Archive for જાન્યુઆરી, 2009

ગાયનું છાણ, ગાયનું દુધ

જાન્યુઆરી 31, 2009

ગાયનું છાણ ૧૦૦ ગ્રામ ગોબર રસ અને ૩૦૦ ગ્રામ તલનું તેલ માત્ર તેલ બાકી રહે ત્યાં સુધી ઉકાળવું. એ તેલનાં રાત્રે આંખમાં ટીપાં મુકવાથી ચશ્મા દુર થાય છે.

ગાયનું દુધ હળદર નાખી પીવાથી સ્વરપેટીના રોગ મટે છે. એમાં ગાયનું ઘી નાખી સાંજે પીવાથી કમજોરી અને કબજીયાત દુર થાય છે. ગાયના દુધનું દહીં બનાવી એની છાસમાં મીઠો લીમડો નાખી પીવાથી કૉલેસ્ટરોલ અને જાડાપણું મટે છે.

ચંડીપાઠ

જાન્યુઆરી 31, 2009

॥ अथ सप्तशतीपाठ ॥

श्री गणेशाय नमः ॥ अथ सरस्वतीपूजनम् ॥

ॐ नमः पिशाचनिकर किनित्रिशूलखड्गहस्ते सिंहारूढे एह्येहि आगच्छ आगच्छ इमां पूजां गृह गृह स्वाहा. श्री सप्तशतीसरस्वत्यै नमः आवाहयामि.

આ પછી ચંડિકાનું ॐ चंडिकायै नमः મંત્ર વડે ષોડશોપચાર પૂજન કરવું. ત્યાર બાદ ॐ ह्रीं क्लीं श्रीं क्रां क्रीं चंडिके देवि शापानुग्रहं कुरु कुरु स्वाहा મંત્ર સાત વાર બોલીને ॐ श्रीं क्लीं ह्रीं सप्तशति चंडिके उत्कीलनं कुरु स्वाहा ઉત્કીલન મંત્રનો ૨૧ વાર જપ કરવો.

ગાંધી બાપુને અંજલી

જાન્યુઆરી 30, 2009


હે દિવ્ય આલોકિત બાપુ

 

હે દિવ્ય આલોકિત બાપુ

પ્રેમે અંજલિ આજે આપું

દૂર કર્યું અંધારું આવી,

દશે દિશામાં રહ્યો પ્રકાશી

તારી ઉગ્ર તપસ્યાને અંજલિ આપું. ..પ્રેમે

પેટાવ્યા તેં અનેક દિવા

રહ્યા પ્રકાશી તે પણ એવા

તારી દૂરંદેશીને અંજલી આપું  …પ્રેમે

ઝળહળતો પ્રકાશ થયો

આજ અરેરે ક્યાંયે અલોપ

તારા દિવ્ય તેજને આજે અંજલિ આપુંપ્રેમે

તેજ વેરાયું અવનિ માંહી

ઘટ ઘટમાં તે રહ્યું પ્રકાશી

તારી માનવતાને અંજલિ આપું .. પ્રેમે

ગાયનું ઘી

જાન્યુઆરી 30, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ગાયનું ઘી : એ સ્મરણ શક્તી, બુદ્ધી, જઠરાગ્ની, વીર્ય, ઓજસ, કફ તથા મેદને વધારનાર છે. તે વાયુ, પીત્ત, ઝેર, ઉન્માદ, શોષ તથા તાવનો નાશ કરે છે. પચી ગયા પછી મધુર અને આંખ માટે હીતકારી છે. એ માટે એને પગના તળીયે ઘસવું જોઈએ. 

આપણા આહારમાં જો ઘી, તેલ, માખણ જેવાં સ્નેહદ્રવ્યો તદ્દન બંધ કરી દેવામાં આવે તો શરીરમાં વાયુની વૃદ્ધી, મંદાગ્ની, કૃશતા, શુષ્કતા તથા વાયુની વૃદ્ધીના કારણે થતા આવેશ, ઉતાવળાપણું, કંપ અને ઉન્માદ જેવી વીકૃતીઓ ઉત્પન્ન થાય છે. વાયુ પ્રકૃતીવાળા માટે એટલે જ ઘીનું સેવન અત્યંત જરુરી છે.

