Archive for નવેમ્બર 13th, 2009

સારસ્વત ઘૃત

નવેમ્બર 13, 2009

સારસ્વત ઘૃત હરડે, સુંઠ, મરી, પીપર, વજ, કાળી પાટ, સરગવો અને સીંધવ દરેક ૧૦ ગ્રામનો કલ્ક બનાવી, ૩૨૦ ગ્રામ ઘી, ૧૨૮૦ ગ્રામ બકરીનું દુધ અને એટલું જ પાણી લઈ ઘી સીદ્ધ કરવું. એને સારસ્વત ઘૃત કહે છે. અડધીથી એક ચમચી આ ઘી સવાર-સાંજ લેવાથી વાણી સ્પષ્ટ થાય છે, સ્મરણશક્તી, બુદ્ધીશક્તી અને તર્કશક્તી વધે છે, તથા જડપણું અને મુંગાપણું મટે છે.