Archive for ડિસેમ્બર, 2020

આરોગ્ય ટુચકા 338. અજીર્ણમાં ચણાનો ક્ષાર

ડિસેમ્બર 31, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 338. અજીર્ણમાં ચણાનો ક્ષાર : ચણાના છોડ પર રાતે કપડું ઢાંકી રાખી, સવારે નીચોવી, એ પાણીને ગરમ કરી ઉડાડી દેતાં વાસણમાં જે ક્ષાર રહે તેનું છાસ સાથે સેવન કરવાથી ગમે તેવું અજીર્ણ એટલે કે અપચાની ફરીયાદ મટે છે.

337. મગફળીના દાણાની છાલ

ડિસેમ્બર 30, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

337. મગફળીના દાણાની છાલ : મગફળીના દાણાની છાલમાં બહુ જ ઉપયોગી પ્રતીઑક્સીજનકરણ (એન્ટીઑક્સીડન્ટ) દ્રવ્ય હોય છે. વળી દાણા કરતાં મોટા ભાગનું આ દ્રવ્ય એની છાલમાં હોય છે. એમાં બહુ ઉપયોગી વીટામીન પણ છે. પરંતુ મોટે ભાગે છાલ સહીતના દાણા તો કાચા જ ખાવામાં આવે છે, કેમ કે કાચા દાણાની છાલ ઉતારવી મુશ્કેલ હોય છે. પરંતુ એને શેકવાથી  દાણામાં તથા છાલમાં એના ઉપયોગી તત્વોમાં  20% જેટલો વધારો થતો હોય છે. આથી શેકેલા દાણા પણ છાલ સહીત જ ખાવા જોઈએ જેથી વધુ લાભ મેળવી શકાશે.

આરોગ્ય ટુચકા 336. એસીડીટી મટાડવાનાં કેટલાંક ઔષધો

ડિસેમ્બર 29, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 336. એસીડીટી મટાડવાનાં કેટલાંક ઔષધો : અવીપત્તીકર ચુર્ણ અને લવણભાસ્કર ચુર્ણ અડધી-અડધી ચમચી સવારે, બપોરે અને સાંજે લેવું. શતાવરી ચુર્ણ, સાકર અને ઘી એક એક ચમચી મીશ્ર કરી સવાર-સાંજ લેવાં. સ્વાદીષ્ટ વીરેચન ચુર્ણ રોજ રાત્રે એક ચમચી લેવું.  સાથે સાથે ઉચીત પરેજીથી એસીડીટી મટે છે.

આરોગ્ય ટુચકા 335. ઉંદરી

ડિસેમ્બર 28, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 335. ઉંદરી ઉંદરી થઈ હોય તે સ્થાનની ત્વચા પર સવાર-સાંજ આછું આછું ‘ગુંજાદી તેલ’ અથવા ‘લશુનાદી તેલ’ લગાડવું. આહારમાં નમક-મીઠું સાવ ઓછું ખાવું. જેમાં નમક વધારે હોય એવા આહારદ્રવ્યો અથાણાં, પાપડ વગેરે બંધ કરવાં. મહામંજીષ્ઠાદી ઘનવટી એક એક ગોળી સવારે, બપોરે અને રાત્રે લેવી. જમ્યા પછી એક એક ગોળી આરોગ્યવર્ધીની લેવી. આંતરે દીવસે અરીઠા અથવા શીકાખાઈથી માથું ધોવું અને અડધો કલાક તડકામાં બેસી વાળ કોરા કરવા.

