Archive for જાન્યુઆરી, 2011

લોહીની શુદ્ધી

જાન્યુઆરી 31, 2011

(૧) બકરીના દુધમાં આઠમા ભાગે મધ મેળવી પીવાથી લોહીની શુદ્ધી થાય છે.

(૨) એક સુકું અંજીર અને ૫-૧૦ બદામ દુધમાં નાખી ઉકાળી, તેમાં સહેજ ખાંડ નાખી રોજ સવારે પીવાથી લોહી શુદ્ધ થાય છે.

વધુ માટે જુઓ “રક્તવીકાર” અને   “લોહીવીકાર”. આ પ્રકારની એક જ ઈ-ઉવાળી જોડણી વાપરી ઈન્ટનેટ પર સર્ચ કરવાથી મારો બ્લોગ ખુલશે. અથવા “રક્તવીકાર/ગાંડાભાઈ વલ્લભ” લખીને સર્ચ કરવી.

લોહીની ઉલટી

જાન્યુઆરી 30, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) બી કાઢેલી દ્રાક્ષ, ઘી અને મધ એકત્ર કરી ચાટવાથી ક્ષતકાસ મટે છે. ઉર:ક્ષત થઈને લોહીની ઉલટી થતી હોય તો તે પણ મટે છે.

(૨) મીઠા લીમડાનાં પાનને પાણી સાથે પીસી, ગાળીને પીવડાવવાથી લોહીની ઉલટી મટે છે.

એક વીનંતી

જાન્યુઆરી 29, 2011

આપણા ભારતીય વૈદકનો સામાન્ય પરીચય કરાવવા અહીં કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે. જુદા જુદા સ્રોતોમાંથી આ માહીતી એકત્ર કરવામાં આવી છે. એમાં તથ્યને વળગી રહેવાનો યથાશક્તી પ્રયત્ન કરવામાં આવ્યો છે, તેમ છતાં જો કોઈ ક્ષતી જણાય તો એ અંગેની કોઈ પણ પ્રકારની જવાબદારી સ્વીકારી શકાય નહીં.

અહીં એક જ મુશ્કેલી માટે ઘણી વાર એકથી વધુ ઉપાયો જોવામાં આવશે. દરેકને એક જ ઉપાય લાગુ પડી શકે નહીં, કેમ કે દરેક વ્યક્તીની પ્રકૃતી અલગ અલગ હોય છે, માટે પોતાને અનુકુળ આવે તે ઉપાય શોધવો પડે. એનો આધાર વાત, પીત્ત, કફ મુજબ કેવા પ્રકારની પ્રકૃતી છે તેના પર રહેશે. વળી રોગ કોના પ્રકોપ કે ઉણપથી થયો છે-વાત, પીત્ત, કફ કે અન્ય કોઈ કારણથી- તેના ઉપર પણ કયો ઉપાય અજમાવવો તેનો આધાર રહેશે. કેમ કે એક જ જાતની તકલીફ પાછળ પણ જુદાં જુદાં કારણો હોઈ શકે. દાખલા તરીકે ઉલટી વાયુના કારણે થાય, પીત્તના કારણે થાય અને કફના કારણે પણ થાય.

પોતાના શરીરને શું અનુકુળ છે અને શું પ્રતીકુળ છે; તે પણ આપણે કોઈ પણ ઉપાય કરીએ તે પહેલાં જાણવું જોઈએ. વળી દરેક વ્યક્તી અદ્વીતીય, વીશીષ્ઠ છે, કુદરત કદી પુનરાવર્તન કરતી નથી. આથી તદ્દન સમાન પ્રકૃતી ધરાવનાર બે વ્યક્તી કદી હોઈ ન શકે. આથી એક ઉપાય કોઈને કારગત નીવડ્યો હોય તે બીજાને ન પણ નીવડે એવું બની શકે.

કોઈ પણ ઉપાય અજમાવીએ પરંતુ જો પાચન શક્તી નબળી હોય, કે શરીરમાં મુળભુત કોઈ ખામી હોય તો તે દુર ન કરીએ ત્યાં સુધી ઉપાય કારગત નીવડશે નહીં. આથી શરીરમાં મુશ્કેલી પેદા થવા પાછળનું કારણ શોધી કાઢવું એ બહુ મહત્વનું છે. શું ખાવાથી કે શું કરવાથી પોતાના શરીરમાં તકલીફ પેદા થાય છે તે જોતા રહેવું જરુરી છે. એટલે કે પોતાના આહાર-વીહારમાં કયા પરીવર્તનને લીધે મુશ્કેલી આવી છે તેનું નીરીક્ષણ કરવું જોઈએ.

આમાં ઘણા પ્રયોગો કદાચ નીર્દોષ છે, આમ છતાં ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, કેમ કે યોગ્ય ચીકીત્સક જ દર્દી સાથે પ્રશ્નોત્તરી દ્વારા તથા અન્ય પ્રત્યક્ષ પરીક્ષણ કરી જરુરી સારવારનો નીર્ણય લઈ શકે. અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. એક પ્રકારના શૈક્ષણીક હેતુસર આ રજુઆત કરવામાં આવી છે, પોતાની મેળે જ બધા ઉપચારો કરવાના આશયથી નહીં.

