Archive for જાન્યુઆરી 21st, 2011

લીવર અને બરોળ

જાન્યુઆરી 21, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) દરરોજ સવારે આખા ચોખા એક ચપટી ગળી જઈ ઉપર પાણી પીવાથી લીવરના દર્દીને આરામ થાય છે.

(૨) દાડમનો રસ પીવાથી લીવરના રોગમાં ફાયદો થાય છે.

(૩) કુવારપાઠાના રસમાં હળદર મેળવી પીવાથી લીવરના રોગો મટે છે.

(૪) શરપંખો ચોમાસામાં જ્યાં-ત્યાં ઉગી નીકળે છે. તે ૨-૩ ફુટની ઉંચાઈ ધરાવે છે. તેને નાની અને ચપટી શીંગો થાય છે. તેનું પાન તોડતાં તે તીર જેવો આકાર બનાવે છે. આ શરપંખો યકૃત(લીવર) અને બરોળ(સ્પ્લીન)ના રોગોમાં ખુબ સારું કામ આપે છે. તેનાં લીલાં કે સુકાં પાન લઈ, અધકચરાં ખાંડી, ઉકાળો બનાવી પીવાથી શરીરનાં આ બે મહત્વનાં અંગોની ફરીયાદ મટે છે. લીવર કે બરોળનું વધવું, તેમાં સોજો આવવો, દુ:ખાવો થવો, તેમનું કઠીનીકરણ થવું  વગેરે મટે છે. વળી આ બન્નેમાંથી ગમે તે અવયવ બગડવાથી થતા રોગો જેવા કે પાંડુ, કમળો, કમળી, અશક્તી, ભુખ ન લાગવી વગેરે પણ મટે છે.

(૫) લીંબુનો રસ પાણીમાં મેળવી તેમાં મરીનું ચુર્ણ નાખી પીવાથી યકૃતના રોગો મટે છે.

(૬) ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબુત બુચ મારી એક અઠવાડીયા સુધી રાખી મુકવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ આંતરે દીવસે સવારે કેટલાક દીવસ સુધી પીવાથી યકૃતની ક્રીયા નીયમીત બની યકૃતનો સોજો, યકૃતવૃદ્ધી અને પ્લીહોદર મટે છે.

(૭) કાચા પપૈયાનું ૧૦ ગ્રામ દુધ સાકર સાથે મેળવી ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી યકૃતવૃદ્ધી મટે છે.