આરોગ્ય ટુચકા 334. આદુ, ફુદીનો અને ડુંગળીના રસનો એક ઉપયોગ

ડિસેમ્બર 27, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 334. આદુ, ફુદીનો અને ડુંગળીના રસનો એક ઉપયોગ : અપચાને કારણે અથવા બીજા કોઈ પણ કારણને લીધે જો ઉબકા, ઉલટી થતાં હોય, મોળ આવતી હોય, જીવ ચુંથાતો હોય કે એકદમ અત્યંત અરુચી જેવું લાગતું હોય તો બે ચમચી આદુનો રસ, બે ચમચી ફુદીનાનો રસ અને બે ચમચી જેટલો ડુંગળીનો રસ મીશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે તાજેતાજો જ કાઢીને પીવાથી ઉબકા, ઉલટી, અરુચી, મોળ આવવી વગેરે શાંત થઈ જાય છે અને સરસ ભુખ લાગે છે. 

આરોગ્ય ટુચકા 333. ઉલટીમાં બાર્લીવોટર

ડિસેમ્બર 26, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 333. ઉલટીમાં બાર્લીવોટર : જવને ચારગણા પાણીમાં ઉકાળી, ત્રણચાર ઉભરા આવે એટલે ઉતારી, એક કલાક ઢાંકી રાખી ગાળી લેવું. જવના આ પાણીને બાર્લી વૉટર કહે છે. એ પીવાથી ઉલટી મટે છે.

આરોગ્ય ટુચકા 332. મેથી અને સુવા

ડિસેમ્બર 25, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 332. મેથી અને સુવા :   25 ગ્રામ મેથી અને  25 ગ્રામ સુવા તાવડી પર થોડાં શેકી, અધકચરાં ખાંડી, 5-5 ગ્રામ લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા, ખાટા ઘચરકા અને ઓડકાર મટે છે.

આરોગ્ય ટુચકા 331. કફમાં મરીચ્યાદીવટી

ડિસેમ્બર 24, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 331. કફમાં મરીચ્યાદીવટી : કાળા મરી અને લીંડીપીપરનું ચુર્ણ બે-બે ચમચી, દાડમની છાલનું ચુર્ણ ચાર ચમચી અને જવખાર એક ચમચીને  150 ગ્રામ ગોળમાં મેળવી અડદના દાણા જેવડી ગોળી બનાવવી. એને મરીચ્યાદીવટી કહે છે. આ  2- 2 ગોળી સવાર, બપોર અને રાત્રે ચુસવાથી કફના રોગો મટે છે.

આગત્યની માહીતી

ડિસેમ્બર 23, 2020

મારા બ્લોગ પર મેં મુકેલા લેખોની “ઔષધો અને રોગો” નામે બુક બનાવીને ૨૦૧૪ની સાલમાં મુકી છે. એ બુક કોઈક “કલ્પેશ ભંડારી” નામની વ્યક્તીએ એના નામે પૈસા કમાવા માટે ૨૦૧૮માં ગુગલ પર મુકી છે. આ બુક મારા બ્લોગ પર વીના ખર્ચે ડાઉનલોડ કરીને વાંચી શકાય છે. આથી એ માટે પૈસા ખર્ચવાની કોઈ જરુર નથી. ગુગલને એ બુક દુર કરવાનું કહેવામાં આવ્યું છે, પણ એ ક્યારે દુર કરશે કે કોઈ પગલાં લેશે કે કેમ તે કહી ન શકાય. આથી મારો બ્લોગ વાંચનારા સહુની જાણ માટે આ માહીતી આપું છું. રસ ધરાનાર તમારા મીત્રો પરીચીતોને આ અંગે માહીતગાર કરવા વીનંતી.

આરોગ્ય ટુચકા 330. જીરુ અને સાકર

ડિસેમ્બર 23, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 330. જીરુ અને સાકર : અડધી ચમચી જીરાનું ચુર્ણ તેનાથી બમણી સાકર સાથે મેળવી સવાર-સાંજ ફાકવાથી જુનો મરડો, અતીસાર, સંગ્રહણી, આફરો, કૃમી, અજીર્ણ, મંદાગ્ની, અપચો વગેરે મટે છે. જીરુ મળને બાંધીને રોકે છે, આથી મળ સાવ ઢીલો ઉતરતો હોય તો જીરુ એ ઉત્તમ ઔષધ છે. જીરાનું શરબત પણ પી શકાય.