Archive for નવેમ્બર 22nd, 2009

સીતોપલાદી ચુર્ણ

નવેમ્બર 22, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

સીતોપલાદી ચુર્ણ સીતોપલા એટલે સાકર. ૧૬૦ ગ્રામ સાકર, ૮૦ ગ્રામ વાંસકપુર, ૪૦ ગ્રામ લીંડીપીપર, ૨૦ ગ્રામ એલચી અને ૨૦ ગ્રામ તજ. દરેકનું અલગ અલગ વસ્ત્રગાળ બારીક ચુર્ણ કરવું. એમાંથી વાંસકપુરનું ચુર્ણ એક ખરલમાં છ કલાક લસોટવું. બાકીનાં દ્રવ્યો ભેગાં કરી છ કલાક લસોટવાં. આ ચુર્ણનું મુખ્ય ઘટક સાકર હોવાથી એને સીતોપલાદી ચુર્ણ કહે છે. આ ચુર્ણ લગભગ બધી ફાર્મસીઓ બનાવતી હોય છે એટલે મેડીકલ સ્ટોર્સમાં મળી રહે છે. એક ચમચી આ ચુર્ણ બે ચમચી મધ સાથે સવાર-સાંજ ચાટવાથી દમ, કફજ્વર, ઉધરસ અને ક્ષય મટે છે. ક્ષયનું આ ઉત્તમ ઔષધ છે. આ ચુર્ણ અડધીથી એક ચમચી જેટલું વાયુપીત્તાદી દોષાનુસાર ઘી અથવા મધ સાથે સવાર-સાંજ લેવાથી શ્વાસ, ઉધરસ, ક્ષય, શરદી, મંદાગ્ની, આંતરીક અને પગના તળીયાની બળતરા, અરુચી, પડખાનો દુખાવો, જીભની જડતા અને જીર્ણજ્વર મટે છે.