે.

પેપ્ટીક અલ્સર એટલે કે હોજરીના ચાંદાવાળાએ સુરણ ખાવું નહીં.

સુરણવટક સુરણ ૧૬૦ ગ્રામ, વરધારો ૧૬૦ ગ્રામ, મુસળી ૮૦ ગ્રામ, ચીત્રક ૮૦ ગ્રામ, હરડે, બહેડાં, આમળાં, સુંઠ, પીપર, પીપરીમુળ(ગંઠોડા), વાવડીંગ, તાલીસપત્ર ૪૦-૪૦ ગ્રામ, તથા તજ, એલચી, મરી ૨૦-૨૦ ગ્રામ લઈ બારીક ચુર્ણ કરવું. આ ચુર્ણથી બમણો (૧.૭૨૦ કીલોગ્રામ) ગોળ લઈ ચણાના દાણા જેવડી ગોળીઓ બનાવવી. સવાર-સાંજ બબ્બે ગોળીનું સેવન કરવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે, તેમ જ હરસ, સંગ્રહણી, દમ, ખાંસી, ક્ષય, બરોળનો સોજો, હેડકી, પ્રમેહ, ભગંદર વગેરે મટે છે. સુકા અને દુઝતા હરસમાં તે ખુબ જ ઉપયોગી છે.

સુદર્શન ચુર્ણ

નવેમ્બર 23, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

સુદર્શન ચુર્ણ : સુદર્શન ચુર્ણમાં મુખ્ય કરીયાતુ અને કડુ ઉપરાંત ગળો, લીમડાની અંતર્છાલ, ભોંયરીંગણી, પીત્તપાપડો, મોથ, કાળો વાળો, વાવડીંગ વગેરે કડવાં દ્રવ્યો હોય છે.

તાવ આવવાનું કારણ પીત્તનો પ્રકોપ છે. કરીયાતુ તાવ માટેનું ઉત્તમ દ્રવ્ય છે. એની સાથે કડુ હોય તો ગમે તેવા તાવને મટાડી દે છે.

કડુ આંતરડામાં બાઝેલા કાચા મળને કારણે થયેલી કબજીયાત દુર કરે છે. જેને કારણે તાવ ઉતારવામાં સહાયતા થાય છે.

ત્રીફલા, હળદર, સુંઠ, મરી પીપર, ગંઠોડા, જેઠીમધ, અજમો, ઈંદ્રજવ, ચીત્રકમુળ વગેરે દીપન, પાચન અને પીત્તઘ્ન ઔષધો સુદર્શન ચુર્ણમાં હોય છે.

લઘુસુદર્શન ચુર્ણમાં ગળો, પીપર, હરડે, ગંઠોડા, સફેદ ચંદન, કડુ, લીમડાની અંતરછાલ, સુંઠ અને લવીંગ સરખા પ્રમાણમાં અને એ બધાં કરતાં અડધું કરીયાતુ હોય છે. તાવમાં આ ચુર્ણ બેથી ત્રણ ગ્રામ દીવસમાં ત્રણ વાર લેવું. જો એના અતીશય કડવા સ્વાદને લીધે લેવાનું ફાવતું ન હોય તો રાતે ૧૦૦ ગ્રામ પાણીમાં ૫ ગ્રામ ચુર્ણ નાખી ઢાંકી રાખવું. સવારે ગાળીને પી જવું. અથવા તરત જ ઉપયોગ કરવો હોય તો એક ગ્લાસમાં ૫ ગ્રામ ચુર્ણ લઈ ૧૦૦ ગ્રામ ઉકળતું પાણી રેડી ઢાંકી દેવું. પાણી સહેજ ઠંડું પડે એટલે ગાળીને પી જવું.

