Archive for મે, 2020

આરોગ્ય ટુચકા ૬૨૦. અળાઈમાં આંબાની ગોટલી

મે 31, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૬૨૦. અળાઈમાં આંબાની ગોટલી : આંબાની ગોટલીના ચુર્ણને પાણીમાં કાલવી શરીરે લગાડી સ્નાન કરવાથી અળાઈઓ થતી નથી અને થઈ હોય તો મટી જાય છે.

આરોગ્ય ટુચકા ૬૧૯. શક્તી માટે ખજુર અને દ્રાક્ષ

મે 30, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૬૧૯. શક્તી માટે ખજુર અને દ્રાક્ષ : ખજુર ૧૦૦ ગ્રામ અને કીસમીસ દ્રાક્ષ ૫૦ ગ્રામ દરરોજ ખાવાથી સુકલકડી શરીરવાળા દર્દીમાં નવું લોહી પેદા થાય છે. નબળા શરીર તેમ જ મનવાળા, જેનું વીર્ય ક્ષીણ થયું હોય તેવા માણસો માટે દરરોજ સવારમાં પીંડખજુરનો નાસ્તો કરવો ફાયદાકારક છે.

આરોગ્ય ટુચકા ૬૧૮. સોજામાં અને હરસમાં ગાજર

મે 29, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૬૧૮. સોજામાં અને હરસમાં ગાજર : (૧) સોજા આવ્યા હોય તો નમક અને ખટાશ વગરનું ગાજરનું શાક દરરોજ ખાવાથી લાભ થાય છે. (૨) ઘી કે તલના તેલમાં ગાજરનું શાક બનાવી દાડમનો રસ નાખી દહીં સાથે ખાવાથી હરસ મટે છે. 

આરોગ્ય ટુચકા ૭૩૫. રોગપ્રતીકારકતા વધારવા માટે

મે 28, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૭૩૫. રોગપ્રતીકારકતા વધારવા માટે : (આજે મળેલ એક ઈમેલમાંથી બધાંની જાણ માટે) ભારતમાં વૈકલ્પીક સારવાર પદ્ધતીના સંશોધન અને સ્ટાન્ડર્ડાઇઝેશન માટે કામ કરતા આયુષ મંત્રાલયે કોરોના વાઇરસ સામે રક્ષણ આપે એવો કાઢો પીવાની ભલામણ કરી છે. આ કાઢામાં દરેક ઘરમાં આસાનીથી મળી જાય એવા તેજાનાનો સમાવેશ થાય છે જે વાઇરસ સામે ઇમ્યુનીટી વધારતો હોવાનું આયુષ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ કાઢો બનાવવા માટે બે ગ્લાસ પાણી લેવું, એમાં દસથી બાર તુલસીનાં પાન નાખવા, સુંઠ, તજ અને કાળાં મરી નાખવાં. કાઢો ઉકળીને લગભગ અડધો થઈ જાય એટલે એમાં થોડોક ગોળ નાખીને ઓગળવા દેવું. આ પીણું સહેજ કોકરવરણું હોય ત્યારે જ પી જવું. રોજ સવાર-સાંજ દીવસમાં બે વાર આવો કાઢો પીવામાં આવે તો એનાથી રોગપ્રતીકારકતા વધે છે. આ કાઢા ઉપરાંત વારંવાર ગરમ પાણી પીતા રહેવાની સલાહ પણ અપાઈ છે. તેમ જ પાણીમાં અજમો નાખી ઉકાળીને એની વરાળ પણ નાક-મોં પર લેવાનું કહેવાયું છે.

આરોગ્ય ટુચકા ૬૧૭. ખદીરાદી ક્વાથ

મે 27, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૬૧૭. ખદીરાદી ક્વાથ: ખેરછાલ અને ત્રીફળાને ભેગાં ખાંડી અધકચરો ભુકો બનાવવો. બે ચમચી ભુકો બે ગ્લાસ પાણીમાં ઉકાળી અડધું બાકી રહે ત્યારે ઠંડુ પાડી એક ચમચી વાવડીંગનું ચુર્ણ અને એક ચમચી ભેંસનું ઘી ઉમેરી બેથી ત્રણ અઠવાડીયાં સવાર-સાંજ તાજો બનાવી પીવાથી કષ્ટદાયી ભગંદર તથા આમણ મટે છે. એને ખદીરાદી ક્વાથ કહે છે, કેમ કે ખેરની છાલ એમાં મુખ્ય ઔષધ છે. ખેરનું સંસ્કૃત નામ ખદીર છે.

