Archive for ડિસેમ્બર, 2021

આદુ

ડિસેમ્બર 27, 2021

આદુ

પ્રજ્ઞા વ્યાસ અને ચીમન પટેલ તરફથી મળેલા ઈમેલમાંથી ટુંકાવીને

બ્લોગ પર તા. 27-12-2021

આદુને સંસ્કૃતમાં વીશ્વભેષજ કહે છે! ભેષજ એટલે ઔષધ. મોટાભાગના લોકો આદુનો ઉપયોગ કરતા હોય છે પરંતુ દરેકની વાપરવાની રીત જુદી જુદી હોય છે. આદુનો ભોજન અને ઔષધી એમ બંને રુપે ઉપયોગ થાય છે. નાની મોટી બીમારીઓને દુર કરવા માટે આદુ ખુબ જ ગુણકારી છે. ઔષધીના રુપે આનો પ્રયોગ શરદી, ઉધરસ, તાવ, સાઈટીકા, સાંધાનો દુ:ખાવો, કબજીયાત, કાનમાં દુ:ખાવો, મોચ આવવી વગેરેમાં ફાયદાકારક છે.

સૌ પ્રથમ તાજા આદુને પીસી લો ત્યારબાદ તેને કપડામાં નીચોવીને રસ કાઢી લો અને આ રસ દરરોજ સવારમાં ઉઠીને તરત જ પી લો. આમ, જો તમે આ પ્રોસેસ સતત 15 દીવસ સુધી કરશો તો શરીરની અનેક બીમારીઓ દુર થઇ જશે.

આદુનો ઉકાળો બનાવવા માટે સુકાયેલા આદુનુ ચુર્ણ બનાવી એમાંથી ત્રણ ચમચી લઈ ચાની સાથે એક ગ્લાસ પાણીની અંદર ભેળવીને ઉકાળો અને જ્યારે પાણી ચોથા ભાગનું રહે ત્યારે તેને ગાળીને ઉપયોગમાં લો.

તાજા આદુને પીસીને જોઈન્ટ અને પેશિયો પર તેનો લેપ લગાવો અને તેની પર પટ્ટી બાંધી દો. આનાથી સાંધાનો દુ:ખાવો અને માંસપેશીમાં થતો દુ:ખાવો ઓછો થઈ જશે. લેપને ગરમ કરીને લગાવવામાં આવે તો તે વધારે અસરકારક થશે.

જો કોઈને વધારે ઉધરસ આવતી હોય અને કફ થઈ ગયો હોય તો રાત્રે સુતી વખતે દુધ સાથે આદુ ઉકાળીને પીવાથી સવારે કફ નીકળી જશે. આ પ્રક્રીયાને સતત 15 દીવસ સુધી કરવી. આદુવાળું દુધ પીધા બાદ પાણી ન પીવું.

આદુ હૃદયના ધબકારાની બીમારીમાં પણ ઉપયોગી છે.

બહુ ઓછા લોકો જાણે છે કે આદુ એક પ્રાકૃતીક પેઈન કીલર છે. આ માટે તેને આર્થરાઈટીસ અને બીજી બીમારીઓમાં ઉપચાર માટે વાપરવામાં આવે છે.

એક ચમચી સાકર નાખી સામાન્ય ચાની જેમ ધીમે ધીમે સવાર-સાંજ પીવાથી કફ, શરદી, ઉધરસ, માથાનો દુઃખાવો તેમ જ કમર અને છાતીની પીડા મટે છે.

બે ચમચી આદુનો રસ અને બે ચમચી મધ મીશ્ર કરીને સવારે, બપોરે અને રાત્રે ચાટવાથી દમ, વરાધ અને કફના રોગો મટે છે.

રસોઇમાં આદુનો છુટથી ઉપયોગ કરો. કેન્‍સર હોય તો આદુનું સેવન રોજ કરો. કેન્‍સરની દવા ‘ટેકસોલ’ કરતાં આદુમાં રહેલ એક તત્‍વમાં કેન્‍સર સામે લડવાની દસ હજારગણી ક્ષમતા છે.

