Archive for ડિસેમ્બર 20th, 2010

રતવા

ડિસેમ્બર 20, 2010

ઉપચારોનીષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહીતીનોછે.

(૧) ઠંડા પાણીમાં ચીકણી સોપારી ઘસી રતવાનાં ચાંઠાં પર ચોપડવાથી રતવા મટે છે.

(૨) શેકેલા જવનો લોટ અને જેઠીમધનું ચુર્ણ ધોયેલા ઘીમાં મેળવી લેપ કરવાથી રતવા મટે છે.

(૩) ઉમરાની છાલનો ઉકાળો રતવાવાળી બહેનો માટે આશીર્વાદ સમાન છે.

(૪) રતવામાં દીવેલ ખુબ માફક આવે છે. રોટલીમાં દીવેલનું મોણ નાખીને પણ લઈ શકાય.

(૫) ધાવડીનાં ફુલોનું છાંયડામાં સુકવીને બનાવેલું વસ્ત્રગાળ ચુર્ણ અડધી ચમચી લઈ તેમાં એક ચમચી સાકરનું ચુર્ણ મીશ્ર કરી તેમાં બે ચમચી ચોખાનું ઓસામણ મેળવી સવાર-સાંજ પીવાથી રતવા–લોહીવા અને સફેદ પાણી પડવાની તકલીફ મટે છે. આહારમાં અથાણાં, પાપડ, ગરમ મસાલા બંધ કરી સાદો પૌષ્ટીક આહાર જ લેવો.