Archive for માર્ચ, 2009

તુલસી

માર્ચ 31, 2009

તુલસી : તુલસીમાં રહેલું એક વીશીષ્ટ તેલ હવાને જંતુમુક્ત કરી શુદ્ધ કરે છે.

તુલસી શરીરની વીદ્યુત જાળવી રાખે છે.

તુલસી ગરમ હોવાથી કફના તમામ રોગોમાં અતી ઉપયોગી છે. શરદી, સળેખમ, સસણી, ઉધરસ, શ્વાસ જેવા કફના રોગો તે મટાડે છે. આ ઉપરાંત પાચનતંત્રના રોગોમાં પણ તે ઉપયોગી છે. ભુખ મરી જવી, ખાવામાં રુચી ન રહેવી, પેટ ડબ રહેવું, મોં વાસ મારવું વગેરે રોગોમાં તેનો ઉપયોગ થઈ શકે.

તુલસીનાં પાન એમ ને એમ કાચાં ખાઈ શકાય. તેનાં પાનનો રસ કાઢી પી શકાય. તુલસીનાં પાનની સુકવણી કરી જરુર પડ્યે ઉપયોગમાં લઈ શકાય.

ગરમ પ્રકૃતીવાળાએ અને પીત્તજન્ય રોગોમાં તેનો ઓછો ઉપયોગ કરવો.

તુલસીનાં પાન ખાઈને દુધ પીવું નહીં.

એના નીત્ય સેવનથી એસીડીટી, મરડો, કોલાઈટીસ વગેરે મટે છે. સ્નાયુનો દુખાવો, શરદી, સળેખમ, મેદવૃદ્ધી, માસીક સંબંધી રોગો અને દુખાવો, બાળકોના રોગો- ખાસ કરીને શરદી, કફ, ઝાડા-ઉલટીમાં ફાયદો કરે છે. તુલસી હૃદયરોગમાં આશ્ચર્યજનક ફાયદો કરે છે.

આંતરડાના રોગોની તુલસી અકસીર દવા છે. એક ફ્રેન્ચ ડૉક્ટરે પણ કહ્યું છે કે તુલસી એક અદ્ભુત ઔષધી છે. તુલસી પર કરવામાં આવેલા પ્રયોગોથી સાબીત થયું છે કે બ્લડપ્રેશરના અને પાચનતંત્રના નીયમનમાં, રક્તકણો વધારવામાં, તેમ જ માનસીક રોગોમાં તુલસી અત્યંત લાભદાયી છે. ઉપરાંત એ બ્રહ્મચર્યના રક્ષણમાં અને યાદશક્તી વધારવામાં અનુપમ સહાયક છે.

તુલસીનો રસ બેથી ત્રણ ચમચી અને સુકી તુલસીનું ચુર્ણ એક ચમચી મધ સાથે સવાર-સાંજ લઈ શકાય. 

(૧) સવારે નરણે કોઠે તુલસીનો રસ પાણી સાથે લેવાથી બળ, તેજ અને સ્મરણ શક્તી વધે છે.

(૨) મોંમાંથી દુર્ગંધ આવતી હોય તો તુલસીનાં થોડાં પાન દરરોજ ચાવવાથી તે દુર થાય છે અને સ્વાસ્થ્યની વૃદ્ધી થાય છે.

(૩) તુલસીની માળા ધારણ કરનાર ઘણા રોગોથી મુક્ત રહે છે. 

 

નવગ્રહપુજા

માર્ચ 31, 2009

નવગ્રહ પુજા

ચોખાના બબ્બે દાણા વધાવવા.

સુર્ય-

ॐ जपाकुसुमसंकाशंकाश्यपेयंमहाद्युतिम्,

तमोऽरिं सर्व पापघ्नंप्रणतोऽस्मिदिवाकरम्.

ॐ मध्ये सूर्याय नमः सूर्यं आह्वायामि स्थापयामि.

ચંદ્ર-

दधिशंख तुषाराभं क्षीरोदार्णव संभवम्,

नमामि शशिनं सोमं शंभोर्मुकुट भूषणम्.

ॐ अग्नये चंद्रमसे नमः चंद्रमसं आह्वायामि स्था०.

મંગલ-

धरणी गर्भ संभूतं विद्युत्कांति समप्रभ,

कुमारं शक्ति हस्तं च मंगलं प्रणामाम्यहम्.

