Archive for નવેમ્બર, 2020

આરોગ્ય ટુચકા 307. આમવાતમાં દીવેલ

નવેમ્બર 30, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 307. આમવાતમાં દીવેલ : રોજ સવારે  100 ગ્રામ પાણીમાં  2 ગ્રામ સુંઠનું ચુર્ણ નાખી ધીમા તાપે ઉકાળી એક મોટો ચમચો દીવેલ નાખી હલાવીને નરણા કોઠે પી જવાથી આમવાતમાં ફાયદો થાય છે.

આરોગ્ય ટુચકા 306. આમની સમસ્યામાં આદુ

નવેમ્બર 29, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 306. આમની સમસ્યામાં આદુ : આમ એટલે કાચું, પચ્યા વગરનું અન્ન-આહાર, જે લાંબા વખતે શરીરમાં અનેક વીકારો જન્માવે છે. આદુ અને સુંઠ આમના પાચન માટે ઉત્તમ છે. આદુ મળને ભેદનાર તથા વાયુ અને કફના રોગોને મટાડનાર છે. મંદાગ્ની, કટીશુળ, અજીર્ણ, અતીસાર, સંગ્રહણી, શીર:શુળ (માથાનો દુખાવો), અરુચી, મોળ આવવી અા બધા રોગો આમમાંથી જન્મે છે. જેમને આમની તકલીફ હોય તેમણે જમ્યા પહેલાં લીંબુ નીચોવી આદુના ટુકડા ખુબ ચાવીને ખાવા જોઈએ.

આરોગ્ય ટુચકા 305. પેટ ફુલી જાય ત્યારે

નવેમ્બર 28, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 305. પેટ ફુલી જાય ત્યારે :  250 ગ્રામ પાણી ઉકાળી  1 ગ્રામ લવીંગનું ચુર્ણ નાખી દીવસમાં ત્રણ વાર ગરમ ગરમ પીવાથી પેટ ફુલી ગયું હોય તો ધીરે ધીરે બેસી જાય છે. લવીંગના તેલનાં બે-ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી કે મરીનો ફાંટ બનાવી પીવાથી અથવા સુંઠ, મરી, પીપર, હરડેના ચુર્ણને મધમાં મેળવી ચાટવાથી પણ અપચો અને આફરો મટે છે.

આરોગ્ય ટુચકા 304. આધાશીશીમાં આદુનો રસ

નવેમ્બર 27, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 304. આધાશીશીમાં આદુનો રસ : આદુનો તાજો રસ ગાળી બે-ત્રણ કલાકે નાકમાં બબ્બે ટીપાં મુકતા રહેવાથી આધાશીશી મટે છે. એનાથી નાકમાં થોડી પીડા થશે પરંતુ પરીણામ આશ્ચર્યપ્રેરક હોય છે. અથવા દુધમાં સાકર મેળવી નાકમાં ટીપાં મુકવાથી પણ આધાશીશી મટે છે, જે પીડાકારક નથી.

આરોગ્ય ટુચકા 303. અશક્તીમાં ઘીમાં શેકેલી ડુંગળી

નવેમ્બર 26, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 303. અશક્તીમાં ઘીમાં શેકેલી ડુંગળી : ઘીમાં ભુંજેલી ડુંગળી અને શીરો ખાવાથી માંદગીમાંથી ઉઠ્યા પછી આવેલી અશક્તી દુર થઈ જલદી શક્તી આવે છે. અથવા એક કપ દુધમાં એક ચમચી મધ નાખી (દુધ ઠંડું પડ્યા પછી જ એમાં મધ નાખવું) પીવાથી કે દુધમાં અંજીર ઉકાળી તે અંજીર ખાઈ દુધ પીવાથી પણ અશક્તી દુર થાય છે. 

