Archive for જુલાઇ 5th, 2009

બહેડાં

જુલાઇ 5, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

બહેડાં : બહેડાંનું વૃક્ષ ઘણું જ ઉંચું, વીસ્તારવાળું અને હરડેના વૃક્ષ જેવું હોય છે. એને ગોળ ફળ આવે છે તેને ‘બહેડાં’ કહે છે.

બહેડાં કડવાં, તીખા, તુરાં, પચવામાં હલકાં, મળને સરકાવનાર, પચી ગયા પછી મધુર, ઉષ્ણ અને સ્પર્શમાં શીતળ છે. એ મળને તોડનાર, આંખ માટે હીતકારક તથા કેશવર્ધક છે અને કફ, પીત્ત, ઉધરસ, કૃમી, સ્વર બેસી જવો, નાકના રોગો, રક્તદોષ તથા હૃદયરોગનો નાશ કરે છે.

(૧) અડધી ચમચી જેટલું બહેડાનું ચુર્ણ બે ચમચી મધ સાથે દીવસમાં બે વાર લેવાથી કફ, પીત્ત, ઉધરસ, કૃમી, સ્વર બેસી જવો, નાકના રોગો, રક્તદોષ તથા હૃદયરોગ વગેરે મટે છે.

(૨) બહેડાની છાલનો ટુકડો ચુસવાથી કફ વગરની સુકી ઉધરસમાં તરત શાંતી થાય છે.

(૩) પીચોટી ખસી ગઈ હોય તો ચાર ચમચી બહેડાની છાલનો રસ રોજ સવારે ત્રણથી ચાર દીવસ પીવાથી લાભ થાય છે.

(૪) પાંચે પાંચ પ્રકારના દમ-શ્વાસના રોગમાં બહેડાનો ઉપયોગ કરી શકાય છે. બાફેલા બહેડાના એક ચમચી પેસ્ટને એટલા જ મધ સાથે મીશ્ર કરી સવારે, બપોરે અને રાત્રે ચાટવાથી સર્વ પ્રકારના દમ-શ્વાસ મટે છે.