ખાસ વાત એ છે કે, આદુ માત્ર કેન્‍સરના કોષો પર પ્રહાર કરે છે, સ્‍વસ્‍થ કોષો પર નહીં. કેમોથેરપી કરતાં આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ છે.
કેન્‍સર સામે લડવામાં હળદર બહુ ઉપયોગી છે એ તો બહુ જાણીતું તથ્‍ય છે. પણ હળદરના પીતરાઇ ભાઇ જેવા આદુના આ ગુણ વીશે હજુ તાજેતરમાં જ સંશોધન થયાં છે. જેના દ્વારા પુરવાર થયું છે કે કેન્‍સરની કેટલીક પરંપરાગત દવાઓ કરતાં પણ આદુ વધુ અસરકારક રીતે કેન્‍સરની સારવાર કરી શકે છે. પરીક્ષણોમાં સાબીત થયું છે કે કેમોથેરપી કરતાં આદુ દ્વારા કેન્‍સરની સારવાર કરવામાં આવે તો એ કેમોથેરપી કરતાં દસ હજારગણી વધુ અસરકારક નીવડે છે, અને કેમોથેરપીની સરખામણીએ આદુનો ફાયદો એ છે કે આદુ માત્ર કેન્‍સરના કોષોને ખતમ કરે છે અને શરીરના ઉપયોગી કોષો પર આદુની કોઇ જ વીપરીત અસર થતી નથી.

આપણા રોજીંદા ખોરાકમાં આદુનો નીયમીત ઉપયોગ શરીરને તંદુરસ્ત અને સક્ષમ રાખવા માટે ખુબ જ જરૂરી છે. આદુ એ વીશ્વ ઔષધી ગણાય છે. શરીરને તાજું-માજુ લીલું રાખનાર એટલે કે કોષમાંથી કચરો બહાર કાઢવાની ક્રીયા અને કોષને રસથી ભરપુર રાખી તાજો રાખવો આ બન્ને ક્રીયા આદુ કરે છે.
જમતા પહેલાં આદુનો રસ પીવાથી ખુબ ફાયદા થાય છે.

૧) મસાલામાં આદુ રાજા છે.
૨) જઠરાગ્ની પ્રબળ બનાવે છે. (દીપન છે).
૩) ફેફસામાં કફનાં જાળાં તોડી નાખે છે.
૪) જીભ અને ગળુ નીર્મળ બનાવે છે.
૫) વધુ પ્રમાણમાં પેશાબ લાવે છે.
૬) છાતીમાંથી શરદી કાઢી નાખે છે.
૭) આમવાતના સોજા મટાડે છે.
૮) જાડાપણું (મેદ) મટાડે છે.
૯) કફ તોડે છે તથા વાયુનો કટ્ટર દુશ્મન છે.
૧૦) શીળસ મટાડનાર છે.
૧૧) દમના દર્દીને ફાયદો કરે છે
૧૨) હૃદય રોગ મટાડનાર છે.
૧૩) આદુના નીયમીત સેવનથી કેન્સર થતું નથી.
૧૪) પીત્તનું શમન કરે છે.
આદુમાં ઉડ્ડયનશીલ તેલ ૩%, તીખાશ ૮% અને સ્ટાર્ચ ૫૬% છે.
આદુ ગરમ છે તે વાત ખોટી છે.
ઓર્ગેનીક અપનાવો સ્વસ્થ જીવન જીવો
આપના મીત્રોને પણ મોકલો.

થોમસ આલ્વા એડીસન-પ્રેરણાત્મક કથા

ડિસેમ્બર 18, 2021

થોમસ આલ્વા એડીસન – પ્રેરણાત્મક કથા

ટી.એમ.એસ. મીડીઆના સૌજન્યથી. (બ્લોગ પર તા. 18-12-2021)

એક દીવસ થોમસ જ્યારે બાળક હતો ત્યારે સ્કુલમાંથી ઘરે આવ્યો અને એની માને શીક્ષકે આપેલી એક ચીઠ્ઠી આપી. એણે માને કહ્યું,મા, મારા શીક્ષકે આ ચીઠ્ઠી આપી છે અને કહ્યું છે કે માત્ર તારે જ એ વાંચવાની છે. એમાં શું લખ્યું છે? માની આંખો આંસુથી ભરાઈ ગઈ જ્યારે એણે એના દીકરાને મોટેથી એમાંનું લખાણ વાંચી સંભળાવ્યું-

“તારો પુત્ર અતીશય બુદ્ધીશાળી છે, અમારી આ સ્કુલ એને માટે બહુ જ નાની છે, અને એવા બધા સારા શીક્ષકો અમારી પાસે નથી જે તારા દીકરાને યોગ્ય રીતે ભણાવી શકે. એને તમે પોતે જ શીખવો એવી વીનંતી.”