આરોગ્ય ટુચકા 302. અવાજ બેસી જાય ત્યારે

નવેમ્બર 25, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 302. અવાજ બેસી જાય ત્યારે : અજમો, હળદર, આમળાં, જવખાર અને ચીત્રકની છાલ દરેક 50-50 ગ્રામનું બારીક ચુર્ણ બનાવી એક ચમચી ચુર્ણ બે ચમચી મધ અને એક ચમચી ઘી સાથે લેવાથી અવાજ બેસી ગયો હોય તો તે ખુલે છે. અથવા ચણકબાબ જેને ચીનીકબાલા, કબાબચીની કે કપુરચીની પણ કહે છે એને થોડો સમય મુખમાં રાખી પછી ગળી જવાથી શ્વાસનળી અને કંઠમાં ચોંટેલો કફ નીકળી જાય છે અને બેસી ગયેલો અવાજ ખુલી જાય છે.

આરોગ્ય ટુચકા 301. આફરામાં હીંગ

નવેમ્બર 24, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 301. આફરામાં હીંગ : પેટમાં ખુબ આફરો ચડ્યો હોય, પેટ ફુલીને ઢોલ જેવું થયું હોય, પેટમાં દુખાવો થતો હોય તો ડુંટીની આજુબાજુ અને પેટ ઉપર હીંગનો લેપ કરવાથી થોડી જ વારમાં આરામ થાય છે.

આરોગ્ય ટુચકા 300. આધાશીશીમાં લસણ, સુંઠ અથવા હીંગ

નવેમ્બર 23, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 300. આધાશીશીમાં લસણ, સુંઠ અથવા હીંગ:  લસણની કળીઓને પીસી કાનપટ્ટી પર લેપ કરવાથી આધાશીશી તાત્કાલીક મટે છે. અથવા લસણના રસનાં ટીપાં નાકમાં પાડવાથી આધાશીશી મટે છે.  સુંઠને પાણીમાં કે દુધમાં ઘસી નસ્ય લેવાથી અને લેપ કરવાથી પણ આધાશીશી મટે છે. તેમજ હીંગને પાણીમાં ઘોળી નાકમાં ટીપાં પાડવાથી આધાશીશીમાં રાહત થાય છે.

આરોગ્ય ટુચકા 299. અવાજ સુધારવા માટે

નવેમ્બર 22, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 299. અવાજ સુધારવા માટે : ( 1) એક કપ પાણીમાં એક મોટો ચમચો ઘઉં નાખી ઉકાળી ગાળીને પીવાથી દબાઈ ગયેલો અવાજ ઉઘડવા લાગે છે. ( 2) આંકડાના ફુલના 3-4 રેવડાંમાં  2-3 મરી નાખી, ઝીણું વાટી મોંમાં રાખવાથી બળતરા થશે અને કફ છુટો પડશે. પછી થોડી જ વારમાં અવાજ ખુલી જશે. (3) બોરડીની છાલનો કકડો મોંમાં રાખી તેનો રસ ચુસવાથી બે-ત્રણ દીવસમાં જ અવાજ ઉઘડી જાય છે. (4) પાકું દાડમ ખાવાથી અવાજ બેસી ગયો હોય તો તે સુધરે છે.

આરોગ્ય ટુચકા 298. અરુચીનો એક ઉપાય

નવેમ્બર 21, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 298. અરુચીનો એક ઉપાય : એક ગ્લાસ પાણીમાં બે ચમચી પાકી આમલીનું પેસ્ટ નાખીને ઉકાળવું. બરાબર ઉકળે ત્યારે ઉતારી તેમાં ત્રણથી ચાર ચમચી ગુલાબજળ, એક ચમચી ગોળ, પાંચ એલચીના દાણાનું ચુર્ણ અને દસથી બાર કાળા મરીનું ચુર્ણ મીશ્ર કરી ધીમે ધીમે પી જવું. આ ઉપચારથી ભુખ સારી લાગશે અને અરુચી પણ દુર થશે.