Archive for સપ્ટેમ્બર, 2020

આરોગ્ય ટુચકા ૭૪૬. ઉંઘ માટે ખસખસ અથવા ગંઠોડા

સપ્ટેમ્બર 30, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૭૪૬. ઉંઘ  માટે ખસખસ અથવા ગંઠોડા :  ઉંઘ માટે ૨થી ૩ ગ્રામ ખસખસ વાટી સાકર અને મધ અથવા સાકર અને ઘી સાથે સુતી વખતે લેવું. અથવા ગંઠોડાનું ૨ ગ્રામ જેટલું ચુર્ણ ઘી-ગોળ સાથે ખાવાથી પણ ઉંઘ આવે છે.

૭૪૫. અપચામાં ડુંગળી, આદુ, હીંગ અને મીઠું

સપ્ટેમ્બર 29, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.વધુ માટે જુઓ: https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

૭૪૫. અપચામાં ડુંગળી, આદુ, હીંગ અને મીઠું : ડુંગળીનો રસ ૧૦ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ, હીંગ ૦.૧૬ ગ્રામ મીઠું અને થોડું પાણી મેળવી પીવાથી અપચો મટે છે. જરુર જણાય તો આ મીશ્રણ બે કલાક પછી ફરીથી લઈ શકાય. એકલું મીઠું (નમક) તવી પર લાલ રંગનું થાય ત્યાં સુધી શેકી, હુંફાળા ગરમ પાણીમાં ૫ ગ્રામ જેટલું લેવાથી પણ અપચો મટે છે.

આરોગ્ય ટુચકા ૭૪૪. પાચનની ગરબડમાં સુંઠ

સપ્ટેમ્બર 28, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.વધુ માટે જુઓ: https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

આરોગ્ય ટુચકા ૭૪૪. પાચનની ગરબડમાં સુંઠ : ૪૦૦ મી.લી. ઉકળતા પાણીમાં ૨૫ ગ્રામ સુંઠનું ચુર્ણ નાખી ૨૦-૨૫ મીનીટ ઢાંકી રાખવું. ઠંડુ થયા બાદ વસ્ત્રથી ગાળી ૨૫થી ૫૦ ગ્રામ જેટલું પીવાથી પેટનો અપચો, ખરાબ ઓડકાર તથા ઉદરશુળ મટે છે.

આરોગ્ય ટુચકા ૭૪૩. અપચામાં લીંબુ

સપ્ટેમ્બર 27, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૭૪૩. અપચામાં લીંબુ : સારાં પાકાં લીંબુના ૪૦૦ ગ્રામ રસમાં ૧ કીલો ખાંડ નાખી, ઉકાળી, ચાસણી કરી શરબત બનાવવું. શરબત ગરમ હોય ત્યારે જ કપડાથી ગાળી ઠંડુ થાય એટલે શીશીઓમાં ભરી લેવું. ૧૫થી ૨૫ ગ્રામ જેટલું આ શરબત જરુરી પાણી મેળવી પીવાથી અપચો મટે છે. માટીના વાસણમાં લીંબુ અને મીઠાના થર ઉપર થર કરી, દબાવી રાખી, લીંબુને સારી રીતે આથવાં. પછી તેમાંથી એક એક લીંબુ લઈ ખાવાથી પણ અપચામાં લાભ થાય છે.

આરોગ્ય ટુચકા ૭૪૨. પાચન માટે અનનાસ

સપ્ટેમ્બર 26, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૭૪૨. પાચન માટે અનનાસ : અનનાસ મધુર, ખાટું અને પાચક છે. ભારે આહાર ખાધા પછી અનનાસનો રસ પીવાથી આહાર સરળતાથી પચી જાય છે. એમાં વીટામીન સી સારા પ્રમાણમાં છે. આથી એ સ્કર્વી નામના રોગમાં તથા પાયોરીયામાં સારું છે. રોજ અનનાસનો રસ પીવાથી દાંત સારા રહે છે.