ઘી મનુષ્યની જ્ઞાનશક્તી, સ્મૃતી, બુદ્ધી, હીંમત અને બળ વધારે છે તેમ જ શરીરને પોષણ આપનાર શ્રેષ્ઠ તત્ત્વ છે. તે પ્રકુપીત થયેલા વાયુનું શમન કરે છે. ક્ષીણ થયેલા કફને વધારે છે તથા જઠરાગ્નીને પ્રદીપ્ત કરી પીત્તનું પ્રમાણ જાળવે છે. આમ શરીરનાં વાત, પીત્ત અને કફ ત્રણે દોષ માટે ઘી પોષણરુપ હોવાથી શ્રેષ્ઠ ટોનીક છે.

૧. આંખો નબળી હોય, તેમાં દાહ અને ખંજવાળ હોય તો ગાયનું ઘી એકાદ-બે માસ  કે તેથી વધુ સમય પગના તળીયે ૧૫ મીનીટ ઘસવું. આંખ તેજસ્વી અને સ્વસ્થ બની જશે.

૨. ઘીનાં ટીપાં સવારે નાકમાં મુકવાથી કફ નહીં થાય, બપોરે મુકવાથી પીત્ત અને સાંજે મુકવાથી વાયુ થશે નહીં.

૩. શરદી, માથાનો દુખાવો અને અનીદ્રા મટાડવા ગાયનું ઘી ઉત્તમ છે.

૪. પગના તળીયે ઘી ઘસવાથી ઉંઘ સારી આવે છે.  

૫. એક વર્ષ જુનું ઘી ત્રણે દોષો મટાડે છે. તે મુર્ચ્છા, કોઢ, ઝેર, ઉન્માદ, અપસ્માર-વાઈ તથા તીમીર(આંખનો એક રોગ)નો નાશ કરે છે. આવું જુનું ઘી ધીમે ધીમે જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે અને આમનો નાશ કરે છે. તેમ જ કોઢ, નેત્રશુળ, કર્ણશુળ, મુર્ચ્છા, સોજા, હરસ, ઉન્માદરોગ અને યોનીદોષમાં ફાયદાકારક છે.

૬. આયુર્વેદમાં મુખ્ય આઠ પ્રકારનાં ઘીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દરેક ઘી જેમ જેમ વધારે જુનાં થાય તેમ તેમ તે વધારે ગુણકારી બને છે, પરંતુ રોજીંદા આહારમાં, તર્પણમાં, પરીશ્રમ કર્યા બાદ બળના ક્ષયમાં, પાંડુરોગ, કમળો, નેત્રરોગ તથા સામાન્ય સ્વસ્થ મનુષ્ય માટે તો તાજું ઘી જ સર્વશ્રેષ્ઠ ગણાય છે. ઔષધોપચારની દૃષ્ટીએ જ જુનું ઘી વધારે હીતકારી છે. રોજીંદા ઉપયોગમાં નવું ઘી ગુણકારી છે.

ગાજર

જાન્યુઆરી 29, 2009

ગાજર : ગાજરમાંથી વીટામીન મળે છે, જે રોગ પ્રતીકારક શક્તીમાં વધારો કરે છે. દરરોજ એક કપ રાંધેલાં ગાજર ખાવાં જોઈએ. રાંધવાથી ગાજરના કડક કોષો નરમ અને સુંવાળા બને છે. તેથી ગાજરમાંથી મળતાં પૌષ્ટીક તત્ત્વો શરીરમાં બરાબર શોષાય જાય છે અને તેનો પુરેપુરો લાભ આપણે મેળવી શકીએ છીએ.

