Archive for માર્ચ, 2021

આરોગ્ય ટુચકા 410. અરુચીના છ ઉપાય

માર્ચ 30, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 410. અરુચીના છ ઉપાય : અરુચીના ઘણા ઉપાયો છે, તે પૈકી સરળતા માટે 6 ઉપાયો ( 1) ટામેટાના ટુકડા કરી સુંઠ અને સીંધવનું ચુર્ણ ભભરાવી ખાવાથી અગ્નીમાંદ્ય અને અરુચી મટે છે. ( 2) લસણ, કોથમીર, આદુ, ધોળી દ્રાક્ષ, ખાંડ અને સીંધવની ચટણી કરીને ખાવાથી અરુચી મટે છે તથા ખોરાકનું પાચન થાય છે. (3) કાળી નાની હરડે શેકી પાઉડર કરી સીંધવ સાથે  1- 1 ચમચી દરરોજ રાતે લેવાથી આહાર પ્રત્યેની અરુચી દુર થાય છે. (4) સુંઠ, મરી અને સંચળના ચુર્ણને સાકરમાં મેળવી લીંબુના રસમાં ઘુંટી ગોળીઓ બનાવી તેનું સેવન કરવાથી અરુચી મટે છે. (5) ખાટી આમલીના શરબતમાં જીરુનું ચુર્ણ ભભરાવી પીવાથી પાચક સ્રાવો છુટીને અરુચી મટે છે. (6) બીજોરાના કકડા છાંયડે સુકવી, ચુર્ણ કરી તેમાં સુંઠ, પીપર અને મરીનું ચુર્ણ મેળવી ખાવાથી અરુચી મટે છે.

આરોગ્ય ટુચકા 409. આમળાં

માર્ચ 29, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 409. આમળાં : આમળામાં ખારા રસ સીવાય બાકીના પાંચે પાંચ રસ છે. ‘नित्यं आमलके लक्ष्मी’ આમળામાં સદા લક્ષ્મીનો વાસ મનાય છે. આમળા વીષે કહેવાયું છે,

आदौ अंते च मध्ये च भोजनस्य प्रशस्यते |

नरत्ययं दोषहरं फलेषु आमलकी फलम् ||

ફળોમાં આમળાં શ્રેષ્ઠ હોવાથી ભોજનની શરુઆતમાં, મધ્યમાં અને ભોજનના અંતે (લીલાં, ચુર્ણ કે ચાટણ) આમળાં ખાવાં હીતાવહ છે, સ્વાસ્થ્યપ્રદ છે.

આમળાના ખાટા રસથી વાયુ, મધુર અને ઠંડા ગુણથી પીત્ત અને રુક્ષતા અને તુરા રસથી કફ મટે છે. એ ત્વચા અને આંખને માટે સારાં છે. ઉપરાંત એ પચવામાં હલકાં, ભુખ લગાડનાર આહાર પચાવનાર, આયુષ્ય વધારનાર અને પૌષ્ટીક છે. ત્વચારોગ, ગોળો, શોષ, અરુચી, પાંડુરોગ, હરસ, સંગ્રહણી, તાવ, હૃદયરોગ, ઉધરસ, શરદી, પ્રમેહ, સ્વરભંગ, કમળો, કૃમી, સોજા, સ્મૃતી અને બુદ્ધીનો પ્રમેહ આ બધામાં આમળાં હીતાવહ છે.

‘રસાયન ચુર્ણ’ અને ત્રીફળા (જેમાં આમળાં હોય છે) એક એક ચમચી રોજ રાત્રે લેવાથી સ્વાસ્થ્ય જળવાય છે અને દીર્ઘ જીવન જીવી શકાય છે.

આરોગ્ય ટુચકા 408. આમલક્યાદી ચુર્ણ

માર્ચ 28, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 408. આમલક્યાદી ચુર્ણ : આમળાં, ચીત્રક, હરડે, પીપર અને સીંધવ સરખા વજને લઈ (જેમ કે દરેક ઔષધ સો સો ગ્રામ), ભેગાં કરી ખુબ ખાંડી બનાવેલા બારીક ચુર્ણને આમલક્યાદી ચુર્ણ કહે છે. આ ચુર્ણમાં લેખન ગુણ રહેલો છે. લેખન એટલે ખોતરવું. આ ચુર્ણ આંતરડામાં ચોંટી ગયેલા મળને ખોતરીને બહાર કાઢે છે. એટલે જુની કબજીયાતમાં ફાયદો કરે છે. આ ચુર્ણ અન્નનું પાચન કરે છે. જેથી આહાર પર રુચી ઉત્પન્ન થાય છે. આ ચુર્ણ કફનાશક હોવાથી કફના રોગોમાં ફાયદો થાય છે.

