Archive for મે 4th, 2020

૬૮૧. કોરોનાવાઈરસ વીશે એક પાંચ વર્ષની બાળા

મે 4, 2020

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

૬૮૧. કોરોનાવાઈરસ વીશે એક પાંચ વર્ષની બાળા : તા. ૩-૫-૨૦૨૦ના રોજ પદ્મા ભાવેશભાઈ પટેલ તરફથી પાંચ વર્ષની બાળાનો એક વીડીઓ મળ્યો છે. એનું નામ કે એના વીશે બીજી કોઈ માહીતી મળી નથી. એ વીડીઓ પરથી નીચેની પોસ્ટ સહુની જાણ માટે તૈયાર કરી છે.

એ કહે છે: કોરોનોવાઈરસની હજુ સુધી કોઈ દવા શોધાઈ નથી, આથી એનાથી બચવા માટે ઈમ્યુનીટી મજબુત રાખવી જોઈએ. એ માટે સવારે ઉઠીને એક ચમચી ચ્યવનપ્રાશ ખાવું. દીવસમાં બેથી ત્રણ વાર ગરમ પાણી પીવું. સવારે ૨૦થી ૩૦ મીનીટ યોગાસન અથવા બીજી કોઈ અનુકુળ કસરત કરવી.

ઈમ્યુનીટી વધારવાનો બીજો એક ઉપાય ગરમ દુધમાં અડધી ચમચી હળદર નાખી પી જવું.

એ માટેનો વળી બીજો ઉપાય છે હર્બલ કાઢો. એ માટે તજ, મરી, આદુ, સુકી દ્રાક્ષ, હળદર, તુલસી, લીંબુ અને મધ જોઈશે. તજ અને મરીને વાટી લો, તુલસી અને દ્રાક્ષને કુટી લો. એક વાસણમાં ત્રણ કપ પાણી લઈ એમાં આ બધાં ઔષધો નાખી ઉકાળો. એને થોડી થોડી વારે હલાવતા રહો. જો તમારી ઈચ્છા ચા પીવાની હોય તો ચા પણ એમાં નાખી શકો, એટલે હર્બલટી બનશે. ઉકાળો તૈયાર થયા પછી એમાં થોડું લીંબું નીચોવો. અને ગાળીને પી શકો. આ ઉકાળાથી ઈમ્યુનીટી વધી શકે.