આરોગ્ય ટુચકા ૬૧૬. ઉલટી, ઉબકા અને હેડકીમાં કપુરકાચલી

મે 26, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૬૧૬. ઉલટી, ઉબકા અને હેડકીમાં કપુરકાચલી : પાથી અડધી ચમચી કપુરકાચલીના મુળનું ચુર્ણ બે ચમચી મધ સાથે ચાટવાથી ઉલટી, ઉબકા અને હેડકી મટે છે. એનાથી મોંની દુર્ગંધ પણ મટશે.

આરોગ્ય ટુચકા ૬૧૫. કપુર

મે 25, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૬૧૫. કપુર : કપુરના વૃક્ષમાંથી કાઢવામાં આવતા તેલમાંથી કપુર બને છે. એના ઘણા પ્રકાર છે, અને તે મુજબ ગુણમાં ફેર પડે છે. કપુર મળ, પીત્ત, કફ, વીષ વગેરેનો નાશ કરે છે. કપુર શીતળ, પાચન સુધારનાર, હૃદય અને આંખને હીતકારી, સુગંધી, રુચીકર, તૃષા, મેદ, બળતરા, કંઠરોગ, કૃમી અને દુર્ગંધનો નાશ કરનાર છે. કપુર વીર્યને વધારે છે અને નેત્રને માટે હીતાવહ છે, તેમ જ શરીરને પુષ્ટ કરે છે.

કપુરનો ઉપયોગ વૈદ્યની દેખરેખ નીચે જ કરવો. સ્વયં કરવો નહીં. કપુરમાંથી ઘણી દવાઓ બને છે.

૬૧૧. વજન ઘટાડવા એપલ વીનેગર

મે 24, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

૬૧૧. વજન ઘટાડવા એપલ વીનેગર : ૨ ચમચા (ટેબલસ્પુન) એપલ સાઈડર વીનેગર, ૧ ચમચો ઓર્ગેનીક મધ, અડધી ચમચી તજનું ચુર્ણ અને અડધા લીંબુના રસને ૨૨૫ મીલીલીટર ફીલ્ટર કરેલા ચોખ્ખા પાણીમાં સારી રીતે મીક્સ કરીને દીવસમાં બે વખત ખાવા પહેલાં પીવાથી શરીરનું વજન ઘટાડી શકાય છે.

આરોગ્ય ટુચકા ૬૧૪. કડુ

મે 24, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૬૧૪. કડુ : અરુચી, અપચો, કબજીયાત, ઉદરશુળ, કૃમી, ધીમો તાવ, મંદાગ્ની વગેરે અનેક રોગોમાં પા ચમચી જેટલું અથવા ચણાના બે દાણા જેટલું કડુનું ચુર્ણ રોજ સવાર-સાંજ પાણી સાથે ફાકી જવાથી ઉત્તમ પરીણામ મળે છે. યકૃત(લીવર)ના અનેક દર્દોમાં કડુ અત્યંત ઉપયોગી છે. પેટના કૃમીમાં તે ખુબ જ હીતાવહ છે. કડુ આમાશયમાં પાચક રસોનો સ્રાવ વધારે છે. લીવરના રોગોમાં પાથી અડધી ચમચી સહેજ શેકેલા કડુનું ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવું.

કડુના ઉપચારથી કેટલાકને પેટમાં ચુંક આવે છે. તેમણે અડધી ચમચી અજમો ગોળ સાથે ચાવીને ખાવો.

આરોગ્ય ટુચકા ૬૧૨. દુખાવા અને સોજામાં હળદર

મે 23, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૬૧૨. દુખાવા અને સોજામાં હળદર : નીયમીત રીતે લીલી કે સુકી હળદરના ચુર્ણનો ઉપયોગ કરવાથી દુખાવા અને સોજામાં રાહત થાય છે. હળદરમાં ઓક્સીજનકરણનું પ્રતીરોધક તત્વ રહેલું છે, જે ફ્રી રેડીકલ્સનો નાશ કરે છે. ફ્રી રેડીકલ્સ દુખાવો અને સોજા માટે જવાબદાર ગણાય છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એસ્પીરીન કરતાં હળદર દુખાવો અને સોજો દુર કરવા માટે વધુ સલામત છે, કેમકે એસ્પીરીનની જેમ હળદર હોજરી કે આંતરડામાં કોઈ સમસ્યા પેદા કરતી નથી.