Archive for નવેમ્બર, 2019

આરોગ્ય ટુચકા 464. કાકડા-ટોન્સીલનો એક ઉપાય

નવેમ્બર 28, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 464. કાકડા-ટોન્સીલનો એક ઉપાય : એક કપ ઉકાળેલા પાણીમાં એક ચમચી હળદર, એક ચમચી સાકરનો ભુકો, એક ચમચી જેઠીમધનું ચુર્ણ અને પા ચમચી કાથો મીશ્ર કરી તેનો કોગળો ગળામાં ભરી રાખવો. થોડો વખત આ ઔષધને ગળામાં રાખી પી જવું. સવાર-સાંજ આ ઉપચાર કરવાથી ચાર-પાંચ દીવસમાં જ ફાયદો થઈ જશે. આ ઉપરાંત એનાથી ગળાની અંદરનો સોજો અથવા ફેરીન્જાયટીસ, સ્વરભેદ એટલે કે ગળું બેસી જવું-અવાજ બેસી જવો, મોઢાનાં અને ગળાનાં વ્રણ–ચાંદા વગેરેમાં પણ ફાયદો થાય છે.

આરોગ્ય ટુચકા 463. કમર જકડાવી

નવેમ્બર 27, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 463. કમર જકડાવી : પક્ષાઘાત, લકવો, સાયટીકા-રાંઝણ, સંધીવા, સ્નાયુઓનો દુખાવો- અા બધા વાયુ પ્રધાન રોગોમાં લસણપાક, લસણની ચટણી કે લસણના ક્ષીરપાકનો ઉપયોગ કરવો. અથવા એક કળીના લસણની એક કળી લસોટી તલના તેલ સાથે જમતી વખતે બપોરે અને રાત્રે ખાવી. પ્રયોગ બેથી ત્રણ અઠવાડીયાં કરવાથી અત્યંત ફાયદાકારક અને દર્દનાશક અનુભવ થશે.

આરોગ્ય ટુચકા 462. શુદ્ધી ચુર્ણ

નવેમ્બર 26, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 462. શુદ્ધી ચુર્ણ : મીંઢી આવળ, આમળાં અને હરડેનું સમાન ભાગે બનાવેલા બારીક ચુર્ણને શુદ્ધી ચુર્ણ કહે છે. કબજીયાતથી મંદાગ્ની, અરુચી, આફરો, મસા વગેરે થાય છે. એમાં તથા આંતરડાં શીથીલ થઈ ગયાં હોય તો શુદ્ધી ચુર્ણ પોતાની પ્રકૃતીને અનુકુળ પડે એ માત્રામાં એકથી બે ચમચી જેટલું રાત્રે સુતી વખતે પાણી સાથે લેવું. ચુર્ણ ઔષધ બે મહીના પછી પોતાના ગુણ ગુમાવે છે, આથી ચુર્ણ ઘરે બનાવી ઉપયોગ કરવો અને બે મહીના પછી નવું ચુર્ણ બનાવી લેવું.

આરોગ્ય ટુચકા 461. ઉધરસમાં ભોંયરીંગણી અને લીંડીપીપર

નવેમ્બર 25, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 461. ઉધરસમાં ભોંયરીંગણી અને લીંડીપીપર : ભોંયરીંગણીનાં મુળ અને લીંડીપીપર સરખા વજને લઈ ચુર્ણ કરી અડધી ચમચી ચુર્ણ મધ સાથે દીવસમાં બેથી ત્રણ વાર લેવાથી કફવાળી ઉધરસ અને કફની ચીકાશને લીધે ખાંસી મટવાનું નામ જ લેતી ન હોય તે પણ સારી થઈ જાય છે. કેમ કે એનાથી ચીકાશ ઓછી થઈ કફ નીકળવા લાગે છે, આથી ઉધરસમાં આરામ થાય છે.

આરોગ્ય ટુચકા 460. ધાણા અને વરીયાળીનો ઉકાળો

નવેમ્બર 24, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 460. ધાણા અને વરીયાળીનો ઉકાળો : ધાણા અને વરીયાળીનો ઉકાળો લેવાથી શરીરમાં રહેલો આમ બળી જાય છે. આમ એટલે કાચું, પચ્યા વગરનું અન્ન-આહાર, જે લાંબા વખતે શરીરમાં અનેક વીકારો જન્માવે છે. આ ઉકાળાથી દાહ, તરસ, પેશાબની બળતરા પણ દુર થાય છે, અને પરસેવો થઈ આમજન્ય તાવ ઉતરી જાય છે.