ॐ दक्षिणे भौमाय नमः भौमं आह्वायामि स्थापयामि.

બુધ-

प्रियंगुकलिकाश्यामं रुपेणाप्रतिं बुधम्,

सौम्यं सौम्यगुणोपेत तं बुधं प्रणामाम्यहम्.

ॐ ईशान्ये बुधाय नमः बुधमाह्वायामि स्थापयामि.

ગુરુ-

देवानां च ऋषिणां च गुरुं कांचन सन्निभम्,

बुद्धिभूतं त्रिलोकेशं तं नमामि बृहस्पतिम्.

ॐ उत्तरे बृहस्पतये नमः बृहस्पतिं आह्वा० स्था०.

શુક્ર-

हिमकुंद मृणालाभं दैत्यनां परं गुरुम्,

सर्व शास्त्र प्रवक्तारं भार्गवं प्रणामाम्यहम्.

ॐ पूर्वे शुक्राय नमः शुक्रं आह्वायामि स्था०.

શની-

नीलांजन समाभासं रविपुत्र यमाग्रजम्,

छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम्.

ॐ पश्चिमे शनैशचराय नमः शनैचरं आ० स्था०.

રાહુ-

अर्धकाय महावीर्यं चंद्रादित्य विमर्दनम्,

सिंहिकागर्भ संभूतं तं राहुं प्रणामाम्यहम्.

ॐ नैऋत्याय राहवे नमः राहुं आ० स्था०.

કેતુ-

पलाशपुष्प संकाशं तारकाग्रह मस्तकम्

रौद्रं रौद्रात्मकं घोरं तं केतुं प्रणामाम्यहम्.

ॐ वायवे केतवे नमः केतुं आ० स्था०.

પુજન-ॐ नवग्रह देवताभ्यो नमः गंधं पुष्पं धुपं दीपं नैवेद्यं

कुंकुमं अक्षतान् समर्पयामि.

તાંદળજો

માર્ચ 30, 2009

તાંદળજો : એક પ્રચલીત લોકમાન્યતા અથવા લોકવાયકા છે કે, આયુર્વેદની દવાઓ ચાલતી હોય તો તાંદળજાની ભાજી ન ખવાય. એથી દવાઓની અસર મારી જાય છે. આવી લોકમાન્યતામાં કશું તથ્ય નથી. બારે માસ મળતી તાંદળજાની ભાજી બારે માસ ખાઈ પણ શકાય. એ એક ઉત્તમ ઔષધ છે.

તાંદળજો વીષઘ્ન એટલે કે ઝેરનાશક છે. તે મધુર અને શીતળ હોવાથી પીત્તના, લોહીના અને ત્વચાના રોગોમાં ખુબ જ હીતાવહ છે. પચવામાં હલકો, સ્વાદીષ્ટ અને રુચી ઉપજાવનાર, જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર અને બધાંને જ હીતકર આહારદ્રવ્યો એમાં છે. શરીરની આંતરીક બળતરાને શાંત કરનાર, મળમુત્ર સાફ લાવનાર, મુત્રાવરોધમાં ખુબ જ ઉપયોગી, કબજીયાતને તોડનાર, આંખો માટે હીતાવહ, રક્તસ્રાવ બંધ કરનાર, હરસ-મસા (પાઈલ્સ), લોહીવા, રક્તાતીસાર, ગડગુમડ, જ્વર, ખંજવાળ, ખરજવું, દાદર, ગરમીના સોજા, નસકોરી ફુટવી, ધાવણ ઓછું આવવું વગેરે વીકૃતીઓમાં તાંદળજાનું સેવન ખુબ ફાયદાકારક છે.

(૧) તાંદળજાના તાજા રસમાં સાકર મેળવી પીવાથી હાથપગની બળતરા અને આંતરીક દાહનું શમન થાય છે. આંખનું તેજ વધે છે, ત્વચાની કાંતી ચમકવા લાગે છે.

(૨) તાંદળજાનો રસ સાકર નાખી પીવાથી વીષની અસર પણ ઘટી જાય છે. વળી શરીરના કોઈ પણ ભાગમાંથી રક્તસ્રાવ થતો હોય અથવા શરીરના કોઈ પણ ભાગમાં બળતરા થતી હોય તો તાંદળજાના તાજા રસમાં સાકર નાખી પીવાથી લાભ થાય છે.

