Posts Tagged ‘આરોગ્ય ટુચકા 288  સુરણ’

આરોગ્ય ટુચકા 288 સુરણ

નવેમ્બર 29, 2018

ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 288  સુરણ: સુરણ ઉત્તમ કંદશાક છે. એની બે જાત છે, લાલ એટલે જંગલી, જે તીવ્ર હોય છે અને ખાવાથી ખરજ ઉપડે છે. બીજું સફેદ જે સ્વાદમાં મીઠું હોય છે. ખાવામાં સફેદ સુરણ વપરાય છે, જ્યારે ઔષધમાં લાલ સુરણ વીશેષ ગુણપ્રદ છે.

સુરણનો મુખ્ય ગુણ દીપન અને પાચન કરવાનો છે, આથી આંતરડાના દર્દ પર એનો ઉપયોગ કરવામાં આવે છે- ખાસ કરીને અજીર્ણ, મંદાગ્ની અને આમદોષમાં. સુરણ સાચી ભુખ લગાડે છે અને ખોરકમાંથી છુટા પડેલા પોષક રસોનું શોષણ કરીને શક્તીમાં પરીવર્તન કરે છે. ઉપરોક્ત અજીર્ણ, મંદાગ્ની અને આમદોષની તકલીફમાંથી મુક્તી મેળવવા થોડો વખત સામાન્ય ખોરાક બંધ કરીને માત્ર સુરણનું શાક અને ખાટાંમીઠાં ફળો પર રહેવું જોઈએ.

સુરણ કૃમીઘ્ન પણ છે.