સીતોપલાદી ચુર્ણ

નવેમ્બર 22, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

સીતોપલાદી ચુર્ણ સીતોપલા એટલે સાકર. ૧૬૦ ગ્રામ સાકર, ૮૦ ગ્રામ વાંસકપુર, ૪૦ ગ્રામ લીંડીપીપર, ૨૦ ગ્રામ એલચી અને ૨૦ ગ્રામ તજ. દરેકનું અલગ અલગ વસ્ત્રગાળ બારીક ચુર્ણ કરવું. એમાંથી વાંસકપુરનું ચુર્ણ એક ખરલમાં છ કલાક લસોટવું. બાકીનાં દ્રવ્યો ભેગાં કરી છ કલાક લસોટવાં. આ ચુર્ણનું મુખ્ય ઘટક સાકર હોવાથી એને સીતોપલાદી ચુર્ણ કહે છે. આ ચુર્ણ લગભગ બધી ફાર્મસીઓ બનાવતી હોય છે એટલે મેડીકલ સ્ટોર્સમાં મળી રહે છે. એક ચમચી આ ચુર્ણ બે ચમચી મધ સાથે સવાર-સાંજ ચાટવાથી દમ, કફજ્વર, ઉધરસ અને ક્ષય મટે છે. ક્ષયનું આ ઉત્તમ ઔષધ છે. આ ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું વાયુપીત્તાદી દોષાનુસાર ઘી અથવા મધ સાથે સવાર-સાંજ લેવાથી શ્વાસ, ઉધરસ, ક્ષય, શરદી, મંદાગ્ની, આંતરીક અને પગના તળીયાની બળતરા, અરુચી, પડખાનો દુખાવો, જીભની જડતા અને જીર્ણજ્વર મટે છે.

સીતાફળ

નવેમ્બર 21, 2009

સીતાફળ સીતાફળ ખુબ જ ઠંડાં છે અને વધુ પડતાં ખાવામાં આવે તો શરદી કરે છે. તેના આ ગુણને લીધે જ એનું નામ શીતફળ પડ્યું હશે. પાછળથી સીતાફળ બની ગયું હશે. એ અતી ઠંડુ, વૃષ્ય, વાતલ, પીત્તશામક, કફ કરનાર, તૃષાશામક અને ઉલટી બંધ કરનાર ઉપરાંત મધુર, પૌષ્ટીક, માંસવૃદ્ધી અને રક્તવૃદ્ધી કરનાર, બળ વધારનાર અને હૃદયને હીતકર છે.

સીંધવ

નવેમ્બર 20, 2009

સીંધવ : સીંધાલુણ ખાણમાંથી કાઢવામાં આવે છે. એ ઘણું સફેદ હોય છે. જ્યાં મીઠું ત્યાજ્ય-વર્જ્ય હોય ત્યાં સીંધાલુણ થોડું ખાવા આપવું એ પથ્યકર છે.

સીંધાલુણ સ્વાદીષ્ટ, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, આહારનું ઉચીત પાચન કરાવનાર, પચવામાં હળવું, સ્નીગ્ધ, રુચી ઉપજાવનાર, ઠંડું, મૈથુન શક્તી વધારનાર, સુક્ષ્મ, નેત્રને હીતકારી અને વાયુ, પીત્ત અને કફ ત્રણે દોષને મટાડનાર છે.

પાંચે પ્રકારના લવણોમાં સીંધવ લવણોત્તમ છે. જ્યારે મીઠું ન ખાવાની પરેજી હોય ત્યારે થોડી માત્રામાં સીંધવ લઈ શકાય.

સીંધવ મળસ્તંભક અને હૃદયરોગમાં હીતકર છે. તે બધાં લવણોમાં સૌમ્ય છે. એ રુચીકર, વૃષ્ય, ચક્ષુષ્ય, અગ્નીદીપક, શુદ્ધ, સ્વાદુ, લઘુ તથા સુંવાળું, આહાર પચાવનાર, શીતળ, અવીદાહી(દાહ ન કરનાર), સુક્ષ્મ, હૃદ્ય, ત્રીદોષનો નાશ કરનાર તેમ જ વ્રણદોષ, મળસ્તંભક અને હૃદયરોગનો  નાશ કરે છે.

(૧) સીંધાલુણ ઘી અથવા તલના તેલમાં મીશ્ર કરીને ચોળવાથી શીળસ બેસી જાય છે.

(૨) તલના તેલમાં સીંધવ અને લસણ વાટીને નાખવું. પછી ગરમ કરી, ઠંડું કરી તેના ટીપા કાનમાં પાડવાથી કાનનો દુખાવો તરત જ મટી જાય છે.

સીલેનીયમ

નવેમ્બર 19, 2009

સીલેનીયમ : સીલેનીયમ બહુ જ શક્તીશાળી ખનીજ છે. જો કે શરીરને બહુ જ નજીવા પ્રમાણમાં એની જરુર પડે છે.