એડીસનની મા ગુજરી ગયા પછી ઘણાં વર્ષો બાદ એ સૌથી મહાન શોધક બન્યો. એણે પુશ્કળ શોધ કરી છે. એક દીવસ એક એકાંત ઓરડામાં કંઈક ફંફોસી રહ્યો હતો ત્યારે એના જુના શીક્ષકે એની મા માટે આપેલો પેલો કાગળ હાથ લાગ્યો. એણે એ ખોલ્યો- 

એમાં લખેલું હતું કે, “તમારો પુત્ર માનસીક રીતે અતી પછાત છે. એને અમે અમારી સ્કુલમાં ભણવા માટે આવવા દઈશું નહીં.” આ વાંચીને એડીસન બહુ જ ભાવવીભોર બની ગયો અને તેણે એની ડાયરીમાં લખ્યું-

“થોમસ આલ્વા એડીસન માનસીક રીતે પછાત બાળક હતો, જેને એની માએ સૈકાનો એક મહાન બુદ્ધીશાળી બનાવી દીધો.”

ઉત્સાહપ્રેરક હકારાત્મક શબ્દો કોઈપણના નસીબને બદલી શકે.

લકવાના હુમલાના એકમાસ પહેલાં

ડિસેમ્બર 4, 2021

લકવાના હુમલાના એક માસ પહેલાં

(વૉટ્સએપ પર મળેલા વીડીઓ પરથી)

લકવાના હુમલાના એક માસ પહેલાં આપણને આપણું શરીર ચેતવી દે છે. લકવાનું કારણ મગજને મળતો અપુરતો ઓક્સીજન છે. મગજને લોહી પહોંચાડતી રક્તવાહીનીઓ બંધ થઈ જાય કે કોઈક કારણે ફાટી જાય ત્યારે મગજના કોષોને નુકસાન પહોંચે છે. આને કારણે શરીરનાં અંગો યોગ્ય રીતે કામ કરી શકતાં નથી. લકવાના કેસો પૈકી 80% કેસોમાં બચાવ થઈ શકે તેમ હોવા છતાં દર વર્ષે લાખો લોકો લકવાગ્રસ્ત થાય છે. 

લકવાના હુમલાના લગભગ એક માસ પહેલાં આપણું શરીર આપણને અમુક રીતે ખતરાની ચેતવણી આપે છે. એના પ્રત્યે ધ્યાન આપવું કે નહીં તેનો આધાર આપણા પર રહે છે.  દુખાવા સાથેની હેડકી(હીકપ) એ પૈકીની એક છે. એકાએક દુખાવા સાથેની સતત હીકપ સ્ટ્રોક લગભગ આવી ચુક્યો છે એમ બતાવે છે. આ પછી માથાનો દુખાવો ચાલુ થાય તો બેધ્યાનમાં રહેશો નહીં. ગંભીર અસહનીય માથાનો દુખાવો ભવીષ્યની ભયંકર માનસીક આફત છે. માથાનો આ દુખાવો ધમનીના સોજા અને દાહને કારણે હોય છે. જો તમને આવો અસહ્ય દુખાવો થાય તો તરત જ ડૉક્ટરની મદદ લો. મોટી ઉંમરના લોકોમાં અવઢવ બહુ સામાન્ય છે. પણ કેટલીક વાર ગંભીર કારણ હોઈ શકે અને એ કોઈ રોગનું ચીહ્ન હોઈ શકે. લકવાનું કોઈપણ ચીહ્ન માલમ પડે તો તાત્કાલીક ડોક્ટરની સારવાર લેવી બહુ જ જરુરી છે.

લકવાની શક્યતાના લક્ષણ તરીકે ખોરાકપાણી ગળવામાં તકલીફ મોટે ભાગે લકવો થયા પછી હોય છે પણ લકવો થવાનો હોય તે પહેલાં પણ આ તકલીફ હોઈ શકે. જોકે આ ચીહ્ન હંમેશાં હોય જ એવું જોવામાં આવતું નથી.