આરોગ્ય ટુચકા ૭૪૧. અજમોદાદી ચુર્ણ

સપ્ટેમ્બર 25, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૭૪૧.  અજમોદાદી ચુર્ણ :  અજમોદ, કાળાં મરી, પીપરીમુળ,  વાવડીંગ, દેવદાર, ચીત્રકમુળ, સીંધવ, લીંડીપીપર, વરીયાળી દરેક ૧૦-૧૦ ગ્રામ, હરડે ૫૦ ગ્રામ અને  વરધારો ૧૦૦ ગ્રામને ભેગાં ખાંડી બનાવેલા ચુ્ર્ણને અજમોદાદી ચુર્ણ કહે છે. (આમાં થોડા ફેરફાર સાથે બીજું ચુર્ણ પણ બનાવાય છે, પણ ગુણમાં ખાસ ફરક પડશે નહીં)

અજમોદ અજમાને મળતું ઔષધ છે. એ દીપન, પાચન, વાતકફનાશક, શુલનું શમન કરનાર, કૃમીઘ્ન, વાયુનું અનુલોમન કરનાર, મુત્ર સાફ લાવનાર, ગર્ભાશય ઉત્તેજક, વાજીકર, ઉદરશુલ, વાયુ, આફરો, અગ્નીમાંદ્ય(પાચનશક્તીની નબળાઈ), કષ્ટાર્તવ વગેરે વાતકફથી થતા રોગોમાં ખુબ જ ઉપયોગી છે, કેમ કે એમાં નાખવામાં આવેલ બીજાં ઔષધો અજમોદના ગુણોમાં વૃદ્ધી કરે છે અને આમપાચક છે.

આરોગ્ય ટુચકા ૭૪૦. અજમાના ત્રણ ઉપયોગો

સપ્ટેમ્બર 24, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૭૪૦. અજમાના ત્રણ ઉપયોગો : (૧) શીળસમાં અજમા સાથે ગોળ આપવાથી લાભ થાય છે. (૨) ઉકળતા પાણીમાં અજમો નાખી, ઠંડુ પાડી એ પાણીથી વ્રણ ધોવાથી વ્રણની દુર્ગંધ દુર થાય છે. (૩) અડધી ચમચી અજમો અને એક ચમચી સાકર ખુબ ચાવીને ખાવાથી શરીરની આંતરીક ગરમી મટે છે.

આરોગ્ય ટુચકા ૭૩૯. સોજા અને સાંધાના દુખાવામાં અગર

સપ્ટેમ્બર 23, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૭૩૯. સોજા અને સાંધાના દુખાવામાં અગર : અગર, ચંદન અને લીમડાની છાલનું સરખા ભાગે ચુર્ણ કરી તેનો પાણીમાં બનાવેલો લેપ કરવાથી સોજા અને સાંધાનો દુખાવો મટી જાય છે.

આરોગ્ય ટુચકા ૭૩૬. અંડકોષની વૃદ્ધીમાં તમાકુ અને શીલારસ

સપ્ટેમ્બર 21, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૭૩૬. અંડકોષની વૃદ્ધીમાં તમાકુ અને શીલારસ : તમાકુના પાન પર શીલારસ ચોપડી વધરાવળ પર બાંધવાથી બે-ચાર દીવસમાં અંડવૃદ્ધી મટે છે.

આરોગ્ય ટુચકા ૭૩૫. વાયુથી જકડાયેલ અંગ

સપ્ટેમ્બર 20, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા ૭૩૫. વાયુથી જકડાયેલ અંગ : વાયુથી જકડાયેલા અંગ પર રાઈની પોટીસ કરી બાંધવાથી અથવા તેનું પ્લાસ્ટર મારવાથી ફાયદો થાય છે. જો કે કેટલાક લોકોને રાઈ ગરમ પડવાથી બળતરા થવાની શક્યતા છે. એ સંજોગમાં રાઈની પોટીસ કાઢી નાખી ઘી લગાડવું.