Archive for ડિસેમ્બર 12th, 2010

યકૃતવૃદ્ધી

ડિસેમ્બર 12, 2010

(૧) કાચા પપૈયાનું ૧૦ ગ્રામ દુધ સાકર સાથે મેળવી ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી યકૃતવૃદ્ધી મટે છે.

(૨) કાચા પપૈયાનું શાક ખાવાથી યકૃતવૃદ્ધીમાં લાભ થાય છે. ખાસ કરીને નાનાં બાળકોને આ વીશેષ લાભકારી છે.

(૩) કાચા પપૈયાના દુધનાં ૧૦-૧૫ ટીપાં સવાર-સાંજ પાણી સાથે પીવાથી યકૃતવૃદ્ધી, બરોળવૃદ્ધી, અરુચી અને અપચો મટે છે.

(૪) ફુદીનાનો રસ યકૃતવૃદ્ધીમાં લાભકારક છે.

(૫) યકૃતવૃદ્ધી, મુત્રાવરોધ, મુત્રકષ્ટ, પ્રોસ્ટેટ(પુરુષાતન ગ્રંથી), પથરી અને સોજામાં વાયવરણો અકસીર ઔષધ છે.

(૬) ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબુત બુચ મારી એક અઠવાડીયા સુધી રાખી મુકવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ આંતરે દીવસે સવારે કેટલાક દીવસ સુધી પીવાથી યકૃતની ક્રીયા નીયમીત બની યકૃતનો સોજો, યકૃતવૃદ્ધી અને પ્લીહોદર મટે છે.

યકૃતવૃદ્ધી

ડિસેમ્બર 12, 2010

યકૃતવૃદ્ધી કાચા પપૈયાનું શાક ખાવાથી યકૃતવૃદ્ધીમાં લાભ થાય છે. ખાસ કરીને નાનાં બાળકોને આ વીશેષ લાભકારી છે.