Archive for જુલાઇ 17th, 2010

નસકોરાં બોલવાં-Snoring

જુલાઇ 17, 2010

નસકોરાં બોલવાં-Snoring (૧) સામાન્ય અને નજીવા પ્રમાણમાં નસકોરાં બોલતાં હોય તો પણ તેને ખરાબ ઉંઘની નીશાની સમજી ઉપાયો કરવા જોઈએ. સ્થુળતા હોય તો શરીરનું વજન ઘટાડવું જોઈએ. થાકીને ઉંઘ સારી આવે તેવો વ્યાયામ કરવો. ઉંઘની ગોળી કદી ન લેવી. સાંજે હળવું અને ઓછું ભોજન લેવું.  ચત્તા ન સુતાં પડખે સુવું. ઓશીકું પથારીથી લગભગ દસ-બાર સે.મી. (ચાર-પાંચ ઈંચ) ઉંચું રાખવું. નસકોરાં એ શ્વસનક્રીયામાં થતી અડચણ છે અને ગંભીર છે.

(૨) દીવસમાં ચાર-પાંચ વખત કોગળા કરી મોં સ્વચ્છ રાખવું, નાક પણ અંદરથી સ્વચ્છ રાખવું, હંમેશાં પડખાભેર સુવું, સીધા કે ઉંધા નહીં, તો નસકોરાં બોલવાની ટેવમાં ફાયદો થાય છે.