Archive for ડિસેમ્બર, 2019

આરોગ્ય ટુચકા 494. યાદશક્તીની જાળવણી માટે

ડિસેમ્બર 31, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 494. યાદશક્તીની જાળવણી માટે : આપણા મગજની તંદુરસ્તી અને આહારને સીધો સંબંધ છે. શાકભાજી, ફળ અને સેમન જેવી અમુક મચ્છી એ માટે ઉપયોગી હોવાનું સંશોધનોમાં જાણવામાં આવ્યું છે. દરીયાઈ વનસ્પતીનો આહારમાં સમાવેશ કરવાથી પણ યાદશક્તીની જાળવણીમાં લાભ થતો હોવાનું કહેવાય છે.
યાદશક્તીની સમસ્યા માટે ચીનમાં દરીયાઈ વનસ્પતીમાંથી દવા બનાવવામાં આવી છે, જે અસરકારક હોવાનું માનવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 493. માનસીક શક્તી

ડિસેમ્બર 30, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 493. માનસીક શક્તી : કેટલાક પદાર્થો મગજને સાબુત રાખવા માટે ઘણા ઉપયોગી હોય છે, જે એકાગ્રતા માટે તેમજ યાદશક્તી માટે પણ સારા હોય છે. જેમકે, એવોકાડો, બ્લુબેરી, બ્રોકલી, કોપરેલ, લીલાં પાંદડાંવાળી ભાજી વગેરે. અખરોટ પણ મગજની જાળવણી માટે ઘણી જ ઉપયોગી છે. માંસાહારી માટે મચ્છીમાં સેમન અને સારડીન ઉપરાંત ઈંડાં પણ મગજ માટે ઉપયોગી ગણાય છે.

આરોગ્ય ટુચકા 492. સાંધાના દુખાવામાં ખજુર

ડિસેમ્બર 29, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 492. સાંધાના દુખાવામાં ખજુર : સાંધાનો દુખાવો રહેતો હોય કે અવારનવાર કેડ દુખતી હોય કે સાંધા કે ગોઠણનો વા રહેતો હોય તેઓ ખજુરની છ-આઠ પેશી દુધમાં ઉકાળી સવાર-સાંજ ત્રણ મહીના નીયમીત લે તો દુખાવો મટી જાય છે. વધારે લાંબા સમય સુધી ઉકાળવું નહીં, જેથી એમાંના લોહતત્ત્વનું પાચન મુશ્કેલ બને નહીં.

આરોગ્ય ટુચકા 491. અશક્તીમાં જેઠીમધ અને મધ

ડિસેમ્બર 28, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 491. અશક્તીમાં જેઠીમધ અને મધ : ૧ ચમચી જેઠીમધનું ચુર્ણ ૧ ચમચી મધ સાથે સવાર-સાંજ ચાટી ઉપર એક કપ દુધ પીવાથી શરીરની શક્તી ઉપરાંત મન-મગજની શક્તીમાં પણ વધારો થાય છે. એકાદ અઠવાડીયામાં જ ફરક માલમ પડે છે.

આરોગ્ય ટુચકા 490. વજન ઉતારવા ઓટ કે રાગીની રોટલી

ડિસેમ્બર 27, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 490. વજન ઉતારવા ઓટ કે રાગીની રોટલી : ઓટની રોટલીનો ભોજનમાં સમાવેશ કરવાથી વજન ઉતારવામાં સહાય મળે છે. ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ઓટ ઘણી સારી છે, કેમ કે એમાં શરીરોપયોગી મીનરલ અને અન્ય પોષક તત્ત્વો પણ સારા પ્રમાણમાં હોય છે. જો કે એ પચવામાં કંઈક ભારે હોવાથી પોતાની પાચનશક્તી અનુસાર પ્રમાણ નક્કી કરવું.
રાગીની રોટલીનો પણ વજન ઉતારવા ઉપયોગ કરી શકાય. રાગીમાં ફાઈબર અને બીજાં અનાજોની સરખામણીમાં કેલ્શીયમનું પ્રમાણ પણ સારું હોય છે.

