Archive for એપ્રિલ, 2014

“મળવા જેવા માણસ-૧૨(શ્રી સુરેશ જાની)”

એપ્રિલ 29, 2014

“મળવા જેવા માણસ-૧૨(શ્રી સુરેશ જાની)”

શ્રી. પી.કે. દાવડા દ્વારા લખાયેલ આ લેખ મને ભાઈ શ્રી સુરેશભાઈએ મોકલ્યો છે અને વધુ લોકોની જાણ માટે એને મારા બ્લોગ પર મુકવો હોય તો મુકી શકાય એમ જણાવવામાં આવ્યું હતું. આથી એના મુળ લેખક શ્રી. દાવડાની મંજુરીથી એક જ ઈ-ઉવાળી સાદી જોડણીમાં અહીં મુકું છું.

સુરેશ જાની

સુરેશભાઈનો જન્મ એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં, ૧૯૪૩માં અમદાવાદમાં થયો હતો. એમના પીતા જ્યારે ૧૯૫૫ માં રેલ્વેની નોકરીમાંથી રીટાયર્ડ થયા ત્યારે તેમનો ૨૫૦ રુપીયા પગાર હતો. શાળામાં તો ચાલતા જતા હતા, પણ દુર આવેલી એંજીનીઅરીંગ કોલેજમાં જવા સુરેશભાઈને બસ ભાડા માટે રોજ ૧૦ પૈસા મળતા. નોટબુક્સ, પુસ્તકો વગેરે શાળામાંથી અથવા જ્ઞાતી ટ્રસ્ટમાંથી મફત મળતાં. એક સમય એવો હતો કે એ વખતે એમને મળતી ૧૦૦/- રુપીયાની પોસ્ટ મેટ્રીક્યુલેશન સ્કોલરશીપ ઘરમાં ગાડાના પૈડા જેવી હતી.

સુરેશભાઈ એમના પીતા વીશે કહે છે, “બાપુજી સાવ સામાન્ય સ્થીતીના પણ દીલના અમીર. લોકો એમને ધરમનો કાંટો ગણતા. અનેક લોકો એમની સલાહ લેવા આવતા. એમણે અનેક લોકોને એમના પ્રશ્નો ઉકેલવામાં મદદ કરી હતી. એમની ધાર્મીકતા એ જમાનાના માણસો કરતાં બહુ અલગ હતી. એમણે કદી અમને મંદીર જવાનો કે ચીલાચાલુ પુજાનો આગ્રહ રાખ્યો ન હતો. તેઓ શ્રી. અરવીંદની ફીલસુફી સાથે આત્મસાત થયા હતા; અને રેલ્વેની નોકરીને કારણે મળતા ફ્રી પાસને લીધે અમને બે વખત પોન્ડીચેરી લઈ ગયા હતા.” એમના માતા વીશે તેઓ કહે છે, “મા ચાર જ ચોપડી ભણેલાં, પણ વાંચનનાં શોખીન. ક.મા.મુન્શી, ર.વ.દેસાઈ, ધુમકેતુનાં મોટા ભાગનાં પુસ્તકો વાંચેલાં. અનેક ગીતો, ભજનો, સ્તોત્રો, ગીતાના અધ્યાયો મોંઢે કડકડાટ. ઘરના કામના ઢસરડા અને પાંચ સંતાનોના ઉછેરની જવાબદારી, પણ ક્યારે પણ ફરીયાદ ન કરેલી. એ પેઢીની ખાનદાની અલગ હતી.”