(૩) આંખના રોગોમાં તાંદળજો ઉત્તમ ગણાય છે, કેમ કે એમાં વીટામીન સારા પ્રમાણમાં છે.

(૪) તાવમાં પણ તાંદળજાની ભાજી પથ્ય છે. ભાજીઓમાં તાંદળજાનું સ્થાન ઉંચું છે. ઉન્માદ, તાવ, રક્તપીત્ત, પાંડુ, કમળો, ત્રીદોષ, શીતપીત્ત, કફ અને ઉધરસનો નાશ કરે છે.

શીવપુજા, ષોડશ માતૃકાપુજા

માર્ચ 30, 2009

શીવપુજન

ચોખા લેવા.

ॐ शिवं शंकरमीशानं द्वादशार्द्ध त्रिलोचनम् |

उमया सहित देवं शिवमाह्वायाम्यहम् ||

ચોખા વધાવી દેવા. ફુલ લેવાં.

ॐ नमः शंभवाय च मयोभवाय च

नमः शंकराय च मयस्कराय च

नमः शिवाय च शिवतराय च ॐ नमो नमः ||

ફુલ ચડાવી દેવાં.

ષોડશ માતૃકા પુજન

ફુલ લેવાં.

ॐ षोडश मातृकेभ्यो नमः ||

गौरी पद्मा शची मेधा सावित्री विजया जया |

देवसेना स्वधा स्वाहा मातरो लोकमातरः ||

हृष्टि पुष्टिस्तथा तुष्टिस् तथात्म कुलदेवता |

आदौ विनायकं पूज्यो अंते च कलमातरः ||

ફુલ ચડાવી દેવાં.

ॐ षोडश मातृकेभ्यो नमः गंधं पुष्पं धुपं दीपं नैवेद्यं कुंकुमं अक्षतान् समर्प

તલનું તેલ

માર્ચ 29, 2009

તલનું તેલ માત્ર તલ અને સરસવનું તેલ જ તેલ કહેવાય, શીંગ, સુર્યમુખી, કપાસીયા, પામોલીન વગેરેના તેલને તેલ કહેવાય નહીં. તલનું તેલ ગરમ છે, આથી તે જઠરાગ્નીને પ્રદીપ્ત કરે છે, અને વાયુનાશક છે. તે એક ઉત્તમ ટોનીક છે. તે ઝાડા અને પેશાબને બાંધે છે. તલના તેલથી ચામડી મુલાયમ બને છે. તલના તેલથી કૉલેસ્ટરોલનો નાશ થાય છે.

તલના તેલનો કોગળો મોંમાં તલનું તેલ ભરી થાકી જવાય ત્યાં સુધી મોં ફુલાવી રાખવાથી જડબાં બળવાન બને છે, સ્વર ગંભીર-દુર સુધી સાંભળી શકાય તેવો સુસ્પષ્ટ તથા મુખપ્રદેશ ભરાવદાર થાય છે. આહાર-રસોના સ્વાદની યોગ્ય અનુભુતી અને આહાર પર અભીરુચી ઉત્પન્ન થાય છે. તલના તેલનો કોગળો કરનારને ક્યારેય મુખશોષ(મોં સુકાવું તે) થતો નથી કે હોઠ ફાટવાનો ભય રહેતો નથી. ખાટા આહાર દ્રવ્યો ખાધા પછી દાંત અંબાઈ જતા નથી કે દાંતની જડમાં દર્દ થતું નથી. તેના દાંત અત્યંત સખત ખોરાક પણ ચાવીને ખાવાને સમર્થ બને છે.

