Archive for એપ્રિલ 15th, 2011

સંધીવા

એપ્રિલ 15, 2011

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવાઅહીં   આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.

(૧) આમલીનાં પાન સીંધવ સાથે વાટી, ગરમ કરી, સંધીવાના સોજા પર કે ઝલાઈ ગયેલા સાંધા પર ચોપડવાથી લાભ થાય છે.

(૨) જાયફળને કે જાવંત્રીના તેલને સરસવના તેલમાં મેળવી સાંધાઓના જુના સોજા પર મર્દન કરવાથી ચામડીમાં ઉષ્ણતા અને ચેતના આવી, પરસેવો વળી, સંધીવાથી જકડાયેલાં સાંધા છુટા થઈ સંધીવા મટે છે.

(૩) ડુંગળીનો રસ રાઈના તેલ સાથે ચોપડવાથી સંધીવાનો દુ:ખાવો મટે છે.

(૪) રાઈ, અજમો, સુંઠ, લસણ કે હીંગ નાખી ગરમ કરેલું તેલ ચોળવાથી અને શેક કરવાથી દુ:ખતા સાંધા મટે છે તેમ જ આમવાત(રુમેટીઝમ) સીવાયના સંધીવામાં ફાયદો થાય છે.

(૫) લસણ, ખાંડ અને સીંધવ સરખા ભાગે મેળવી, ચાટણ કરી, તેમાં બમણું થીજાવેલું ઘી મેળવી ચાટવાથી સંધીવા મટે છે.

(૬) સમાન ભાગે સુંઠ અને ગોખરુંનો ક્વાથ કરી રોજ સવારે પીવાથી સંધીવા મટે છે.

(૭) વડનું દુધ લગાડવાથી સંધીવાના સોજામાં આરામ થાય છે, અને દુખાવો મટે છે.

(૮) નગોડના પાનનો રસ અથવા ઉકાળો પીવાથી સંધીવા મટે છે.

(૯) દરરોજ ૨૦૦-૨૫૦ ગ્રામ કાચી કોબીજ ખાવાથી સંધીવા મટે છે.