સ્વાસ્થ્ય નીષ્ણાતોના જણાવ્યા મુજબ બેલેન્સ જાળવવાનો પ્રોબ્લેમ સ્ટ્રોકની શક્યતા જણાવે છે. એમાં સીધું ચાલી શકવાની મુશ્કેલી હોઈ શકે. આંખનો પ્રોબ્લેમ લકવા માટેનું સૌથી મોટું ચીહ્ન ગણાય. ડબલ વીઝન કે પુરેપુરો અંધાપો મગજની સમસ્યાનો નીર્દેશ કરે છે. એ બતાવે છે કે મગજને પુરતો ઓક્સીજન મળતો નથી. સ્ટ્રોકમાં બંને આંખે દેખાતું બંધ થાય એના કરતાં કોઈ એક આંખે દેખાતું બંધ થવું ઘણું સામાન્ય છે. કદાચ સ્મીત સૌથી વધુ સચોટ નીર્દેશક કહી શકાય. ચહેરો બેડોળ થવો કે આડુંઅવળું સ્મીત હોય તો તરત જ ચેતી જવું. આવું કોઈ એક લક્ષણ તરતમાં આવનાર સ્ટ્રોકનું નીર્દેશક હોઈ શકે. એક હાથમાં આવેલી નબળાઈ, ખાસ કરીને જ્યારે તમે બંને હાથ સાથે ઉંચા કરી ન શકો તો એ સ્ટ્રોક હોઈ શકે. બોલવામાં મુશ્કેલી પડતી હોય તો એ મગજને થયેલ નુકસાન દર્શાવે છે. જો આવાં કોઈ ચીહ્નો હોય તો તરત જ ડોક્ટરને મળવું. ખાસ કરીને જો તમે બંને હાથ એકી સાથે ઉંચા ન કરી શકો તો.

લવીંગના ઔષધીય ગુણો

ડિસેમ્બર 4, 2021

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

લવીંગના ઔષધીય ગુણો

બ્લોગ પર તા. 4-12-2021

આપણે ત્યાં ઘણા સમયથી લવીંગનો ઔષધીય ઉપયોગ થતો આવ્યો છે. લવીંગમાં ફૉસ્ફરસ, સોડીયમ, પોટેશીયમ, વીટામીન કે, ફાઈબર, ઓમેગા 3 ફેટી એસીડ, મેગ્નેશીયમ, આયર્ન જેવાં ઘણાં પોષક તત્ત્વ હોય છે. વળી લવીંગ એન્ટીબેક્ટેરીયલ પ્રોપર્ટી પણ ધરાવે છે. જેથી કેટલીય બીમારીઓ દુર કરવામાં લવીંગ મદદરુપ થાય છે. 

રાત્રે સુતાં પહેલા 2 લવીંગને સારી રીતે ચાવી-ચાવીને ખાઈને એક ગ્લાસ ગરમ પાણી પીવામાં આવે તો શરીરને ઘણા લાભ થઈ શકે છે. એનાથી કબજીયાત, પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ગેસ અને એસીડીટી જેવી સમસ્યાઓ દુર થાય છે. દાંતમાં દુખાવો હોય કે દાંતોમાં સડો લાગી ગયો હોય, મોંમાંથી વાસ આવતી હોય, ગળાની ખારાશ, ગળાનો દુખાવો, ગળું બેસી જવું વગેરેમાં પણ એનાથી ફાયદો થાય છે.

લવીંગ ખાવાથી શરીરની બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધે છે.

ચાવી ચાવીને લવીંગ ખાવાનું ફાવતું ન હોય તો એનો ઉકાળો કરીને પણ પી શકાય. એ માટે લવીંગના ચુર્ણને 1 ગ્લાસ પાણીમાં નાંખીને 2-3 મીનીટ સુધી ઉકાળો અને ત્યારબાદ ઉકાળો સામાન્ય ઠંડો થાય એટલે કે હુંફાળો ઉકાળો પી શકાય.

બાળકોને કબજીયાત અથવા શરદી ખાંસીની સમસ્યા હોય તો 1 લવીંગના ચુર્ણમાં  અડધી ચમચી મધ નાખીને ખવડાવવાથી લાભ થશે.