આરોગ્ય ટુચકા 407. ગાંડપણમાં આમલી

માર્ચ 26, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 407. ગાંડપણમાં આમલી : ( 15) દર્દીમાં ગાંડપણ બહુ આક્રમક બની ગયું હોય અને સ્વજનોને ભારે તકલીફ રહેતી હોય તો દરરોજ આમલીનું શરબત દર ચારેક કલાકના અંતરે એકાદ ગ્લાસ પીવડાવવાથી અને આહારમાં આમલીનો ખાસ ઉપયોગ કરાવવાથી ગાંડપણ ઓછું થાય છે અને વીવેકબુદ્ધી ખીલવા લાગે છે. (જો કે આનો આધાર ગાંડપણના કારણ ઉપર રહેશે.)    

આરોગ્ય ટુચકા 406. અરુચીમાં આમલી

માર્ચ 25, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 406. અરુચીમાં આમલી : એક ગ્લાસ પાણીમાં બે ચમચી પાકી આમલીનું પેસ્ટ નાખીને ઉકાળવું. બરાબર ઉકળે ત્યારે ઉતારી તેમાં ત્રણથી ચાર ચમચી ગુલાબજળ, એક ચમચી ગોળ, પાંચ એલચીના દાણા અને દસથી બાર કાળાં મરીનું ચુર્ણ મીશ્ર કરી ધીમે ધીમે પી જવું. આ ઉપચારથી ભુખ સારી લાગશે અને અરુચી પણ દુર થશે.

આરોગ્ય ટુચકા 405. આદુ અને સુંઠના ત્રણ ઉપયોગો

માર્ચ 21, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 405. આદુ અને સુંઠના ત્રણ ઉપયોગો : ( 1) ભોજનની પહેલાં નમક (મીઠું) અને અાદુ સર્વ કાળે પથ્ય છે. એ જઠરાગ્ની પ્રદીપ્ત કરે છે, રુચી ઉપજાવે છે, અને જીભ તથા કંઠને સાફ કરે છે.  ( 2) આદુના રસમાં લીંબુનો રસ અને સીંધવ નાખી લેવાથી અજીર્ણ દુર થઈને જઠરાગ્ની પ્રદીપ્ત થાય છે. વળી એનાથી ઉદરનો વાયુ-ગેસ અને મળબદ્ધતા-કબજીયાત દુર થાય છે, આમવાત મટે છે. (3) પેટ અજીર્ણથી ભારે થઈ ગયું હોય તો સુંઠ અને જવખારનું ચુર્ણ ઘી સાથે ચાટવું. પણ એક ચેતવણી: (4) કોઢ, પાંડુરોગ, મુત્રકૃચ્છ-અટકી અટકીને પેશાબ થવો, રક્તપીત્ત, વ્રણ-ચાંદાં, જ્વર અને દાહ હોય ત્યારે અને ગ્રીષ્મ તથા શરદ  ઋતુમાં અાદુ હીતકારી નથી. એટલે કે ગરમ હવામાન અને વરસાદ પડી ગયા પછીના હવામાનમાં આદુનો ઉપયોગ ન કરવો.

આરોગ્ય ટુચકા 404. અરીઠાના ત્રણ ઉપયોગો

માર્ચ 19, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 404. અરીઠાના ત્રણ ઉપયોગો : ( 1) અરીઠાંનું પાણી પીવડાવવાથી ઉલટી થતાં વીષ નીકળી જાય છે. ( 2) સવાર-સાંજ અરીઠાંના હુંફાળા પાણીથી આઠ-દસ દીવસ માથું ધોવાથી જુ તથા લીખ સાફ થઈ જાય છે તથા ખોડો પણ મટે છે. (3) માથામાં ખંજવાળ આવતી હોય, વાળ ખરતા હોય કે પાતળા અને પાંખા થઈ ગયા હોય તો માથું ધોવામાં અરીઠાનો જ ઉપયોગ કરવો જોઈએ.

આરોગ્ય ટુચકા 403. અરણીના ચાર ઉપયોગો

માર્ચ 18, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 403. અરણીના ચાર ઉપયોગો : ( 1) અરણીના પાનનો ઉકાળો શીતળા, ઓરી, વીસ્ફોટ, પરુવાળો પ્રમેહ, તાવ, જીર્ણ જ્વર વગેરે રોગોમાં ફાયદો કરે છે. ( 2) અરણીનાં મુળ પાણીમાં વાટી મોંઢા પર લગાડતાં મુખ પરના કાળા ડાઘા,  જેને વ્યંગ કહે છે તે મટે છે. (3) સવાર-સાંજ અરણીના મુળના ચુર્ણ અથવા ઉકાળામાં ચણા જેટલું શીલાજીત નાખી પીવાથી મેદ ઓછો થાય છે. (4) કમર જકડાઈ ગઈ હોય તો અરણી અને કરંજનો ઉકાળો પીવાથી મટે છે.