પરમાત્મા પુજા

માર્ચ 29, 2009

પરમાત્મા પુજા

આહ્વાન-હાથમાં ચોખા લેવા

केशवं पुंडरीकाक्षं माधवं मधुसुदनम् |

रुकिमणी सहितं देवं विष्णुमावाहयाम्यहम् ||

ॐ श्री परमात्मने नमः परमात्मानं आह्वायामि स्थापयामि ध्यायामि||

નમસ્કાર

ॐ कारं बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः |

कामदं मोक्षदं चैव ॐ काराय नमो नमः ||

ॐ श्री परमात्मने नमः नमस्कारान् समर्पयामि||

ટુંકી પરમાત્મા પુજા અથવા પ્રાર્થના

ફુલ લેવું અથવા હાથ જોડી રાખવા

यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वंति दिव्यैः स्तवैः

वेदैः सांगपदक्रमोपनिषदैः गायंति यं सामगाः |

ध्यानावस्थित तद्गतेन मनसा पश्यंति यं योगिनो

यस्यान्तं न विदुः सुरासुरागणा देवाय तस्मै नमः ||

मूकं करोति वाचालं पंगु लंघयते गिरिम् |

यत्कृपा तमहं वंदे परमानंद माधबम् ||

वसुदेव सुतं देवं कंस चाणुर मर्दनम् |

देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुम् ||

गुरुर् ब्रह्मा गुरुर् विष्णुः गुरुर्देवो महेश्वरः |

गुरुरेव परब्रह्म तस्मै श्री गुरवे नमः ||

त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधुश्च सखा त्वमेव |

त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव ||

ॐ भूर्भुवः स्वः तत्सवितुर् वरेण्यं

भर्गो देवस्य धीमही धियो यो नः प्रचोदयात् ||

ॐ विश्वानिदेव सवितर् दुरितानी परासुव

यद् भद्रं तन्नासुव ||

ॐ हिरण्यगर्भ समवर्तताग्रे भूतस्य जातः पतिरेकासीत् |

स दाधार पृथिवीं द्यामुतेमाम् कस्मै देवाय हविषा विधेम ||

प्रपन्न पारिजाताय तोत्त्रवेत्रैकपाणये |

ज्ञानमुद्राय कृष्णाय गीतामृत दुहे नमः ||

शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशम् |

विश्वाधारं गगन सदृशं मेघवर्णं शुभांगम् ||

लक्ष्मीकातं कमलनयनं योगिभिर्ध्यान गम्यम् |

वंदे विष्णुं भवभयहरं सर्वलोकैक नाथम् ||

ફુલ ચડાવી દેવાં.

श्री परमात्मने नमः नमस्कारान् समर्पयामि ||

ટુંકી પુજા હોય તો-

ॐ श्री परमात्मने नमः गंधं पुष्पं धुपं दीपं नैवेद्यं कुंकुमं अक्षतान् समर्पयामि ||

અથવા

ચંદન

श्रीखंडं चंदनं दिव्यं गंधाढ्यं सुमनोहरम् |

विलेपनं सूरश्रेष्ठ चंदनं प्रतिगृह्यताम् ||

ॐ श्री परमात्मने नमः चंदनं समर्पयामि ||

પુષ્પ

माल्यादिनी सुगंधिनी माल्यादिनी वै प्रभो |

मयाऽऽहृतानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यताम् ||

ॐ श्री परमात्मने नमः पुष्पाणि समर्पयामि|

ધુપ

वनस्पति रसोद्भूतो गंधाढ्यो गंधोत्तमः |

आघ्रेय सर्व देवानां धूपोऽयं प्रतिगृह्यताम् ||

ॐ श्री परमात्मने नमः धूपं समर्पयामि ||

દીપ

साज्यं वर्तिसंयुक्तं वह्निना योजितं मया |

दीपं गृहाण देवेश त्रैलोक्य तिमिरापहम् ||

ॐ श्री परमात्मने नमः दीपं दर्शयामि ||

નૈવેદ્ય

शर्करा खंड खाद्यानि दधिक्षीरघृतानि च |

आहारं भक्ष्यं भोज्यं च नैवेद्यं प्रतिगृह्यताम् ||

ॐ श्री परमात्मने नमः नैवेद्यं निवेदयामि ||

કુંકુમ

कुंकुमं कामदं दिव्यं कामिन्या कामपुरकम् |

कुंकुमेनार्चितो देव प्रसीद परमेश्वर ||

ॐ श्री परमात्मने नमः कुंकुमं समर्पयामि ||

અક્ષતાન્

अक्षताश्च सुरश्रेष्ठ कुंकुमाक्ता सुशोभिताः |

मया निवेदिता भक्त्या गृहाण परमेश्वर ||

ॐ श्री परमात्मने नमः अक्षतान् समर्पयामि ||

ईति परमात्मा पूजा ||

તલ

માર્ચ 28, 2009

તલ : તલ કાળા, સફેદ અને રાતા એમ ત્રણ પ્રકારના થાય છે. એમાં કાળા તલ શ્રેષ્ઠ ગણાય છે. કાળા તલમાં લોહનું પ્રમાણ સારું હોય છે, જ્યારે સફેદ તલમાં કેલ્શ્યમનું પ્રમાણ વધુ હોય છે.