અભ્યાસમાં સુરેશભાઈ ખુબ જ હોશીયાર હતા, હંમેશાં બહુ જ ઉંચા માર્કસ મેળવી પાસ થતા. મેથ્સ અને સાયન્સમાં એમને એટલો રસ હતો કે એ હંમેશાં પોતાની કક્ષા કરતાં ખુબ જ આગળ રહેતા. દસમા ધોરણમાં બનેલો એક પ્રસંગ સુરેશભાઈના શબ્દોમાં જ કહું તો “દસમા ધોરણમાં મને ગણીતમાં ૯૯ માર્કસ આવ્યા. મેં બારમાંથી આઠ સવાલ નહીં, પણ બારે બાર સવાલના જવાબ આપ્યા હતા. હું અમારા ગણીતના શીક્ષક શ્રી. ચીતાણીયા સાહેબ પાસે ગયો. અને પુછ્યું, મને એક માર્ક ઓછો શા માટે આપ્યો છે? સાહેબે કહ્યું, “જો, ભાઈ! ઉત્તરવહીમાં તેં પહેલા પાને લખ્યું છે કે – ગમે તે આઠ ઉત્તર તપાસો. આ તારું અભીમાન બતાવે છે. એ તારા અભીમાનનો એક માર્ક મેં કાપ્યો. તારી હોંશીયારી તને જીવનમાં કામ લાગશે; તેના કરતાં વધારે આ અભીમાન તને વધારે નડશે. ” સુરેશભાઈએ શીક્ષકની આ વાત જીવનભર માટે યાદ રાખી લીધી.

દીવાન બલ્લુભાઈ માધ્યમીક શાળા, અમદાવાદ,માંથી એસ.એસ.સી. પાસ કરી સુરેશભાઇએ બે વર્ષ માટે ગુજરાત કોલેજ, અમદાવાદમાં અભ્યાસ કર્યો. આ સમય દરમ્યાન એમને ફીઝીક્સ અને મેથ્સમાં એટલો રસ પડ્યો કે એમણે વૈજ્ઞાનીક બનવાનો મનોમન નીર્ણય કરી લીધો હતો, પણ કુટુંબના આગ્રહને વશ થઈ એમણે અમદાવાદની એલ.ડી. કોલેજ ઓફ એંજીનીરીંગમાં ત્રણ વર્ષનો બી.ઈ.(મીકેનીકલ)નો અભ્યાસ કર્યો. ત્યારબાદ એક વર્ષ વધારે અભ્યાસ કરી બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)ની ડીગ્રી પણ મેળવી લીધી. જો સુરેશભાઈનું મનનું ધાર્યું થાત તો ભારતને એક પ્રતીભાશાળી વૈજ્ઞાનીક મળત.

૧૯૬૫ માં અમદાવાદ ઈલેક્ટ્રીસીટી કંપનીમાં આસીસ્ટંટ એંજીનીઅર તરીકે નોકરીની શરુઆત કરી અને છેક ૨૦૦૦ માં સાબરમતી પાવર સ્ટેશનના જનરલ મેનેજર તરીકે નીવૃતી લીધી. નોકરી દરમ્યાન એમણે પાવર એંજીનીઅરીંગના વીવીધ ક્ષેત્રોમાં કામ કર્યું, ત્રણ પાવર સ્ટેશનોના બાંધકામમાં સક્રીય કામગીરી બજાવી. બે વર્ષ માટે વીજ ચોરી પકડવાનું કામ પણ કર્યું. બે વર્ષ માટે ઝોનલ મેનેજરનું ખુબ જ જવાબદારીવાળું કામ પણ સંભાળ્યું, ૨૦૦૦ની સાલમાં નીવૃત થયા ત્યારે તેઓ જનરલ મેનેજરના પદ પર હતા. ( રીપીટ થાય છે )

નોકરી દરમ્યાન સુરેશભાઈ પરીસ્થીતીનો તાગ કાઢી એમાં ઉત્પાદકતા વધારવા હંમેશાં Time and Motion Studies અને Inventory control નો ઉપયોગ કરતા. માત્ર પોતાના ઉપરી અધીકારીઓ જ નહીં પણ પોતાના હાથ નીચેના માણસો પાસેથી નવું નવું શીખવા ઉત્સુક રહેતા. કોઈપણ મુશ્કેલીનો તેઓ કાયમી ઈલાજ કાઢવા પ્રયત્નશીલ રહેતા.