લોહીની ઉણપ

જાન્યુઆરી 28, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) તજ, તજથી બમણા વજનના તલ અને એ બંનેના કુલ વજનથી દસગણા વજનના પાણીમાં એકાદ કપ જેટલો ઉકાળો સવાર-બપોર-સાંજ તાજો બનાવી પીવાથી શરીરમાં લોહી વધે છે.

(૨) સુકી મેથી કે મેથીની ભાજીનું બને તેટલા વધુ પ્રમાણમાં સેવન કરવાથી રક્તાલ્પતા(લોહીની ઉણપ) મટે છે.

(૩) ગાજરનો રસ ૧૫ ગ્રામ, સંતરાનો રસ ૧૫ ગ્રામ અને મધ ૧૦ ગ્રામ ભેગાં કરી દરરોજ સવાર-સાંજ ભોજન બાદ લેવાથી એકાદ મહીનામાં રક્તવૃદ્ધી થાય છે.

(૪) બજારમાં મળતું ગળોનું સત્ત્વ દરરોજ એક એક ચમચી ઘી સાથે સવાર-સાંજ લેવાથી શરીરમાં લોહીની ખામી હોય તો તે દુર થાય છે.

લોહીબગાડ

જાન્યુઆરી 27, 2011

લોહીબગાડ વારંવાર ચામડીના નાના-મોટા રોગ થતા હોય તો વડના નાના કુણા તાજાં પાનનો ઉકાળો કરી પીવાથી લોહી શુદ્ધ થાય છે અને ચામડીના રોગો મટે છે.

લોહ તત્ત્વની ઉણપ

જાન્યુઆરી 25, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

લોહ તત્ત્વની ઉણપ (આયર્ન ડેફીસીયન્સી) આપણને દરરોજ ૨૫ થી ૪૦ મી.ગ્રામ જેટલા લોહની જરુર પડે છે. ગર્ભવતી સ્ત્રીને ૪૦ મી.ગ્રામ.

એની ઉણપથી પગ દુખે, કોઈ વાર પગમાં ટાંકણી ભોંકાતી હોય એમ લાગે, કંઈક સળવળતું હોય એવું લાગે, દીવસે આવું ન થાય પણ સુઈ જાઓ ને થવા લાગે. આવા સંજોગોમાં આયર્નની ગોળી લેવાથી બધી તકલીફ મટી જાય છે. કેમ કે મગજમાં ઉત્પન્ન થતા ‘ડોપામાઈન’ નામના પદાર્થ માટે આયર્ન જરુરી છે. આયર્ન ઓછું હોય ત્યારે ‘ડોપામાઈન’ ઓછું ઉત્પન્ન થાય અને તેથી દુખાવો થાય છે. આયર્ન લેવાથી ‘ડોપામાઈન’ પુરતું થાય અને દુખાવો મટી જાય.

લોહ શામાંથી મળે:    જવ, અડદ, વટાણા, વાલ, ચોળા, ચણા, મગફળી, છાલ સાથે બટાકા, શક્કરીયાં, કાળી દ્રાક્ષ ખજુર, પાલખ, અંજીર, દાડમ, બીટ, કેળાં, પપૈયાં, સફરજન, સ્ટ્રોબેરી, રાસ્બરી, પ્લમ, જરદાલુ, બદામ, પિસ્તાં, અખરોટ, કાજુ, ટામેટાં, ઘઉંનું ઉપલું પડ, ઇંડાં, માંસ, મચ્છી, મરઘાં વગેરે. આ ખાદ્ય પદાર્થો યોગ્ય પ્રમાણમાં લેવાથી લોહ તત્ત્વની ઉણપ વરતાશે નહીં.

લુ

જાન્યુઆરી 23, 2011

(૧) ધાણાને પાણીમાં પલાળી મસળી ગાળી સાકર નાખી પીવાથી ગરમીમાં લાગેલી લુ મટે છે.

(૨) ગરમીના દીવસોમાં માથે ઠંડક રહે, લુ ન લાગે, માથું તપી ન જાય તે માટે માથે વડનાં પાન મુકી ઉપર ટોપી, હૅટ, સ્કાર્ફ કે હેલ્મેટ પહેરવી.  સુર્ય ગમે તેટલો તપતો હશે તો પણ માથે ઠંડક રહેશે.

(૩) મેથીની સુકી ભાજી ઠંડા પાણીમાં પલાળી રાખી, સારી રીતે પલળ્યા પછી ખુબ મસળી,  ગાળીને એ પાણીમાં થોડું મધ મેળવી પીવાથી લુ લાગી હોય તો મટે છે.

(૪) ડુંગળી, જીરુ અને સાકર વાટીને ખાવાથી લુ લાગી હોય તો મટે છે.

(૫) શેકેલી કેરી અને ડુંગળી પીસીને લેવાથી લુ મટી જાય છે.