459. મૃદુ વીરેચક ગરમાળાનો ગોળ

નવેમ્બર 22, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

459. મૃદુ વીરેચક ગરમાળાનો ગોળ : મૃદુ વીરેચક ઔષધોમાં ગરમાળાનો ગોળ શ્રેષ્ઠ ગણાય છે. એકથી બે ચમચી જેટલો ગરમાળાનો ગોળ દરરોજ સાંજે લેવાથી સવારે સરળતાથી મળ ઉતરી જાય છે. આબાલવૃદ્ધ, ગર્ભીણી સહુ કોઈ નીર્ભયપણે એ લઈ શકે. તાવમાં પણ જો મળ ઉતરતો ન હોય તો ગરમાળાનો ગોળ લઈ શકાય, કેમ કે એ પરમ કોષ્ઠ શુદ્ધીકર છે.

આરોગ્ય ટુચકા 458. માસીક સમસ્યામાં ખુરાસાની અજમો

નવેમ્બર 21, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 458. માસીક સમસ્યામાં ખુરાસાની અજમો : રોજ રાત્રે વાલના દાણા જેટલું (આશરે 0.4 ગ્રામ) ખુરાસાની અજમાનું ચુર્ણ એક ચમચી સાકર સાથે જમ્યા પછી લેવાથી કષ્ટાર્તવ-માસીક વખતનો સખત દુખાવો, અલ્પાર્તવ-ઓછું માસીક, અધીક માસીક અને અનીયમીત માસીકમાં ફાયદો થાય છે.

આરોગ્ય ટુચકા 457. પીત્ત, અનીદ્રા અને તરસમાં કોકમ

નવેમ્બર 20, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 457. પીત્ત, અનીદ્રા અને તરસમાં કોકમ : કોકમને ચટણી જેમ પીસી, પાણીમાં મીશ્ર કરી સાકર નાખી શરબત બનાવી પીવાથી પીત્તની બળતરા, અનીદ્રા અને તરસ મટે છે. આ શરબત થોડું થોડું પીવાથી પીત્તનું શમન થાય છે.

આરોગ્ય ટુચકા 456. કેળાં ખાવામાં રાખવાની કાળજી

નવેમ્બર 19, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 456. કેળાં ખાવામાં રાખવાની કાળજી : કાચાં કેળાં પચવામાં ભારે છે. કાચાં કેળાં ખાવાથી પેટમાં ભાર લાગે છે. તે પેટમાં દુ:ખાવો કરે છે. પાકાં કેળાં પણ પચવામાં ભારે હોઈ ખુબ ચાવીને જ ખાવાં. એ ઠંડાં અને ભારે હોવાથી કફ પ્રકૃતીવાળા અને મંદ પાચનશક્તીવાળા માટે કેળાં ખાવાં હીતાવહ નથી. વળી વધુ પડતાં કેળાં કદી ન ખાવાં જોઈએ. કેળાં ખાધા પછી થોડી એલાયચી ખાવી જોઈએ જે એના પાચનમાં મદદકર્તા થશે. જેની છાલ પર કાળી ટીપકી પડેલી હોય અને લુમને પકડવાથી જે કેળાં પડી જાય તે બરાબર પાકેલાં ગણાય, અને એવાં કેળાં જલદી પચી જાય છે.

આરોગ્ય ટુચકા 455. કેસર, સાકર અને ઘી

નવેમ્બર 18, 2019

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 455. કેસર, સાકર અને ઘી : પા ચમચી કેસર, અડધી ચમચી સાકર અને બે ચમચી ઘી મીશ્ર કરી સહેજ તપાવી એકરસ થાય ત્યારે ઠંડુ પાડી બંને નસકોરામાં પાંચથી છ ટીપાં પાડવાથી ભ્રમર, લમણા, આંખ, કાન, કે માથાનો સામાન્ય દુખાવો તથા આધાશીશીનો દુખાવો પણ થોડીવારમાં જ મટી જાય છે. આ રીતે એકલા ઘી-સાકરનું નસ્ય લેવાથી પણ માથાનો દુખાવો અને આધાશીશી મટે છે, જેનો મેં 1964માં મારી પત્ની પર પ્રયોગ કરેલો અને ફરી કદી એને આધાશીશીની સમસ્યા થઈ નથી.