ઉદ્યોગોમાં અકસ્માતોને સંપુર્ણપણે નીવારી શકાતા નથી. એમના હાથ નીચેના કામોમાં જ્યારે પણ અક્સ્માતમાં કોઈ કામદારને ઈજા થતી, ત્યારે સુરેશભાઈ માનસીક રીતે ખુબ જ વીક્ષુબ્ધ થતા.

નીવૃતી બાદ સુરેશભાઇ શેષ જીવન પસાર કરવા અમેરીકા આવી ગયા. અમેરીકા આવીને જેમ દુલા ભાયા કાગને ઇચ્છા થઈ (કરને બાળક કાગડા) તેમ સુરેશભાઈની પણ ફરીથી બાળક બની જઈ, આનંદમાં શેષ જીવન ગુજારવાની ઈચ્છા થઈ. એમણે લખ્યું,

“બાસઠના આ ડોસાજીને ચાર સાલના થાવું છે.

સંતાકુકડી, છુક છુક ગાડી, લખોટીમાં લલચાવું છે. ”

પબ્લીક લાયબ્રેરીમાંથી બાળકોના વીભાગમાંથી પુસ્તકો મેળવી વાંચવાનાં શરુ કરી દીધાં. Origamiમાં પણ એમણે પુષ્કળ હાથ અજમાવ્યો. શાળામાં હતા ત્યારથી જ સાહીત્યમાં રસ તો હતો જ, પણ નીવૃતીમાં આ તેમની પ્રવૃતી બની ગઈ. નીબંધ, લેખ, કવીતા, ટુંકી વાર્તા અને નવલકથા, આમ સાહીત્યના બધા પ્રકારોમાં એમણે હાથ અજમાવ્યો. ૨૦૦૬માં બ્લોગ્સમાં ગુજરાતીમાં લખવાની સુવીધા થઈ જતાં સુરેશભાઈને મોકળું મેદાન મળી ગયું. એમણે ૨૦૦૬ માં જ સાત બ્લોગ્સમાં લખવાની શરુઆત કરી દીધી, આમાંના ઘણા બ્લોગ્સ તો એમણે જ શરુ કરેલા. બ્લોગ્સની બાબતમાં તેઓ એટલા બધા ઉત્સાહી હતા કે જે કોઈ મીત્રને પોતાનો બ્લોગ શરુ કરવો હોય તેને પુરજોશથી મદદ કરવામાં લાગી જતા. (મારો બ્લોગ શરુ કરવામાં મને પણ સુરેશભાઈની મદદ મળેલી.-ગાંડાભાઈ) એંજીનીઅર હોવાથી કોમપ્યુટરની નવી નવી તરકીબો પોતે સમજી લઈને મીત્રોને પણ શીખવવાનો એમનો શોખ આજે પણ ચાલુ જ છે, અને એટલા માટે જ સુરેશભાઈ બ્લોગ જગતમાં સુરેશદાદા અથવા ફક્ત દાદાના હુલામણા નામે ઓળખાય છે.

એમના છેલ્લા આઠ-દશ વર્ષનાં કાર્યોને આ નાનકડા લેખમાં સમાવી લેવાનું શક્ય નથી, પણ માત્ર ન ભુલાય એવાં થોડાં કાર્યોનો ઉલ્લેખ કરવો હોય તો એમના બ્લોગ, “ગુજરાતી પ્રતીભા પરીચય” નો ઉલ્લેખ કરવો જ પડે. આ બ્લોગમાં એમણે ૫૪૫ જેટલા ગુજરાતી મહાનુભવોનો પરીચય કરાવ્યો છે. એમના બીજા એક જાણીતા બ્લોગ્સનું નામ છે ‘સુર સાધના’ જે ત્રણ જુના બ્લોગ –‘અંતરની વાણી’, ‘કાવ્યસુર’ અને ‘ગદ્યસુર’ નો સમન્વય છે. એમણે લખેલી ૬ ઈ-બુકમાંથી એમના હ્રદયની ખુબ જ નજીક ઈબુકનું નામ છે – “બની આઝાદ”. આ પુસ્તકમાં એમણે સ્વાનુભવ આધારીત જીવનની ફીલોસોફી વણી લીધી છે.

