Archive for જુલાઇ 10th, 2009

બાળકોનું ચુર્ણ

જુલાઇ 10, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બાળકોનું ચુર્ણ ‘બાલચાતુર્ભદ્ર ચુર્ણ.’ આ ઔષધમાં અતીવીષ, કાકડાશીંગી, નાગરમોથ અને લીંડીપીપર આ ચાર ઔષધ સરખા વજને લઈ, ખુબ ખાંડી બારીક વસ્ત્રગાળ ચુર્ણ બનાવી એરટાઈટ બોટલમાં ભરી રાખવું. ચણાના દાણા જેટલું ચુર્ણ અડધી ચમચી મધમાં સવારે, બપોરે અને રાત્રે ચટાડવાથી બાળકને વારંવાર થતી શરદી, છીંકો, ઉધરસ, તાવ, ઝાડા, અપચો, ગેસ, કબજીયાત, ઉલટી, ઉબકા વગેરે મટે છે. બાળકો માટેના આ ચાર સારાં(ભદ્ર) ઔષધોનું ચુર્ણ એટલે ‘બાલચાતુર્ભદ્ર ચુર્ણ.’