ગાજર મધુર, સહેજ કડવાં, તુરાં, તીક્ષ્ણ, ઉષ્ણ, અગ્નીને પ્રદીપ્ત કરનાર અને પચવામાં હલકાં છે. એ ઝાડાને રોકનાર, રક્તપીત્ત, હરસ, સંગ્રહણી, વાયુ, કફ, રક્તાલ્પતા અને રતાંધણાપણાને મટાડે છે.

૧. સોજા આવ્યા હોય તો નમક અને ખટાશ વગરનું ગાજરનું શાક દરરોજ ખાવાથી લાભ થાય છે.

૨. શ્વાસ અને હેડકીમાં ગાજરના રસનાં પાંચ-સાત ટીપાં નાકમાં નાખવાથી લાભ થાય છે.

૩. ઘી કે તલના તેલમાં ગાજરનું શાક દાડમનો રસ નાખી દહીં સાથે ખાવાથી હરસ મટે છે.

ગ્રહાહુતિ અને અન્ય આહુતિઓ

જાન્યુઆરી 29, 2009

ગ્રહાહુતિદરેકની ૧૨૧૨ આહુતિ આપવી. (તલ, જવ, ખીર, ડાંગર અને હવનપડી)

सूर्याय नमः स्वाहा. चंद्रमसे० भौमाय० बुधाय०

बृहस्पतये० शुक्राय० शनेश्चराय० राहवे० केतवे०

ષોડશમાતૃકા આહુતિદરેકની આહુતિ આપવી.

गणेशाय नमः स्वाहा. गौर्यै० पद्मायै० शच्यै० मेधायै० सावित्र्यै० विजयायै० जयायै० देवसेनायै० स्वधायै० स्वाहायै० मातृभ्यो० लोकमतृभ्यो० धृत्यै० पुष्ट्यै० तुष्ट्यै० कुलदेवतायै०

નવાહુતિ

१. अग्नये नमः स्वाहा. ईदमग्नये ईदन्न मम. . वायवे० ईदं० . सूर्याय० ईदं० . अग्निवरुणाभ्यां० ईदं० . अग्निवरुणाभ्यां० ईदं० . अग्नये अयसे० ईदं० . वरुणाय सवित्रे विष्णवे विश्वेभ्योदेवेभ्यो मरुद्भ्यः स्कर्वेभ्यश्च० ईदं० . वरुणाय आदित्याय आदितये च० ईदं० . (મનમાં) प्रजापतये नमः स्वाहा, ईदं प्रजापतये मम.

વાસ્તુ પૂજા આહુતિઓ

૧૦૮ આહુતિ

नमस्ते वास्तुपुरुष भूशय्याभिरत प्रभो,

मद् गृहे धनधान्यादि समृद्धिं कुरु सर्वदा.

वास्तुदेवताभ्यो नमः स्वाहा.

ત્રણત્રણ આહુતિ वर्द्धिन्ये नमः स्वाहा, ब्रह्मणे० वृषभेश्वराय० विष्णवे० मातृभ्यो० सागरभ्यो० मह्यै० नदीभ्यो० तीर्थेभ्यो० गायत्र्यै० ॠग्वेदाय० यजुर्वेदाय० सामवेदाय० अथर्वेदाय० अग्नये० आदित्याय० रुद्राय० मरुद्भ्यो० गंधर्वाय० ऋषये० वरुणाय० वायवे० धनदाय० यमाय० धर्माय० शिवाय० विश्वेभ्योदेवेभ्यो० द्वारश्रियै नमः स्वाहा, वास्तोषपतये० गंगायै० यमुनायै० शंखनिधये० पद्मनिधये० गणपतये० दुर्गायै० सरस्वत्यै० क्षेत्रपालाय०

દરેકની આહુતિ આપવી.

श्रियै नमः स्वाहा, लक्ष्म्यै० धृत्यै० मेधायै० स्वाहायै० प्रज्ञायै० सरस्वत्यै०

વિશિષ્ટ ઘૃતાહુતિમાત્ર ઘી ત્રણ વખત. (પુજા કરનાર ઉપરાંત હાજર રહેલાં બધાં જ વારા ફરતી કે સમુહમાં આ આહુતી આપશે.)