હાલમાં સુરેશભાઈ વધારે આંતરમુખ થઈ, થોડા ગંભીર વીષયોના વીચારોમાં વ્યસ્ત છે, છતાં પણ લંડનથી બહેન હીરલ શાહે શરુ કરેલી ઈ-વીદ્યાલયને પગભેર કરવામાં સક્રીય મદદ કરે છે, અને કોમ્પ્યુટર માટે નવા સોફટવેર બનાવવા અને મોજુદા સોફટવેર્સ પર હાથ અજમાવવાનું કાર્ય તો ચાલુ જ છે.

એમની સલાહ છે, ભુતકાળ વાગોળવામાં કે ભવીષ્યની ચીંતા કરવામાં સમય ન ગાળતાં Live this moment powerfully.

-પી. કે. દાવડા

ગુલ આતમનાં

એપ્રિલ 25, 2014

 

ગુલ આતમનાં

 ગુલ આતમનાં અમ ખીલવવા

જગબાગ મનોરમ મ્હોરવવા

મૃદુ રંગ સુગંધિત રેલવવા

બલ દે પ્રભુ સૌરભ દે અમને

દૃઢ સંયમના તટમાં વહેતી

અમ જીવનની સરિતા સરતી

જગ સાગરમાં ભળવા ધપતી

બલ દે પ્રભુ ગૌરવ દે અમને

હૃદયે જગક્રંદનને ભરવા

પ્રણયે જગઘર્ષણ હોલવવા

શિવસર્જનના પથપે બઢવા

બલ દે પ્રભુ પૌરુષ દે અમને

ગળવા ગરલો વ્યથતા જગને

ઋજુ અમૃતનાં ઉર દે અમને


 

પ્ર. ચી. પરીખશૈક્ષણિકઆયોજનઑગષ્ટ 1973

 

ઑગષ્ટ 1973ના “શૈક્ષણીક આયોજન” નામના માસીકમાં ઉપરોક્ત કાવ્ય મારા વાંચવામાં આવ્યું હતું. આ એક  સુંદર રીતે ગાઈ શકાય એવું ગીત છે. એના શબ્દો અને ભાવથી હું ખુબ જ પ્રભાવીત થયો છું.

અમારા આત્માનાં, ચૈતન્યનાં ફુલો ખીલવવા માટેની ભાવના અમે કરીએ છીએ.  એવાં ફુલો જેનાથી આ જગતરુપી મનોહર બાગ મહોરી ઉઠે. આ મહોરી ઉઠેલા બાગ થકી મૃદુ એટલે કોમળ, મતલબ કે આક્રમક નહીં એવો સુગંધીત રંગ સર્વત્ર રેલાઈ જાય એ માટે હે પ્રભુ અમને એવી સુવાસ પ્રાપ્ત કરવાનું બળ આપો. અહીં જુઓ કવીની શબ્દો બાબતની પસંદગી – રંગ પણ કેવો? કોમળ અને સુગંધી યુક્ત. વળી કવી કહે છે કે ચૈતન્યનાં ફુલો કોઈ શોખ માટે ખીલવવાની અમારી માગણી નથી, પણ જગત રુપી બાગમાં એ સુગંધી રેલાવવી છે, જેથી બાગ સુંદર રીતે મહોરી ઉઠે. હે પ્રભુ! એ માટે અમને જરુરી સુગંધ અને બળ આપો.