બધા જ પ્રકારના તલ મધુર, તીખા, કડવા, તુરા, સ્વાદીષ્ટ, ચીકણા, ગરમ, કફ અને પીત્ત કરનારા, બળ આપનારા, વાળ માટે હીતકર, ધાવણ વધારનારા, બુદ્ધીપ્રદ, દાંત માટે હીતકારી તેમ જ મળને બાંધનારા છે. તલ અગ્નીવર્ધક તથા વજન વધારનાર છે.

(૧) વહેલી સવારે એકાદ મુઠ્ઠી તલ ચાવીને ખાવાથી દાંત મજબુત બને છે અને લાંબા સમય સુધી હલતા, દુખતા કે પડતા નથી.

(૨) રોજ સવારે બે મુઠી કાળા તલ ખુબ ચાવીને ખાઈ ઉપર ઠંડુ પાણી પીવાથી શરીરની સપ્રમાણ વૃદ્ધી થાય છે, લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે અને દાંત મરતાં સુધી પડતા નથી.

કળશપુજા

માર્ચ 28, 2009

કળશપુજા

(લગ્નવીધીમાં કળશપુજા ટુંકમાં જ કરવી, કેમ કે એ માટે વધુ સમય આપી શકાય તેમ હોતું નથી. છતાં જો કોઈએ પુરી કળશપુજા કરવી હોય તો અન્ય વીધીમાં બતાવી છે તે મુજબ કરી શકાય.)

તાંબાના કળશ પર કંકુ વડે સ્વસ્તીક કાઢીને તેમાં પાણી ભરી ફુલ, સોપારી, ચોખા, ચંદન, કંકુ, પૈસો, દુર્વા, પંચપલ્લવ, પંચધાન્ય વગેરે પધરાવવું. પછી આંબાનાં પાંચ પાંદડાં મુકી તેના પર નાળીયેર મુકવું.

વર-કન્યાએ જમણા હાથમાં ચોખા લેવા.

ॐ अस्मिन्कलशे वरुणं सांगं सपरिवारं सायुधम्,

सशक्तिं आह्वायामि स्थापयामि प्रतिष्ठा सर्व देवानाम्.

मित्रावरुण निर्मिता प्रतिष्ठां ते करोम्यत्र,

कलशे दैवेते सह ॐ वरुणाय नमः.

वरुण सुप्रतिष्ठो वरदो भव पाशहस्तं च वरुणम्,

अम्भसांपतिम् ईश्वरं आवाहयामि यज्ञेऽस्मिन्.

ॐ वरुणाम् आह्वायामि स्थापयामि ध्यायामि.

ચોખા વધાવી દેવા. -કળશની ફરતે ધુપસળી ફેરવવી.

ॐ पूर्वे ईन्द्राय नमः दक्षिणे यमाय नमः,

पश्चिमे वरुणाय नमः उत्तरे कुबेराय नमः.

હાથ જોડી રાખવા.

नमो नमस्ते स्फटिक प्रभाय सुश्वेतहाराय सुमंगलाय,

सुपाशहस्ताय झषासनाय जलाधिनाथाय नमो नमस्ते.

તરબુચ

માર્ચ 27, 2009

તરબુચ મળને રોકનાર, ઠંડાં, ભારે, દૃષ્ટીશક્તી તથા પીત્ત અને શુક્રને નષ્ટ કરનાર છે. પાકાં ફળ ઉષ્ણ, ક્ષારવાળાં અને કફવાયુ મટાડે છે. તરબુચનાં બીની મીંજને મગજતરી કહે છે, કેમ કે એ મીંજ ખાવાથી બુદ્ધી વધે છે.

મધુપર્ક

માર્ચ 27, 2009

મધુપર્ક

મંત્ર ભણી મધુપર્કનું પાત્ર કન્યાના હાથમાં આપવું.

ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा |

यः स्मरेत्पुंडरीकाक्षं स बाह्याभ्यंतरः शुचिः ||

પ્રથમ કન્યા વરને મધુપર્ક આપે.

ॐ यन्मधुनो मधव्यं परम रूपमन्नाद्यम् |

तेनाऽहं मधुनो मधव्येन परमेण रूपेणान्नद्येन ||

ॐ परमो मधव्योऽन्नादोऽसानि ||

હવે વર કન્યાને મધુપર્ક આપશે. ઉપરનો મંત્ર ફરીથી.