भूर्भुवः स्वः तत् सवितुर् वरेण्यम्

भर्गो देवस्य धीमही धियो यो नः प्रचोदयात्

મૃત્યુંજય મંત્રમાત્ર ઘી અથવા ઘી અને સામગ્રી

त्र्यम्बकं यजामहे सुगंधिं पुष्टी वर्धनम्,

उर्वारुकमिव बंधनान्मृत्योर्मुक्षीय मामृतात्.

ગંઠોડા

જાન્યુઆરી 28, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ગંઠોડા : પીપરીમુળના ગંઠોડા જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, લઘુ, તીખા, ઉષ્ણ, રુક્ષ, પીત્ત કરનાર અને મળને ભેદનાર-તોડીને કાઢનાર છે. તે કફ, વાયુ, ઉદરરોગ, બરોળની વીકૃતી, ગૅસ, આફરો, કૃમી, શ્વાસ અને ક્ષયમાં હીતાવહ છે. મગજની નીર્બળતા, ઉન્માદ, વાતપ્રકોપ, પ્રસુતાના રોગો, માસીક ઓછું આવવું, નીદ્રાનાશ, ઉધરસ, શ્વાસ વગેરેમાં વીભીન્ન રીતે પ્રયોજાય છે. અનેક આયુર્વેદીક દવાઓમાં તે વપરાય છે.

અજીર્ણ, આફરો, અરુચી, પેટમાં વાયુનો ગોળો ચડવો વગેરે પેટની-પાચનની તકલીફોમાં તેમ જ ઉપરોક્ત રોગોમાં ગંઠોડાનું પા ચમચી ચુર્ણ બે ચમચી મધમાં મીશ્ર કરી સવાર-સાંજ ચાટી જવું. આ બધી તકલીફો શાંત થઈ જશે. લોહીનું નીચું દબાણ(લો બી.પી.) અને હૃદયરોગમાં પણ આ ઉપચાર ફાયદો કરે છે.

ઘૃતાહુતી વગેરે

જાન્યુઆરી 28, 2009

ઘૃતાહુતિ મંત્રપાંચ વખત માત્ર ઘીની આહુતિ આપવી.

अयन्त ईध्म आत्मा जातवेदस् तेनेध्यस्व वर्धस्वचेद्धवर्धय

चास्मान प्रज्या पशुभिः ब्रह्मवर्च सेनानाद्येन समधेय स्वाहा.

ईदमग्नये जातवेदसे ईदन्न मम.

જલ સિંચન ચમચીમાં પાણી લેવું, મંત્ર બોલાયા પછી હવનકુંડની દીશામાં બતાવ્યા પ્રમાણે છાંટી દેવું.

अदिते अनुमन्यस्व પૂર્વ

( હે આદિત્ય રૂપે પરબ્રહ્મ તું અમને અનુકુળ હો)

अनुमते अनुमन्यस्वપશ્ચિમ

( હે અનુમત રૂપે પરમેશ્વર તું અમને સાનુકુળ હો)

सरस्वति अनुमन्यस्व ઉત્તર

મંત્ર સાથે હવન કુંડની ફરતે પાણી ફેરવવું, પછી દક્ષીણ દીશામાં છાંટી દેવું.

देव सवितं प्रसुव यज्ञं प्रसुव यज्ञपतिं भगाय,

दिव्यो गंधर्व केतपुः केतं पुनातु वाचस्पतिः वाचं स्वदतु.

(હે સવીતા રુપે પરમાત્મા ! આ માનવ વ્યવહાર છે. અમને ઐશ્વર્ય પ્રાપ્ત થાય એ માટે તું આ યજ્ઞ કરનારનું રક્ષણ કર. તમારા દીવ્ય ગુણોથી અમને જ્ઞાન સમૃદ્ધ કર. તમે વાચસ્પતી છો, અમારી વાણીને શુદ્ધ અને તજસ્વી બનાવો.)