અમારા જીવનની સરીતાને બે મજબુત કીનારા છે. કેવા કીનારા? કીનારા શાના છે? દૃઢ સંયમના. આથી જ અમારી આ જીવનગંગા સરળતાથી વહી રહી છે. એનું ધ્યેય છે જગસાગરમાં ભળી જવાનું. આ જગસાગર એટલે શું? આદી અને અનંત ચૈતન્ય. બીજા અર્થમાં બ્રહ્મ. સમગ્ર જીવનનો સ્રોત. એમાં ઓતપ્રોત થવું એટલે મોક્ષ. હે પ્રભુ! અમને એ મોક્ષપ્રાપ્તીનું ગૌરવ પ્રદાન કરો. આ મોક્ષ કંઈ મૃત્યુ પછી મેળવવાનો હોતો નથી. જનક વીદેહીની જેમ એ જીવન પર્યંત જ પ્રાપ્ત કરવાનો હોય છે. અને એ પછી?

જગતનાં દુખોને અમારા હૃદયમાં સમાવી લઈએ. જે વીદેહી હોય તેને માટે જ એ શક્ય બને. જગતમાં ફેલાતી વેરઝેરની આગને અમારા પ્રેમની વર્ષા વડે અમે હોલવી દઈએ, અને એ રીતે સર્વત્ર શુભના પ્રસારણના માર્ગે આગળ વધવા હે પ્રભુ! અમને બળ અને પુરુષાતન પ્રદાન કરો. જગતનાં એ ઝેર ગળી જઈએ એ માટે હે પ્રભુ! અમારા હૃદયને અમૃતથી છલકાવી દો.

અદ્ભુત ગીત!!

 

જીગ્નેશ અધ્યારૂ – મળવા જેવા માણસ

એપ્રિલ 7, 2014

શ્રી. ઉત્તમભાઈ ગજ્જર તરફથી મળેલ ઈમેઈલ:

વહાલા દાવડાસાહેબ,

તમારા નીચેના લખાણને જરા ઠીકઠાક ગોઠવી, કેટલીક ક્ષતીઓ નીવારી મેં વર્ડમાં મુકી પીડીએફ કરી છે.. મીત્રોને તે બન્ને મોકલું છું.. જેથી કોઈને પોતાના બ્લોગ પર લેખ મુકવો હોય કે પીડીએફ ટીંગાડવી હોય તો તેમ થઈ શકે..

મારે તમને ખુબ ખુબ અભીનંદન આપવાના છે કે તમે યુવાશક્તીને બીરદાવી.. આવા યુવાનો જ સાચા ‘મા ગુર્જરી’ના ભક્તો છે..

ભાઈ જીજ્ઞેશ જેવા અનેક યુવકો મળો ‘માગુજરાતી’ના સંવર્ધન અર્થે..

આમીન..

..ઉ.મ..

Uttam & Madhukanta Gajjar, 35-Gurunagar, Varachha Road, SURAT-395006

Phone : 0261-255 3591 Websites : https://sites.google.com/site/semahefil/  and

http://lakhe-gujarat.weebly.com/

 From: pkdavda@gmail.com [mailto:pkdavda@gmail.com]
Sent: Monday, April 07, 2014 9:47 AM
To: pkdavda
Subject: મળવા જેવા માણસ-૯ (શ્રી જીગ્નેશ અધ્યારૂ)

(જે આપનામાંથી કોઈપણ આ લેખ પોતાના બ્લોગમાં સામિલ કરે તે મને જાણ કરશો તો આનંદ થશે.)