આરોગ્ય ટુચકા 489. સાંધાના દુખાવામાં બટાટાનો જ્યુસ

ડિસેમ્બર 26, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 489. સાંધાના દુખાવામાં બટાટાનો જ્યુસ : બટાટાને છોલી બારીક ટુકડા કરી એક ગ્લાસ પાણીમાં રાતભર પલાળી રાખો. બીજી કોઈ રીતે તમારી પ્રકૃતીને બટાટા પ્રતીકુળ ન હોય તો દરરોજ સવારે આ પાણી પીવાથી સાંધાના દુખાવામાં લાભ થાય છે.

આરોગ્ય ટુચકા 484. સર્વોત્તમ ઔષધ

ડિસેમ્બર 25, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 484. સર્વોત્તમ ઔષધ : તમામ ઔષધોમાં લીમડા પર ચડેલી ગળો ઉત્તમ ગણાય છે. એ રસાયન ઔષધ છે, જેનાથી દીર્ઘ જીવન પ્રાપ્ત થાય છે, અને ઉંમર જણાતી નથી. એ માટે લીમડા પરની ગળોનો તાજો રસ ૩-૪ ચમચી સવાર-સાંજ પીવો જોઈએ.

આરોગ્ય ટુચકા 488. ફ્રુટ જ્યુસ

ડિસેમ્બર 25, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 488. ફ્રુટ જ્યુસ : ફ્રુટ જ્યુસ બનાવનારી કંપનીઓ જ્યુસ કાઢ્યા પછી એને પૅક કરવા પહેલાં ઑક્સીજનરહીત ટાંકીઓમાં લગભગ એકાદ વરસ સુધી સંગ્રહી રાખે છે. આથી આ જ્યુસ લગભગ સ્વાદહીન બની જાય છે. પછી એમાં કૃત્રીમ સ્વાદ ઉમેરવામાં આવે છે. આથી એના લેબલ પર શુદ્ધ ફ્રુટ જ્યુસ લખેલું હોવા છતાં એમાં ખાસ કોઈ પૌષ્ટીક તત્ત્વો હોતાં નથી, સીવાય કે પાછળથી ઉમેરેલાં વીટામીન કે મીનરલ. આ તૈયાર પૅક જ્યુસ પીવાનો ફ્રેશ ફ્રુટની દૃષ્ટીએ કોઈ અર્થ નથી.

આરોગ્ય ટુચકા 487. પ્રદર રોગોમાં ઈસબગુલ

ડિસેમ્બર 24, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 487. પ્રદર રોગોમાં ઈસબગુલ : એક ચમચી ઈસબગુલ અડધા ગ્લાસ ઉકળતા પાણીમાં નાખી ઢાંકી દેવું અને ઠંડુ પડવા દેવું. પછી તેમાં સાકર નાખી પીવાથી રક્તપ્રદર, અત્યાર્તવ, રક્તાતીસાર અને રક્તપ્રમેહ મટે છે. આ રોગોમાં થતો રક્તસ્રાવ મટે છે. આ ઉપચારથી અન્ય પ્રદર રોગોમાં પણ ફાયદો થાય છે. ખાટું ખાવાની ટેવ હોય તો છોડી દેવી સારી.

આરોગ્ય ટુચકા 486. યાદશક્તી માટે શંખાવલી

ડિસેમ્બર 23, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 486. યાદશક્તી માટે શંખાવલી : શંખાવલીનું ચુર્ણ અડધી ચમચી, પાંચ નંગ બદામ, બ્રાહ્મી ચુર્ણ પા(૧/૪) ચમચી, ગુલાબના ફુલની પાંખડી નંગ ૧૦, ખસખસ પા(૧/૪) ચમચી, વરીયાળી અડધી ચમચી, મરી નંગ ૧૦ અને એલચી નંગ ૧૦ને દુધમાં લસોટી ચાટણ જેવું બનાવી એક ગ્લાસ દુધમાં સાકર મેળવી શરબત બનાવી રોજ રાત્રે પીવાથી થોડા દીવસોમાં યાદશક્તી વધે છે, ઉંઘ સારી આવે છે, એપીલેપ્સી, ઉન્માદ અને ગાંડપણમાં ફાયદો થાય છે.