આધારાવાજ્યાહુતી મંત્ર– ( સ્તંભ રુપે વીશેષ ઘી હોમવું )

એક જણ સામગ્રી અને એક જણ ઘી હોમે.

अग्नये नमः स्वाहा, ईदमग्नये ईदन्न मम.

सोमाय नमः स्वाहा, ईदं सोमाय ईदन्न मम.

આજ્યાભાગાહુતી મંત્ર(વીશીષ્ટતાથી ઘી હોમવું તે)- સામગ્રી અને ઘી બંનેદરેક વખતે.

प्रजापतये नमः स्वाहा, ईदं प्रजापतये ईदं मम.

ईन्द्राय नमः स्वाहा, ईदं ईन्द्राय ईदन्न मम.

વ્યાહૃતી આહુતી(વેદના ત્રણ સંકેત શબ્દથી સમર્પણ.)

भूर् अग्नये स्वाहा, ईदमग्नये ईदन्न मम.

भुवर् वायवे स्वाहा, ईदं वायवे ईदन्न मम.

स्वः आदित्याय स्वाहा, ईदमादित्याय ईदन्न मम.

આ મંત્રથી માત્ર તલની ૨૮ આહુતિ આપવી.

भूर्भुवः स्वः अग्नि वायु आदित्येभ्यः स्वाहा.

સ્વિષ્ટકૃતાહુતિ (અહીં માત્ર ખીરની આહુતી આપવી)

यदस्य कर्मणाः अत्यरीरिचं द्वान्यून मिहाकरम्,

अग्निष्टत् स्विष्टकृत् विद्यात्सर्वं स्विष्टं सुहुतं करोतु मे.

अग्नये स्विष्टकृते सुहुतहुते सर्व प्रायश्चित आहुतिनाम्,

कामानां समरद्धयित्रे सर्वान्नः कामान्तत्समर्द्धय स्वाहा.

ईदमग्नये स्विष्टकृते ईदन्न मम.

(હે સર્વજ્ઞ યજ્ઞમાં જે કંઈ વધઘટ હોય તે આપ જાણો છો. પાપના પ્રાયશ્ચીત માટે અમારી આહુતી સ્વીકારી અમારી શુભ કામના પુર્ણ કરો. હે પ્રભુ! સર્વની શુભેચ્છા પુર્ણ કરો. આહુતી અગ્ની અને બધાના હીતાર્થે અર્પું છું, તે મારા માટે નથી.)

પ્રાતઃ કાલના યજ્ઞમંત્રો

सूर्यः ज्योतिः ज्योतिः सूर्यः स्वाहा.

सूर्यो वर्चो ज्योतिः वर्चः स्वाहा.

ज्योतिः सूर्यः सूर्यो ज्योतिः स्वाहा.

सजूः देवेन सवित्रा सजूः उषः ईन्द्रवत्या जुषाणः सूर्योवेतु स्वाहा.

સાયં કાલના યજ્ઞમંત્રો

अग्निः ज्योतिः ज्योतिः अग्निः स्वाहा.

अग्निः वर्चो ज्योतिः वर्चः स्वाहा.

ज्योतिः अग्निः अग्निः ज्योतिः स्वाहा.

सजूर्देवेन सवित्रा सजूरात्रि ईन्द्रवत्या जुषाणाः अग्निः वेतु स्वाहा.

પ્રાતઃ સાયં યજ્ઞમંત્રો

भुरग्नये प्राणाय स्वाहा. ईदमग्नये प्राणाय ईदन्न मम.

भुवः वायवे अपानाय स्वाहा, ईदं वायवे अपानाय ईसन्न मम.

स्वः आदित्याय व्यानाय स्वाहा, ईदमादित्याय व्यानाय ईदन्न मम.

भूर्भुवः स्वः अग्निवायु आदित्येभ्यः प्राणापान व्यानेभ्यः स्वाहा.

ईदमग्निवायु आदित्येभ्यः प्राणापान व्यानेभ्यः ईदन्न मम.

आपो ज्योति रसोऽमृतं ब्रह्मः भूर्भुवः स्वरो स्वाहा.