જીગ્નેશ અધ્યારૂ

અત્યાર સુધીમાં જે મળવા જેવા માણસો વિશે મેં લખ્યું છે તે બધા જીવનના છ દાયકાથી વધારે વય પસાર કરી ચુકેલા લોકો છે. આજે હું જેમના વિશે લખું છું એ માત્ર ૩૪ વર્ષના જ છે. મારી આ લેખમાળાનો એક ઉદ્દેશ એવો છે કે જે લોકોએ પ્રતિકુળ પરિસ્થિતિઓનો સામનો કરી, જીવનમાં પ્રગતિ કરી છે અને સમાજને ઉપયોગી થયા છે એમની જાણ મારા મિત્રોને કરી શકું.

જીગ્નેશનો જન્મ ૧૯૮૦ માં પોરબંદરમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમના દાદા કર્મકાંડી બ્રાહ્મણ હતા. તેમના યજમાનોમાં ખારવાઓ અને કોળીઓ જેવા ગરીબ લોકો હતા. ગુજરાન ચલાવવા આ બ્રાહ્મણવૃતિ પૂરતી ન હોવાથી એમણે ટ્યુશનો કર્યા પણ ગરીબ માબાપના છોકરાઓ એમને ફી આપી શકતા નહિં. ફરસાણની દુકાન પણ ચલાવી જોઈ પણ સ્વભાવે ઉદાર હોવાથી સગાં-સંબધીઓ પાસેથી પૈસા માગતા અચકાતા, જેથી ખાસ નફો ન થતો.

ગરિબ પિતાના પુત્ર હોવાથી જીગ્નેશના પિતા પણ બહુ અભ્યાસ કરી શક્યા નહિં. ૧૯૭૬ માં એમને ૨૫ રૂપિયાના માસિક પગારે પ્લેનમાં કચરો ભેગો કરવાની અને સામાન ઉપાડવાની, તેને ગોઠવવાની નોકરી મળી. લગ્નબાદ પત્નીના આગ્રહને વશ થઈ એમણે દસમા અને બારમા ધોરણની પરિક્ષાઓ આપી અને પરિણામે એમને હેલ્પર તરીકે બઢતી મળી. તેમની બદલી વડોદરા ખાતે થઈ. અહીં એમણે જીગ્નેશને બાળકોને ઓછી ફી ને લીધે સરકારી શાળામાં દાખલ કર્યો. શાળા ઘરથી સાત કીલોમીટર દૂર હતી અને પગે ચાલીને જવું આવવું પડતું, તેમના મમ્મી રોજ તેમને મૂકવા અને તેડવા આવતા. આવું અપ-ડાઊન બે વર્ષ ચાલ્યું..

શાળાના ભણતર દરમ્યાન એમની વકૄત્વકળા અને ગીત ગાવાની કળાઓ સારી રીતે ખીલી. અનેક સ્પર્ધાઓમાં એને ઈનામો મળ્યા. ભણવામાં ખૂબ જ હોશિયાર હોવાથી હંમેશાં ખૂબ સારા માર્કસ આવતા, પણ દસમા ધોરણની પરીક્ષામાં પેપર તપાસવાની ભૂલને લીધે એમને સમાજવિજ્ઞાનમાં ૧૬ માર્કસ જ આવ્યા. આ પરિક્ષામાં તેમને ગણિતમાં ૯૮ અને વિજ્ઞાનમાં ૯૦ માર્કસ હતા અને સરેરાસ ૭૬ ટકા માર્કસ હતા. ફરી પેપર્સ તપાસવાની અર્જી કર્યા બાદ એમને ૧૬ ની જગ્યાએ ૬૭ માર્કસ આપવામાં આવ્યા.

આવી કઠોર પરિસ્થિતિમાં પણ જીગ્નેશે ૨૦૦૧ માં બી.ઈ. (સિવીલ)ની પરિક્ષા પાસ કરી. ૨૦૦૧ થી ૨૦૦૩ સુધી નોકરી કરી અને ત્યારબાદ વધુ અભ્યાસ માટે નોકરી છોડી, એમ.ઈ. ના કોર્સમાં એડમિશન લીધું. ૨૦૦૫ માં એમ.ઈ.(જીઓટેકનીકલ)ની ડિગ્રી મેળવી.