શરીરમાં કેટલાક અસ્થીર અણુઓ હોય છે, જેને ફ્રી રેડીકલ કહે છે. એ શરીરના કોષો પર હુમલો કરી કેન્સર જન્માવે છે. આ ફ્રી રેડીકલને દુર કરનાર એન્ઝાઈમમાં કેન્દ્રીય સ્થાન સીલેનીયમનું છે. આમ સીલેનીયમ કેન્સર સામે રક્ષણ આપે છે.

સીલેનીયમ મુખ્યત્વે બ્રાઝીલ નટ (૧૦ ગ્રામમાં ૨૮૦ માઈક્રોગ્રામ), અનાજ, કઠોળ અને થોડા પ્રમાણમાં ફળ-શાકભાજીમાં હોય છે.

સીલેનીયમની રોજની જરુરીયાત માત્ર ૫૫ માઈક્રોગ્રામની હોય છે. કેન્સર સામે રક્ષણ મેળવવા ૧૦૦થી ૩૦૦ માઈક્રોગ્રામ લેવું જોઈએ. માત્ર એક બ્રાઝીલ નટમાંથી ૧૨૦ માઈક્રોગ્રામ જેટલું સીલેનીયમ મળી રહે છે.

આહારમાં સીલેનીયમની ઉણપથી હૃદય ફુલી જાય છે, અને એનું કાર્ય બરાબર થઈ શકતું નથી. વળી એની ઉણપથી થાઈરોઈડનું કાર્ય ખોરંભાય છે. ઉપરાંત રોગપ્રતીકારક શક્તી માટે પણ સીલેનીયમ જરુરી છે.

સીરોટોનીન

નવેમ્બર 17, 2009

સીરોટોનીન વૈજ્ઞાનીકોના મતે કેળાં, દહીં, સુકોમેવો, માંસ અને ચોકલેટ, આ બધામાં ટ્રીપ્ટોફેન નામનું એમીનો એસીડ હોય છે. જેનાથી શરીરમાં સીરોટોનીન પેદા થાય છે. સીરોટોનીન મગજને સક્રીય બનાવે છે, એટલું જ નહીં પણ સામાજીક વ્યવહારમાં પણ તેની અસર જોવા મળે છે, કેમ કે તે આપણા વ્યવહારને ઉગ્ર બનતો અટકાવે છે.

સારીવા

નવેમ્બર 15, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

સારીવા : સારીવાને કપુરમધુરી, ઉપલસરી, કાબરી, હરીવો વગેરે કહે છે. એનાં પાન કાબરચીતરાં હોય છે. તેની સુગંધ મીઠી મનમોહક હોય છે. એને અનંતમુળ પણ કહે છે.

સારીવા મધુર, ગુરુ, સ્નીગ્ધ, વર્ણ માટે હીતકારી, મળને બાંધનાર, ધાવણ શુદ્ધ કરનાર, દાહ શાંત કરનાર, ત્રીદોષનાશક, રક્તવીકાર, તાવ, ચળ, કુષ્ટ, પ્રમેહ, શરીરની દુર્ગંધ, અરુચી, અગ્નીમાંદ્ય, દમ, ખાંસી, ત્વચાના રોગો, વીષ અને અતીસારને મટાડે છે. ઉપરાંત મુત્રવીરચનીય, પરસેવો લાવનાર, સોજો મટાડનાર અને રસાયન છે.

સારીવા-અનંતમુળની કપુરકાચલી અને ચંદન જેવી મીશ્ર સુગંધ મધુર, આહ્લાદક, સુંઘ્યા જ કરીએ, ભુલી ન શકાય તેવી હોય છે. જે સારીવાના મુળીયામાં સુગંધ આવતી હોય તેનો જ ઔષધમાં ઉપયોગ કરવો. સારીવાનાં મુળ બજારમાં મળે છે. એ રક્તશુદ્ધીની અપ્રતીમ દવા છે.

(૧) કોઠે રતવા હોય, વારંવાર કસુવાવડ થઈ જતી હોય, બાળક જન્મતાં જ મરી જતું હોય તો તેને માટે સારીવા ઉત્તમ ઔષધ છે. એમાં અડધી ચમચી સારીવા-મુળનું ચુર્ણ સવાર-સાંજ દુધ સાથે લેવું.

(૨) લોહી-બગાડ અને ત્વચાના રોગમાં અનંતમુળ અને ગળોનું સમાન ભાગે બનાવેલું ચુર્ણ અડધીથી એક ચમચી પાણી સાથે ફાકી જવું.