यां मेधां देवगणाः पितरः उपासते,

तया मां मेधया अग्ने मेधाविनं कुरू स्वाहा.

(જે બુદ્ધીથી દેવો તથા વીદ્વાનો વીદ્યા ધારણ કરે છે, તે બુદ્ધી હે અગ્નીરૂપ પરમાત્મા! આપની કૃપાથી અમને પ્રાપ્ત થાઓ.)

विश्वानि देव सवितर दुरितानि परासुव,

यद् भद्रं तन्नासुव स्वाहा.

(હે આત્મા ! તું અમારી બધી મુશ્કેલીઓ દુર કર. જે તારું કલ્યાણમય સ્વરૂપ છે તે અમને બતાવ.)

આઝાદીની ગૌરવગાથા

જાન્યુઆરી 28, 2009

azadini-gauravgatha2

ગળો

જાન્યુઆરી 26, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

                                     घृतेन वातं सगुडा विबंधं पित्तं सीताढ्यां मधुना कफे च |

                                     वातास्रमुग्रं रूबुतेलमिश्रा शूंठयामवातं शमयेत् गुडूचि ||

એટલે કે ગળો-ગુડુચી ગોળ સાથે લેવાથી કબજીયાત, ઘી સાથે લેવાથી વાયુ, સાકર સાથે લેવાથી પીત્ત, મધ સાથે લેવાથી કફ, સુંઠ સાથે લેવાથી આમવાત, દીવેલ સાથે લેવાથી વાતરક્ત અને ગૌમુત્ર સાથે લેવાથી શ્લીપદ-હાથીપગું મટાડે છે. ગળોના સેવનથી રીબાઈ રીબાઈને મરવાનું બનતું નથી.

એનાં પાન મધુર હોય છે. આથી એનાં પાનનું શાક ખુબ સ્વાદીષ્ટ લાગે છે, જે તાવમાં ઉત્તમ છે. ગળો તીખી, કડવી, પચી ગયા પછી મધુર, રસાયન, મળને રોકનાર, તુરી, ઉષ્ણ, પચવામાં હલકી, બળ આપનાર, જઠરાગ્નીને પ્રદીપ્ત કરનાર, ત્રીદોષઘ્ન (કડવા રસથી પીત્ત અને કફને મટાડે છે. ઉષ્ણ હોવાથી વાયુને હણે છે. પચી ગયા પછી મધુર રસથી વાજીકર-રસાયન છે.) તથા આમ, તરસ, બળતરા, પ્રમેહ, કોઢ, ઉધરસ, રક્તાલ્પતા-પાંડુ, કમળો, કુષ્ઠ, વાતરક્ત, કૃમી, જ્વર, ઉલટી, ઉબકા, દમ, હરસ, મુત્રકષ્ટ અને હૃદયરોગને મટાડનાર છે.

ગળોનો રસ ત્રણ ચમચી અને ગળોનું ચુર્ણ અડધીથી એક ચમચી સવારે, બપોરે અને રાત્રે લેવું. કોઈ પણ વૃક્ષ પર ચડેલી ગળો ઔષધમાં વાપરી શકાય, પરંતુ લીમડા પર ચડેલી ગળો ઉત્તમ ગણાય છે. તાજી લીલી ગળો મળે તો તેનો ઉપયોગ કરવો, નહીંતર સુકી ગળોનું ચુર્ણ વાપરી શકાય. ગળોના વેલા પર કાગળ જેવી પાતળી છાલ હોય છે, જે દુર કરવાથી અંદર લીલીછમ માંસલ ગળો જોવા મળે છે. એના નાના નાના ટુકડા કરી છાંયડે સુકવવાથી સુંદર લીલાશ પડતું બારીક ચુર્ણ તૈયાર થઈ શકે. ઔષધોમાં આવું તાજું ચુર્ણ જ વાપરવું જોઈએ.

બજારમાં ગળોની ગોળી ‘સંશમની વટી’ નામે મળે છે. સંશમની એટલે જે વધેલા દોષોને ઓછા કરે અને ઓછા હોય તો સમાન કરે. એની એક એક ગોળી સવાર, બપોર અને સાંજે લેવી જોઈએ.

