Posts Tagged ‘આરોગ્ય ટુચકા 34. દુધી’

આરોગ્ય ટુચકા 34. દુધી

ઓગસ્ટ 7, 2017

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.

આરોગ્ય ટુચકા 34. દુધી: સાજા અને માંદા બંને માટે સરખી ગુણકારી દુધી શાકમાં પથ્ય છે. તે ખુબ ઠંડી, લુખી, પચવામાં ભારે, ઝાડાને રોકનાર, વાત-કફકારક, પીત્તશામક, બળવર્ધક, પોષક, રોચક, ધાતુવર્ધક અને ગર્ભપોષક છે. એ કૃશતા અને મેદરોગ બંનેમાં આપી શકાય. થાક, બળતરા, બેચેની, અરુચી, હૃદયરોગ, ધાતુક્ષીણતા વગેરેમાં ઉપયોગી છે. સગર્ભા માટે દુધી સારી છે. દુધીનો હલવો શરીરને પોષણ અને શક્તી આપે છે. દુધીનાં બી પેશાબ સાફ લાવે છે અને પથરીમાં લાભ કરે છે.