Archive for સપ્ટેમ્બર 3rd, 2009

રાસ્ના

સપ્ટેમ્બર 3, 2009

રાસ્ના ચરક સંહીતામાં લખ્યું છે કે, रास्ना वात हराणाम् श्रेष्ठ | વાયુને હરનાર ઔષધોમાં રાસ્ના શ્રેષ્ઠ છે. ઠંડી દુર કરવા માટે રાસ્ના અને અગરનો લેપ ઉત્તમ છે. આ લેપથી સોજો પણ ઉતરી જાય છે. મહારાસ્નાદી ક્વાથમાં મુખ્ય ઔષધ રાસ્ના છે, જે બજારમાં મળે છે. ચારથી છ ચમચી જેટલો આ ઉકાળો સવારે, બપોરે અને રાત્રે લેવાથી ઘુંટણનો વા અને સ્નાયુઓનો દુ:ખાવો મટે છે. રાસ્ના ફેફસાના બધા રોગો જેમ કે શ્વાસ-દમ, જુનો દમ, ફેફસાની નળીઓનો સોજો ક્ષય, ફેફસાના પડદાનો સોજો અને તેનાથી થતો પડખાનો દુ:ખાવો વગેરેમાં પણ ખુબ ઉપયોગી છે.