૨૦૦૫ થી એમણે પિપાવાવ બંદરમાં Docks & Harbours ને લગતા બાંધકામ ખાતામાં નોકરી સ્વીકારી. આ નોકરી વિષે તેઓ કહે છે, “૨૦૦૫થી દરીયાઈ બાંધકામના ક્ષેત્રમાં ઝંપલાવ્યુ અને ઈશ્વરકૃપાથી આજે આઠ વર્ષથી વધારેનો,આ ક્ષેત્રનો નસીબદારને જ મળે એવો અનુભવ મળ્યો છે. બે જેટ્ટી, Ship Building માટેનો વિશ્વનો ત્રીજા નંબરનો વિશાળ ડૉક, રસ્તા, પુલ અને ગરનાળાં બાંધવાનો અનુભવ મળ્યો.દરિયામાં જહાજને આવવા જવા માટે ચેનલ બનાવવા ડ્રેજીંગનું કામ કંપનીએ મારી કાબેલિયત પર ભરોસો રાખીને મારા માટે તદ્દન નવું આ ક્ષેત્ર મને આપેલું. એ પ્રયાસમાં કંપની માટે છ મહીનામાં લગભગ અગીયાર કરોડની બચત કરી આપવા બદલ ૧૪ ઓગસ્ટ ૨૦૧૩માં પીપાવાવ પોર્ટ અને શિપયાર્ડ તરફથી મને પ્રશસ્તિપત્ર અપાયું.”

ચણતરના કામને તો જીગ્નેશભાઈ સંપૂર્ણ ન્યાય આપે જ છે પણ સાથે સાથે ગુજરાતી સાહિત્યના ઘડતરનું કામ પણ તેઓ બહુ સારી રીતે કરે છે. તેઓ કહે છે, “ સ્વભાવે હું જીઓટેકનિકલ (સિવિલ) એન્જિનિયર છું એટલે લેખન મારા માટે ધરતીના પેટાળમાં ઊતરવા જેવી અંતર્મુખ પ્રવૃત્તિ છે.”  ૨૦૦૭ થી બ્લોગ જગતમાં તેઓ સક્રીય રહ્યા છે.અક્ષરનાદ નામના એમના બ્લોગમાં પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચિન સાહિત્યનો સમાવેષ થાય છે. વિષયમા વિવિધતા અને ઉચ્ચ કક્ષાનું સાહિત્ય એ એમના બ્લોગની ખાસ ખાસિયત છે. જીગ્નેશભાઈની પોતાની કલમમાં કેટલી તાકાત છે એના દાખલા આપું તો, અખંડ આનંદમાં છપાયેલ એમના મદુરાઈના ક્રિષ્ણન વિશેના લેખને લીધે ક્રિષ્ણનને ઘણી આર્થિક મદદ મળી હતી. અખંડ આનંદમાં છપાયેલ સાંટીયાભાઈના ગાંડાઓના આશ્રમ વિશેના લેખને લીધે આશ્રમને ઘણી આર્થિક મદદ મળી રહી હતી. નવનીત સમર્પણમાં છપાયેલ એમના સવાઈપીર દરગાહ વિશેના અને ત્યાંની જરૂરતો વિશેના લેખને લીધે ઈંગ્લેન્ડથી પોરબંદર આવેલા એક એન.આર.આઈ ભાઈએ વિશેષ પીપાવાવ આવી, એમની સાથે સવાઈબેટની મુલાકાત લીધી હતી અને ત્યાં મદદરૂપ થાય એવી સામગ્રી તેઓએ આપી.”