લીમડા, બાવળ કે આંબા પર ચડેલી ગળોની વેલ વધારે ગુણકારી ગણાય છે, તેમાં પણ લીમડા  પરની શ્રેષ્ઠ. ગળોનું ચુર્ણ એક ચમચી અને રસ બેથી ત્રણ ચમચી સવાર-સાંજ લઈ શકાય.

(૧) ગળો, ધાણા, લીમડાની અંતરછાલ અને રતાંજળી(રક્તચંદન)નો ઉકાળો સવાર-સાંજ પીવાથી જઠરાગ્ની પ્રદીપ્ત થઈ સર્વ પ્રકારના તાવ મટે છે.

(૨) ગળોનો રસ સાકર નાખી પીવાથી અમ્લપીત્ત તરત જ મટે છે અને પીત્તથી થતી ઉલટી તત્કાળ શાંત થાય છે.

(૩) ગળોના બે ચમચી રસમાં બે ચમચી મધ નાખી પીવાથી ત્રણે દોષોથી થતી ઉલટી મટે છે.

(૪) ગળોનો રસ અથવા ગળોનો ઉકાળો અડધો કપ સવાર-સાંજ પીવાથી અને માત્ર મગના સુપ અને ભાત પર રહેવાથી કોઢમાં એકદમ ફાયદો થાય છે.

(૫) ગળોના રસમાં મધ અથવા સાકર નાખી પીવાથી કમળો જલદી મટે છે.

(૬) ગળો અને ત્રીફળાના ઉકાળામાં મધ અને પીપરનું ચુર્ણ નાખી સવાર-સાંજ પીવાથી સર્વ પ્રકારના નેત્રરોગ મટે છે. (ઉકાળો ઠંડો થયા પછી એમાં મધ નાખવું.)

(૭) ગળોનું વસ્ત્રગાળ બારીક ચુર્ણ ૧ કીલો અને ગોળ, મધ અને ઘી દરેક ૧૬૦ ગ્રામ મેળવી ચાટણ બનાવવું. એકથી બે ચમચી આ ચાટણ સવાર-સાંજ લેવાથી કોઈ રોગ થતો નથી, ઘડપણ આવતું નથી કે વાળ ધોળા થતા નથી.

(૮) ઠંડા પાણીમાં ગળોનો કંદ ઘસી અરીઠા સાથે પીવડાવવાથી સાપનું ઝેર ઉતરે છે.

(૯) ગળો અને સૂંઠનો કાઢો-ઉકાળો પીવાથી આમવાત મટે છે.

(૧૦) ગળોના કલ્કમાં મધ નાખી ખાવાથી કફ મટે છે.

(૧૧) ગળોના રસમાં મધ નાખી ચાટવાથી મુત્રકૃચ્છ (ટીપે ટીપે પેશાબ થવો) મટે છે.

(૧૨) ગળો અને ગુગળને એરંડાનાં પાંદડાના રસમાં ઘસી પેટ ઉપર લેપ કરવાથી કૃમી મટે છે.

જીર્ણ જ્વર ઉપર: (૧૩) ગળોના ઉકાળામાં લીંડીપીપરનું ચુર્ણ નાંખી પીવાથી જીર્ણ જ્વર મટે છે.

(૧૪) ગળો, આમળાં અને નાગરમોથનો ઉકાળો પીવાથી  કોઇપણ તાવ મટે છે.

(૧૫) ગળોનો રસ જીરુ અને સાકર સાથે લેવાથી હૃદયરોગમાં લાભ થાય છે.

(૧૬) ગળોનો રસ ઘી સાથે લેવાથી વાયુ મટે છે.

(૧૭) શક્તિ માટે ગળોનો રસ  ડાંગરની ધાણી-મમરા સાથે લેવો.

(૧૮) અરૂચી દુર કરવા દાડમ સાથે ગળોનો રસ લેવો.