દુખાવામાં એક્યુપ્રેશર પોઈન્ટ

માર્ચ 17, 2021

આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુ માટે આપવામાં આવે છે. પ્રયોગો તમને અનુકુળ હોય તો યોગ્ય ચીકીત્સકની સહાય લઈ ખાતરી કરીને જ કરવા. એની કોઈ વીપરીત અસર થાય તો તે માટે લેખકની કશી જવાબદારી રહેતી નથી.

સોમવાર તારીખ ૧૫ માર્ચના રોજ સવારે ટેબલ ટેનીસ રમતાં મને અચાનક જમણા ઘુંટણમાં સખત દુખાવો ઉપડ્યો. ઉભા રહેવાની કે બેસવાની પણ તકલીફ હતી. જેમતેમ બેસીને થોડા બાહ્ય પ્રાણાયામ તથા ઘુંટણ પાસેના સ્નાયુબંધને ખેંચવાના પ્રયોગ કર્યા અને દસેક મીનીટમાં આરામ થઈ ગયો.

ફરીથી રમવાનું શરુ કર્યું અને પાછો જમણા ઘુંટણમાં એવો જ પણ વધુ તીવ્ર દુખાવો શરુ થયો. નજીકના પગથીયા પર બેસવા જઈ શકાય તેમ પણ ન હતું. એક જણની મદદ લઈ બેસીને ફરીથી ઉપરોક્ત પ્રયોગો કર્યા. કશો ફેર ન પડ્યો. સહેજ પણ ઉભા રહી શકાય કે ચાલી શકાય તેમ ન હતું. બે જણાની મદદથી કારમાં બેસી ઘરે આવ્યો. હજુ પણ જમણા પગના ઘુંટણમાં સખત દુખાવો હતો. મારા બેકપૅકમાંથી ચાવી કાઢી બારણું ખોલવાની પણ તકલીફ હતી.

બારણું નૉક કર્યું. વાઈફે બારણું ખોલ્યું. તરત એણે જમણા હાથના અંગુઠા અને એની પાસેની આંગળી વચ્ચે હથેળીના પાછળના પોચા ભાગ પર એના અંગુઠા અને આંગળી વડે પ્રેશર આપવાનું ચાલુ કર્યું. જુઓ નીચેની આકૃતી: માત્ર ત્રણચાર મીનીટમાં જ દુખાવો પુરેપુરો જતો રહ્યો અને હું ચાલતો થઈ ગયો. આ એક્યુપ્રેશર વડે શરીરના કોઈપણ ભાગમાં થયેલા દુખાવામાં રાહત થાય છે એવો અનુભવ મને થયો છે. ગર્ભવતી સ્ત્રીએ આ પ્રયોગ ન કરવો.

જ્યાં સુધી દુખાવામાં રાહત ન થાય ત્યાં સુધી આ જગ્યાએ પ્રેશર આપતા રહેવું. જ્યારે પણ વાયુને કારણે કોઈ દુખાવો થતો માલમ પડે તો આ પ્રયોગ કરી શકાય. (આકૃતી ઈન્ટરનેટના સૌજન્ય થકી)

આરોગ્ય ટુચકા 402. અરડુસીના સાત ઉપયોગો

માર્ચ 16, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 402. અરડુસીના સાત ઉપયોગો : ( 1) અરડુસીનું લાંબા સમય સુધી સેવન ક્ષયના દર્દી માટે આશીર્વાદ સમાન છે. ( 2) એકથી બે ચમચી અરડુસીના રસમાં એટલું જ મધ મેળવી સવાર-સાંજ પીવાથી ઉધરસ મટે છે. (3) અરડુસીના રસમાં ફુલાવેલો ટંકણખાર બે ચણોઠી (0.4 ગ્રામ) જેટલો મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી કફ છુટો પડી નીકળી જાય છે. (4) અરડુસીનાં પાન, દ્રાક્ષ અને હરડેના ઉકાળામાં મધ તથા સાકર નાખી પીવાથી ઉધરસ કે કફમાં લોહી પડતું હોય તો તે બંધ થાય છે. (5) બે ચમચી અરડુસીનો રસ, બે ચમચી મધ અને એક ચમચી માખણ મીશ્ર કરી તેમાં અડધી ચમચી ત્રીફળા ચુર્ણ મીશ્ર કરી સવાર-સાંજ ચાટવાથી દમ-શ્વાસ મટે છે. (6) અરડુસીનાં પક્વ એટલે પુર્ણ ફુલ છાંયડે સુકવી તેનું અડધી ચમચી ચુર્ણ એટલા જ મધ અને સાકર સાથે મીશ્ર કરી ચાટવાથી રક્તપીત્ત અને રક્તસ્રાવ મટે છે. (7) અરડુસીના મુળનો ઉકાળો મુત્રાવરોધ મટાડે છે.