લીવર અને બરોળ

જાન્યુઆરી 21, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) દરરોજ સવારે આખા ચોખા એક ચપટી ગળી જઈ ઉપર પાણી પીવાથી લીવરના દર્દીને આરામ થાય છે.

(૨) દાડમનો રસ પીવાથી લીવરના રોગમાં ફાયદો થાય છે.

(૩) કુવારપાઠાના રસમાં હળદર મેળવી પીવાથી લીવરના રોગો મટે છે.

(૪) શરપંખો ચોમાસામાં જ્યાં-ત્યાં ઉગી નીકળે છે. તે ૨-૩ ફુટની ઉંચાઈ ધરાવે છે. તેને નાની અને ચપટી શીંગો થાય છે. તેનું પાન તોડતાં તે તીર જેવો આકાર બનાવે છે. આ શરપંખો યકૃત(લીવર) અને બરોળ(સ્પ્લીન)ના રોગોમાં ખુબ સારું કામ આપે છે. તેનાં લીલાં કે સુકાં પાન લઈ, અધકચરાં ખાંડી, ઉકાળો બનાવી પીવાથી શરીરનાં આ બે મહત્વનાં અંગોની ફરીયાદ મટે છે. લીવર કે બરોળનું વધવું, તેમાં સોજો આવવો, દુ:ખાવો થવો, તેમનું કઠીનીકરણ થવું  વગેરે મટે છે. વળી આ બન્નેમાંથી ગમે તે અવયવ બગડવાથી થતા રોગો જેવા કે પાંડુ, કમળો, કમળી, અશક્તી, ભુખ ન લાગવી વગેરે પણ મટે છે.

(૫) લીંબુનો રસ પાણીમાં મેળવી તેમાં મરીનું ચુર્ણ નાખી પીવાથી યકૃતના રોગો મટે છે.

(૬) ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબુત બુચ મારી એક અઠવાડીયા સુધી રાખી મુકવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ આંતરે દીવસે સવારે કેટલાક દીવસ સુધી પીવાથી યકૃતની ક્રીયા નીયમીત બની યકૃતનો સોજો, યકૃતવૃદ્ધી અને પ્લીહોદર મટે છે.

(૭) કાચા પપૈયાનું ૧૦ ગ્રામ દુધ સાકર સાથે મેળવી ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી યકૃતવૃદ્ધી મટે છે.

લાંબું જીવન

જાન્યુઆરી 20, 2011

લાંબું જીવન આપણા ગુજરાતમાં શોઢલ નામના વીદ્વાન વૈદ્ય થઈ ગયા. તેમણે જીવનને લાંબું બનાવવા માટે અને તંદુરસ્ત જીવન માટે લખ્યું છે કે, હે મનુષ્યો ! હમેશાં ટાંકાની ભાજી ખાઓ અને થોડું મીઠું નાખીને તાજી મોળી છાશ પીઓ, રોજ થોડી હરડે ખાઓ, તમારી વ્યાધીઓ દુર થશે અને તમે દીર્ઘાયુષી થશો.

ટાંકાની ભાજીને આયુર્વેદમાં સુપાચ્ય અને પૌષ્ટીક કહી છે. એને ચક્રવર્તીની પણ કહે છે. તેના છોડ હાથભર ઉંચા થાય છે. પાંદડાં ઘણાં મોટાં હોતાં નથી, જે મીઠા લીંમડાનાં પાન જેવાં હોય છે. ટાંકાની એક ચીલ નામની બીજી જાત છે તેને રાતો ટાંકો કહે છે. વળી કણઝરાને પણ જંગલી ટાંકો કહે છે.

જે દાણા બાફવા કઠણ હોય તેમાં ટાંકો નાખવાથી તે જલદી બફાય છે.

ટાંકો મધુર, શીત, ખારો, રુચીકર, સારક તથા પાચક છે. એ મળમુત્ર શુદ્ધ કરનાર, અગ્નીદીપક, લઘુ, શુક્રપ્રદ, બલકર, હૃદ્ય, વાતલ, કફકર, ભેદન, ગ્રાહી તથા જ્વરનાશક છે.

ત્રીદોષ, અર્શ, કૃમી, પ્લીહા, રક્તવીકાર, કોઢ, પીત્ત તથા ઉદાવર્તવાયુ ઉપર તે ફાયદાકારક ગણાય છે.

લીવર

જાન્યુઆરી 19, 2011

(૧) દ્રાક્ષના રસના સેવનથી યકૃતને શક્તી મળે છે.

(૨) ખજુરની ચાર-પાંચ પેશી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે મસળી તેમાં મધ નાખી સાત દીવસ સુધી પીવાથી યકૃતની વૃદ્ધી મટે છે.

(૩) કાચા પપૈયાનું શાક ખાવાથી યકૃતવૃદ્ધીમાં લાભ થાય છે.

આ ઉપરાંત જુઓ યકૃતવૃદ્ધી લીન્ક: https://gandabhaivallabh.wordpress.com/2010/12/12/%E0%AA%AF%E0%AA%95%E0%AB%83%E0%AA%A4%E0%AA%B5%E0%AB%83%E0%AA%A6%E0%AB%8D%E0%AA%A7%E0%AB%80-2/