આજે એમનો બ્લોગ“અક્ષરનાદ” ગુજરાતી બ્લોગ જગતમાં ખૂબ જ લોકપ્રિય છે. ખૂબ જ જવાબદારીવાળી નોકરી કરતાં કરતાં આવા બ્લોગને ચલાવવા માટે એમને રાતપાળી કરવી પડતી હશે. તમને જાણીને નવાઈ લાગશે કે પોતાના પગારની આસરે સાત ટકા જેટલી રકમ આ બ્લોગના રખરખાવ અને પુસ્તકોની ખરીદી પાછળ ખર્ચે છે. બ્લોગની પ્રવૃતિ દરમ્યાન એમણે ‘૧૫૧ અનોખી અને ઉપયોગી વેબસાઈટ્સ’ નામના ઈ-પુસ્તકનું સંપાદન કર્યું છે. આ ઉપરાંત એમણે શિયાળબેટ ઉપર એક ડોક્યુમેંટરી પણ બનાવી રહ્યાં છે. ‘ગાંધી વર્સિસ મોહનીયો’ નામની શોર્ટ ફિલ્મમાં તેમણે ગાંધીનું પાત્ર ભજવ્યું છે.

જીગ્નેશભાઈને કુદરત પ્રત્યે અતિશય આકર્ષણ છે. એક જગ્યાએ એમણે લખ્યું છે, “સિવિલ એન્જિનિયરિંગના અભ્યાસે મને જમીન સાથે જોડ્યો છે, તો મહુવા પાસે આવેલા પિપાવાવ પોર્ટેની નોકરીએ મને દરિયાનું સાનિધ્ય પૂરું પાડ્યું છે. પાસે આવેલા ગીર વિશે તો મારે શું કહેવું ? ગીરનું ભ્રમણ એ મારો શોખ જ નહીં, સ્વભાવ બની ગયો છે. ગીરના અડાબીડ જંગલોમાંથી દેખાતા મધ્યરાત્રિના આકાશે જાણે પોતાની છાતી ચીરીને મને બ્રહ્માંડદર્શન કરાવ્યું છે. નેસમાં વસતા ભોળા માણસોની દુનિયા અને જગતથી અલિપ્ત એવા નાદાન બાળકોનું સ્મિત મને સતત એમની તરફ ખેંચતા રહે છે. હું હંમેશા ત્યાં દોડી જવા માટેની તક શોધતો હોઉં છું. કુદરતના ખોળે વહેતા ઝરણાં, શીતળ ધોધ, ચોમાસામાં ગિરે ઓઢેલી લીલી ચાદર, વહેલી સવારે સંભળાતો સિંહોના ડૂકવાનો અવાજ, ઝાડી પાછળ દેખાતી દિપડાની તગતગતી આંખો – આ બધું જાણે મને કોઈ અનોખી અગોચર દુનિયામાં મૂકી દે છે. “

એમના જીવનનું તત્વજ્ઞાન છે, “એક હકારાત્મક મન અનેકોને પ્રેરે છે. એવી જ હકારાત્મકતા સાથે આનંદ કરો અને આનંદ કરાવો.”

-પી. કે. દાવડા

Poor Student – Opportunity for Further Study

એપ્રિલ 1, 2014

Poor Student – Opportunity for Further Study

I am forwarding this request, with great pleasure. –

 

A request Message from DR. ANAHITA VISTASP BHESANIA HODIWALLA

Will you please post this message in the known groups,

so that it gets circulated, thanks.

If you come across any bright

students coming from poor

financial background who have finished their 10th standard this year and scored more than 80%, please ask

them to contact the NGO – Prerana

(Supported by Infosys foundation).

The NGO is conducting a written test and those who clear the test will be eligible for financial help for

their further studies.

Please ask the students to contact the people mentioned below to get the form:

580, Shubhakar, 44th cross, 1st A main road,

Jayanagar, 7th block,

Contact numbers:

Ms. Saraswati

99009 06338

Mr. Shivakumar

99866 30301

Ms. Bindu

9964534667

Even if you don’t know anyone,

please pass on this info, someone might be in need of this.

Regards,

Pallavi